દિવાળી વિષે. ...
*** 1 ***
*દિવાળી ની સફાઈ* હવે ચાલુ કરી દે, 🧹
ચાલ *આ વર્ષે* કંઈક અલગ જ કરી દે, 😀
જો હૃદય ના માળીયે *જૂની નફરતો* છે, 💕
ઉતારી ને ઘર ની *બહાર ફેંકી દે*, 😇
હાસ્ય ના *તોરણ* પેક પડ્યા છે, 🍃🌿
ખોલી ને દરેક *બારણે લગાવી દે*, 🚪
નિરાશાઓ ના કોઈ *ફાનસ* હોય તો જવા દે, 💡
આશાના દરેક *ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,* 🕯
જો *અહંકારની ટાઇલ્સ* છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે, 😠
એના પર રંગબેરંગી તું *રંગોળી* કરી દે, 🎨
એ *ગરીબ ની આંખો* પણ ચમકાવી દે, 🤩
જૂની *ઢીંગલી,* તૂટેલી ફૂલદાની સાથે એક નવી *ચોકલેટ* આપી દે, 🍫
અને *બાજુવાળા ની ઈર્ષ્યા* હવે છોડી દે, 😣
'હું' ને ભૂલી મન, મુકીને બીજાની *પ્રશંશા કરી દે,* 👏🏼🤝🏼
*કલર લાગણી નો* ઉખડતો જાય છે, ☹
આ વર્ષે જરા *વધુ પાકો* કરાવી દે, 🖌🎨
દીવાળી ની *સફાઈ હવે ચાલુ* કરી દે, 🧹
*ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.* 🎍
*** 2 ***
દિવાળી ની સફાઇ
હવે ચાલુ કરીએ,
ચાલ આ વર્ષે કંઈક
અલગ જ કરીએ,
જો હૃદયના માળીયે
જૂની નફરતો છે,
ઉતારી ને ઘરની
બહાર ફેંકીએ,
હાસ્યના તોરણ
પેક પડ્યા છે,
ખોલી ને દરેક
બારણે લગાવીએ,
નિરાશાઓના કોઇ
ફાનસ હોય તો જવાદો,
આશાના દરેક ઉંબરે
નવા દીપ પ્રગટાવીએ,
અહંકારની ટાઇલ્સ છે
ત્યાં પ્રેમનો ગેરું લિંપીએ,
એના પર રંગબેરંગી
રંગોળી કરીએ,
એ ગરીબ ની આંખો
પણ ચમકાવીએ,
જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની
સાથે એક ચોકલેટ આપીએ,
આજુબાજુ વાળા ની
ઈર્ષ્યા હવે છોડીએ,
*હું* ને ભૂલી મન મુકીને
બીજાની પ્રશંસા કરીએ ,
કલર લાગણીનો
ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ
પાકો કરાવીએ,
દીવાળીની સફાઈ
હવે ચાલુ કરીએ,
ચાલો આ વર્ષે
આવી સજાવટ કરીએ.
*** 3 ***
આવો મેં દિવાળી *" સેલ"* રાખ્યો છે,
● કરુણા સાથે *સમજણ*
*" ફ્રી"* રાખ્યા છે.f
● શાંતિ અને આનંદ
*" ડિસ્કાઉન્ટ "* પર મળશે,.
● પુરુષાર્થ ની ખરીદી પર
*સફળતા* મફત મળશે.
● ભક્તિ મળશે *સ્કિમ* પર,
*પ્રાર્થના* પેકેટ સાથે,
● *લેવાય* એટલી લઇ લો,
વહેંચવા *છુટ્ટા* હાથે
● *દયા ,શાંતિ* મળશે
પઙતર ભાવે,
● લઇ જાઓ ક્યારેક *કોઇને* કામ આવે
●● કાઉન્ટર પર આવી પુછજો,
*" કેટલા થયા?"*
●●● બોલીશ," તમારા *પ્રેમભાવ " જેટલા જ થયા*
*** 4 ***
#દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???
હું શોઘુ તને ગલી ફળિયામાં,
તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં....
હું શોઘુ તને ટમટમતા દિવડામાં,
તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં...
હું શોઘુ તને ફળિયાની રંગોળીમાં,
તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં...
હું શોઘુ તને સાકરની મીઠાસમાં,
તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..
હું શોઘુ તને મંદિરની પૂજામાં,
તું ખોવાઇ ગઇ હોટલના ડિનરમાં...
હું શોઘુ તને મઠિયા પૂરીમાં,
તું ખોવાઇ ગઇ નાસ્તાના પેકેટસમાં...
હું શોઘુ તને ઘુઘરા મગસમાં,
તું ખોવાઇ ગઇ મોંઘી મીઠાઇમાં...
હું શોઘુ તને કાર્ડની શુભેચ્છામાં,
તું ખોવાઇ ગઇ મોબાઇલના મેસેજમાં...
હું શોઘુ તને સ્વજનોની હુંફમાં,
તું ખવાઇ ગઇ પાટીઁ પીકનીકમાં...
હું શોઘુ તને ચાંદલીયા-લવિંગીયામાં,
તું ખોવાઇ ગઇ આતશબાજીમાં...
હું શોઘુ તને આસોપાલવના તોરણમાં,
તું ખોવાઇ ગઇ બંઘ દરવાજામાં...
હું શોઘુ તને,
*દિવાળી* તું કયાં ખોવાઇ ગઇ ???
*** 5 ***
💫🌟✨💥 દિવાળી !💥
!!!!!!!!!!!!
નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી….. ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!
તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક
એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’
આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?
ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ
ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?
આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર એ રંગ કેવી રીતે ચડાવવો….?
બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તોય કોઈ બેરિયર્સ નહીં….
દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને
ઈસ્ત્રી કરાયેલો ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –
એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!
😲😧😦
*** 6 ***
દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,
જો હૃદય ના માળીયે જૂની નફરતો છે,
ઉતારી ને ઘર ની બહાર ફેંકી દે,
હાસ્ય ના તોરણ પેક પડ્યા છે,
ખોલી ને દરેક બારણે લગાવી દે,
નિરાશાઓ ના કોઈ ફાનસ હોય તો જવા દે,
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,
જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,
એ ગરીબ ની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની સાથે એક નવી ચોકલેટ આપી દે,
અને બાજુવાળા ની ઈર્ષ્યા હવે છોડી દે,
'હું' ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,
કલર લાગણી નો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,
દીવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.
🍁🍁🍁
*** 7 ***
લોક કે' છે દિવાળી છે...
દુકાને ઘરાક નથી,
ગલ્લે બરકત નથી,
તોય લોક કે' છે દિવાળી છે!
વાવ્યું એટલું પાક્યું નથી,
પાક્યું એના ભાવ નથી,
તોય લોક કે' છે દિવાળી છે!
બાળકને સરખું ભણતર નથી,
માંદાને સરખી દવા નથી,
તોય લોક કે' છે દિવાળી છે!
હાથને કામ નથી,
કામ કર્યાના દામ નથી,
તોય લોક કે' છે દિવાળી છે!
હડસાયેલો હર્ષ છે,
ને ઉધારનો ઉલ્લાસ.
તોય લોક કે' છે દિવાળી છે!
આવકની હૈયાહોળી છે,
તોય લોક કે' છે દિવાળી છે!
હા, ફાવેલાની દિવાળી છે,
ને વંચિતોની હોળી છે.
તોય લોક કે' છે દિવાળી છે!
- સાગર રબારી.
*** 8 ***
*દિવાળી નવું વર્ષ ભાઈબીજની શુભેચ્છા*
અંધારા ઉલેચતી આવી રે આવી દિવાળી,
ઝગમગ થયા દીવડા લો આવી દિવાળી.
લોભાય મન ખારા મીઠા સ્વાદમાં આવી દિવાળી,
બારી બારણાં બારસાખ સજાવ્યા આવી દિવાળી.
ભૂલકાં લાવ્યા ચક્રી ફૂલઝળી આવી દિવાળી,
મોટેરા બોમ્બ રોકેટે હરખાયા આવી દિવાળી.
અંતિમ રાત્રી વિક્રમ સંવતની આવી દિવાળી,
નવું વર્ષ નવી આશા નવા પ્રભાતે આવી દિવાળી.
ઉંબરે ઉભી બેનડી જુવે ભઈલુંની વાટ,
કઢી ખીચડીની રસમમાં આટોપાય દિવાળી.
લાભપાંચમે શુકનના સોદાએ વધાવાઈ દિવાળી,
પાંચ પાંચ દિવસ તહેવાર ઉજવાય આવી દિવાળી
યોગેશ વ્યાસ(જામનગર)
૧૫.૧૧.૨૦
*સમગ્ર વ્યાસ પરિવાર*
*** 9 ***
પ્રકાશનું આ પર્વ પનોતું,
દિલના દીપ જલાઓ;
અંતરના અંતર ઓળંગી,
એક થઇ સૌ ગાઓ.
સહુના સુખની કરી કામના,
જગમંગલ સહુ ગાઓ;
કલહ અને કંકાસો ભૂલી,
સૌને ગળે લગાઓ;
હોઠ ઉપર બે શબ્દો આજે
'સાલ મુબરાક' લાઓ.
ઉગે સુખનાં ગુલાબ અહીંયા,
દુઃખના કાંટા સાથે;
માંગુ છું બસ,પ્રભુ આપજે,
પ્રસન્નતા સંગાથે;
સત્ય અને સંતોષની
જગમાં નવી ઉષા પ્રગટાવો.
અશ્રુ લૂછો રંકતણા જયાં
ટંક ટંકના સાંસા;
જેનું કોઈ નથી દુનિયામાં,
આપો જઈ દિલાસા;
રૂંધાયેલા કંઠમાંથી
ગાન નવાં રેલાવો.
હોઠ ઉપર બે શબ્દો આજે
'સાલ મુબરાક' લાઓ
*નૂતન વર્ષાંભિનંદન.🙏*
*** 10 ***
*દિવાળી*
*(હાઈકુ)*
દીવા પેટાવો
પૂરો તેલ સ્નેહનું
તો જ દિવાળી
હવે તપાસો
જીવન ખાતાવહી
જીવ્યાં કેટલું ?
પૂરી રંગોળી
તોરણ બાંધ્યા દ્વારે
દિલે અંધારું
પ્રકાશ માટે
પ્રગટાવું દીવડાં
દિલે દાઝું છું
પર્વ પ્રસંગે
માનવતા પ્રગટે
સાચી ઉજાણી
વરસ પૂરું
કાઢોને સરવૈયા
જમા શું થયું ?
નથી ખમાતું
હૈયે ફૂટે ફટાકાં
અબોલા તોડો...!
રંગી દિવાલો
રંગાયા તમે સંગે
તો ઝળાહળાં
આવી દિવાળી
ઝગમગ દીવડાં
રોશની હૈયે !
ઘરમાં દીવા
રોશની શોભે ભીંતે
છતાં અંધારું ?
આવી દિવાળી ?
કેટલાં હૈયે હોળી
કાળ કૉરોના...!!!
- ડૉ.બળવંત વ્યાસ
સુરેન્દ્રનગર
*** 11 ***
કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweet નું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં તમે બેઠા હો
અને
તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ
દીવડો જલાવી જાય ને
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
🙏Happy Deepavali🙏😷
*** 12 ***
*હુ ઉજવૂ કેમ દિવાળી*
હુ ઉજવૂ કેમ દિવાળી...?
આજ હજારો માનવ ની ખાલી છે ભોજન થાળી...!
હુ ઉજવુ કેમ દિવાળી...?
તેલ વિનાના દિપક ની એ વાટ ક્યાંથી પ્રજળે?
ચડે તાવડો ક્યાંથી ચુલે, જયાં ઘી જ ઘર માં નાં મળે
જનતા આજે જીવી રહીછે અંતર દીવડા બાળી
હુ ઉજવુ કેમ દિવાળી.....?
બાકી હતુ તો કોરોનાં એ કેર ગજબ નૉ કીધો
હતો માનવી ખૌડંગાતો ઉપર ડામ જ દીધો
બાગ જીવન નૉ ઉજ્જડ દેખી રોતો દીઠો માળી
હુ ઉજવુ કેમ દિવાળી?
કહો.... હુ ઉજવુ કેમ દિવાળી?
*દિપક વ્યાસ 'સાગર'*
*** 13 ***
*દિવાળી નવું વર્ષ ભાઈબીજની શુભેચ્છા*
અંધારા ઉલેચતી આવી રે આવી દિવાળી,
ઝગમગ થયા દીવડા લો આવી દિવાળી.
લોભાય મન ખારા મીઠા સ્વાદમાં આવી દિવાળી,
બારી બારણાં બારસાખ સજાવ્યા આવી દિવાળી.
ભૂલકાં લાવ્યા ચક્રી ફૂલઝળી આવી દિવાળી,
મોટેરા બોમ્બ રોકેટે હરખાયા આવી દિવાળી.
અંતિમ રાત્રી વિક્રમ સંવતની આવી દિવાળી,
નવું વર્ષ નવી આશા નવા પ્રભાતે આવી દિવાળી.
ઉંબરે ઉભી બેનડી જુવે ભઈલુંની વાટ,
કઢી ખીચડીની રસમમાં આટોપાય દિવાળી.
લાભપાંચમે શુકનના સોદાએ વધાવાઈ દિવાળી,
પાંચ પાંચ દિવસ તહેવાર ઉજવાય આવી દિવાળી
યોગેશ વ્યાસ(જામનગર)
૧૫.૧૧.૨૦
*સમગ્ર વ્યાસ પરિવાર*
*** 14 ***
શબ્દ-દિવાળી..
પ્રકાર-મૌલિક..
-----------------------------------------------------
દ્વાર દિલનાં ખોલો તો છે દિવાળી,
હાથ ખૂદના જોડો તો છે દિવાળી.
ઘુંટાવું ખાલી ચુપ થઈને શુ કામ,
મૌન અંદરનું તોડો તો છે દિવાળી.
આવેલી પહેલ સ્વીકારો મિત્રતાની,
દુશ્મની પાછી ઠેલો તો છે દિવાળી.
વિસ્તારો પ્યાર સૌના હદયમાં ઘણો,
હાંડો નફરતનો ફોડો તો છે દિવાળી.
ઝણઝણાવો તાર પ્રેમનાં બધા પુરાં,
લાગણી પણ ઢંઢોળો તો છે દિવાળી.
કરવાં નહી કામ મેલાં કદી કાંઈપણ,
ચાદર ચોખ્ખી ઓઢો તો છે દિવાળી.
ઝળહળે નહી દિવાઓ કોળીયાંમાંના,
દિવા પ્રેમના પ્રગટાવો તો છે દિવાળી.
'દિન' હટાવવા રાગ-દ્વેષ સદાય માટે,
હદય થોડું ઝકઝોળો તો છે દિવાળી.
-----------------------------------------------------
✍ દિનેશ સોની, રાપર (કચ્છ),
તા.14/11/20,દિવાળી.
*** 15 ***
❣️દિપાવલી શુભેચ્છા ❣️
દીપથી દીપ પ્રગટાવતાં શીખશું સંગમાં.
માનવી દીપ અજવાળતાં જીવશું રંગમાં.
એકતા સાધતાં દુઃખ દરદ દંભને વાળશું..
ચાહની રીત પસરાવતાં જાગશું સાચમાં.
નેમથી ચાલતાં વેર ભાવો ટકે ના પછી...
માન ની જીત મમળાવતાં ગાજશું પાંચમાં.
સોણલાં પાંપણે થોભશે રંગ ભાતે ચડી...
આંખડી ભાવ ચમકાવતાં આંકશું સાખ માં.
કોકિલા ફાગણે ફોરશે ફૂલ જેવા બની...
ભારતી પન લહેરાવતાં માણશું લાખમાં.
કોકિલા રાજગોર
ભીવંડી થાના 🙏🌹
મારાં ચાહક ભાવક સૌ મિત્રો સખીઓ ને દિવાળી નાં ફટાકડાં નાં આનંદ સમી રંગોળી નાં રંગ સમી.. દીવડાનાં તેજ સમી તેમજ નવલી નોખી મીઠાઈ નાં સ્વાદ સમી... શુભેચ્છા શુભકામના આશિર્વાદ નૂતનવર્ષંનાં અભિનંદન... ભૂલ ચૂક ક્ષમા પ્રાથી ગણશો... 🌹❣️🕉🤝✌️🚩💐🙏🇮🇳
*** 16 ***
લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.
એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.
દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.
*દિપાવલી ની શુભકામના*
💐💐💐💐💐
ઈકબાલ કડીવાલા.
*** 17 ***
*લાગણીથી ખળખળો તો*
*છે દિવાળી.*
*પ્રેમના રસ્તે વળો તો*
*છે દિવાળી.*
*એકલા છે જે સફરમાં*
*જિંદગીની,*
*એમને જઈને મળો તો*
*છે દિવાળી.*
*છે ઉદાસી કોઈ આંખોમાં*
*જરા પણ,*
*લઇ ખુશી એમાં ભળો તો*
*છે દિવાળી.*
*ઘાવ જે લઈને ફરે છે કૈંક*
*જૂના,*
*પીડ એની જો કળો તો*
*છે દિવાળી.*
*જાતથી યે જેમણે* *ચાહયા*
*વધારે,*
*એમના ચરણે ઢળો તો*
*છે દિવાળી.*
*દીવડાઓ બહાર*
*પ્રગટાવ્યે થશે શું?*
*ભીતરેથી ઝળહળો તો*
*છે દિવાળી...!*
*સુપ્રભાતમ્* 💐🙏🌹
*** 18 ***
✳️"ધમ્મ દીપ પકાસ ઉત્સવ" (પાલી ભાષા) કે
દિપાવલી ,દિવાળી ,દીપ દાનોસ્તવ❇️
ડૉ બાબાસાહેબ આંબેડકરે ક્રાન્તિ અને પ્રતિક્રાંતિ માં સ્પષ્ટપણે સમજાવેલ છે ભારતીય ઈતિહાસ મનુવાદી ધર્મ અને બોદ્ધ ધમ્મ વચ્ચેનો સંઘર્ષ છે.
ગૌતમ બુધ્ધના જ્ઞાન પ્રાપ્તિ બાદ એમના પિતાજી દ્વારા એમને સંદેશ મોકલવામાં આવેલ કે બુદ્ધ કપિલવસ્તુમાં પધારે અને સમ્યક સંબુદ્ધ અહી ધમ્મના પ્રકાશથી સૌને અજ્ઞાન ના અંધકાર માંથી બહાર નીકાળે.
બુદ્ધ જ્યારે પોતાની જન્મ ભૂમિ પર જવાના હોય છે ત્યારે ત્યાંના લોકોમાં અનેરો ઉત્સવ હોય છે.
બુદ્ધના આવવાની વાત જાણીને લોકો એની તૈયારી ના ભાગરૂપે ઉત્સવ નો માહોલ કરે છે.
બુદ્ધ ના સમયમાં ખેતી અને પશુપાલનનું મહત્વ હોવાને કારણે પાલી ભાષામાં આવાં લોકોને "ખત્તિય" તરીકે ઓળખવામાં આવતાં બુદ્ધ ના પિતાજી પણ ખત્તિય હતાં અને સમય જતા કાળક્રમે આ શબ્દોને ક્ષત્રિય માં ખપાવી દેવામાં આવેલ
બુદ્ધ અને એમની સાથેના ભિક્ષુ ગણ અમાસ માં કપિલ વસ્તુ ની મુલાકાતે જવાના હોવાથી
તેરસ ની તિથિ ને પાલી ભાષા માં
"ધાન્ય તેરસ"બુદ્ધનાં સમયમાં ધાન્ય ને જ ધન ગણવામાં આવતું.
બુદ્ધ અને એમના ભિક્ષુ ગણના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે ધાન્ય ને એકઠું કરવામાં આવે છે.
ત્યાર બાદ કાળી ચૌદશ ની રાત્રી એ કપિલ વસ્તુના લોકો બુદ્ધ ના સ્વાગત ની તૈયારી ના ભાગરૂપે રાત્રે જાગરણ કરે છે અને સવારે વહેલાં બોદ્ધ અને ભિક્ષુ ગણ આદર અને ઉત્સાહ સાથે વધાવે છે.
બુદ્ધ કપિલ વસ્તુના લોકોને ધમ્મ નું જ્ઞાન કાળી ચૌદશના બીજા દિવસે આપવાના હોવાથી એને ધમ્મ દીપ પકાસ ઉત્સવના નામે ઓળખવામાં આવે છે.
આજ દિવસે કપિલ વસ્તુના લોકોને અજ્ઞાન રૂપી અંધકાર ના ભયમાંથી મુકિત અપાવવા માટે બુદ્ધ ધમ્મ રૂપી પ્રકાશ નું દાન કરે છે એટલે જ એને ધમ્મ દીપ પકાસ ઉત્સવના નામે ઓળખવામાં આવે છે.
બુધ્ધ ના ધમ્મ નો ઉદ્દેશ અજ્ઞાન થી જ્ઞાન તરફ લઈ જવા માટે ધમ્મ રૂપી જ્ઞાન ના પ્રકાશ ની તરફ આગળ વધવાનો છે.
કાળક્રમે મનુવાદી વ્યવસ્થા ના લોકો દ્વારા એના મૂળ ઉદ્દેશ ને બદલીને એને કાલ્પનિક કથાઓ અને પાત્રો ની સાથે જોડીને ધમ્મ ના મૂળ સ્વરૂપને બદલી નાખ્યો છે.
માત્ર દીપક સળગાવીને અને રોશની કરીને દીપ પ્રગટવા લોકો પરંપરાના નામે એક કર્મકાંડ ને પ્રોત્સાહન આપી રહ્યા છે જેમાં ધમ્મ ના ઉપદેશ ની ક્યાંય પણ ચર્ચા જોવા મળશે નહિ.
બુદ્ધે કહ્યું છે "તું જ તારો દીપક થા" એનો મતલબ પોતાના જ્ઞાન અને વિવેક બુદ્ધિ થી અજ્ઞાન, ભય , ભ્રમ રૂપી અંધકારને દૂર કરવો એજ ધમ્મ નો માર્ગ છે.
પૂજા પાઠ કે કર્મકાંડ ની સાથે ધમ્મ ને કંઈ જ લેવા દેવા નથી. ધમ્મ રૂપી પ્રકાશ નું દાન સમગ્ર વિશ્વને લાભદાયક છે અને સમગ્ર વિશ્વના લોકોને સુખ, શાંતિ
અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે.
✍🏻 સુધીર રાજ સિંઘ ( બોદ્ધ ધમ્મ અને પાલી ભાષા સાહિત્ય ના વિશેષજ્ઞ)
*** 19 ***
દીપાવલી પર્વ.
ભારત ઉત્સવોનો દેશ કહેવાય છે. આપણા દેશમાં વિવિધ જાતિના લોકો વસે છે.'લોકશાહી દેશમાં ' બધાને પોતાના 'ધર્મ ' મુજબ પર્વ ઉજવવાની છૂટ હોય.ભારતમાં વિવિધતામાં પણ એકતા જોવા મળે છે.એજ આપણી તાકાત અને ગૌરવ છે.
આખા વર્ષ દરમ્યાન અનેક નાનાં મોટાં તહેવારો આવે છે. એમા નો સૌથી મોટો પર્વ દિપાવલી. 'દીપાવલી પર્વ ' બધાં ધર્મના લોકો સાથે મળી ઉજવે છે.બધાંજ લોકો 'કાગ ડોળે ' આખું વર્ષ રાહ જોતાં હોય છે.પરિવારના સભ્યો દૂર દૂર રહેતાં હોય, એ પણ આ પર્વની ઉજવણી સાથે મળી કરે છે.
આસો માસની અમાસના દિવસે 'દીપાવલી પર્વ ' આવે છે.આ પર્વ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલ છે.ઉત્તર ભારતમાં ૧૪ વર્ષનો વનવાસ ભોગવી 'રામ ' પત્ની સાથે અયોધ્યા આવ્યા હતાં.એમના સ્વાગતમાં લોકોની સાથે સાથે દેવલોકમાં પણ ઉત્સવ ઉજવયો,દીપમાળા પ્રગટાવી સ્વાગત કરવામાં આવ્યું. આજ દિવસથી કહેવાય છે, કે 'રામ રાજ્યની ' સ્થાપના થઈ.
દક્ષિણ ભારતમાં દિવાળી કારતક માસમાં ચૌદમાં દિવસે નગરમાં વિશાળ દીવડો પ્રગટાવતાં હતાં.એ દીવડાની જ્યોતમાંથી બીજા અનેક દીવડાં પ્રગટાવી અંધકાર,અને અનિષ્ટ સામે લડવા મહાકાળી માતાની પૂજા કરવામાં આવતી.
દિવાળીના દિવસે ક્ષીર સાગરમાથી લક્ષ્મીજી નું અવતરણ થયું હતું.માટે સંપત્તિ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે.દીપાવલી માતા લક્ષ્મી, ગણેશ,અને વિદ્યાની દેવી સરસ્વતીની, આરાધનાનો તહેવાર છે.દીપમાળા પ્રગટાવી લોકો પૂજા, અર્ચના કરી સ્વાસ્થ્ય, સૌદર્ય, જ્ઞાન, સંસ્કૃતિ જીવનમાં પ્રતિષ્ઠીત કરે છે.
દિવાળી પર્વ સાથે બે મહાન વિભૂતિઓની યાદો જોડાયેલ છે.જૈન ધર્મનાં ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી. દયાનંદ સરસ્વતીની જીવન જ્યોત બુઝાઈને મહાજ્યોતી સાથે ભળી ગઈ હતી.
માનવી પ્રભુએ પ્રગટાવેલ જ્યોત છે.માનવ રૂપી જ્યોત પોતાની શકિત પ્રમાણે પ્રકાશ ફેલાવે છે.પ્રભુએ આપણને સંસારના અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવી, લોક કલ્યાણ માટે મોકલ્યાં છે.
આજનો માનવી ભૈતિક સુખની શોધમાં, યાંત્રિક માનવ બની રહ્યો છે.આજ કારણે એ જીવનને માણી શકતો નથી.માટે ખૂબ દુઃખી રહે છે.પોતાની રૂટિન લાઈફથી થાકી કંઇક અલગ આનંદ મેળવવા ઝંખે છે.વર્ષમાં આવતાં તહેવારો લોકોને ઊર્જા, (શકિત )જીવવાની આશ,જીવનમાં આગળ વધવાની પ્રેરણા પ્રદાન કરે છે.
આપણાં ઋષિ મુનિઓ મહાન વૈજ્ઞાનિકો હતાં. દીર્ઘદ્રષ્ટિ વાળા હતાં. એમણે દરેક તહેવારને વિજ્ઞાન સાથે જોડી દીધા.જેથી લોકો પોતાની સંસ્કૃતિને ન ભૂલે, જાણતાં અજાણતાં સર્વનો, સર્વાંગી વિકાસ થાય અને આનંદ મેળવે માટે.
દીપાવલી પર્વમાં લોકો ઘરમાં રહી, પોતાના પરિવાર સાથે પૂજન, અર્ચના, ખરીદી,ઘર સફાઈ, રંગોળી, મીઠાઇઓ, ફટાક ડાં,દિવડા પ્રગટાવી,રોશની દ્વારા, ખૂબ ધૂમધામથી ઊજવણી કરે છે.આ પર્વ સાથે 'નવાં વર્ષનું ' આગમન થાય છે.હર્ષ ઉલ્લાસ સાથે લોકો નવાં વર્ષનું સ્વાગત કરે છે.દીપાવલી પર્વ સાથે ભાઈ બહેન નાં ભાવનો તહેવાર 'ભાઈબીજ ' જોડાયેલ છે.
દીપાવલી એટલે પ્રેમ, પ્રકાશના સંગમનો પર્વ.
દીવાથી દીવો પ્રગટાવી, સૌના મનને પ્રકાશિત કરવાનો પર્વ.
દીપાવલી એટલે ક્ષમાં,શકિત,સમર્પણ ભાવનો પર્વ.
ચાલો સૌ સાથે મળી આવનાર નવાં વર્ષનાં સ્વાગત માટે દીપક પ્રગટાવી 'કોરોના' નામ ના કહેર ને, દૂર કરી મંગલ વર્ષમાં પ્રવેશ કરીએ.'શુભ દીપાવલી.'
હેમલતા દિવેચા ( હેમ )
*** 20 ***
[01/11, 14:21] Mordan Bhatt Admn Gandhi Kavita Group: 🌹🌹 *દિવાળી આવી રે🌹🌹*
( *બાળગીત)*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
દિવાળી આવી........2 દિવાળી આવી રે
દિવાળીના પર્વોની આનંદમય ઝોળી લાવી રે
ઘરની સાફ સફાઈની
મૂકો હવે ભાઈ વાત
*વાઘબારસનાં* તહેવારથી
થઈ પર્વોની શરૂઆત
દિવાળી આવી........2 દિવાળી આવી રે
હૈયામાં અપાર આનંદની રંગોળી લાવી રે
રૂપિયા,પૈસાની,ઘરેણાની
કરો તમે ભાઈ પૂજન
*ધનતેરસનાં* દિવસે તમે
લક્ષ્મીનું કરજો અર્ચન
દિવાળી આવી........2 દિવાળી આવી રે
પ્રેમ કેરી ખુદાની સૌ માટે કવ્વાલી લાવી રે
કાઢજો તમે ઘરમાંથી
મનમાંથી ભાઈ અળસ
*કાળી ચૌદસ* લાવશે
હૈયામાં અનેરો રે હરખ
દિવાળી આવી........2 દિવાળી આવી રે
હૈયામાં ઝગમગ દિવડાઓને રે બોળી લાવી
મદ,મોહ,ક્રોધને તમે
ના લાવતા દિલ અંદર
*દિવાળીના* દિવસે તમે
રાખો સાગર સમ ઉદર
દિવાળી આવી...... 2 દિવાળી આવી રે
ટોપલો ભરીને સૌ માટે ફૂલઝળી લાવી રે
એકબીજાને દેજો ભાઈ
તમે સાથ અને સહકાર
*નવા વર્ષ* નો પાવન દિવસે
મનમાંથી કાઢજો અહંકાર
દિવાળી આવી.........2 દિવાળી આવી રે
બાળકોમાં રમત રમવાની એ ટોળી લાવી રે
ભાઈ-બેનનાં પવિત્ર પ્રેમની
જગમાં જડે નહીં જોડ
*ભાઈબીજનાં* આ દિવસે
બહેનનાં પૂરા કરજે કોડ
દિવાળી આવી........2 દિવાળી આવી રે
દિવાળીનાં પર્વોની આનંદમય ઝોળી લાવી રે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*લિ.*
*કનુજી કેશાજી ઠાકોર "કનકસિંહ"*
*હાસ્ય કલાકાર/બાળકવિ*
[01/11, 14:21] Mordan Bhatt Admn Gandhi Kavita Group: 🪔🪔 *શુભમ કરોતી કલ્યાણમ્* 🪔🪔
*©દીપાવલી*
*આજ એકાદશી પાવન તિથિથી શરૂ થઈ રહેલા દીપાવલી પાવન પર્વની આપ સૌને શુભ કામનાઓ*
નિત્ય પ્રભાતે આપણાં ઘર મંદિરમાં દીપ પ્રગટાવીએ છીએ ત્યારે, આપણે દેવસ્થાનમાં સ્થિત પરમ ચૈતન્યરુપ પ્રકાશપૂંજનાં ચરણોમાં, સ્વયંનાં સમર્પણની-કૃતજ્ઞતાની ભાવનાનું દીપરૂપે દાન જ કરીએ છીએ! આ દીપકને આત્મજ્યોતિનું, તેમાંથી ચોમેર પ્રસરી રહેલાં પ્રકાશને જ્ઞાનનું તથા એ દીપજ્યોતિ જેમાં સ્થિત છે તે માટીનાં કોડિયાને આપણી કાયાનું પ્રતિકાત્મક સ્વરૂપ પાઠવી શક્વાં જેટલીય સક્ષમતા કેળવતાં પુર્વે માનવ સભ્યતા લાખો વર્ષોની એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈ છે!
પંચતત્વો માનાં વાયુ, જલ, આકાશ, પૃથ્વી, આ ચારતત્વો આદિમાનવની ઉત્પતિ સાથે પ્રગટ અનુભવાતાં હતાં પરંતુ અગ્નિતત્વનો હજી માનવીને પરિચય ન હતો! અને ત્યાં સુધી જીવંતતા પણ જડત્વનાં ભાર નીચે ધરબાયેલી મૌન વહી રહી હતી! અગ્નિની શોધ થતાંજ સંસ્કૃતિ અને સભ્યતાઓનો ઉદય થયો! માનવ અગ્નિનો ઉપયોગ કરી ખોરાક રાંધતા શીખ્યો! સમય જતાં માનવીએ અનુભવ્યું કે જેવી રીતે અગ્નિની નજીક જવાથી એક પ્રકારની હુંફ અનુભવાય છે, સ્વયંની ભીતર પણ કોઇક એવું જ તત્વ છે જેની હાજરી પોતાનાં દેહને હૂંફાળું રાખે છે! અને આ હુંફની ગેરહાજરી એટલે મનુષ્યનાં દેહનું ઠંડું પડી જવું, જીવનનું વ્યક્તપણું સમાપ્ત થવું એ જ્ઞાન મનુષ્યને થયું ! ત્યારબાદ મનુષ્યએ પોતાની આસપાસની બાહ્યસૃષ્ટિ તરફ દ્રષ્ટિ કરી ત્યારે જ્ઞાન થયું કે પ્રકૃતિમાં પણ સર્વત્ર અજબ જીવંતતા પ્રસરેલી છે અને એ જીવંતતાનું પોષણ આકાશમાં સ્થિત તેજોમય અગનગોળા થકી જ થઈ રહ્યું છે! સૂર્યોદય થાય છે, દિવસ થાય છે અને પ્રકૃતિમાં પ્રાણ પુરાય છે! સૂર્યાસ્ત થાય છે, સૃષ્ટિ પર અંધકારની સાથે નીરવતાનું-સ્થગિતતાનું સામ્રાજ્ય છવાઇ જાય છે!
સમયના પ્રવાહમાં અનેકોનેક લહેરોનાં ચડાવ-ઉતારમાંથી પસાર થઈ છેવટે માનવે પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધ્યો, અંતર્મુખ થતાં શીખ્યો!! અને ત્યારે તેણે અનુભવ્યું કે એક પરમ જ્યોતિ ક્યાંક પ્રગટી રહી છે, જે દેખિતી રીતે અવ્યક્ત છે છતાં તેનો પરમ દિવ્ય પ્રકાશ અનંત બ્રહ્માંડને ઉજાગર કરી રહ્યો છે! માનવને પ્રતીતિ થઈ કે આ પરમ પ્રકાશ અતિ કલ્યાણકારી-અતિ પ્રીતિકર અનુભૂતિ પણ આપી રહ્યો છે! આ ક્ષણો મનુષ્ય માટે પરમ ધન્યતાની હતી! અતિઆશ્ચર્યથી મનુષ્યએ અનુભવ્યું કે આ મહાકતેજપુંજનો જ એક અંશ પોતાની અંદર પણ બિરાજમાન છે જે પોતાનાં ખુદનાં જીવનની જીવંતતાને અભિવ્યક્ત કરવામાં નિમિત બની રહ્યો છે! પરંતુ તે તત્વ કોઈ ચોક્કસ સ્વરૂપમાં કે આકારમાં સ્વયંને પ્રકટ નથી કરી રહ્યું ! અને ત્યારે ઋષિ સભ્યતા દ્વારા તે પરમ તેજોમય તત્વનું *આત્મજ્યોતિ* નામભિધાન થયું તેમજ *દીપક* નું પ્રતિકાત્મક સ્વરૂપાભિધાન પણ થયું!
આ જ દીપ એટલે હું પોતે! મુજ આત્મજ્યોતમાંથી પ્રગટ થતો જ્ઞાનનો પ્રકાશ મારી આસપાસ શુભત્વ અને કલ્યાણકારી દિવ્યતા પ્રસરાવે! મુજમાં અને મારા શત્રુમાં સ્થિત અંધકાર અને અલ્પ બુદ્ધિનો નાશ થાય અને આ દીપ જ્યોતિ નિર્મળ બની પ્રભુ ચરણમાં સમર્પિત થાય એ જ તો છે આજની પ્રાર્થના!
*©દીપાવલી*
ધોરાજી
૦૧/૧૧/૨૦૨૧
[01/11, 14:34] +91 90229 15872: દિવાળી
દિવાળી આવી ફટાકડા લાવી......
દિવાળી આવી મીઠાઈ લાવી....
દિવાળી આવી નવા કપડાં લાવી...
દિવાળી આવી તોરણ કંડીલ લાવી.
હવે આવું ક્યાં સાંભળવા મળે છે. પહેલા આપણે દિવાળી નો તહેવાર આવવાની જે આતુરતા થી રાહ જોતા એવી આતુરતા હવે ક્યાં રહી છે. હવે તો આપણને જે જયારે જોઈએ ત્યારે લગભગ મળી જતું હોય છે. આખું વર્ષ રાહ નથી જોવી પડતી. એટલે જ વસ્તુઓ નુ મૂલ્યાંકન અને મળવા ની ઉત્સુકતા કદાચ ઓછી થઇ જાય છે. પહેલા તો આપણે દિવાળી માં શું કરશુ?, કેવી રીતે ઉજવશું?, ક્યાં ક્યાં જઈશું?... વગેરે બધું આગોતરી તૈયારી માં આવતું.... ઘર ને રંગરોગાન કરવાનું, અઢળક ખરીદી કરવાની બધું નવરાત્રી થી જ ચાલુ થઇ જતું. અત્યારે તો દિવાળી માં નવા કપડાં, મીઠાઈ ની નવાઈ ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ માટે રહી નથી. પૈસા ની દ્રષ્ટિ એ સુખી વર્ગ માટે દિવાળી ની ઉજવણી એટલી જ મહત્વ પૂર્ણ હોય છે, રાહ પણ એટલી જ આતુરતા થી જોવાય છે નવા કપડાં મીઠાઈ બધું જ લાવી ઉજવાય છે દિવાળી, ફક્ત "વર્ષ માં એક જોડી મળેલા નવા કપડાં ની ખુશી અને વર્ષ માં ૧૦ જોડી મળેલા કપડાં ની ખુશી વચ્ચે નું અંતર" વર્તાય છે.
હિંદુ પંચાંગ પ્રમાણે નવા વર્ષ ની શરૂઆત, આખા વિશ્વ માં ઉજવાતો તહેવાર, અનેક ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો તહેવાર, અંધકારમય રસ્તા ને દીપમાળ થી ઉજાસમય બનાવતો તહેવાર, જીવન, મન, સંબંધો માં નવો ઉત્સાહ અર્પતો તહેવાર એટલે દિવાળી. દુષ્ટતા પર સત્ય ની જીત દર્શાવતો, મીઠાઈ ની મીઠાશ થી મન ની કડવાશ દૂર કરવાનો તહેવાર એટલે દિવાળી. ભલે કદાચ નવા કપડાં કે મીઠાઈ માટે દિવાળી ની રાહ હવે નથી જોવાતી પણ એક સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે આજે પણ દિવાળી ની રાહ જોવાય છે. ભલે આગોતરી તૈયારી ક્યાંક ઓછી હશે પણ દિવાળી ની ઉજવણી માં તો ધૂમધામ હશે જ. આજે પણ આપણા હિન્દૂ તહેવાર ને સાથે મળી ને ઉજવવાનો ઉત્સાહ તો જોવા મળશે જ. પહેલા બધા એકબીજા ના ઘરે જતા હવે બધા ભેગા થઇ ને બહાર મળે છે અને થોડી નોખી રીતે તહેવાર ઉજવે છે. સાથે હળીમળી બધું ભૂલી જઈ તહેવાર મનાવવા માં મસ્ત લોકો નજરે પડશે જ. આ જ તો આપણી સંસ્કૃતિની, આપણા તહેવારો ની ખાસિયત છે. સમય સાથે ફેરફાર આવે, નવી પેઢી ના આચાર - વિચાર પ્રમાણે ઉજવણી માં ફેરફાર આવે એ સ્વાભાવિક છે. એમાં ખુશી થી જોડાયેલા રહેવું.... નવા વલણ માં પણ આપણી સંસ્કૃતિ ને જીવંત રાખી શકાય છે..... થોડા ફેરફાર અપનાવી આજની પેઢી ને એમના તર્ક પ્રમાણે સંસ્કૃતિ સમજાવી શકાય છે.
બધા ને દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આ લેખ મારો સ્વલિખિત છે અને એની પુરેપુરી બાંયધરી મારી છે.
લેખિકા : ખ્યાતિ
[01/11, 14:34] +91 90229 15872: આવી રે આવી દિવાળી આવી
લાવી રે લાવી ઘર ઘર માં રોશની લાવી
આવી રે આવી સાફ સફાઈ ના દિવસો લાવી
આવી રે આવી દિવાળી આવી
લાવી રે લાવી સૌના દિલ માં
ખુશીઓ લાવી
આવી રે આવી દિવાળી આવી
લાવી રે લાવી બાળકો ના ફટકડા લાવી
આવી રે આવી દિવાળી આવી
લાવી રે લાવી મનગમતા નાસ્તા રે લાવી
આવી રે આવી દિવાળી આવી
લાવી રે લાવી સૌ ના દિલ માં
નફરત મિટાવી
આવી રે આવી દિવાળી આવી
હિમાંશી પંડિત
સ્વરચિત
અછંદ કાવ્ય
[01/11, 14:34] +91 90229 15872: ***દિવાળી... આવી દિવાળી... સ્નેહ મિલનથી રહીએ હળી-મળી.
---------------
======દિવાળી ======
આપણો ઉત્સવ
આનંદનો ઉત્સવ
પ્રકાશનો ઉત્સવ
બાળ દોસ્તો સહુ મજામાં છો તો ને? કારણ કે ઓગષ્ટ મહિનો શરુ થતાં જ... આપણા હિન્દુ ધર્મમાં ખૂબ. જ મહત્વના ને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવાતા તહેવારોની હારમાળા ચાલે છે.ઓગષ્ટ મહીનામાં જન્માષ્ટમીના તહેવારની રંગેચંગે ઉજવણી કર્યા પછી... થોડા દિવસમા માઁ દશામાના વ્રતની ઉજવણી. ધામધૂમથી લોકોએ ઉજવી પછી તરત જ પાછળ આપણાં ગણપતિ બાપા મોરિયાના ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી.... ત્યાં જ હવે નવલી નવરાત્રિના ગરબામા ખૂબજ આનંદથી રાસ ગરબા રમ્યા.... એ દરમ્યાન બાળ દોસ્તો કેટલાયની દિવાળી પહેલાની પ્રથમ કસોટી ચાલતી રહે. ક્યાંક ક્યાંક પૂરી થઈ હશે. એ જ સૌને દિવાળી ઉત્સવ ઉજવવાની અને વેકેશન પર્વની રાહ જોઈ રહ્યા હશે. ત્યાં જ રમઝટ રમઝટ કરતી પ્રકાશપૂંજ પાથરતી દિવાળી આવી ગઈ તો દોસ્તો હવે આ દિવાળીના દિવસના મહત્વ વિશે આપણે જાણીએ.
દિવાળી એટલે વિક્રમ સંવત ના આસો માસનો છેલ્લો દિવસ. દિવાળીનો ઉત્સવ આસો વદ બારસથી શરૂ થાય છે. વાઘ બારસ ધનતેરસ કાળીચૌદસ દિવાળી એમ ચાર દિવસનો આ ઉત્સવ ને દિવાળીનો બીજો દિવસ નૂતન વર્ષ કહેવાય છે જે પાંચમો દિવસ ઉપરાંત ભાઈબીજ પણ આ તહેવારોમાં જ ગણાય છે. આ બધાં જ દિવસો દિવાળીના ઉત્સવ સાથે સંકળાયેલા છે.
ધનતેરસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળીચૌદસે માતાની સાધના કરવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો લક્ષ્મી પૂજન તથા વેપારીઓ ચોપડાઓનું પૂજન કરે છે. દિવાળીનો ઉત્સવ વર્ષભરનો આનંદ માણવાનો ઉત્સવ છે.
ઘર આંગણાની સફાઈ કરી આંગણિયે રંગોળી પુરવામા આવે છે. આસોપાલવના લીલા તોરણ બાંધવામા આવે છે. નાના મોટાં સહુ નવા વસ્ત્રો પહેરે છે. એક બીજાને હેતથી વેરભાવ ભૂલી ભેટે છે. અને હાથ મિલાવીને ગળે વળગી આનંદ વ્યક્ત કરે છે.
રાત્રે રોશની કરવામાં આવે છે. અવનવું રંગબેરંગી દારૂખાનું ફોડવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં ઘેર ઘેર લોકો મેવા મિષ્ટાન્ન ને અવનવી વાનગીઓના ભોજન બનાવે છે. અને એકબીજા હળીમળીને ખાઈપીને આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉત્સવ મનાવે છે.
દિવાળી આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાાન ના પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે.
દિવાળીને પ્રકાશનુ પર્વ કહેવામાં આવે છે. સર્વ તહેવારોમાં દિવાળીનો ઉત્સવ આનંદ - ઉલ્લાસ પ્રેરણા અને સ્નેહ મિલનનો તહેવાર છે.
*****મણિલાલ શ્રીમાળી 'મિલન'
મોટેરા અમદાવાદ
97236 73183
[01/11, 15:09] +91 98247 73726: દિવાળી નિમિત્તે મારી લખેલી એક કવિતા મોકલુ છુ...
હું ખાત્રી આપું છું કે આ કવિતા મારી જ રચના છે, જે મેં ચાર વર્ષ પહેલા લખી છે
*"દિવાળી તું કયાં ખોવાય ગઇ"*
=====================
હું શોઘુ તને... દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???
હું શોઘુ તને ગલી ફળિયામાં ... તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં....
હું શોઘુ તને ટમટમતા દિવડામાં..તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં...
હું શોઘુ તને ફળિયાની રંગોળીમાં.. તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં...
હું શોઘુ તને સાકરની મીઠાસમાં .. તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..
હું શોઘુ તને મંદિરની પૂજામાં... તું ખોવાઇ ગઇ હોટલના ડિનરમાં...
હું શોઘુ તને મઠિયા પૂરીમાં... તું ખોવાઇ ગઇ નાસ્તાના પેકેટૄસમાં...
હું શોઘુ તને ઘુઘરા મગસમાં... તું ખોવાઇ ગઇ મોંઘી મીઠાઇમાં..
હું શોઘુ તને કાડઁની શુભેચ્છામાં.. તું ખોવાઇ ગઇ મોબાઇલના મેસેજમાં...
હું શોઘુ તને સ્વજનોની હુંફમાં... તું ખવાઇ ગઇ પાટીઁ પીકનીકમાં...
હું શોઘુ તને ચાંદલીયા-લવિંગીયામાં.... તું ખોવાઇ ગઇ આતશબાજીમાં..
હું શોઘુ તને આસોપાલવના તોરણમાં... તું ખોવાઇ ગઇ બંઘ દરવાજામાં...
હું શોઘુ તને .. દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ?????
દિપા સોની "સોનુ"
જામનગર
[01/11, 16:49] +91 98247 73726: વાર્તા:--દિવાળી તો દાદાને ઘેર -:
ચંદ્રકાન્ત જે સોની
મોડાસા.
દર વર્ષે દિવાળીની રજાઓમાં અનીલને વતનની દિવાળીની ચળ ઉપડે..તો પ્રિયંકાને. રજાઓમાં બહાર ફરવા જવાની....
બંનેને સરકારી ખાતામાં નોકરી
અનીલને વતનમાં ,દિવાળી પર ઘેર બનતા નાસ્તા, ફરસાણ અને મીઠાઈઓની સુગંધ સાંભળી આવે.....
પ્રિયંકાને વર્ષમાં ભાગ્યે જ આવી સળંગ રજાઓ હોય.
દિવાળી નજીક આવે એમ એમ અનીલ , પ્રિયંકાને દિવાળી નિમિત્તે નાસ્તા, ફરસાણ, અને મીઠાઈ ઘેર બનાવવા સમજાવે
પણ પ્રયંકા "બજારમાં બધુ તૈયાર મળેછે"કહી વાત ટાળી દે..
"આપણે થોડું દિવાળીનું ફરસાણ મીઠાઈ બધું ઘેર જ બનાવીએ તો?"
"મારાથી નહીં બને"
"પણ હું તને મદદ કરીશ..મજા આવશે"
"જો મારે આખા વર્ષમાં આ અઠવાડિયું સળંગ રજાઓ આવે..પછી આખું વર્ષ એ જ દોડધામ...."
"છોકરાંને ઘરમાં તહેવાર જેવું લાગે.. " .
ઘરમાં બનતા નાસ્તા અને ફરસાણની સુગંધથી આખુ ઘર મહેંકી ઉઠે.."
. "આ અઠવાડિયું ક્યાંક બહાર ફરવા જતા રહીએ.. "પ્રિયંકા કહેતી તો..
"ભલે" કહી તે ઘેર દિવાળીની ઉજવણીની વાતનુ સમાપન કરી દે..
.અનીલનુ બાળપણ નાનકડા ગામડામાં સંયુક્ત કુટુંબમાં વિતેલુ....કુટુંબમાં બાવીસ સભ્યો.. હળીમળીને રહે..કામધંધા ભલે અલગ અલગ, પણ રસોડું એક... અનીલ હૉસ્ટેલમાં રહીને ભણ્યો... અને સારી નોકરી મળતા શહેરમાં સ્થિર થયો..પણ વારે તહેવારે તો એને વતનનો સાદ સાંભળે...
લગ્ન પછી થોડો સમય. તો ગામડું સાદ પાડે ને એ દોડ્યો આવે...
પ્રિયંકા પણ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી સરકારી ખાતામાં સારા હોદ્દા પર..નોકરી કરે. મોટુ ગામડું અને નાનકડા શહેરની ગરિમા ધરાવતા ટાઉનમાં તેનુ બાળપણ વિતેલુ...પિતાજીની ઠીકઠીક આવક અને અર્ધ મોર્ડન માની કૂખે જન્મેલી તે સ્વતંત્ર વિચારધારામાં માનનારી...
. દિવાળીના તહેવારો આવે એટલે અનીલને એનું ગામડુ યાદ આવી જ જાય....ગામડે જવાની ..ફરી એકવાર ત્યાંની દિવાળી .કરવાનું મન.થાય. ..પણ હવે .. .? ..એ દિવસો તો ગયા....
ખખડધજ મકાન વર્ષોથી બંધ પડ્યું..... ભાઈ ભત્રીજા, કાકા કાકીઓ પિત્રાઇઓ અને બહેનો..પોતપોતાના માળામાં....
તેના બન્ને બાળકોને પોતાના બાળપણની વાત કહેતાં જાણે કે એ ધરાતો જ નહીં....
"પપ્પા ઢનતેલસ એટલે.?બાળક તેની કાલીકાલી ભાષામાં પૂછે અને જાણે અનીલના મોંઢામાં સાકરનો ગાંગડો! ...ધનતેરસ થી લાભપાંચમની વાતો તેને જાણે કે ખૂટતી જ ન હતી...પ્રિયંકા અકળાતી....અને વાતને આડેપાટે ચઢાવતી......
"જો.... ભોલું આપણે ગઈ સાલ સોમનાથમાં કેવી મજા કરી હતી. ..? અને કેવડો મોટ્ટો દરિયો જોયેલો...?
પણ આઠ વર્ષના ભાર્ગવને એ દરિયાની મજા કરતાં અનીલની ગામડાની દિવાળીની વાતો વધારે આકર્ષે..
"પપ્પા તમાલી મમ્મી દિવાળી પર શુ કરતી?
અને અનિલ ભાવવિભોર થઈ જતો...
"એય ,ધનતેરસ આવે અને અમે માટીના લાડુ બનાવી ઘેરઘેર લાડવા ફોડવા નીકળી પડીએ...સાંજ પડે ને ધનની પૂજા થાય..કંસાર રંધાય..ફટાકડા ફોડીએ ધમાલ ધમાલ... કાળી ચૌદસે દહીં વડાં અને બાકળા..બા...બધાના માથા પર ફેરવી રસ્તા વચ્ચે પાણીનુ કૂંડાળુ કરી કકળાટ કાઢે..હનુમાનજી ને તેલ ચઢે.. અને એ તેલની મેંસ આંજી બોલીએ "કાળી ચૌદસનો આંજ્યો..કોઈથી ના જાય ગાંજ્યો.." ..દિવાળીએ નવા કપડાં... જાતજાતની ફરસાણ અને મીઠાઈ..ફટાકડા તો ખરા.પણ મેરમેરૈયુ કરીને
જ.. અને સાંજે શારદા પૂજન..દૂકાનના નવા ચોપડામાં સરસ્વતિ પૂજન કરી મિતિ મંડાય.. .નવા વર્ષની બોણી મંડાય.....ભાઈ બીજ...હું ફીયાના ઘેર... અને બોલતાં બોલતાં તેનાથી ડુસકુ ભરાઈ ગયુ..
બરાબર ભાઈ બીજે જ ઓચિંતા ગૅસનો બાટલો ...ફાટ્યો. અને. .તેની નજર સામે ભડભડ બળતી તેની નાની બહેન સુરેખા...ભડથું થઈ ગઈ..
"તે..તમારી મમ્મી ..બધુ બનાવે?"
"હા, ગળુ ખંખેરી વાતનો તંતુ એણે પકડ્યો..
.મારી બા બધી મીઠાઈ ઘેર બનાવે..ઘરમાં પેસતાં જ મોહનથાળની માદક સુગંધ મોઢામાં પાણી લાવી દે...દૂધ બાળી પેંડા બનાવે..બરફી, કોપરાપાક તો ખરો જ..ગુગરા, ઘારી, સેવ ગાંઠિયા, સક્કરપારા..ચેવડો.ફુલવડી તો વળી ખાંડની ચાસણીમાં બોળેલી તાજીતાજી જલેબી..તો વળી ગળ્યા ગળ્યા દહીથરાં"
"ચાલોને પપ્પા આ દિવાળી આપણે. ગામડે જઈએ"
હવે તો ત્યાં કોઈ નથી..બા નથી દાદા નથી કાકા અને કાકી નથી ભાઈઓ અને બહેન પણ નથી..
હવે તો છે માત્ર એક ખખડધજ બંધ મકાન..શાન્ત અને સુનું સુનું..
"એય ભોલા..મમ્મી કાલે તો કેતી'તી આ વેકેશનમાં આપણે ..નવા જ મજ્જાના સ્થળે ફરવા જવાનું છે" પાચ વર્ષનો વેદાન્ત મમ્મી સામે જોતાંજોતાં બોલ્યો
"હા હવે તો દિવાળીની મજ્જા એટલે લકઝરીયસ હોટલોમાં જમીશુ એ.સી ગાડીમાં ફરીશુ ફાઈવસ્ટાર હૉટેલમાં..મજાજ મજ્જા...ઠંડી ઠંડી હવા ખાઈશું..અને ચાર જણા ગરબા ગાઈશું...મજ્જા..મજ્જા. .દે... તાલ્લી..કહી એણે ભાર્ગવ સામે હાથ લંબાવ્યો તો...
પ્રિયંકાનો હાથ..તેને તાલ્લી આપવા લંબાઈ ચૂક્યો હતો..પ્રિયંકા અનીલની લાગણી સમજતી હતી..પ્રિયંકાના હાથમાં હતો કોરો કાગળ અને પેન. કરિયાણાનુ લીસ્ટ...બનાવવા...
અનીલ તેને તાકી રહ્યો...
"હા..બેટા આ દિવાળી ગામડે..દાદાને ઘેર..શાન્ત અને સુનાસુના એ ખખડધજ મકાનને આપણે ઘરમાં ફેરવી..હર્ષ અને તમારા કિલ્લોલથી ભરી દઈશુ.. દિવાળી તો બા અને દાદાના સ્મરણોને વાગોળતાં વાગોળતાં કરીશુ આપણા ઘેર......દિવાળી તો દાદાના ઘેર...અને અનીલના ચહેરા પરની ખૂશી જોઈ તેણે અનીલ તરફ સ્મિત કર્યું..
....અને અનીલે , પ્રિયંકાએ બનાવેલ કરિયાણાનું લીસ્ટ હાથમાં લઈ પ્રિયંકાને એક દીર્ધ આલીંગન. આપી....કરિયાણાનુ લીસ્ટ મૂક્યું....એના પૈસાથી ઉભરાતા પાકીટમાં....!!
..............ચન્દ્રકાન્ત જે સોની
. મોડાસા
મોબાઈલ..98259 50410
[01/11, 18:32] Mordan Bhatt Admn Gandhi Kavita Group: શરદ ઋતુ નો સમયગાળો સુંદર, મનમોહક અને આહલાદક હોય છે. તેથી જોઆવા સમયે તહેવારો, ઉત્સવો અને પ્રસંગ ઉજવવામાં આવે, યાત્રા પ્રવાસ કે ધાર્મિક સ્થળોએ દેવ દર્શન કરવા માટે જવામાં આવે તો, કુદરત માં રહેલી એક સુંદર કુદરતી સકારાત્મક ઊર્જાનો પણ જનજીવનમાં સંચાર થાય છે. અને આના કારણે આખું વર્ષ મન અને હૃદય પ્રફુલ્લિત રહે છે. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો નું આથી જ વિશિષ્ટ મહત્વ છે.
વિક્રમ સંવત 2077 નું આગમન થઇ ગયું છે. ધનતેરસથી શરૂ થયેલો મહત્વનો તહેવાર દિવાળી કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનાં દિવસે સમાપન થશે. વેપારીઓએ આખા વર્ષનું સરવૈયુ કાઢીને, લેખા જોગા સરભર કરીને, નવા ચોપડા માંડી દીધા છે. ભગવાન શ્રી દ્વારિકાધીશ જી એ પણ સાંભળતા શેઠ નું રૂપ ધારણ કરીને લોકોને ત્રાજવાથી તોલીને સુખાકારી ની વહેચણી ભાવના આપી છે. ભક્તોને ખુશીઓની લહાણી કરી છે.
આપણા શાસ્ત્રકારોએ જેમ ધર્મ ને ઉત્સવોમાં સમાવિષ્ટ કર્યો છે. તેવી જ રીતે રાજકીય શાસનમાં પણ આ બાબતને આવરી લીધી છે. શ્રીરામ લંકા ઉપરના વિજય મેળવ્યા બાદ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા. અને અવધ વાસીઓએ જે રીતે ઉત્સવ ઉજવ્યો તેનું વર્ણન તો રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ અત્યંત સુંદર અને મનોહારી સ્વરૂપે કયું છે.અને આ સાથે શ્રી રામના રાજ્યાભિષેકથી શરૂ થાય છે નૂતન વર્ષનો પ્રારંભ.
રામ રાજ્યમાં શાસકને સતાની લાલસા ન હોય, પ્રજાની સુખાકારી માં રસ હોય, અને જે રાજ્યમાં ક્યારેય યુદ્ધના થાય તેવી અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રીરામ નું રાજ્ય વિશ્વભરમાં એક ઉત્કૃષ્ટ રાજનૈતિક વ્યવસ્થા ગણાય છે. શ્રી રામ વનમાં ગયા તો ભાઈ ભરત તેમની ચરણપાદુકા લાવ્યા અને તેની સ્થાપના કરીને શાસન ચલાવ્યું, આ છે રામરાજ્ય. આજે મહાસત્તા બનવાની લાલસા માટે લડતા અને ગમે તે કેટલી હદ સુધી જઇ શકતા દેશો અને તેના અયોગ્ય શાસકોને આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. વિશ્વની મહાસત્તા બની બેઠેલું અમેરિકા તેના અયોગ્ય શાસકની ઘોર બેદરકારીના કારણે તેનું સ્થાન ગુમાવી રહ્યું છે. તો બીજી તરફ ચીનની લાલસા અને બેફિકરાઈ ના કારણે આજે સમગ્ર વિશ્વ તેની આકરી કિંમત ચૂકવી રહ્યું છે. એક જીવલેણ વાયરસના કારણે વિશ્વભરમાં જે ભયંકર નરસંહાર સર્જાયો છે તેની કોઈ પણ શબ્દમાં વ્યાખ્યા થઈ શકે તેમ નથી.
એકંદરે નવા વર્ષના વધામણાં માનવ જીવનમાં આનંદ અને ઉલ્લાસ ની એક ઝલક આપી ગયા. લગભગ છેલ્લા સાત-આઠ મહિનાથી ભયના ઓથા હેઠળ જીવતું માનવજીવન થોડા ઘણા અંશે ધબકતું થયું. જરૂર પૂરતી મર્યાદિત ખરીદી કરીને અંગત કુટુંબીજનો અને મિત્રોને મળીને લોકોએ સાદગીપૂર્ણ રીતે દિવાળી ઉજવી અને ઘણી બધી આશાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે.
આ નૂતન વર્ષનું આગમન સ્નેહીજનો મિત્ર મંડળ તેમજ જીવન માટે મંગલમય રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના આપ સૌને નૂતન વર્ષાભિનંદન..
Harsha Thakker
[01/11, 18:32] Mordan Bhatt Admn Gandhi Kavita Group: દિવાળી
દિવાળી આવી ફટાકડા લાવી......
દિવાળી આવી મીઠાઈ લાવી....
દિવાળી આવી નવા કપડાં લાવી...
દિવાળી આવી તોરણ કંડીલ લાવી.
હવે આવું ક્યાં સાંભળવા મળે છે. પહેલા આપણે દિવાળી નો તહેવાર આવવાની જે આતુરતા થી રાહ જોતા એવી આતુરતા હવે ક્યાં રહી છે. હવે તો આપણને જે જયારે જોઈએ ત્યારે લગભગ મળી જતું હોય છે. આખું વર્ષ રાહ નથી જોવી પડતી. એટલે જ વસ્તુઓ નુ મૂલ્યાંકન અને મળવા ની ઉત્સુકતા કદાચ ઓછી થઇ જાય છે. પહેલા તો આપણે દિવાળી માં શું કરશુ?, કેવી રીતે ઉજવશું?, ક્યાં ક્યાં જઈશું?... વગેરે બધું આગોતરી તૈયારી માં આવતું.... ઘર ને રંગરોગાન કરવાનું, અઢળક ખરીદી કરવાની બધું નવરાત્રી થી જ ચાલુ થઇ જતું. અત્યારે તો દિવાળી માં નવા કપડાં, મીઠાઈ ની નવાઈ ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ માટે રહી નથી. પૈસા ની દ્રષ્ટિ એ સુખી વર્ગ માટે દિવાળી ની ઉજવણી એટલી જ મહત્વ પૂર્ણ હોય છે, રાહ પણ એટલી જ આતુરતા થી જોવાય છે નવા કપડાં મીઠાઈ બધું જ લાવી ઉજવાય છે દિવાળી, ફક્ત "વર્ષ માં એક જોડી મળેલા નવા કપડાં ની ખુશી અને વર્ષ માં ૧૦ જોડી મળેલા કપડાં ની ખુશી વચ્ચે નું અંતર" વર્તાય છે.
હિંદુ પંચાંગ પ્રમાણે નવા વર્ષ ની શરૂઆત, આખા વિશ્વ માં ઉજવાતો તહેવાર, અનેક ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો તહેવાર, અંધકારમય રસ્તા ને દીપમાળ થી ઉજાસમય બનાવતો તહેવાર, જીવન, મન, સંબંધો માં નવો ઉત્સાહ અર્પતો તહેવાર એટલે દિવાળી. દુષ્ટતા પર સત્ય ની જીત દર્શાવતો, મીઠાઈ ની મીઠાશ થી મન ની કડવાશ દૂર કરવાનો તહેવાર એટલે દિવાળી. ભલે કદાચ નવા કપડાં કે મીઠાઈ માટે દિવાળી ની રાહ હવે નથી જોવાતી પણ એક સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે આજે પણ દિવાળી ની રાહ જોવાય છે. ભલે આગોતરી તૈયારી ક્યાંક ઓછી હશે પણ દિવાળી ની ઉજવણી માં તો ધૂમધામ હશે જ. આજે પણ આપણા હિન્દૂ તહેવાર ને સાથે મળી ને ઉજવવાનો ઉત્સાહ તો જોવા મળશે જ. પહેલા બધા એકબીજા ના ઘરે જતા હવે બધા ભેગા થઇ ને બહાર મળે છે અને થોડી નોખી રીતે તહેવાર ઉજવે છે. સાથે હળીમળી બધું ભૂલી જઈ તહેવાર મનાવવા માં મસ્ત લોકો નજરે પડશે જ. આ જ તો આપણી સંસ્કૃતિની, આપણા તહેવારો ની ખાસિયત છે. સમય સાથે ફેરફાર આવે, નવી પેઢી ના આચાર - વિચાર પ્રમાણે ઉજવણી માં ફેરફાર આવે એ સ્વાભાવિક છે. એમાં ખુશી થી જોડાયેલા રહેવું.... નવા વલણ માં પણ આપણી સંસ્કૃતિ ને જીવંત રાખી શકાય છે..... થોડા ફેરફાર અપનાવી આજની પેઢી ને એમના તર્ક પ્રમાણે સંસ્કૃતિ સમજાવી શકાય છે.
બધા ને દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આ લેખ મારો સ્વલિખિત છે અને એની પુરેપુરી બાંયધરી મારી છે.
લેખિકા : ખ્યાતિ
[01/11, 18:33] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *પ્રકાશનું પર્વ – દિવાળી*
♦️♦️♦️
*હર્ષા ઠક્કર*
તારી યાદોનું મનમાં ખાનું છે.
દિવાળી તથા નૂતન વર્ષ (વિક્રમ સંવત 2077-78) ના મુહૂર્તો
સફેદ ચણીયા ચોળી
તહેવારોના આગમનથી જીવનમાં નાવિન્ય સર્જાય છે. રોજિંદી એકધારી જીવનશૈલીમાં થોડો બદલાવ આવવાથી સામાજિક વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે. શારદીય નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ ખુશીઓ નો તહેવાર, ધન-ઐશ્વર્ય નુ પર્વ દિવાળીના આગમનની તૈયારીઓ શરૂ થઇ જાય છે. દિવાળીનો આ તહેવાર- પાંચ દિવસનું ઝૂમખું- આપણા જીવનમાં ઉર્જાનો સંચાર કરે છે જે આપણને વર્ષભર પર હકારાત્મક દ્રષ્ટિકોણ આપે છે.
ધનતેરસને ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી અમૃતકુંભ સાથે પ્રગટ થયા. ત્યારથી આ પવિત્ર દિવસે નિરોગી આયુષ્ય માટે ધન્વંતરિ દેવ ની પૂજા કરાય છે. વળી પુરાણોમાં એક સુંદર કથા અનુસાર આ દિવસે યમરાજ ની પ્રાર્થના કરીને દીપ નું દાન કરવું એવું શ્રી મહાલક્ષ્મીજી નું કથન છે. અને આમ કરવાથી પરિવારજનો પર અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. શ્રી મહાલક્ષ્મી પૂજન નો પણ આ દિવસથી જ પ્રારંભ થાય છે.
કાળી ચૌદશ શ્રી મહાકાલી પુજા, શનિદેવ, હનુમાનજી તેમજ ભૈરવ ઉપાસના તથા તંત્ર વિદ્યા માટેનો ઉત્તમ દિવસ છે. ભગવાન શ્રીકૃષ્ણની
પ્રેરણાથી સત્યભામાએ નરકાસુરનો વધ કર્યો હતો. તેથી આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે.
સમુદ્ર મંથન વખતે માતા મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો. સમુદ્રમાંથી જે દિવસે લક્ષ્મીજીએ ઉત્પન્ન થયા તે દિવસ એટલે દિવાળી. પુરાણોના કથન અનુસાર આ દિવસે માતા મહાલક્ષ્મી મધ્યરાત્રીએ લોકોનાઆવાસ- રહેઠાણોમાં વિચરણ કરે છે. અને આ કારણથી જદિવાળીમાં સાફ-સફાઈ અને સુશોભન નું મહત્વ છે. ઘર, આંગણું, દુકાન, શેરી સ્વચ્છ અને સુશોભિત કરીને, તોરણ બાંધીને, દીપમાળાઓ પ્રગટાવીને, લક્ષ્મીજીનું સ્વાગત કરાય છે.
બેસતા વર્ષના દિવસે વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. વહેલા ઊઠીને નિત્યકર્મ કર્યા બાદ આંબા કે આસોપાલવના તોરણ બાંધીને, ઘરમાં ભજન, કીર્તન, સ્તોત્ર, કે મંત્ર ગુંજતા કરવા જોઈએ. ભગવાનને પ્રસાદ અર્પણ કરીને ઇષ્ટદેવ ના આશીર્વાદ લેવા જોઈએ. અને ત્યારબાદ ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અન્નકૂટના છપ્પન ભોગ ધરાવવાની પ્રથા પણ છે.
ભાઈબીજ એ સૂર્યનારાયણના પત્ની છાયા દેવી ના સંતાનો શ્રીયમ- યમુનાજી સાથે જોડાયેલું પર્વ છે. પૂર્વે શ્રી યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને આ દિવસે જમવા તેડાવેલા જેથી આ દિવસે ભાઇએ બહેનને ત્યાં જમવા ની પ્રથા છે.આ દિવસે ભાઇ-બહેનનું સંયુક્ત રીતે યમુના સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. વૈષ્ણવજનો આ દિવસે યમુનાપાન ખાસ કરે છે.
આમ, પાંચ દિવસનો આ તહેવાર આપણા જીવનમાં આનંદ ઉલ્લાસ ભરી દે છે. પરંતુ 2020નુ આ વર્ષ આપણા માટે ખુબ જ ભારે રહ્યું છે. કોવિડ 19 ના સંક્રમણ ને લીધે, અને અતિવૃષ્ટિના કારણે આ વર્ષે આપણાં જીવનને પારાવાર નુકસાની સહન કરવી પડી છે. તેથી આપણે આ વર્ષે દિવાળી ઉજવણીમાં પણ ફેરફાર કરવો પડશે. આ વરસની દિવાળી ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે ખુશીઓ ની વહેચણી કરીશું. આપણે સાદગીપૂર્ણ તહેવાર ઉજવીને આપણાંથી બનતી મદદ જરૂરતમંદ સુધી પહોંચાડીએ. આવો ખુશીઓની વહેંચવાનો સંકલ્પ કરીએ અને દિવાળી નાં પર્વ ને સાર્થક કરીએ.
અસ્તુ.
Comments
Post a Comment