જે છો એ સારા છો...
મારા કરતા બીજા ની જીંદગી કેવી સારી છે, જો આવું તમે પણ વિચારો છો તો આ વાંચી લો...
એક ખૂબ જ જૂની સ્ટોરી છે, તમે પણ કદાચ આની પહેલા આ વાંચેલી અથવા સાંભળેલી હશે. પરંતુ આ સ્ટોરી જો જીવનમાં ઉતારી લો તો તે ખૂબ જ કામ લાગે તેવી છે.
એક કાગડો હતો, કાગડો પોતાના જીવનથી ખૂબ જ દુઃખી હતો. તેની તકલીફ એ હતી કે એનો રંગ કાળો હતો. આથી એ બેઠો બેઠો ત્યાં રડી રહ્યો હતો.
તે જ્યાં બેઠો હતો બરાબર એ જ સમયે ત્યાંથી એક સાધુ નીકળ્યા. અને સાધુ પર કાગડો રડી રહ્યો હતો તેનું આંસુ ટપકી પડ્યું. આથી સ્વાભાવિક રીતે સાધુએ પાણી જોયું એટલે, ઉપરની તરફ મોં કરીને જોયું તો વૃક્ષ ઉપર બેઠો બેઠો કાગડો રડી રહ્યો હતો.
સાધુએ કહ્યું શું કામ રડે છે? તો કાગડા જવાબ આપતા કહ્યું શું કામ ન રડું કારણકે આ કંઈ મને જીવન આપ્યું છે, કાળો રંગ! સાધુએ પૂછ્યું કે શું તારા જીવનથી ખુશ નથી? કાગડાએ જવાબ આપતા કહ્યું જરા પણ ખુશ નથી. આ કાંઈ રંગ છે જીવનમાં.
સાધુએ પૂછ્યું તને શું તકલીફ છે? કાગડા જવાબ આપતા કહ્યું તકલીફ જ તકલીફ છે જીવનમાં! જેના ઘરે બેસવા જાવ તો જેવો બોલું કે તરત જ મને ઉડાડી મૂકે, કોઈ મને પાળતું પણ નથી. તમે પણ આજ સુધી ક્યારેય જોયું નહીં હોય કે કોઈ અમને ખાવાનું આપે કે અમને પાળે. માત્ર શ્રાદ્ધમાં જ કામ આવું છું. બાકી તો જાણે આખી જિંદગી અમારે કોઇએ મૂકી દીધેલું ખાવું પડે છે.અને તમે પૂછો છો શું તકલીફ છે? તકલીફ જ તકલીફ છે.
તો સાધુએ કહ્યું કે તો હવે તો શું બનવા ઈચ્છે છે, જો તને બીજીવાર મોકો મળે તો. મારી પાસે એવી શક્તિ છે હું તને આજે તું કે તે બનાવી આપીશ.
કાગડા એ તરત જ જવાબ આપતા કહ્યું કે જિંદગીમાં જો બીજી વખત મોકો મળે તો હંસ બનવાનું પસંદ કરીશ. કેવું જબરજસ્ત શાંતિનું પ્રતિક છે. સફેદ રંગ છે. શું વાત છે.
સાધુએ કહ્યું કે ચાલ હમણાં જ તને બનાવું છું, પરંતુ મારી એક શરત છે. જા એક વખત તું હંસ સાથે મળીને આવ. એની સાથે એક વખત વાતચીત કરીને આવ.
કાગડો આટલું સાંભળીને તો તરત જ ઊઠીને ગયો હંસ પાસે, ત્યાં જઈને કહ્યું અરે ઓ હંસ, કેમ છે? તને ભગવાને કેવો સરસ મઝાનો રંગ આપ્યો છે. વાહ ભાઈ વાહ. તું પણ કેટલો મોજમાં રહે તો હશે ને? મને તો કાળો રંગ મળ્યો છે, તને તો કેવો સરસ મઝાનો રંગ છે જીવન તારું કેવું સરસ મજાનું હશે!
હંસે તરત જ જવાબ આપતા કહ્યું કે તને કોણે કહ્યું કે મારું જીવન સરસ છે? મારું જીવન ખુશીઓથી ભરેલું છે? હું જરા પણ આ જિંદગીથી ખુશ નથી. તો કાગડાએ હંસને પૂછ્યું કે તને શું તકલીફ છે? આવો સરસ રંગ તો આપ્યો છે તને! જવાબ આપતા હંસે કહ્યું આ કોઈ રંગ છે. સફેદ રંગ! મૃત્યુ પછી નો રંગ છે આ. લોકો મારા ફોટા પાડે ત્યારે પાણીમાં એવો ભળી જાવ છું કે ક્યારેક ક્યારેક તો ખબર જ નથી પડતી કે મારી ફોટો પાડે છે કે પાણીની.
હંસ પણ પોતાની જિંદગી થી ખુશ ના હોવાથી કાગડાએ તેને વાત કરી કે મને એક સાધુ મળ્યા છે, તે શક્તિ ધરાવે છે. તો બંને પહોંચ્યા સાધુ પાસે, પહોંચી ને કહ્યું મહારાજ આમાં તો ગોટાડો છે. અમે બંને અમારી જિંદગી થી નાખુશ છીએ, સાધુએ પૂછ્યું તો શું બનવા માંગો છો?
બંને કહ્યું મહારાજ અમને પોપટ બનાવી દીધો, શું સરસ મજાનો લીલો રંગ. શું સરસ મજાની લાલ ચાંચ. એની જિંદગી પણ મસ્ત છે. લોકો તેને પાળે પણ છે, તેના સરસ મજાના નામ પણ રાખે છે. મહારાજ એક વખત અમને પોપટ બનાવી દો, સાધુએ પાછો જવાબ આપતા કહ્યું. મારી શરત હજી એક ને એક જ છે, તમે પહેલા પોપટ પાસે જઈને વાતચીત કરીને તેને મળી આવો.
પછી તેઓ બંને પોપટ ને શોધવા નીકળી ગયા, જંગલમાં એક વૃક્ષ માં ઘણા બધા પોપટ રહેતા હતા પરંતુ આ બંને લોકોને તે દેખાયા નહીં. થોડીવાર શોધ્યા પછી એક પોપટ મળી ગયો. બંને પોપટ ને પૂછ્યું કે તારી જિંદગી કેવી મસ્ત હશે ને! લાલ લાલ કલર ની તારી ચાંચ, સરસ મજાનું શરીર! અને લોકો તને કેવું મીઠું મીઠું કહીને બોલાવે છે, લોકો તેને પાળે છે. તારી જિંદગી કેવી મસ્ત અને ખુશખુશાલ છે.
પોપટ એ પણ આ બધું સાંભળીને જવાબ આપતા કહ્યું કોને કહ્યું તને મારા વિશે આવું બધું? હંસ અને કાગડા એ પૂછ્યું કે તો શું તું પણ તારી જિંદગીથી ખુશ નથી? પોપટ જવાબ આપતા કહ્યું મારી જિંદગી થી હું જરા પણ ખુશ નથી! તેને પૂછ્યું તને શું તકલીફ છે? પોપટ જવાબ આપીને કહ્યું આ વૃક્ષમાં ક્યારનો બેઠોબેઠો જોઈ રહ્યો હતો તમે ઘણા વખતથી મને શોધી રહ્યા હતા, પરંતુ હું કેટલા સમય પછી તમને મળ્યો. લીલા વૃક્ષ માં લીલો પોપટ. તમને દેખાતો પણ ન હતો હું! આ કોઈ રંગ છે જીવનમાં, હંમેશા વૃક્ષો સાથે મળી જાઉં છું!
તો પછી ત્રણે લોકો ભેગા થઈને પાછા ફર્યા, કહ્યું મહારાજ,પોપટ પણ પોતાની જિંદગીથી ખુશ નથી અને એને પણ અમે સાથે લઈ આવ્યા છીએ.
પોપટ એ કહ્યું મહારાજ મને બસ એક વખત મોર બનાવી દો. કેવો સરસ મઝાનો રંગ છે, ભારતમાં મોરને કેટલું સન્માન આપવામાં આવે છે! રાષ્ટ્રીય પ્રાણી પર મોર છે! મને એક વખત મોર બનાવી દો! મહારાજા ફરીથી એ જ શરત મૂકી કે તમે એક વખત તેને મળી લો, પછી આજે ને આજે જ તમને મોર બનાવી આપીશ.
ત્રણેય દોડતા દોડતા મોર શોધતા-શોધતા ચાલી નીકળ્યા. મોર મળ્યો એટલે તેની પાસે જઈને કહ્યું કહે મોર, મારા ભાઈ શું જિંદગી તને આપી છે ભગવાને! જો તો ખરી! આ હા હા! રાષ્ટ્રીય પ્રાણી તરીકેનું સન્માન પણ તને મળ્યું છે! તારી તસવીરો પણ લોકો ખૂબ જ ખેંચતા હોય છે. કેવી મસ્ત જિંદગી છે તારી, કેવો ખુશ રહેતો હશેને તો! મોરે પણ જવાબ આપતા કહ્યું કે તમને આવું કોને કહ્યું!
તને શું તકલીફ છે? મોરે પણ કહ્યું આ તે કાંઈ જિંદગી છે! જેને ચાહો તેને મારા પંખ મેળવવા માટે ગમે તે હદ સુધી પહોંચી જાય છે. મારુ જીવન સુરક્ષિત નથી! આવું તે કંઇ જીવન હોવું જોઈએ! મોરે કહ્યું કે તમારે શું કામ મોર બનવું છે! પેલા લોકોએ કહ્યું તું ખુશ નથી? તેના જવાબ આપ્યો કે મારી સાથે આવનારા સમયમાં શું થવાનું છે તેની જ મને ખબર નથી તો હું કઈ રીતે ખુશ રહી શકું. તો પછી તારા હિસાબે સૌથી ખુશ કોણ છે? હંસ કાગડા અને પોપટ એ પૂછ્યું.
મોરે જવાબ આપતા કહ્યું એ કાગડા, તારાથી વધારે ખુશ કોઈ જ નથી. કાગડો બોલ્યો કઈ રીતે. મોરે કહ્યું તારા જીવનું જોખમ છે, કાગડા જવાબ આપ્યો નહીં, મોરે કહ્યું તારા જીવનથી બીજા કોઈને તકલીફ પડે છે? કાગડાએ કહ્યું નહીં. મોરે પૂછ્યું તને કોઈ દિવસ ડર લાગે છે? કાગડાએ કહ્યું નહીં. કેવી સરસ જિંદગી છે તારી! અમને તો આગલા કલાકની નથી ખબર અમારી સાથે શું થવાનું છે. તો હવે કહેજે, છે ને તારી જિંદગી સુંદર!
આ સ્ટોરી માંથી તમે એટલુ તો સમજી જ શક્યા હશો કે તમે જે પણ છો તે સારા છો, તમારા રંગ, તમારી જીંદગી ની બીજા સાથે તુલના કદાપી ન કરો, નહીં તો માત્ર દુખી જ થશો!

Comments
Post a Comment