*અદભૂત હોસ્પિટલ*

અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…*
આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદનું આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.

તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાનાની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ઓછામાં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગોની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.

*બાળકોનો વિભાગ:*
આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*જનરલ વિભાગ :*
આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ, પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

*જનરલ સર્જરી વિભાગ:*
આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

*સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :*
આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*હાડકા વિભાગ :*
આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.

*માનસિક રોગ વિભાગ :*
આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*નાક, કાન અને ગળાનો વિભાગ :*
આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*આંખનો વિભાગ :*
આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ, નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન કરવામાં આવે છે.

*ચર્મ રોગ વિભાગ :*
આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

*ડેન્ટલ વિભાગ :*
આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર, દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.

*શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :*
આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

ભવિષ્યમાં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન, એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય, કુટુંબ કલ્યાણ જેવા કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગીને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાનું છે- *શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ*
સરનામું :
વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા, અમદાવાદ.

*તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮*

આગળ ફોરવર્ડ કરજો કોઇકને ઉપયોગી થશે.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...