ગાંધી કાવ્યો.....

1.

*જન્મ લઈ પાછા પધારો ગાંધીજી,*
*દેશ    માગે  છે  સહારો ગાંધીજી.*

*લોકનું મન  ક્યાં જઈ અટવાય છે,*
*આપજો સતના વિચારો ગાંધીજી.*

*સ્વાર્થ ભીતર લઈ ફરે છે  માનવી,*
*સાથ   માંગીશું  તમારો  ગાંધીજી.*

*મોહના  મઝધારમાં  અટવાયો છું,*
*ક્યાંય જડતો ના કિનારો ગાંધીજી.*

*ભેદભાવો  રાખી ચાલે  સૌ અહીં,*
*એમને  આવી   સુધારો  ગાંધીજી.*

*એ  પછી 'ધબકાર' મીઠો  લાગશે,*
*દૂર કરજો બસ તિખારો ગાંધીજી.*

*-ઉમેશ તામસે 'ધબકાર',*
   *વ્યારા (તાપી)*
2.

*અવતાર લઈ પાછા આવો બાપુ,*
*દેશ માંગેછે સત વિચારો ગાંધીજી.*

*અસત્યના વમળોમાં ગુચવાય છે,*
*આપજો સતનો સહારો ગાંધીજી.*

*છૂતઅછૂત ભીતર લઈ ફરે છે  માનવી,*
*આપો સમાનતાનો સુધારો  ગાંધીજી.*

*વ્યસનોના મઝધારમાં  અટવાયો છું,*
*ક્યાંય જડતો ના તરાપો ગાંધીજી.*

*દેશ આખો અપરીગ્રહ કરે સૌ અહીં,*
*એમને આપો ભલીવારો ગાંધીજી.*

 *અત્રતત્ર સર્વત્ર ફરે રાક્ષસી અહીં*
 *પ્લાસ્ટિકાનો ફેરવો પથારો ગાંધીજી*

*એ  પછી સઘળો સંસાર "મૂકો ",*
*દૂર થાજો  અવતારો ગાંધીજી.*

        - *મુકેશ પઢિયાર (મુકો)*

3. 


4.







Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...