કોરોનાના જુદા જુદા રિપોર્ટ અને ટેસ્ટ અંગે પ્રાથમિક સમજ
લેખ- 1 1) CT Value મિત્રો જે લોકો હમણાં RT-PCR ટેસ્ટ કરાવે છે, તેમનો રિપોર્ટ પોજીટીવ હોય તો તે રિપોર્ટમાં CT Value લખેલી હોય છે. કોઇની 7 કોઇની 17 કોઇની 28. ઘણા લોકો આ વેલ્યૂના આધારે ડોકટરો સાથે દલીલમાં પણ ઉતરતા હોય છે. ઘણા લોકો આ વેલ્યૂને 100માંથી મળતા માર્કસ સાથે પણ સરખાવતા હોય છે. એટલે CT વેલ્યુ ને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે. CT વેલ્યુ એટલે શું? સાયકલ થ્રેશોલ્ડ વેલ્યૂ. તમારા ગળા કે નાકના જે ભાગમાંથી જે સેમ્પલ લીધું છે, તે સેમ્પલમાં વાયરસનો જથ્થો કેટલો હોય શકે તેનું એક અનુમાન માત્ર છે. મિત્રો આ વાયરસ અતિસૂક્ષ્મ એવા RNAનો બનેલો છે, આપણાં મશીનો સીધી એની હાજરી પારખી ના શકે. એટલે RT-PCR ની લાંબી લચક અને જટિલ પ્રક્રિયા કરી તેને DNA માં ફેરવવામાં આવે છે. ( 1993ના વરસનું કેમેસ્ટ્રીનું નોબલ પ્રાઈઝ PCR એટલે કે પોલીમરેઝ ચેઇન રીએકશનના ફાળે જ ગયું હતું) જેથી આપણાં મશીન એના જેનેટિક સિકવન્સ વાંચી શકે. હવે સેમ્પલમાં ઓછો વાયરસ હોય તો મશીને તેની હાજરી પકડવા વધારે સાયકલ ચલાવવી પડે અને વધુ વાયરસ હોય તો ઓછી સાઇકલમાં એ પકડાઈ જાય....