બાળપણની સોનેરી યાદો...
1.
ઘોડિયે નહીં તો કંઈ નહીં,
પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે.
પણ
ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?
કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે,
પણ
દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે?
ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે,
પણ
અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે?
મિત્રો સંગે તાળી દઈ હજુએ
જોને ખિલખિલાટ હસી શકાય છે,
પણ
મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે?
"જા તારી કિટ્ટા છે" કહીને હજુએ
પળમાં દુશ્મની કરી શકાય છે,
પણ
બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે?
મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે,
પણ
ફરી પાછું 'નાના થઇ જવું"
ક્યાં કોઈનાથી પણ થવાય છે?
2.
ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી..!!
અને ભણવાનો તણાવ ??
પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!
અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!
અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..
અમારું આગવું કૌશલ્ય હતું
ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને .. ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ...
અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી
વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!!
અને અમારા દોસ્તો મજાના હતા.
જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી ...
પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!
એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.... છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું
નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ....
તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!!
અને મારવાવાળો અને માર ખાવા વાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..
એક ને એમ હતું કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!! આમ બંને ખુશ...!!
અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..
આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ
કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.
તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!!
એ સત્ય છે કે...
અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ ..
અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા..
અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!
અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .
નહીતો ...
અમે જે જીવન જીવીને આવ્યા છીએ ....
તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!!
અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી પણ...
અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!
3.
*આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે.*
વાત કડવી છે પણ સત્ય છે.
આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા,
સવારે જલ્દી જાગવાવાળા,
સવારના અંધકારમાં ફરવા નિકળવા વાળા
આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા,
દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા,
રોજ પાઠ પૂજા કરવાવાળા
અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા,
તેમનું સુખ દુઃખ પૂછવાવાળા,
બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા,
તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.
તેમનો અલગ સંસાર..........
વાર તહેવાર,
મહેમાન,
શિષ્ટાચાર,
અનાજ,
અન્ન,
શાકભાજીની ચિંતા,
તીર્થયાત્રા ,
રિતી રિવાજ અને સનાતન ધર્મ ની
આગળ પાછળ ફરવાવાળા...
જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા,
ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા,
રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા,
વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર
ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!
હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા,
પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા,
ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા,
સમાજનો ડર પાળવા વાળા,
જુના ચપ્પલ, ફાટેલી બંડી અને
તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!
ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા,
ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા,
અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને
દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!
નજર ઉતારવા વાળા,
કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા,
લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા,
અને શાકભાજીની લારી વાળા સાથે
એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!
શુ તમે જાણો છો?....
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી
કાયમ માટે જતા રહેવાના છે.
શુ તમારા ઘરમાં આવું કોઈ છે?
જો હા,
તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન આપજો.......!
નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે....
એ છે સંતોષ ભર્યું જીવન,
સાદગી પૂર્વકનું જીવન,
પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન,
ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન,
બધાની ચિંતા કરવાવાળું જીવન.....!
તમારા પરિવારમાં જે લોકો વડીલ છે
તેમનું માન સન્માન રાખજો,
તેઓને અપનાપન મહેસુસ કરાવો
અને ખૂબ જ પ્રેમ કરો.........!
*સંસ્કાર* જ
*અપરાધ* રોકી શકે છે.
*સરકાર* નહિ.. !!
4.
પૈસા ઓછા હતા પણ
સુખ ખુબ હતુ
હમણાં એક મીત્ર સાથે વાત થઈ
અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા
હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ
આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી અરે, હું પણ ભુલી ગયો
પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો,
પચાસ વારના નાનકડા ઘરમાં અમે છ રહેતા, પણ લાગતુ કે દુનિયાના સૌથી સુખી અમે છીએ
*પૈસા ઓછા હતા*
*ઘર નાનુ હતું*
*સગવડો ન્હોતી*
*પણ સુખ હતું*
1 તારીખે પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા
(બસો ગ્રામ દાલવડા બીસ્કીટ પાપડી) અને અમે સાથે બેસી નાસ્તો કરતા બસ પેટ અને મન બનને સંતુષ્ટ થઈ જતા, બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે
વાત આખર તારીખની હવે તે વાત જ ભુલાઈ ગઈ, મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશુ તેવુ કહેતો નથી
તેના ઘણા કારણો છે પણ તેની ચર્ચા અહિયા કરવી નથી.
પણ સુખ કઈ બાબતોમાં હતુ
(1) આમ તો મહિનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31
આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.
(2) ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે
મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ, આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.
(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે મોડા સુધી જાગતા
મહેમાન જાય ત્યારે તેમને છેક એસટી કે બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું
(આજે - અરે, મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી.)
(4) વેકેશન પણ સુખ હતુ મામાના ઘરે કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.
(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.
(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, અને ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.
(7) ફિલ્મ જોવી એટલે એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ
થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારને લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા
લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે
અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.
(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા. જો પહેલી પંગતમાં જમવા મળે તો વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.
(9) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાન પુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.
(10) આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે. એકના ઘરે ફોન હતો કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા.
આજે સમજાય છે કે
"સુખ" સગવડોમાં ન્હોતુ
નાની નાની વાતો સુખી કરતી હતી.
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી
આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી
*રોજ પહેલી તારીખ જ હોય છે.આજે મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ સુખને.....!!!*
••• 5 •••
*મિત્રો* ,
*આપણી પેઢી બે અંતિમો વચ્ચે જીવેલી પેઢી છે..!*
*જો તમે 1950 થી 1980 વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ જીવ્યા છો.! સમજણ પડી કે...?* તો મને ખાતરી છે કે તમે *આ લેખ પૂરેપૂરો વાંચશો જ* ...!
*આપણે* તો ગામડાની મોજ પણ માણી છે અને શહેરની હવાય ખાધી છે. આપણે દીવા ફાનસવાળો યુગ પણ જોયો છે તો અત્યારનો કોમ્પ્યુટર-મોબાઇલ વાળો સમય પણ માણ્યો છે.! આવો, નવરાં બેઠાં હળવાશથી એ જૂની યાદો તાજી કરીએ.....!
*આપણે* દેશી નળિયાવાળા મકાનોની ઠંડક માણી છે તો હવે હાઇરાઇઝ બહુમાળી, લિફ્ટ,AC વિગેરે નો લહાવો પણ લીધો છે!
થીગડાવાળા કપડા પણ પહેર્યાં છે તો હવે જિન્સ,ફેશનેબલ કપડા, શૂટ પહેરવાનો અનુભવ પણ કરી લીધો.!
*આપણે* ગામડાની દેશી રમતો- ગિલ્લી દંડા, દોડપ, થાપો, ધમાલ ગોટો, આંધળો પાટો, લખોટી, કુંડાળા, મીની ઠેકામણી વિગેરે રમ્યા અને હવે ક્રિકેટ મેચની મજા પણ માણી,વિડીયો ગેમ પણ જોઇ લીધી...! ઓનલાઇન રમતો પણ રમી લીધી..!(ત્યારે આઉટડોર હતું, હવે લગભગ ઇન્ડોર...!)
*આપણે* નદી-તળાવમા નાહવાની મજા લીધી અને વૉટર પાર્કનો અનુભવ પણ કરી લીધો..! આપણે સાઇકલના બે ડાંડિયા વચ્ચે પગ નાખી ભાડે સાયકલ પણ ચલાવી અને હવે પોતાનાં ટુ વ્હીલ, ફોરવ્હીલની મજા પણ માણી અને પ્લેનની મુસાફરીનો લ્હાવો પણ લીધો.!
દીવા-ફાનસના અજવાળે લેશન કરતાં અને હવે LED લાઇટ તથા ચકાચોંધ રોશનીના અજવાળા પણ જોયા..!
*આપણે* ગામડામાં ભજવાતી ભવાઇઓ ,કાન-ગોપી, ભજનો, નાટકો વિગેરેનો આનંદ માણ્યો, મદારીના ખેલ પણ જોયાં (એય જંબુરા, આવીજા...... કાળો કાઢું કે કાબરો...! યાદ છે?) , નટ નાં અંગ કસરતના કરતબો પણ જોયાં , નાટક મંડળી દ્વારા ભજવાતાં નાટકો પણ જોયેલા, રામલીલા ભજવતી મંડળીઓ પણ જોઈ, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પણ જોઈ,તો હવે સ્માર્ટ ટી.વી.ના પડદા પર મનગમતાં કાર્યક્રમો, ફિલ્મો, સિરિયલ વિગેરે નો લ્હાવો પણ લઈએ છીએ..!
*આપણે* રસ્તાં પર દુકાન ખોલીને રાડો પાડીને પ્રચાર કરતાં અને દાંત કાઢીને , ચોખટા બનાવી દેનાર અને દંતમંજન વેંચતા દેશી દંતડોકટરો પણ જોયાં, ફક્ત નાડી તપાસીને ફાકી કે ચૂર્ણ આપીને ઈલાજ કરનારાં દેશી વૈદ ની ફાકી પણ ખાધી અને હવે અત્યાધુનિક સુવિધાઓ થી સજજ હોસ્પિટલોમાં VIP સારવાર લઈને ખિસ્સું હળવું પણ કર્યું..!
*આપણે* ગામડાની સરકારી શાળાનો લહાવો પણ લીધો, પાટી પેન થી એકડા ઘુંટેલ, દફતર એટલે સુતરાઉ કપડાની થેલી(એલ્યુમનિયમની પેટી તો સ્ટેટસ સિમ્બોલ ગણાતી...!),વર્ગ શિક્ષકને જોઈને ગલી માં સંતાઈ જતાં, કોઈ વખત અંગૂઠા પકડવા પડ્યા તો ક્યારેક સોટીનો સ્વાદ પણ માણ્યો ..! અને શહેરોની આધુનિક કોલેજોમાં Eng.med.ભણતરનો અનુભવ પણ કરી લીધો. અને છેલ્લે કોમ્પ્યુટરમાં હાથ પણ અજમાવી લીધો.! ઓનલાઇન રીપોર્ટીંગ પણ કર્યું..!
*આપણે* ટપાલ, તાર સેવા નો સમય પણ જોયો, M.O.મોકલ્યાં અને છોડવ્યાં પણ ખરાં, ટેલિફોન માટે બુકિંગ કરાવવું પડતું અને ઓપરેટર તમને કોલ કરી ને વાત કરાવતાં, ડાયલ વાળા ફોન જોયા,STD PCO માં થી વાત કરવાનો રોમાંચ પણ અનુભવ્યો, થોડાં સમય માટે પેજર સેવા નો પણ અનુભવ કર્યો..... અને પછી આવ્યો મોબાઇલ યુગ.....! તો એમાં પણ પ્રાથમિક દરજ્જે Nokia વાળા- સાદા વજનવાળા ડબલાં... થી આજનાં આધુનિક એન્ડ્રોઇડ, સ્માર્ટ ફોન,Net.. Google...બસ,દુનિયા તમારાં હાથમાં...! બધુંય જોઈ લીધું.!
*આપણે* ગામડામાં ગાડામા બેસી જાનમા જવાનો આનંદ પણ માણી લીધો, ક્યારેક ટ્રેકટર માં બેસીને ક્યારેક બળદ ગાડીમાં જાનો જોડાયેલ. લગ્ન પ્રસંગે યોજાતાં જમણવાર માટે અગાઉ સારથમાં જવું પડતું (બુંગણ અને નાડું લઈને )અને રસ્તા પર મંડપો બંધાતા,તો જાન નાં ઉતારા માટે કોઈનું સારું મોટું મકાન કે મેડીનો ઉપયોગ કરવામાં આવતો,( સમાજની વાડીઓ તો દરેક ગામમાં ના પણ હોય), ભોજન માટે પંગથમાં બેસાડીને પીરસાતું, પીરસનાર અને સપ્લાયરનાં લીસ્ટ તૈયાર થતાં,(એમાંય કોઈ રીસાતું....!) , બુફે તો હજુ બે દાયકાથી પ્રચલિત થયાં,લગ્ન પ્રસંગનાં કપડાં માટે તાકો લઈને ઘરે દરજી બેસાડીને સિલાઈ કામ કરાવાતું (સગાં ભાઈ- બહેનોની ઓળખ પણ એકસરખાં એક જ તાકામાંથી સિવેલ કપડાથી થઈ જતી..!), લગ્ન ગીતો બહેનો દ્વારા ગવાતાં,કોઈ પૈસાદાર કુટુંબની જાન જો બસમાં જતી તો વરનો બાપ કંકોત્રીમાં તા. ક.(તાજા કલમ) મરાવતો...:"જાન સ્પેશીયલ બસ માં સવારે.... વાગ્યે....... થી રવાના થશે."(યાદ છે કોઈ ને? એ પણ સ્ટેટસ સિમ્બોલ ...!) ..... અને હવે પાર્ટી પ્લોટ -રિસોર્ટ કલ્ચર માં અતિ આધુનિક સમયમાં પૈસાની રેલમછેલ વાળા, કેટરીંગ, બ્યુટી પાર્લર, શુટિંગ- ફોટોગ્રાફી, લાઈવ વિડિયો LED સ્ક્રીન, અતિ મોંઘા જમણવાર વિગેરે... વિગેરે..વાળા લગન પણ જોઇ લીધા.!
*આપણે* માથે બેડુ લઇ ગામનાં પાદરે કુવે પાણી જતી પનીહારીઓનેય જોઇ અને નળમા પાણી ભરતી બાઇયુનેય જોઇ..!
*આપણે* બળદથી થતી ખેતી પણ જોઇ , સાંતી, હળ, દંતાર, ગાડું પણ ચલાવ્યું અને હવે ટેકટર, હારવેસ્ટરથી થતી અતિ આધુનિક ખેતી, ઓટોમેટિક વાવણી, પિયત અને તમામ પ્રકારની સગવડ વાળી ખેતી પણ જોઇ.!
*આપણે* શેરડીના વાવેતર અને ગોળ બનાવવા માટે કોલું , છોતાની ચમચી થી થળાનાં કાંઠે બેસીને ગરમ ગરમ તળ નો સ્વાદ પણ માણ્યો, આદું-લીંબુ વાળો ડોલ ભરીને રસ પણ પીધો તો આજે બરફ વાળો અડધો ગ્લાસ પીને પણ સંતોષ માની લીધો ..!
*આપણે* ફળિયામાં ગમાણે બાંધેલા પશુઓથી ધબકતા આંગણા પણ જોયાં, જાતે છાણ વાસીદા કરતી અને ગાયો- ભેંસો દોહતી બહેનો પણ જોઈ તો હવે આઘુનિકતાનાં રંગે રંગાઈને પશુપાલન વ્યવસાય પ્રત્યે સુગ પેદા કરીને ડેરીના પાઉચ પેકિંગમાં દૂધ છાસ લેતી માનુનીઓ પણ જોઈ..!
*આપણે* ઢોરા ચારવાનો , બોરા વીણવાનો , ગામની ભાગોળે ડબલે જવાનો,બાવળના પૈઇડા,ખીજડાની સીંગો અને આંબલીનો કોર ખાવાનો આનંદ માણ્યો તો હવે રેડીમેડ પેકેટ, પીઝા, બર્ગર ખાવાનો અનુભવ પણ કરી લીધો.!
*આપણે* તળાવની પાળે, નદી કાંઠે,કુવાના થાળે બેસી મફતમાં મોજ પણ માણી તો હવે સોસાયટીના નાકે બાકડે બેસવાનો અનુભવ પણ કરી લીધો..!
*આપણે* કપાસના જીંડવા ચુસવાનો આનંદ પણ માણી લીધો અને ચૂઈંગ ગમ પણ ચુસી લીધી..!
*આપણે* ધંટીએ (બે પડ વાળી હાથે ફેરવતી )અનાજ દળતી માવડીઓને જોઇ અને માથે દળણાની પેટી મુકી ઘંટીએ દળાવા જતી બાઇઓ પણ જોઇ. અને રેડીમેડ લોટ નાં પેકિંગ પણ જોયા..!
*આપણે* નદી-તળાવ, કુવે કપડા ધોતી માતાઓને પણ જોઇ અને વૉશીંગ મશીનમા કપડા ધોતી બાઇઓને પણ જોઇ.
*આપણે* ગોફણ , જોતર , છીંકલા , ખરપિયો , જીંહલુ , સલાખા , મોદ , બુંગણ , ગાડું ,ગાગર , બોઘણુ , ગોળી , સિંચણિયુ , ઇંઢોણી , હેલ , બુઝારુ , દોહણુ , કળશો , ફાનસ , સરૂડી , ચૂલો , તાવડી ,ડોલસુ , સંજવારી , વાસીદુ , સાંતી , ધોહરુ , રાંઢવુ જોયા- વાપર્યાં , પણ આજની પેઢીને તો આવા શબ્દો માત્ર ડિક્શનરી કે ચિત્રોમા જોવા મળશે..!
*આપણે* જીવનમા ઘણી આફતો પણ જોઇ, જેવીકે...:
ભારત પાકિસ્તાન યુદ્ધ વખતેનો અંધારપટ, ઇન્દિરા ગાંધી વાળી "કટોકટી",74 નું નવ નિર્માણ આંદોલન ,76 નું પુરહોનારત , દુષ્કાળ,સરકારી રાહત કામો માં પાવડો, કોદાળી, તગારા લઈને જતાં માણસો, ખોદાતી ચોકડીઓ, કેટલ કેમ્પ, 98 નું વાવાઝોડુ , સુરતનો પ્લેગ અને પુર હોનારત , 2001નો ધરતી કંપ , 2002 ના તોફાનો........અને બાકી હતુ તો covid- 19 નું લોકડાઉન પણ જોયુ....!
*આપણે* કદાચ આ યુગની આપણી અંતિમ પેઢી હશે જેને એક ભવમા બે ભવનો અનુભવ લીધો હોય...!
*મિત્રો* , હું આધુનિકતા કે પરિવર્તનનો વિરોધી નથી પણ જૂનું પણ સોનું હતું એવી માન્યતા પણ સાચી હોવાનો મત ધરાવું છું. ત્યારે અછતમાં પણ આનંદ માણી શકતો, કંઈ નહોતું તો પણ "કડકડતી ભૂખ" અને "ઘસઘસાટ ઊંઘ" હતી, આજે બધું હોવાં છતાં "એ" ક્યાં...?
*સમય બદલાયો છે.....!!*
આજે ઘરમા બેઠા બેઠા જુની બે વાતો પરિવાર સાથે શેર જરૂર કરશો, એવી અપેક્ષા સાથે સાદર... *આભાર* .
🙏 *ઘરમાં રહો, સ્વસ્થ રહો.* 🙏🌷
ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
*કેલ્શિયમની ઉણપ પૂરી કરવી*
એ અમારી કાયમી ટેવ હતી..!
*અને ભણવાનો તણાવ ?પેન્સિલનો પાછલો હિસ્સો ચાવી ચાવીને*
તણાવમુક્ત થઈ જતા હતા..!
અને હા ...
ચોપડીઓની વચ્ચે
*વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીંછાંને મૂકવાથી અમે હોંશિયાર થઈ જઈશું*
એવી દૃઢ માન્યતા હતી..!
અને
*કપડાના થેલામાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું.*
ચોપડા ગોઠવવા એ જ
એ *જમાનામાં હુન્નર મનાતું હતું.*
અને ..
ચોપડાઓ ઉપર *પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો* ...
અને માતા-પિતાને
અમારા ભણતરની તો
*કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.*
વર્ષોના વર્ષ વીતી જતા
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય
*અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.*
અને
અમારા દોસ્તો મજાના હતા.
જ્યારે
*સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા પર અને બીજાને કેરિયર પર બેસાડતા*
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...
પરંતુ
થોડી થોડી બસ *અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!*
એ જમાનામાં
*ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.*
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
*જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.*
છતાં અમને ક્યારેય
*અપમાન જેવું લાગતું ન હતું*
નિશાળમાં
*શિક્ષકનો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારેય શરમ કે સંકોચ* નથી અનુભવ્યો કારણ કે ....
તે વખતે ક્યારેય
*અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.*
કારણ કે ...
અમને ખબર જ નહોતી કે
*ઇગો કઈ બલાનું* નામ છે ?
*માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયા* નો ભાગ જ હતો...!
*મારવાવાળો અને માર ખાવાવાળો..બંને ખુશ થતા હતા* કારણ કે ..
એકને એમ હતું
કે *ઓછો માર ખાધો* ..
અને બીજાને એમ થતું હતું
કે
*અમારો હાથ સાફ થઈ ગયો*..!
આમ બંને ખુશ...!
અમે ક્યારેય
અમારા *મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.*
આજે અમે
*દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ*
અમે
*જે જીવન જીવીને આવ્યા છીએ, તેની સામે*
હાલનું જીવન કાંઈ જ નથી.
અમે *સારા હતા કે ખરાબ*....
એ ખબર નથી
પણ...
અમારો *પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા*
એ જ મહત્વનું હતું...!અને એ જે *આનંદ દિવસનો ભાથું આજે પણ અમારી ઈમ્યુનીટી વધારી* આપે છે....🤜🏼🤛🏼...💪🏻😉😊😄
🙏🙏🙏🙏🙏
હંમેશા ખુશ રહો મસ્ત રહો.
*કેવો સુંદર જવાબ!*👌✅👌✅😳🤔
બે *"પેઢી"* વચ્ચેની સરખામણી.......
દરેક વ્યક્તિએ
વાંચવી જ જોઈએ , ન ગમે તો પૈસા પાછા 😂
👌👌
એક યુવાને
તેના પિતાને પૂછ્યું:
"તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા?
ટેક્નોલોજી ન હતી
કાર કે પ્લેન નહીં
ઇન્ટરનેટ નહીં
કોમ્પ્યુટર નહીં
મોલ નહીં
કલર ટીવી નહીં
મલ્ટિપ્લેક્સ સિનેમા નહીં
મોબાઈલ ફોન નહીં
સારી હોટેલો, રેસ્ટોરન્ટ નહીં
સારા કપડા નહીં
હીલ સ્ટેશન પર ફરવા જવાનું નહીં
*તેના પિતાએ જવાબ આપ્યો:*
*જેમકે તમારી પેઢી આજે કેવી રીતે જીવે છે?* અમને આશ્ચર્ય થાય છે...👇
કોઈ પ્રાર્થના નથી
કરુણા નથી
કોઈ સન્માન નથી
કોઈ માન નથી
મોટો પરિવાર નથી
શરમ નથી
નમ્રતા નથી
સમયનું આયોજન નથી
રમતગમત નથી
વાંચન નથી
ખેતીકામ નથી
ગુરુ પ્રત્યે આદર નથી
"અમે,
1950 -1980 ની વચ્ચે
જન્મેલા આશીર્વાદિત લોકો છીએ.
અમે જીવંત નવલકથા છીએ.
👉
રમતી વખતે અને
સાયકલ ચલાવતી વખતે
અમે ક્યારેય
હેલ્મેટ પહેરી ન હતી.
👉
શાળા પછી અમે
સાંજ સુધી રમતા.
અમે ક્યારેય ટીવી જોયું નથી.
👉
અમે સાચા મિત્રો સાથે રમ્યા,
ઈન્ટરનેટ મિત્રો સાથે નહિ.
👉
જો અમને ક્યારેય
તરસ લાગે તો અમે
નળનું પાણી પીધું,
બોટલનું પાણી નહીં.
👉
અમે ચાર મિત્રો સાથે એક જ ગ્લાસ શરબત શેર કરતા હોવા છતાં અમે ક્યારેય બીમાર થયા નથી.
👉
અમારું વજન ક્યારેય વધ્યું નથી કારણકે અમે રોજ રોટલો દહીં અથાણું ખાતા હતા.
👉
ખુલ્લા પગે ફરવા છતાં અમારા પગને કંઈ થયું નથી. કાંટા અમારાથી દૂર રહેતા.
👉
અમારા માતા અને પિતાએ અમને સ્વસ્થ રાખવા માટે ક્યારેય કોઈ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરવા દીધો નથી. મગફળી,ગોળ, બાજરાનો - ઘઉં નો પોંક, મકાઈના ડોડા અને ક્યારેક શેરડી નો સાંઠો મળે એટલે ભૈયો ભૈયો.
👉
અમે અમારા પોતાના રમકડા બનાવતા અને તેની સાથે રમતા, ધુળમાં, રેતીમાં દેશી રમતો રમતા. વાગેતો કાળી માટી લગાવી દેતાં... દુઃખ ગાયબ.
👉
અમારા માતા-પિતા શ્રીમંત ન હતા.
તેઓએ અમને પ્રેમ અને સંસ્કાર આપ્યા
દુન્યવી ભૌતિક સાધન સામગ્રી નહીં.
👉
અમારી પાસે ક્યારેય
સેલફોન, ડીવીડી,
પ્લે સ્ટેશન, એક્સબોક્સ,
વિડીયો ગેમ્સ,
પર્સનલ કોમ્પ્યુટર,
ઈન્ટરનેટ ચેટ નહોતા -
પણ
અમારે સાચા મિત્રો હતા તે અમારા માટે નેટવર્ક નું કામ કરતા..
👉
અમે અમારા મિત્રોના ઘરની બિનઆમંત્રિત મુલાકાત લીધી અને તેમની સાથે ભોજનનો આનંદ માણ્યો.
👉
તમારી દુનિયાથી વિપરીત,
અમારે નજીકમાં રહેતા સંબંધીઓ હતા જેથી કુટુંબનો સમય અને સંબંધો એક સાથે માણવામાં આવ્યા. મામા ,માસી ,ફઈ નો પ્રેમ જોવા તમારે એક પેઢી આગળ જન્મ લેવાની જરૂર હતી.
👉
અમે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા પણ તમને એ ફોટામાં રંગીન યાદો જોવા મળશે. અમે હવે અમે તમારા માટે કલર ઝેરોક્ષ છીએ.🤓
👉
અમે એક અનોખી અને સૌથી વધુ સમજદાર પેઢી છીએ,
*કારણ કે અમે એવી છેલ્લી પેઢી છીએ જેમણે તેમના માતા-પિતાનું નત મસ્તકે સાંભળ્યું છે.*
ઉપરાંત,
*એવી પ્રથમ પેઢી છીએ જેઓએ તેમના બાળકો પાસેથી પણ સાંભળવુ પડ્યું છે.* *હજી પણ બાળકો ઘઘલાવે છે પણ અમે સાંભળી લઈએ છીએ*
અને અમે એવા લોકો છીએ જેઓ હજુ પણ વધુ સ્માર્ટ છીએ અને તમને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ જે અમે તમારી ઉંમરના હતા ત્યારે ક્યારેય અસ્તિત્વમાં જ ન હતું... જોયું જ ન હતું.
તેથી તમારા માટે એ વધુ સારું છે કે અમે આ પૃથ્વી અને તમારા જીવનમાંથી અદૃશ્ય થઈએ તે પહેલાં.
તમે...
અમારાથી આનંદ લો.
અમારી પાસેથી શીખો. અમે હરતી ફરતી યુનિવર્સિટી છીએ.😆
💔
આમ જોવા જઈએ તો..અમે એક
અનલીમિટેડ ડીશ છીએ ....તમે ધરાઈ જશો. જો પચાવી શકો તો અમને માણો 😝. 🌹🙏🌹
Comments
Post a Comment