પડતર દિવસ અને અ પણ...
1.
જોરદાર કોરોના ઈફેક્ટ...
દિવાળી અને નવા વર્ષની વચ્ચે પણ સોશિઅલ ડિસ્ટન્સ !!!!!!!!
HAPPY પડતર DAY..
😁😇😆
2.
આપણને કેલેન્ડર બનાવતા પણ આવડતું નથી. ધનતેરસના દિવસે બપોર પછી કાળી ચૌદશ આવી જાય અને કાળી ચૌદશના દિવસે બપોર પછી દીવાળી આવી જાય. ગમે ત્યારે ધોકો આવી જાય.
કેલેન્ડર બનાવતી વખતે દિવસોની ગોઠવણ કરવામાં મેળ ના પડ્યો એટલે બેત્રણ વરસે એક વાર અધિક માસ આવી જાય. આખો એક મહિનો ઉમેરાય. કોઈવાર દીવાળી ઓક્ટોબરમાં આવે. કોઈવાર નવેમ્બરમાં આવે.
આપણા કેલેન્ડરને કોઈ માનતું નથી. આપણે પણ નહીં. આપણી કોર્ટ કચેરીઓ ઇંગ્લીશ કેલેન્ડર પ્રમાણે જ ચાલે છે. આપણે આપણી જન્મ તારીખ પણ ઇંગ્લીશ કેલેન્ડર પ્રમાણે યાદ રાખીએ છીએ. તમે કોઈને કહો કે મારો જન્મ કારતક સુદ સાતમના દિવસે થયો હતો તો એને કંઈ સમજાશે નહીં. પણ તમે કહો કે મારો જન્મ પહેલી ડિસેમ્બરે થયો હતો તો બધા સમજી જશે.
આખી દુનિયા ગ્રેગોરિયન કેલેન્ડરને માને છે. 1 લી ડિસેમ્બર કેટલી દૂર છે એ બધાને ખબર પડે. પણ ફાગણ મહિનો કેટલો દૂર છે એમ પૂછીશ તો તમે પણ ગોટે ચડી જશો. 25 ડિસેમ્બરે આખી દુનિયામાં ક્રિસમસ હોય છે. અને 1 લી જાન્યુઆરીએ આખી દુનિયામાં નવું વર્ષ હોય છે.
આપણું નવું વર્ષ પણ આપણે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે યાદ રાખીએ છીએ. 15 નવેમ્બરે નવું વરસ છે એમ કહો ત્યારે સમજાય કે હવે બે દિવસની વાર છે.
એટલે એવા નબળા દેશી કેલેન્ડરના આધારે ઉજવાતું નવું વર્ષ મનાવવાની કોઈ ખુશી નથી. આમ પણ દેશમાં અત્યારે ખુશ થવા જેવું શું છે? ફાસીવાદ ( કટ્ટર પૂંજીવાદ) દેશ પર હાવી થઈ ગયો છે ત્યારે નવું વર્ષ શું અને જૂનું વર્ષ શું?
-ગીતાબેન હ્યુમિનીસ્ટ.
https://m.facebook.com/story.php?story_fbid=822575058530175&id=100023330642006
3.
🙏 *આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.* 🙏
👉આ *'ધોખો'* છે શું..??
વિક્રમ સંવતનું 'કેલેન્ડર' *ચંદ્રની ગતિ* પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, *ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ* પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ *ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.*
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
*'કૃતિકા'* નક્ષત્રથી *કારતક* માસ,
*'મૃગશીર્ષ'* નક્ષત્રથી *માગશર,*
*'પુષ્ય'થી પોષ,*
*'મઘા'થી મહા* વગેરે..
આવી જ રીતે *'આસો'* માસની *અમાવાસ્યા* બાદ, ચંદ્રએ *'કૃતિકા'* નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
*ચંદ્રના,* પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય *'પૂર્ણ દિવસ'* માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ *વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો.*
આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો *બફર' દિવસ* ગણાય. *(પડતર દિવસ)*
*જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...??
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને *ધોકો* ખરેખર તો *ધોખો* કહેવાય છે.
*આ છે 'ધોકા(ધોખા)'નું રહસ્ય.*
*પડતર દિવસ તેવું નામ આપ્યું*
🛕 *આપ સૌને આજે ધોકાની (ધોખા)(પડતર ) દિવસ ની શુભકામનાઓ....*
*🙏ઓધારભાઈ દેસાઈ ના આપ સૌને જય દ્રારિકાધિશ 🙏*
4.
Comments
Post a Comment