પ્યારું પેટલાદ...
પેટલાદનો ઇતિહાસ........
ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ મહાભારતથી પણ અગાઉના અનાર્ય કાળથી પડેલ છે આર્યોના આગમન પહેલાં પેટલાદ અનાર્ય વર્ગ લિંગ પૂજા કરતા હતાં સમય જતાં શિવપૂજા સાથે મિશ્રણ થયુ હતું. આ નગર અનાર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. પેટલાદમાં ભકત પ્રહલાદનો વસવાટ ધણા સમય સુધી થયો હતો. જેથી ઈ.સ. પૂર્વે પેટલાદનું નામ પ્રહલાદપૂર તરીકે પણ જોવા મળતું હતું. લકુશીશ પાશુપત - લાટ થયુ હતું. સમય જતાં પાશુ શબ્દ લોપ થઈ પતલાટ નામ થયુ. જેમાં અપભ્રશ થઈને હાલમાં પેટલાદ કહેવાય છે.
પેટલાદ સ્થાપના સંવત પ૧ર પોષ સુદ ત્રીજના દિવસે સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજો ગોપાળદેવજીએ તા.૭ જાન્યુઆરી ઈ.સ. ૪પ૬ ના રોજ કરી હતી. પેટલાદ નગરની ગાદી સંવત પપ૩ માં અર્જુનસિંહને સોંપવામાં આવી હતી. અર્જુનસિંહ સંવત પ૮૩ માં પીર થતાં અર્જુનશાહ બન્યા હતા જેમની દરગાહ આજે પણ જોવા મળે છે. જયાં દર વર્ષેની ભવ્ય ઉજવણી થાય છે. ત્યાર જેમાં હજારો મુસ્લિમ બિરાદરો દુર દુરથી આવે છે. પેટલાદ નગર ઉપર સને ૪પ૬ થી ૧ર૪૪ સુધી સોલંકી યુગનું સામ્રાજય હતું. આ નગર પર લગભગ ૮૪૧ વર્ષ જેટલુ શાસન સોલંકી યુગનું રહયું હતું. તે ૧૧ માં સૈકા વખતે બળ્યાદેવ મંદિરમાં બ્રહ્માજી ની મૂર્તિ નગરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ આજે પણ જોવા મળે છે. જયારે ૧ર માં સૈકા વખતે સોલંકી કાલીન મંદિરની આરાધક મૂર્તિઓ, આનંદા - ચામુંડા માતાનું મંદિર તેમાં રહેલ ગણેશજીની મૂર્તિઓ વિગેરે હતા. ત્યારબાદ સંવત ૧૩પપ માં ગુજરાત સાથે પેટલાદમાં મુસ્લિમ શાસન થઈ હતી. સુલતાનો બાદ મોગલ સમયમાં ૧પ૭ર માં શહેનશાહ અકબર પેટલાદમાં આવ્યા હતા. ‘‘ અમીન ‘‘ શબ્દની ઉત્પત્તિ સમગ્ર રાજયમાં પેટલાદથી કરી હતી. તે વખતે ૧પ૭પ માં નાગરકૂવાના રઘુનાથજી મંદિરની નીચે શીલાલેખ લખાયો હતો. તે મંદિર પણ હાલમાં છે. સંવત ૧૬૧૮ માં પેટલાદ શહેનશાહ જહાંગીરનું આગમન થયુ હતુ. તેણે પેટલાદના નિપુણ કારીગરો પાસે તે વખતમાં રૂ.પ લાખમાં મયુરાસન બનાવડાવ્યુ હતું. પરંતુ, થોડાક સમયમાં નાદિરશાહ આવી મયુરાસનની લુંટ ચલાવી ઈરાન લઈ ગયો હતો આજથી લગભગ ૪૩૦ વર્ષ અગાઉ એટલે કે સંવત ૧૬૩ર ની આસપાસ ચેતનગીરીની મઢી થઈ હતી. જયાં સમગ્ર ગુજરાતની સૌથી ઉંચી આશરે સાડા ચાર ફુટ ઉંચી પાર્વતીજીની મૂર્તિ આ મઢી પાસે હતી. જે શિલ્પશાસ્ત્ર ની ફષ્ટિહે ઘણી હતી. મહત્વ હતી. આ મંદિર આશરે ૧૦ - ૧ર વર્ષ અગાઉ તોડી પડાતા મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જેને પધરાવી દેવામાં આવી હતી પરંતુ, મઢી અને ચેતનગીરીની તૂટેલી સમાધિ હાલ પણ જોવા મળે છે. આ ચેતનગીરીની રક્ષા જોરાભાઈ રબારી નામનો માણસ કરતો હતો જે સંવત ૧૬૮૪ માં વીરગતિને પામ્યા હતા. જેમનો પાડીયો આ મઢી પાસે છે.
સંવત ૧૬૯૭ માં શહેનશાહ ઔરંગઝેબ પેટલાદમાં આવ્યો હતો. જેણે વસનદાસ પાટીદારને ‘‘ પટેલ ‘‘ નો ઈલકાબ આપ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતનો મહેસુલ ઉઘરાવવા માટે વસનદાસની નિમણુંક કરવામાં આવી હતી. સોલંકી કાલીન બાદ સુલતાનો સમયમાં પેટલાદ ગુજરાતનો જિલ્લો ગણાતો હતો. જેમાં ર૭૬ જેટલા ગામોમાં સમાવેશ થતો હતો. સમગ્ર ગુજરાતમાં સૌથી આવક આપનાર પેટલાદ નગર ગણાતુ હતું. આ ૧૬ માં સૈકા વખતે નગરમાં કિશોર પારેખની વાવ અને તેના બે પાળીયા જેવા યાદગાર સ્થળો બન્યા હતા. સંવત ૧૭૧૯ થી ૧૭૪૮ દરમ્યાન સમગ્ર ભારત દેશ માટેની વ્યવસ્થા અને વહીવટી બાબતો પેટલાદનો રહીને ભારતના શહેનશાહ તરીકે ઔરંગઝેબના શાહઝાંદા મૌહમ્મદ આઝમશાહે કરી હતી. સંવત ૧૭પ૩ સુધી ગુજરાતમાં ફકત બે જ લશ્કરી વ્યુહાત્મક મથકો હતા. જેમાં અમદાવાદ અને પેટલાદનો સમાવેશ થતો હતો. સંવત ૧૭૭૮ થી ૧૭૮૮ દરમ્યાન છત્રપતિ શિવાજીના સુબા પિલાત્ત્રાવ ગાયકવાડે પ્રાંતનો પાયો પેટલાદથી નાંખ્યો હતો.
ત્યારથી મરાઠા યુગનો આરંભ થયો હતો. આ સૈકા દરમ્યાન નગરમાં રામનાથ મહાદેવ, રામનાથ કુંડ, સિકોતર માતા ની વાવ , જેવા ધાર્મિક સ્થળો બન્યા હતા. જેનું મહત્વ આજે પણ સવિશેષ છે. વખતો વખત જતાં નગરનો વહિવટ અને મહેસુલ અમીન કસ્યાભાઈએ રૂ. ૯ લાખમાં રાખ્યો હતો. ત્યારબાદ, ૧૮૩૭ થી ૧૮૪૭ સુધી પેટલાદનો વહિવટ વસોના વણારસીદાસના વંસજોમાંથી ભવાનીદાસે કર્યો હતો. ૧૮પર થી કાળીદાસની પાંચમી પેઢીના દાદાભાઈએ અને તે પછી તળસીભાઈએ આ નગરનો વહિવટ કર્યો હતો. સને ૧૮પર ની આસપાસ પેટલાદમાં પાજરા પોળ બની હતી. જેની કામગીરી આજે પણ પ્રસંશનીય છે. સમય જતાં પેટલાદ તાલુકો ચરોતરનું મુખ્ય મથક ગણાતું હતું. રાજયના જિલ્લામાંથી તાલુકા મથક બનેલા પેટલાદ તાલુકામાં ૧૦૪, ગામોમાં સમાવેશ હતો. ત્યાર પછી ૮૦ જેટલા અને હાલ પ૭ જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. પેટલાદમાં સને ૧૮૭૩ માં પરીખ ચ. કે. પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. જયારે સને ૧૮૭૬ માં નગરપાલિકાની સ્થાપના થઈ હતી.
તે વખતે નગરનો વહિવટ સરકારની મદદથી થતો હતો. સને ૧૯૪૯ માં ડીસ્ટ્રીકટ મ્યુનિસીપાલીટી અને છેલ્લે સને ૧૯પ૬ થી મ્યુનિસીપાલીટી તરીકે ચાલુ છે. ૧૮ માં સૈકા દરમ્યાન પેટલાદમાં સુપ્રસિઘ્ધ કાળકા માતાજીનું મંદિર, તેની બાજુમાં ભૈરવનાથ અને હનુમાનજીની મૂર્તિની સ્થાપન થયુ હતુ. રોજગાર ક્ષેત્રે પેટલાદ ખાતે સને ૧૮૯૪ માં ધ પેટલાદ ટર્કીરેડ ડાય વર્કસ શરૂ થઈ હતી. જેના થોડા સમયબાદ સને ૧૯૧૯ માં ધી પેટલાદ બુલાખીદાસ મીલ્સ અને ધી રાજરત્ન નારણભાઈ મીલ્સ શરૂ થઈ હતી. આ બંને મીલો ઘ્વારા કેટલાંય કુટુંબોને રોજી રોટી મળતી હતી. બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ વાંચન મળી રહે તેવા શુભાશયથી સને ૧૯ર૧ માં સ્વ. અ.સૌ.તારાલ૧મી સાર્વજનિક મહિલા પુસ્તકાલય અને સને ૧૯ર૬ -ર૭ માં પરીખ અમૃતલાલ રમણલાલ સાર્વજનિક બાળ પુસ્તકાલય શરૂ કરવામંા આવ્યા હતા. જે આજે પણ કાર્યરત છે. સને ૧૯૩૯ માં રસાયણ વિભાગનો વિકાસ થાય તે હેતુસર સલ્ફયુરીક એસીડનો પ્લાંટ નાખવામાં આવ્યો હતો. જેમાં સરેરાશ દોઢ લાખ ટનનું ઉત્પાદન થતુ હતુ. પરંતુ વધતી જતી માંગને કારણે સને ૧૯૪૪ માં ઉત્પાદન વધારી સવા બે લાખ ટન કરવામાં આવ્યું આ એસીડ મુંબઈ, દિલ્હી, મદ્રાસ, આગ્રા, ઈન્દોર, વિગેરે શહેરમાં રવાના થતુ હતું. સમય જતાં આરોગ્ય ક્ષેત્રે સને ૧૯૪૧ માં પ્રતાપસિંહ ગાયકવાડના હસ્તે સયાજી રુગ્ણાલય શરૂ થયુ હતુ. જેમાં ૧૦ર પથારીઓ હતી. અને સરેરાશ ૧૬૦ થી ૧૮૦ જેટલા દર્દીઓ લાભ લેતા હતા. આજે આ જિલ્લાની એકમાત્ર સિવીલ હોસ્પીટલ છે. આ નગરને શિક્ષણ માટે પરીખ કુટંબના દાનવીરો મળ્યા હતા. જેઓની અનેક શૈક્ષણિક સંસ્થાઓનો લાભ લોકો આજે પણ લઈ રહયા છે. સને ૧૯૪પ માં આર .કે. પરીખ આર્ટસ કોલેજ તથા સને ૧૯૪૭ માં સાયન્સ કોલેજ શરૂ થઈ હતી. આજે અહીયા બી.એડ. કોલેજ પણ કાર્યરત છે. વેપાર ક્ષેત્રે લોકોને અનુકુળ રહે તે માટે સને ૧૯૬૦ માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનંં માર્કેટ યાર્ડ શરૂ થયા હતા. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીગંજ બન્યુ હતુ. ૧૯પ૦ ની આસપાસ હાથશાળ, ટેક્ષટાઈલના અનેક કારખાના શરૂ થયા હતા. વડોદરા રાજયના ત્રણ મીલો, બે રંગશાળાઓ, મેચ ફેકટરી, પેન્સીલ ફેકટરી , સિલ્ક મીલ, તારામંડળનું કારખાનુ, એસીડ ફેકટરી, રપ૦ જેટલી યંત્રશાળાઓ, ચરોતર ખાંડ ઉદ્યોગ જીનીંગ ફેકટરી, બીડીઓ, બનાવવાના કારખાના વગેરે હતા. દરમ્યાન અનેક લીલી -સુકીનો અનુભવ કર્યો છે. જેમ માનવ જીવનમાં કર્મ સંજોગે ચઢતી પડતી આવે છે. તેમ નગરજીવનમાં ચડતી પડતી આવી છે.
Comments
Post a Comment