સ્વાતંત્ર્ય સેનાનીઓ...
1.*વીર કુંવરસિંહ*
1777 થી 1858
*જગદીશપુર (બિહાર)*
*બિહારના* જગદીશપુરના પરમાર ઉજ્જૈનિયા કુળના રાજવી હતા,જે હાલમાં બિહારના ભોજપુર જિલ્લામાં આવે છે.તેમણે સિસોદીયા કુળના ગયા જિલ્લાના દેવ-મુંગાના રાજા ફતેહ નારાયણ સિંહ નામના શ્રીમંત જમીનદારની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
*કુંવરસિંહની* ઉંમર 1857ના જંગ વખતે 80 વર્ષની હતી.એ ઉંમરે લડત તો ઠીક,રાજા સિંહાસનેથી પણ ઉભા થવાનું પસંદ ન કરે, પણ આખો દેશ જ્યારે એક થઈ અંગ્રેજો સામે જંગે ચડ્યો હોય અને લોહી રેડાઇ રહ્યું હોય તે વખતે જેની નસોમાં રાજપૂત લોહી વહેતું હતું એવા કુંવરસિંહને સિંહાસન પર બેસી રહેવું લાંછન જેવું લાગ્યું.તેમણે તલવાર ઉપાડી ઘોડા પર સવાર થયા અને બિહારમાં લડતની આગેવાની લીધી.
*રાજા ભોજ* અને *રાજા વિક્રમાદિત્યના* કુળમાં જન્મેલા *કુંવર સિંહે* ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે મોરચો માંડયો અને કાનપુર ખાતેની લડાઈમાં તો તાત્યા ટોપે સાથે રહીને યુદ્ધ પણ ખેલ્યું.અંગ્રેજોને મારી હટાવી આઝમગઢ પર કબ્જો કર્યો.
*કુંવરસિંહની* હુમલા કરવાની રીતોથી બ્રિટિશરો અજાણ હતા એટલે તેમને પકડી પણ શકતા નહોતા.1859માં તેઓ પકડાઈ ગયા અને 1860માં કેદી અવસ્થામાં જ તેમનું મોત થયું.
2.
Comments
Post a Comment