શિક્ષક સજ્જતા ?!! એક ખચકાટ...

1.....

મારા મત મુજબ બેસવા જેવું નથી 


કારણ કે નિયમો પાળવા હોય તો બધા જે પાળવા જોઈએ...જે પગાર સબંધ માં અને અન્ય નકામી કામગીરી સબબ નિયમો પાળવામાં આવતા નથી..


અને તાલીમ ની વાત રહી તો દર વર્ષે udies ફોર્મ ભરીએ ત્યારે આપણે દરેક શિક્ષક ને કઈ તાલીમ જોઈએ છે તે કોલમ ભરીને આપીએ છીએ..

એકેય વખત તાલીમ આપવામાં આવી છે ,???


રહી વાત સર્વેક્ષણ ની તો સર્વેક્ષણ માટે 1000 શિક્ષકો પૂરતા છે અને એ પણ તાલુકા સંઘ ની પેનલ જીલા સંઘની પેનલ અને રાજ્ય સંઘ ની પેનલ ને પસંદ કરીને તેના પર સરવે કરી લેવો જોઈએ. 


અને પરીક્ષા ના હોવાનું કારણ પણ જણાવી દવ કારણ કે ભણાવવા સાથે કોઈ નિયમ  ચોપડી ને લેવા દેવા જ નથી...કારણ કે ખરો શિક્ષક માત્ર બાળકો માટે તનતોડ મહેનત કરે છે..તે પરીક્ષાની તૈયારી માં ધ્યાન આપતો નથી...


નિયમ પાળવા તો બધા પેલા પાળો..

9 નું ગ્રેડ સમયસર મલ્લી જવું જોઈએ.

7 માં પગાર પાંચ મુજબ 2016 થી hra  અને મેડિકલ બધું અરિયાસ સાથે મળી જવું જોઈએ.

મોંઘવારી સમયસર પહેલા જ મહિને મળી જાવી જોઈએ.

વધારાની કામગીરી માથી શિક્ષક ને નવરો નથી તેવા દેવામાં આવતો એ બંધ કરવું જોઈએ.

આરટીઆઇ ના નિયમ મુજબ બધે htat આચાર્ય અને શાળામાં પૂરતી સગવડતા આપી દેવી જોઈએ.

2 વર્ષ શાળા સફાઈ ના પૈસા બંધ કર્યાં છે. એ આચાર્યે ઘરના ચૂકવ્યા છે એના હિસાબ કરવા જોઈએ.

શાળામાં બદલાયેલા વિષય ના ચોપડા અને એકમ કસોટી ની નવી બુક હજી આવી નથી એ સમયસર પહેલા જ દિવસે આવી જવિજોઈએ..


આવા નિયમો જો ઉપર થી પાળવામાં આવશે તો શિક્ષક ની પુરિસજ્જતા છે એ પરિપૂર્ણ પરીક્ષાઓ આપીને આવ્યો છે.તો ઓટોમેટિકલી પરિણામ આવવા લાગશે..


અને તેમ છતાં સજ્જતા જોવા માંગતો હોય આપણી આ બોડી તો ખાતાકીય પરીક્ષા આપવાની છુટ અને પ્રમોશન માટે આપી દેવું જોઈએ...પછી આપણા શિક્ષકો ખરી સજ્જતા બતાવી દેશે .કોઈનો વારો પણ નઈ આવવા દે...આ આપણી ચેલેન્જ છે ..🙏🙏🙏🙏 Govind vasava

2.....

આ ભીખ નથી પણ.... કર્મચારી ઓ નો હક્ક છે....


અત્યાર સુધી માં એક 

બાબત તો ક્યારેય સમજાણી

 નથી કે... સરકાર

 જ્યારે જ્યારે *DA* જાહેર

 કરે છે પછી તે *કેન્દ્ર* સરકાર

 હોય કે *રાજ્ય* સરકાર 

 આટલા *કરોડનો* બોજો

 પડશે એવો *ઢંઢેરો* પીટવાની

 જરૂર જ શું છે ?

આવા *ન્યુઝ* થી લોકો માં

ખોટો *મેસેજ* જાય છે અને 

અજાણતા પણ *સરકારી*

*માણસ* અને લોકો વચ્ચે 

કંઇક અંતર *વધતું* જતું હોય

 એમ લાગે છે,જેનાથી કમૅચારી

 કોઇ ગુનો કરતો હોય એવી

ભાવનાથી લોકો જોતાં થાય છે.

નાણાંકીય બોજો શબ્દ

સાંભળીએ ત્યારે *બે પ્રશ્ન*

અવશ્ય થાય છે....

મંત્રીશ્રીઓ, સાંસદો કે ધારા

 સભ્યો નાં પગાર ભથ્થા દલા

 *તરવાડીની* માફક વધે છે

 ત્યારે

કોઇ *છાપાવાળા કે મિડિયા* ને

*બોજો* નથી લાગતો ? ફક્ત

 કર્મચારી માટે જ *બોજો*...?

 

કર્મચારીઓ *સરકારના* 

હાથ પગ છે સરકારનાં કામ

 કરીને *પગાર* મેળવે છે... 


વળી એની નિમણૂક પણ એની

 લાયકાત જોઇ- *ચકાસી* 

ઉંમર, અનુભવ, ભણતર તેમજ 

ઘણી બધી ખાતાકીય *ટેસ્ટ*

બાદ કરી, સરકાર જ્યાં કહે

 ત્યાં જઈને ફરજ બજાવવાની

 હોય છે. આ નિયત પગારમાં

 વધતી જતી મોંઘવારી મુજબ 

સમયાંતરે DA મેળવે છે.. એના

 બદલામાં *બોજો* શબ્દ

 યોગ્ય નથી...

વળી જે *DA* જાહેર થાય છે

 તેના અગાઉ અનેક ગણી

 મોંઘવારી તો વધી ગઈ હોય છે

 તેનું શું...?

અને *બીજો પ્રશ્ન* કર્મચારી ને 

જે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં

 આવે છે તેની સામે સરકાર

 આવકવેરા ની *Limit* તો

 એક પણ બજેટ વખતે 

*(કે જેની કર્મચારીઓને દરેક*

 *બજેટ વખતે અપેક્ષા હોય*

 *છે તે મુજબ)* 

કરવામાં તો આવતી નથી, 

તો આ બોજો અંતે તો

 કર્મચારીઓએ જ

 *વેંઢારવાનો*  ને...? 


DA આપી સરકાર એમાંથી

 અમુક નાણાં તો પાછા લઈ લે

છે.તો ખરેખર *બોજો* કેટલો..?

તો પછી સરકાર પર આટલો

*નાણાંકીય* બોજ એવો 

શબ્દ વાપરીને કર્મચારીઓનું

 અપમાન ન કરવું જોઈએ. 

કોઇ ચૂંટાયેલ વ્યક્તિ

પોતાના  ખિસ્સામાંથી DA 

નથી આપતા...કર્મચારીને તેનો

કાયદાકીય રીતે હક્ક મળેલ છે,

કોઇ ખેરાત, ભીખ કે

 *દયા દાન* નહીં...!!

તે *કોઇ પણની* સરકાર 

હોય કે કોઇ પણ *મિડિયા*

 હોય,તેણે યાદ રાખવું ઘટે...!!


કર્મચારીના ટેક્ષના પૈસા માંથી

અમુક લોકોને મફતમાં *ખેરાત* કે બીલોમા માફી

 વિગેરે કરવામાં આવે ત્યારે *સરકારી નાણાં* નો દુર્વ્યય

 નથી થતો...??


આ સરકાર પરના *બોજ* નો

નહીં પણ *કર્મચારીના*

આત્મસન્માન નો સવાલ છે...!!

સૌએ વિચારવુ જોઈએ...🙏


3.....

મારા મત મુજબ બેસવા જેવું નથી 


કારણ કે નિયમો પાળવા હોય તો બધા જે પાળવા જોઈએ...જે પગાર સબંધ માં અને અન્ય નકામી કામગીરી સબબ નિયમો પાળવામાં આવતા નથી..


અને તાલીમ ની વાત રહી તો દર વર્ષે udies ફોર્મ ભરીએ ત્યારે આપણે દરેક શિક્ષક ને કઈ તાલીમ જોઈએ છે તે કોલમ ભરીને આપીએ છીએ..

એકેય વખત તાલીમ આપવામાં આવી છે ,???


રહી વાત સર્વેક્ષણ ની તો સર્વેક્ષણ માટે 1000 શિક્ષકો પૂરતા છે અને એ પણ તાલુકા સંઘ ની પેનલ જીલા સંઘની પેનલ અને રાજ્ય સંઘ ની પેનલ ને પસંદ કરીને તેના પર સરવે કરી લેવો જોઈએ. 


અને પરીક્ષા ના હોવાનું કારણ પણ જણાવી દવ કારણ કે ભણાવવા સાથે કોઈ નિયમ  ચોપડી ને લેવા દેવા જ નથી...કારણ કે ખરો શિક્ષક માત્ર બાળકો માટે તનતોડ મહેનત કરે છે..તે પરીક્ષાની તૈયારી માં ધ્યાન આપતો નથી...


નિયમ પાળવા તો બધા પેલા પાળો..

9 નું ગ્રેડ સમયસર મલ્લી જવું જોઈએ.

7 માં પગાર પાંચ મુજબ 2016 થી hra  અને મેડિકલ બધું અરિયાસ સાથે મળી જવું જોઈએ.

મોંઘવારી સમયસર પહેલા જ મહિને મળી જાવી જોઈએ.

વધારાની કામગીરી માથી શિક્ષક ને નવરો નથી તેવા દેવામાં આવતો એ બંધ કરવું જોઈએ.

આરટીઆઇ ના નિયમ મુજબ બધે htat આચાર્ય અને શાળામાં પૂરતી સગવડતા આપી દેવી જોઈએ.

2 વર્ષ શાળા સફાઈ ના પૈસા બંધ કર્યાં છે. એ આચાર્યે ઘરના ચૂકવ્યા છે એના હિસાબ કરવા જોઈએ.

શાળામાં બદલાયેલા વિષય ના ચોપડા અને એકમ કસોટી ની નવી બુક હજી આવી નથી એ સમયસર પહેલા જ દિવસે આવી જવિજોઈએ..


આવા નિયમો જો ઉપર થી પાળવામાં આવશે તો શિક્ષક ની પુરિસજ્જતા છે એ પરિપૂર્ણ પરીક્ષાઓ આપીને આવ્યો છે.તો ઓટોમેટિકલી પરિણામ આવવા લાગશે..


અને તેમ છતાં સજ્જતા જોવા માંગતો હોય આપણી આ બોડી તો ખાતાકીય પરીક્ષા આપવાની છુટ અને પ્રમોશન માટે આપી દેવું જોઈએ...પછી આપણા શિક્ષકો ખરી સજ્જતા બતાવી દેશે .કોઈનો વારો પણ નઈ આવવા દે...આ આપણી ચેલેન્જ છે ..🙏🙏🙏🙏 Govind vasava

4.....

*સર્વેક્ષણ.?*


*અરે ભાઈ !!!!*

*આ સર્વેક્ષણ શું છે?*


*કંઈક ખૂણામાં પડી રહેલ આ માનસપટ ને પૃચ્છા કરતાં તેની બીજી તરફની તેની વૈચારિક ભાષાનું વિહંગાવલોકન કરતાં પતંગિયું સ્થિર રહે તેના કરતાં ખૂબ જ ઓછા સમયમાં ત્વરિત જવાબ આપતા મારા વિચારને આપની સમક્ષ મૂકતાં ચિંતન અને મનોમંથન આપની નવી દિશાને જન્મ આપે છે કે કેમ? સ્વયં વિચાર કીજીયે*

_________________________


-- *સર્વેક્ષણનું નામ આપી આવી શિક્ષક સજ્જતા કસોટીની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે તો શું સમજવું?* (દૃષ્ટિભ્રમ) 


.......સ્વયં વિચાર કીજીયે.......


-- *વ્યવસાયિક ધોરણે પાપા પગલી માંડી ત્યારે શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતને ધ્યાને લીધા બાદ શું દર વર્ષે આવી અવસ્થા માંથી પસાર થવાનું?* 


.......સ્વયં વિચાર કીજીયે.......



--- *શું કોઈ સંઘે રાજ્ય સરકાર પાસેથી સદરહુ કસોટી ને વહીવટી કામગીરીના બઢતી, પગારધોરણ, પેન્શન, કે બીજા અન્ય લાભો સાથે જોડવામાં નહિ આવે તેવી લેખિત બાંયધરી લીધેલ છે ખરી?*


........ સ્વયં વિચાર કીજીયે.......



--- *શું શિક્ષકની સજ્જતા પર ભરોસો નથી રહ્યો? કે શું?* *ચૂંટણીલક્ષી કામગીરીમાં શિક્ષકો પણ ભરોસો રખાય છે તો આ સમયે કેમ નહિ?*


....... સ્વયં વિચાર કીજીયે......



*CCC ની‌ પરીક્ષા કમ્પ્યુટર નું જ્ઞાન તપાસવા માટે હતી ને? શું થયું? ફરજિયાત વ્યવસાયિક બઢતી સાથે જોડી દેવાઈ....*


.....સ્વયં વિચાર કીજીયે.....



*હિન્દીની પરીક્ષા આપણી રાષ્ટ્રીય ભાષા હતી માટે તેના ભાષા જ્ઞાન માટે હતી ને? શું થયું? વ્યવસાયિક બઢતી સાથે જોડી દેવાઈ ને?*


......સ્વયં વિચાર કીજીયે.......



*એકમ કસોટી બાળકોની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે હતી ને? શું થયું? શિક્ષક અધ્યયન કસોટી નું નામ સર્વેક્ષણ આપી પરિક્ષાનુ રૂપ આપી દીધું ને?*


........સ્વયં વિચાર કીજીયે.....



*ગુજરાત સિવિલ સર્વિસ રુલ્સની જોગવાઈઓ તેમજ ભારતીય બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ જઈ આપણા અધિકારોનું હનન આપણા દ્વારા કરવામાં આવે? શું મળ્યું?*



.......સ્વયં વિચાર કીજીયે........



*આપણા બધા શિક્ષક મિત્રો આવી કેટલીક કસોટી માંથી હકારાત્મક પસાર થઈ જાય તેમાં બેમત નથી. પરંતુ દર વર્ષે "બકરું કાઢે ને ઉંટ પેસે" તેવી રીતે આવું શું દર વર્ષે સહન કરવાનું? વ્હાલા!!! દર વર્ષે હકારાત્મક પરિણામ ન પણ મળે. એવું પણ બને. તો એવું બને તો તેને વ્યવસાયિક ધોરણે જોડી નોકરીની શૈક્ષણિક લાયકાત નો શું મતલબ રહેશે?*


....સ્વયં વિચાર કીજીયે.....



*અરે ભાઈ સર્વેક્ષણ જ કરાવવું છે ને?*


*તો કરવો સર્વેક્ષણ એવી શાળાનું કે જ્યાં ભંગાર થઈ ગયેલ શાળાના ઓરડા નીચે કચડાઈ જવાની આડમાં બાળકો શિક્ષા લઈ રહ્યા છે... આપી તેમને પૂરતી સગવડ...*



......શું એ યાદ નથી આવતું?....



*કરવો સર્વેક્ષણ કે જ્યાં મોબાઈલ કે ટી.વી ના અભાવે ઓનલાઈન શિક્ષણ થી વંચિત રહી ગયેલ બાળકોને ટેકનોલોજી સંલગ્ન સાધનો પૂરા પાડી ખામી દૂર કરો.*



......શું એ યાદ નથી આવતું?....



*કરાવો સર્વેક્ષણ જ્યાં શાળા શરૂ થતાં જ એકમ કસોટીના પુસ્તકો પૂરતા બધાને મળેલ છે કે કેમ? ગરીબ બાળકો તેમના ખર્ચે ખરીદેલા ચોપડામાં લખવા મજબૂર થાય છે.. તો તેમને લખવા માટે જરૂરી સામગ્રીની જરૂર છે કે નહિ? કરાવો સર્વેક્ષણ એનું...* 


.....શું એ યાદ નથી આવતું?.....



*કરાવો સર્વેક્ષણ કે જ્યાં કોરોના ના સમયમાં બાળકો શાળામાં આવે તો કોરોના નો ડર? અને શિક્ષકો શેરી શિક્ષણમાં બાળકોના ઘરે જઈ શૈક્ષણિક કાર્ય કરે તો કોરોના અળગો રહે? કરાવો સર્વેક્ષણ એનું?*



.....શું એ યાદ નથી આવતું?....



*કરાવો સર્વેક્ષણ જ્યાં શાળાને સમયસર ગ્રાન્ટ નથી મળતી તો કેમ નથી મળતી?*



....શું એ યાદ નથી આવતું?.....



*કરાવો સર્વેક્ષણ જ્યાં બાળકોને સમયસર પાઠ્યપુસ્તકો નથી મળતા તો કેમ નથી મળતા? તેના માટે શું કરવું?*



......શું એ યાદ નથી આવતું?....



*કરાવો સર્વેક્ષણ જ્યાં બાળકોને શિક્ષણમાં ટેકનોલોજી સભર બનાવવા માટે તકલાદી કોમ્પ્યુટર બગડી ગયેલા છે તેના સ્થાને નવા કોમ્પ્યુટર તાત્કાલિક અસર લથી કેવી રીતે આપી શકાય?*



....શું એ યાદ નથી આવતું?.....




*કરાવો સર્વેક્ષણ જ્યાં દિલ્હીની સરકાર દ્વારા સ્કૂલોની કાયાપલટ કરવામાં આવી અને આપણી આવી શાળાઓનું નિર્માણ કઈ રીતે કરવું?*



.....શું એ યાદ નથી આવતું?.....




*કરાવો સર્વેક્ષણ જ્યાં ગુણોત્સવ ના માર્ક્સ માં જ રસ હોય પરંતુ શાળાકીય ભૌતિક સુવિધાઓ ની ઉણપને કારણે ગુણોત્સવમાં મૂલ્યાંકન માં થતી ઘટને પૂર્ણ કરવા શું કરવું?*



....શું એ યાદ નથી આવતું?.....




*કરાવો સર્વેક્ષણ કે જ્યાં નવા ટેકનિકલ યુગમાં બાળકોને ટેકનોલોજી થી સભર બનાવવા કેવા ટેકનિકલ સાધનો પ્રોવાઇડ કરવા જેથી બાળકો જ્ઞાન ગમ્મત સાથે અને દૃશ્ય શ્રાવ્ય સાધનો વડે સહેલાઈથી જ્ઞાન મેળવી શકે.*



....શું એ યાદ નથી આવતું?.....



*કરાવો સર્વેક્ષણ કે જ્યાં આવા આપણા કસોટીના નામ પર સર્વેક્ષણ કરવા સબબની પરીક્ષા લેવામાં આવનાર છે તેના માટે કેટલા ટકા શિક્ષકો તૈયાર છે?*



.....શું એ યાદ નથી આવતું?....



*હાલી નીકળ્યા છો સર્વેક્ષણ કરવા?* 


*હા બાળકો અને શિક્ષકોના હિત માટે કોઈ પ્રયત્નો થવા જોઈએ પણ એ પણ જોવું જોઈએ કે શું આવા સર્વેક્ષણ થી કોઈ નવી ધાડ પાડી લેવાના નથી કેમ કે મારો શિક્ષક સમાજ હંમેશાં વર્ગમાં સારું કામ કરતો જ આવ્યો છે.. પણ જ્યાં જ્યાં કચાસ છે ત્યાં ત્યાં ભૌતિક સુવિધાના અભાવે અને સમયાંતરે બાળકોને સુવિધાના અભાવે.*


*આવો સૌ અભ્યાગત (શિક્ષક)  મિત્રો સાથે મળી એકજૂથ થઈ આપણા અને બાળકોના હિતોનું રક્ષણ કરીએ...*



*ભુપેન્દ્રસિંહ જાદવ*

( જાફર ગંજ પ્રા.શાળા, તારાપુર)

*M.A, L.L.B, L.L.M, D.L.Eld, CPCS, SEDE*

5.....

સરકાર ના અધિકરીઓ પોતાની નિષ્ફળતા ઓ નું ઠીકરું શિક્ષકો ના માથે થોપી દેવાનું આ કારસ્તાન છે......

👉 પ્રજ્ઞા અભિગમ:::: આ નિષ્ફળ ગયેલો પ્રોજેક્ટ છે.. તેના કારણે કેટલાય બાળકો વાંચન.. ગણન..લેખન...માં નિષફળ છે.....હાલ જે પ્રજ્ઞા અભિગમ થી ભણાવે છે....તેમને..જ પૂછી..લો.. તેના માટે આપણા શિક્ષકો પણ .. જવાબદાર છે....બધું પોઝિટવ રિવ્યૂ આપી.... આપણા માથે થોપાઈ ગયો...હા...તેના માટે વર્ગડીઠ .. શિક્ષક...છે... હલમાં.,.


👉તેના પરિણામે બીજો... પ્રોજેક્ટ...વા. ગ. લે....

વિદ્યા મિશન......

👉આ પુરુ થાય ત્યાં એકમ કસોટી.....નું ભૂત આવ્યું...અધ્યયન નિષ્પત્તિ ઓ..... તેમાં...પાંચ માંથી...ચાર માર્કસ ..હોય..તો પણ ..તેના..માટે.. પ્રયત્ન....ચાલુ રાખો.... પરિણામ...તમારો ...ચાલવવનો .. અભ્યાસક્રમ..પૂરો...ના કરી ...શકો...શિક્ષકો...પણ.. આ ..સ્વીકારી લીધું...

તાત્કાલિન..સંઘ..પણ ... વિરોધ ...ના કરી શક્યું...હા..અઠવાડિયાનું...પંદર..દિવસ..થયું...પહેલા.. બ્લેક બોર્ડ..માં ..લખાવતા.. કસોટી....તેના પર ... અધિકારી..ઓનો..વિશ્વાસ..ના...રહ્યો... વ્યક્તિગત..આપો...કેટલા..માનવ..કલાકો..નો...નાશ..આખા રાજ્ય માં કેટલા ટ ન...કાગળો...કેટલા ઝાડ..નો વિનાશ... આપણે એ પણ.. સ્વીકારી.. લીધુ..વિરોધ..તો...ના . જ.. કરાય...સરકાર ની નીતીઓ નો વિરોધ..ના ..થઈ..શકે... આવું.. આપણા .. માનસ...માં .. ઠસાવી.. દીધું... આપણે ...એ..પણ.. સ્વીકાર ..લીધું... શિક્ષણ માં અમે..કહીએ.. તે. જ..કરવાનું...તમારી સમસ્યાઓ..નહિ...

👉નવું ...ફોર્મેટ...ના..નામે.. ગુણોત્સવ..૨.૦..નામ. આપી..યાત્રા..ચાલુ..રહી...👉 આ અધ્યન નિષ્પત્તિ. ઓ...ચેક..કરવા..નવી .. ફોજ.. ઊભી..કરી..

S.I. ...તેમને મૂળ શાળા નો હક્ક..ચાલુ..રાખવાની..માગણી..કરી..પરિણામ... ત્યા...કામચલાઉ..કે..પ્રવાસી.. શિક્ષક..મૂકવાની..વાત.. આવી..કોઈ શિક્ષક...મૂકયો..નહિ...પરિણામ..આવી.. રાજ્ય ભરની.. કેટલીય..શાળા..ઓમમાં.જેતે.. વિષય... ભણવાથી..બાળકો...વંચિત...થયા...આજે ...કેટલાય 

... શિક્ષક.....s.i.. નામ થી..ડરતા..થઈ..ગયા........👉અધિકારી .. ગણ...પણ ..સમજી ગયા.કે... પ્રાથમિક... શિક્ષકો...ની... માનસિકતા.... હોદાઓ..નો બહુ ..જ રસ .છે... તેમનો થાય.. તેટલો...ઉપયોગ.. કરીલો.......

.👉પરિણામ...આપણે ..જોઈ..રહ્યા.. છીએ..કે.. આ.. નવા.. હોદ્દાઓ.... આપણા પર .. જ.. આપણે.. કુહાડી.. મારી...                    

👉 આજે..શિક્ષક..એક.. બિચારું... ડરપોક... પ્રાણી..થઈ..ગયા.. છીએ.. પહેલાનો.. જે...શિક્ષક..જે..ફ્રેશ.. મૂ ડ...માં આવતો . તે..આવા.નીત નવા... કાર્યક્રમો...થી.. તનાવગ્રસ્ત..થઈ..શાળા એ..જાય..છે...બીજું વહીવટી કામ તો...અનેક.. ગણું......

👉 હમણાં.. કમાંડ.. એન્ડ..કંટ્રોલ..માં..smc... ની મંજુરી ..લઈ... જેણે...જવું ..હોય..તેની.. પરિક્ષા. લેવાઈ...

👉અધ્યન નિષ્પત્તિ..ઓનનું  ભૂત. તો એટલા ..સુધી... વર્ગ્યુ..છે..કે... શિક્ષક....તેમાંથી...ઊંચો. જ ..નથી..આવતો...૮૦. ટકા..બાળકો ને ૮૦ ટકા.. આવડવું.. જોઈએ.... આગળનો... અભ્યાસ..ક્રમ..જે.  થવું..હોય.. તે...

👉 પરિણામ..કાગળ..પર.. જ..રહ્યું....આપણે.   બધા... જાણી એ છી એ..

પાછા.. હતા..ત્યાં ના ત્યાં...નિદાન .. કસોટી....પાછું.. જ્ઞાન..દીપ.

તેની...અધ્યન નિષ્પત્તિ....રિપોર્ટ ..કાર્ડ...👉 પરિણામ...સ્વરૂપ... શિક્ષક... દિનપ્રતદિન...ઉલજન... માનસિક..પરિતાપ. નો..ભોગ..બનતો..જાય..છે..👉દરેક ને ઈશ્વર નો ડર હોય ..છે..બધા .. ભણાવે.. જ..છે.. શિક્ષક... બેબસ...થઈ..ગયો..છે..👉નવો કાર્યક્રમ... શિક્ષક સજ્જતા .. સર્વેક્ષણ.....પાછું... શિક્ષક... રિપોર્ટ..કાર્ડ..અમે તો..બધું.. બરાબર.. કરીએ.. છીએ..પણ... શિક્ષકો...માં .. કચાશ ..છે... ઠીકરું.. આપણા..પર...

👉 જયાં સુધી જે દેશનો શિક્ષક.... તણાવગ્રસ્ત...હશે... ત્યાં..સુધી... સવસ્થ..નહિ ..હોય.. ત્યા... સુધી.... શિક્ષણ..ની તંદુરસ્તી...સારી..નહિ..રહે... પછી..ભલે.. કેટલુંય.. મોનીટરીંગ...હોય...કેટલાય.. સાહેબો....હોય....

                 ...એક જાગૃત શિક્ષક ની મનોવેદના....


🙏🙏 જય હિન્દ....


6.....


*ગુજરાતના PTC / Bed ભાવી શિક્ષકો આટલું વાંચી લેજો. 👇🏼*


ચાલુ શિક્ષકો તો ખાસ.👇🏼👇🏼


*સર્વેક્ષણની ચર્ચામાં શિક્ષકોને રોકી રાખી, શિક્ષણના ખાનગીકરણનું મહાભયંકર ષડયંત્ર.*


છેલ્લા 10 થી 15 દિવસ માં શિક્ષકો ના જેટલા ગૃપો છે તેમાં સર્વેક્ષણ ના બહાને જે પરીક્ષા યોજાવાની છે તેની ચર્ચા ચાલુ છે. તેની આડમાં ગુજરાત સરકાર શ્રી એ અને પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી એ એક ભયંકર ખેલ પાડી દીધો. તેમાં કોઈ શિક્ષકો એ ચું કે ચાં ના કરી અને સરકાર તેના મન્સુબમાં સફળ થઈ ગઈ. PPP માં દરેક તાલુકા દીઠ એક એક્સલન્સ શાળા આપવાની છે. તેની દરખાસ્તો પણ ગાંધીનગર પહોંચી ગઈ. 


2000 થી 5000 બાળકોની એક શાળા આપવાનું નોટિફિકેશન અને તેનો જી.આર. અને તાબડતોબ જાહેરાત આપી એન.જી.ઓ.પાસેથી દરખાસ્તો પણ મંગાવી લીધી. હવે તેની મંજૂરી માટે લાખો કરોડોની બોલી લાગશે. હાલ સરકારી શાળા માં એક બાળક દીઠ સરકાર શ્રી અંદાજે 25,000 વાર્ષિક ફાળવણી કરે છે. એક્સલન્સ શાળા માં સીધા એક બાળક દીઠ 60,000  એન.જી.ઓ ના ખાતામાં ફાળવણી કરશે. RTI માં માત્ર 10,000 સરકાર ચુકવણી કરે છે. જ્યારે આમાં સીધા 60,000  કોના બાપની દિવાળી કે કોના બાપનું ગુજરાત. !!!!!!!!


ચિંતા અને ચિંતન કરવું હોય તો સ્હેજ આ બાબતે પણ કરો. આના કેવા દુષ્પરિણામો આવશે તે જોઈ લઈએ. 👇🏼👇🏼


(૧) દરેક તાલુકામાં એક એક્સલન્સ શાળામાં વચ્ચે નો આંકડો લઈ 4000 બાળકો નો પ્રવેશ માની લઈએ તો પણ 4000 ભાગ્યા 40 =100 શિક્ષકો ફાજલ થશે.

(૨) હાલ 33 જિલ્લામાં થી 25 જિલ્લામાં OP ના પ્રશ્નનો છે. તે જિલ્લામાં થી બહારના જિલ્લામાં  નોકરી કરવા જવું પડશે.

(૩) આગામી 10 વર્ષ સુધી એક પણ ટેટ કે ટાટ વિદ્યા સહાયક ની ભરતી નહિ થાય.


(૪) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં એક બાળકી દીઠ 25,000 ની ગ્રાન્ટમાંથી 20% રકમ ભ્રષ્ટાચાર માં પરત જાય છે. એન.જી.ઓ.ની એક્સલન્સ શાળા માંથી કેટલી રીકવરી થશે. થશે તેની કલ્પના દરેક નાગરિક કરી શકે છે.

(૫)ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે. તેના કરતાં મસમોટો ભ્રષ્ટાચાર શિક્ષણ વિભાગ માં ઉભો થશે. નૈતિક મૂલ્યોનું નિકંદન નીકળી જશે.


(૬)એન.જી.ઓ. આટલી બધી ગ્રાન્ટ લીધા પછી પણ તેમાં ભરતી થયેલા શિક્ષકો નું શોષણ કરશે.

(૭) નવયુવાનો નું શોષણ થવાના કારણે સંવિધાન ની શોષણવિહીન સામાજરચના ની વિભાવના નો ગુજરાત સરકાર મૃત્યુઘંટ વગાડશે.


કોઈપણ ભોગે PPP એક્સલન્સ શાળાઓનો વિરોધ જો આજે નહીં કરીએ તો આગામી પેઢી માફ નહીં કરે.

*🚫 પી.ટી.સી. અને બી.એડ. કરેલા મિત્રો સુધી પણ આ સંદેશો પહોંચાડો. તેઓનું ભવિષ્ય અંધકારમય છે.* સડક પર ઉતરે  નહીંતર નોકરીની રાહમાં કોઈ ના રહે.


*આ મેસેઝ ને એટલો ફેલાવો કે ગુજરાતમાં એક જનઆંદોલન ઉભું થાય.*


7.....

😡 *એક હતો નબળો વાલી* 😡


👉હમણાં સર્વેક્ષણ બાબતે આખા રાજ્યમાં ધમધમાટી હાલે છે. એમાં કાયમની ટેવ મુજબ એક નબળું વાલી મંડળ પણ ઘુસ્યું છે.

👉એનો નબળો પ્રમુખ પણ ખતરનાક રીતે નબળો છે જેણે સરકારને વિનંતી કરી છે કે નબળા શિક્ષકોને તાલીમ આપી એની પરીક્ષા લો અને ન આપે તો એની ઉપર પગલાં લો.


😡 *અરે રે ગાંડા નબળા વાલી* ! તને આ શું સુજ્યું તી બફાટ કરી મેલ્યો ?


👉 *તારા કેટલા છોકરા હાલ સરકારી શાળામાં ભણી રહ્યા છે ?* 

👉 *તને પરમ મૂરખ એટલે કે પ્રમુખ બનાવ્યો કોણે ?* 


😡 *હે પરમ મૂરખ પ્રમુખ,* 

શુ તને કમળો થયો છે ? તી તું નંબળો છે એટલે તને બધા નબળા દેખાવા લાગ્યા ?

તારી દવા તો એકાદ દિવસમાં જ થઈ જશે. જ્યાં સુધી તું આજ લેટર પેડ પર લખીને માફી નૈ માંગે ત્યાં સુધી તો જરાક વધુ પડતી હેરાનગતિ થાહે. 

👉 *અમને નબળા કેનારો તું કોણ ભાઈ ?* 


👉કે પછી નબળી માનસિકતા ને લીધે આવું લખાઈ ગયું છે.


👉કે પછી કોઈએ તારી પાહે લખાવ્યું છે ? હિમ્મતવાળો હોય તો નામ દે એનું જાહેરમાં એટલે એનેય સમજાવીએ કે નબળા કોણ છે !


😡હજી આના વિશે તો પાના પાના ભરી શકાય એમ છે. 😡


👉 *ખાસ નોંધ :* આ નબળો વાલી પોતાની રીતે બની બેઠેલો નબળો પરમ મૂરખ એટલે કે પ્રમુખ છે. *આ નરેશ શાહ (નબળા વાલી મંડળનો નંબળો પ્રમુખ)નો મોબાઈલ નંબર* 

 *9426628083* 


👉આની શાન ઠેકાણે લાવવા દરેક શિક્ષકને વિનંતી છે કે ફોન કરે અને આની પાસેથી સ્પષ્ટતા માંગે અને જાહેરમાં લખ્યું છે તો જાહેરમાં જ માફી માંગણી થાય તે આવશ્યક છે.

 👉*વિશેષ નોંધ :* આ નબળો વાલી જેને આ પત્ર પણ લખતા નથી આવડ્યો એ પરમ મૂરખ એટલે કે પ્રમુખ છાશવારે ટીવીમાં ટોક શો માં આવ્યા કરે છે અને એની નબળી વાતોથી શિક્ષણની પથારી ફેરવે છે. જે ટીવીમાં આ નબળા પ્રમુખને બોલાવવામાં આવે એ ચેનલ પણ બ્લોક કરી દેવી જેથી આવા નબળા વાલી ત્યાં પહોંચે નહીં.


👉 *અતિ વિશેષ નોંધ :* જ્યારે કોરોનાં કાળમાં ખાનગી *શાળાઓની ફી ના વિરોધ* માટેનો કેસ ચાલ્યો ત્યારે *75* % ફી દરેક વાલીએ ભરવી જોઈએ એવું લેટરપેડ પર લખીને આપનાર આજ પરમ મૂરખ એટલે કે પ્રમુખ હતો. જેના લીધે *ગુજરાતના લાખો વાલીઓને ખાનગી શાળાની ફી ફરજીયાત ભરવી પડી છે.* *વાલીઓનો દ્રોહ કરનાર આવો નબળો વાલી કોઈની છત્રછાયામાં કામ કરતો હોવો જોઈએ અન્યથા આમ બોલવાની હિંમત એનામાં ક્યાંથી આવી ?* 😡😡😡

👉આવા નબળા માણસને પ્રમુખ બનાવનાર તમામને જો આ મેસેજ મળે તો તાત્કાલિક અસરથી આને પરમ મૂરખ પદેથી હટાવો અને એની સોશિયલ મીડિયામાં જાહેરાત કરાવડાવો.


👉 *ઉપર નંબર આપ્યા જ છે તેમ છતાં અહીં બીજીવાર લખેલા છે* .

 *9426628083* 


👉આજેજ આ નબળા પરમ મૂરખ એટલે કે પ્રમુખને સીધો દોર કરો.🙏🙏🙏🙏🙏🙏

જ્યાં સુધી જાહેરમાં માફી ન માંગે ત્યાં સુધી સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવા વિનંતી. જેથી આવી હિંમત બીજો કોઈ ન કરી શકે.

 

👉 *લી. એક સ્વાભિમાની અને સબળો શિક્ષક.*


8.....


9.....

નરેશ શાહ 
ઓલ ગુજરાત વાલી મંડળ 

વિષય : ગુજરાતી સુધારી લેવા બાબત અને ખોટા ખોટા કાગળો ન લેવા બાબતે.

સોશિઅલ મીડીયા પર આપે લખેલો પત્ર મળ્યો, સૌથી પહેલા આશ્ચર્ય એ થયું કે આવડા મોટા વાલી મંડળના પ્રમુખ પોતાના પત્રમાં ૨૦ કરતાં પણ વધારે એ પણ ગુજરાતી ભાષામાં કેવી રીતે ભુલો કરી શકે, તો પ્લીઝ જો આ આપનું જ લખાણ હોય તો પોતાનું ગુજરાતી સુધારી લે જો, વ્યાકરણ શીખી લેજો જેથી ભવિષ્યમાં આવા પત્રો લખવા બેસો તો ખોટી આબરુ ન જાય આપને ભણાવેલ નબળા શિક્ષકની.

આપે સરકારી શાળાઓની બાબતમાં વાત લખી છે તો માની લઈએ આપના બાળકો પણ સરકારી શાળામાં ભણતા હશે અથવા તો સરકારી શાળામાં ભણ્યા હશે, તો જ તમને આટલી બધી ચિંતા થાય, કે ક્યાંક નબળા શિક્ષકના હાથમાં આપનું બાળક ન ભણે, આપને જણાવી દઈએ કે, સરકારી શાળાના શિક્ષક બનવા માટે TET, TAT, HTAT જેવી પરીક્ષાઓ પાસ કરી  પોતાની ક્ષમતા સાબિત કરીને પછી શિક્ષક બને છે. એક પરીક્ષા વધુ આપી દેશે તોય કોઈ ફરક નહીં જ પડે પણ એ શિક્ષકોને નક્કી કરવા દો તો વધુ સારું.

¶ તમને આ સમયે ચિંતા કેમ ન થઈ ? 
- તમને ખબર છે સરકારી શાળાના શિક્ષકોએ ૨૫૦૦/- નજીવા પગારે પાંચ વર્ષ નોકરીઓ કરી છે. ત્યારે તમને શિક્ષકોની ચિંતા ન થઈ?
-  બાળકોની ચિંતા ત્યારે કેમ નથી થતી જ્યાંરે સરકાર દ્વારા શિક્ષણ સિવાયનાં અનેક અન્ય કામો સોંપવામાં આવે છે, તીડ ઉડાવવા, ટોયલેટ કરતાં લોકોના ફોટો પાડવા, કે પછી ચુંટણી પ્રક્રિયા, કે પછી અન્ય કંઈપણ નવું આવે એટલે શિક્ષકોને જ કામે લગાડવામાં આવે છે. ત્યારે આપનું વાલી મંડળ કેમ અવાજ નથી ઉડાવતુ? 
- શિક્ષકોની સમસ્યાઓ પર કેટલીવાર આપે અવાજ ઉઠાવ્યો? 

¶ નકલ રવાનાં 
- સોશીયલ મીડીયા
- તમામ શિક્ષકો. 
- વાલીઓ
- નાગરીકો 

~ જાગૃત નાગરિક તરફથી આપને પણ પત્ર

10.....

11.....



12.....

*રાજ્યમાં તા. ૨૪ ઓગસ્ટ-મંગળવારે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે*:- શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા* 
.....
-: *શિક્ષણમંત્રીશ્રી* :- 
*આ સર્વેક્ષણ ફરજિયાત નથી કે કોઇ કસોટી-પરીક્ષા સ્વરૂપે નથી-તેની નોંધ પણ શિક્ષકની સર્વિસબૂક કે કેરિયરમાં લેવાશે નહિ-સર્વેક્ષણ યથાવત રહેશે*

*શિક્ષક સંઘોનો બહિષ્કાર કે વિરોધ નિરર્થક છે* 

*શિક્ષક સંઘો સાથે બેઠકો યોજી સંમતિ મેળવી તેમની જ અનુકૂળતા મુજબ તા.ર૪ ઓગસ્ટે સર્વેક્ષણનું આયોજન સરકારે કર્યુ છે*

*ગુજરાતે શિક્ષક સમુદાયના સક્રિય સહયોગ-યોગદાનથી શાળાપ્રવેશોત્સવ-ગુણોત્સવ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી દેશભરમાં સફળ પહેલ કરી છે હવે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લેશે* 

*સર્વેક્ષણનો હેતુ રાજ્યમાં શિક્ષણ ગુણવત્તા સુધારણા અને શિક્ષકોને સમયાનુકૂલ પરિવર્તન-ફેરફારો સામે સજ્જ કરવાનો છે*

*રાજ્યના ૧.૧૮ લાખ શિક્ષકોએ સર્વેક્ષણ આવકારી તેમાં જોડાવા સંમતિ આપી છે* 
......
*રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં તા.ર૪ ઓગસ્ટ-ર૦ર૧ એ યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને તેમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવો સ્પષ્ટ મત શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કર્યો છે*. 
*શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના થઇ રહેલા વિરોધને નિરર્થક વિરોધ ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે-ફરજિયાત નથી. એટલું જ નહિ, તે કોઇ કસોટી કે પરીક્ષા સ્વરૂપે નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ*.
શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તથા શિક્ષણના હિતમાં રાજ્ય સરકારે આ આયોજન કરેલું છે. બાળકને તેની કક્ષા-ધોરણ પ્રમાણે લખતા, વાંચતા અને ગણતા આવડે તે ધ્યાને રાખીને શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરાય છે. 
*શિક્ષણમંત્રીશ્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી*. 
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષક સંઘો સાથે બેઠક યોજીને તેમની સહમતિ મેળવી તેમને અનુકૂળ તારીખે એટલે કે તા.ર૪ ઓગસ્ટે આ સર્વેક્ષણનું આયોજન કર્યુ છે એમ તેમણે જણાવ્યું હતું.  
*શિક્ષણ મંત્રીશ્રીએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જે પહેલ રાજ્યમાં થઇ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા છેવાડાના વિસ્તારની શાળાના બાળકો-શિક્ષકોનું હાજરી સહિતનું મોનિટરીંગ જેવી પહેલ શિક્ષક સમુદાયના સક્રિય સહયોગથી દેશભરમાં એકમાત્ર ગુજરાતમાં થઇ છે હવે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લઇ રહ્યું છે*. 
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના ૧.૧૮ લાખ જેટલા શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણને આવકારી તેમાં જોડાવાની સંમતિ આપી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. 
તેમણે એમ પણ જણાવ્યું કે, શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયાનુકૂલ અનેક ફેરફારો આવતા રહે છે તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ જરૂરી પણ છે. 
શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, શૈક્ષિક સંઘના બંધારણમાં પણ શિક્ષકોને સમય અનુરૂપ જ્ઞાન-શિક્ષણ પ્રક્રિયાને સુસંગત સજ્જ થવાનો ઉલ્લેખ છે જ. શૈક્ષિક સંઘની આ અંગે સંમતિ લઇને જ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યુ છે. એટલે તેના બહિષ્કારની ઘોષણા વ્યાજબી નથી જ.  
તેમણે સમગ્ર રાજ્યના ૧.૮૦ લાખથી વધુ શિક્ષકોને અપિલ કરી છે કે આ અભિયાન શિક્ષકો માટે, આવનારી પેઢી સમાન હાલના બાળકો માટે અને નવી શિક્ષણ નીતિમાં જેને મહત્વ અપાયું છે તે પાયો મજબૂત કરવાના ફાઉન્ડેશન એજ્યુકેશનના ધ્યેયને સાકાર કરવા માટે છે. 
શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે, વર્ષ ર૦૦૯માં યુ.પી.એ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નો-ડિટેન્શન પોલિસી લાવવામાં આવી તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે અને જે નૂકશાન થયું છે તેને ભરપાઇ કરવાનો આ સરકારનો પ્રયાસ છે. 
શ્રી ભૂપેન્દ્રસિંહજીએ રાજ્ય શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બેયને અપિલ કરી છે કે રાજ્યનું બાળક ગુણવત્તાયુકત શિક્ષણ મેળવીને ભાવિ નાગરિક તરીકે આગળ વધે તે સરકાર, સમાજ અને શિક્ષક સમુદાય સૌની જવાબદારી છે. 
આ સામાજિક દાયિત્વ નિભાવવા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં રાજ્યનો શિક્ષક સમુદાય જોડાય તેવો અનુરોધ શિક્ષણ મંત્રીશ્રીએ કર્યો છે. 
શિક્ષણ મંત્રીશ્રી સાથે આ વેળાએ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી જોષી, જી.સી.ઇ.આર.ટી.ના નિયામક શ્રી તુષારભાઇ પણ જોડાયા હતા. 
સી.એમ-પીઆરઓ/અરૂણ.... .....










Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...