દ્રષ્ટિ...

એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઈ રહ્યા હતા . એક વિદ્યાર્થી પાસે જઈને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછયો , “ બેટા , હું તને એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? ' ' પેલા વિદ્યાર્થીએ આંગળીના વેઢા ગણીને થોડોક વિચાર કરીને જવાબ આપ્યો , ‘ ‘ સાહેબ , તો કુલ ચાર થાય . ' શિક્ષકને લાગ્યું કે આ વિદ્યાર્થીને બરોબર સંભળાયું નથી લાગતું એટલે એણે પ્રશ્ન રિપીટ કર્યો . ‘ બેટા જો બરોબર ધ્યાનથી સાંભળ હું તને એક સફરજના આપું અને પછી ફરી પાછું એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો ! તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? ' ' પેલા વિદ્યાર્થીએ ફટાક દઈને જવાબ આપ્યો , ‘ ‘ સર કુલ ચાર સફરજન થાય . ' શિક્ષકને થયું આ વિદ્યાર્થીને કંઈક અલગ રીતે પૂછું એટલે એણે પેલા વિદ્યાર્થીને પૂછયું , ‘ ‘ બેટા , તને સૌથી વધુ ક્યું ફળ ભાવે ? ' ' છોકરાએ કહ્યું , ‘ ‘ સાહેબ , મને કેરી બહુ જ ભાવે . ' ' શિક્ષકને થયું એના મનપસંદ ફળની વાત કરીશ એટલે ધ્યાનથી સાંભળશે . ‘ બેટા , હવે સાંભળ જો હું તને એક કેરી આપું અને પછી ફરીથી એક કેરી . આપું અને ફરી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય ? ' ' પેલા છોકરાએ જવાબ આપ્યો , “ સર , મારી પાસે કુલ ત્રણ કેરી થાય . ' ' જવાબ સાંભળીને શિક્ષકે કૂદકો માર્યો . ‘ ‘ શાબાશ બેટા તું બિલકુલ સાચો છે , બેટા હવે મને જવાબ આપ કે હું તને એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? ' ' પેલા એ જવાબ આપ્યો , ‘ સર , તો મારી પાસે કુલ ચાર સફરજન થાય . જવાબ સાંભળીને શિક્ષકને પોતાના વાળ ખેંચવાનું મન થયું ગુસ્સાથી પેલા વિદ્યાર્થીને કહ્યું , ‘ ડફોળ ચાર સફરજન કેવી રીતે થાય ? ' ' છોકરાએ પોતાના દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢીને કહ્યું , ‘ સર મારી મમ્મીએ એક ભાગમાં આપ્યું છે ! ' જીવનમાં પણ આવું જ બને છે . આપણે સામેવાળા પાસેથી જે જવાબની અપેક્ષા રાખતા હોય એ જવાબ ન મળે ત્યારે આપણી હાલત આ શિક્ષક જેવી જ થાય છે . અરે ભાઈ ઘણીવાર એવું પણ બને કે સામે વાળી વ્યક્તિને જે દેખાતું હોય તે આપણને ન દેખાતું હોય !

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...