પુસ્તક દિવસ....


[23/04, 08:52] +91 99989 42198: પુસ્તકોને કાયમ  કોરોન્ટાઈન કરીને રાખે છે લોકો
મટી શકે નહીં એવો કોરોના જાણે થઈ ગયો હોય
                મૌન
પુસ્તક દિવસની  શુભેચ્છા
[23/04, 09:39] +91 98252 55620: વિશ્ર્વ પુસ્તક દિવસની સૌને શુભકામનાઓ..

તા,૨૩ મે એ સમગ્ર વિશ્વમાં વર્ડ બુક ડે તરીકે ઉજવાય છે.આ વિશ્ર્વ પુસ્તક દિવસની પરિકલ્પના મારા ભત્રીજા પિયુષની દિકરી મહેક (ટીની) કે હજુ છઠા ધોરણમાં અભ્યાસ કરે છે તેણે પોતાના શોખના વિષય ડ્રોઈંગમાં સાકાર કરી છે.

માણસ પાસે પુસ્તક હોય ત્યારે એને એકલું લાગતુ નથી.પોતાના આ શોખને પુર્ણ કરવા લોકો અસંખ્ય પુસ્તકો વાંચતા હોય છે.શોખના વિષય તરીકે લોકો પુસ્તકો પર અનહદ્ પ્રેમ કરે છે.એમ કહુ કે ગાંડા બને છે.એટલે જ લાયબ્રેરી અસ્તિત્વમાં આવી છે.
લાયબ્રેરીમાં નિયમિત વાંચન કરવા જતા અસંખ્ય લોકો છે તો લાયબ્રેરીમાંથી દરોજ પુસ્તકો વાંચવા માટે લઈ જતા સેંકડો લોકો છે.અસંખ્ય પુસ્તકો વાંચવાના શોખીનો પોતાના મગજમાં લાયબ્રેરી બનાવી લે છે એટલે કે એમને પુસ્તકો પ્રત્યે અનહદ પ્રેમ હોય છે. આવા પુસ્તક પ્રેમી લોકોની પરિકલ્પના ટીનીએ એના મનગમતા વિષય ચિત્રકામમાં ઉતારી છે.આવો વિચાર આવવો એ જ મોટી વાત છે.અને વિચારને એના મનગમતા વિષયમાં મનભાવન રીતે ઢાળવો એ કલાકારની મહાનતા હોય છે.આટલી નાની ઉમરે આવા વિચારોને પ્રાધાન્ય અપાય એ અપને આપમે બહોત બડી બાત હૈ.

અમારા પરિવારની દિકરી ટીની પર અમને સૌને ગર્વ છે.
We proud of Tini..

વિશ્ર્વ પુસ્તક દિવસની સૌ ને શુભકામનાઓ...

દિનેશભાઈ સોની,
રાપર કચ્છ.
[23/04, 11:07] +91 6355 806 550: *વેણ બોલે તો ઠીક ,*

*બોલે જો નેણ...*

*તો જીવલેણ....!!*
[23/04, 11:38] +91 99787 35736: 🔰
  પુસ્તક કહે છે-
  જેની પાસે
 વાંચવાનો સમય નથી, ત્યાં મને
 અાપવા કરતાં,
  પસ્તીમાં અાપી
  દેજો....
  મને નથી વેઠવો અાજીવન
  કારાવાસ....!
  🔰
  - ખ્વાબ...
[23/04, 11:54] +91 98246 01443: બોલાયેલા શબ્દો કરતા,
લખાયેલા શબ્દો,
મને હંમેશા વધારે વ્હાલા લાગ્યા છે.

Happy પુસ્તક day 📖📚

🌸🌺🌸
[23/04, 13:40] +91 98206 11852: મંદિરનો જીર્ણોદ્ધાર
કરવાની તો આપણી
પહોંચ નથી.
તો ચાલો,
આપણા પ્રિય
પુસ્તકનાં મરડાયેલાં પાનાં
ઠીક કરી,
ગમતી પંક્તિઓને
ભેટીએ.
પુસ્તક અને પ્રભુની રાશિ
તો એક જ છે ને !
                         ગુલાબ
[23/04, 13:42] +91 99989 42198: બિન્દાસ રૂપિયા છુપાવી દઉં છું પુસ્તકના પાનાની વચ્ચે
હાલના સમયમાં ક્યાં કોઈ પુસ્તકને અડકે છે ભલા
                  મૌન
[23/04, 13:46] +91 99989 42198: પડછાયો ખુદનો એક મોબાઈલમાં જોઈ ને
પુસ્તક રડી પડ્યું અસ્તિત્વ ખુદ નું ખોઈને
વિનોદ બી ગુસાઈ"મૌન"
[23/04, 16:10] +91 98252 55620: *પુસ્તક..*

*વાંચન નું કારણ  પુસ્તક છે,*
*વંચાતું નથી બંધ પુસ્તક છે.*

*મારો એક શોખ  વાંચન છે,*
*કરી લીધો પ્રબંધ પુસ્તક છે.*

*ભલે વાંચન  પ્રક્રિયા મંદ છે,*
*ન કરવો પ્રતિબંધ પુસ્તક છે.*

*પુસ્તકાલયમાં જાઉ કે નહી,*
*લાગણીનો સબંધ પુસ્તક છે.*

*વાંચનથી અજવાળું થાય છે.*
*શુ બની જવુ અંધ પુસ્તક છે.*

*દિનેશ,વાંચન છેતો જીવન છે,*
*પ્રવાહનો આડબંધ પુસ્તક છે.*

*દિનેશ સોની,*
*રાપર,કચ્છ,*
*તા.23/04/20.*

*વિશ્ર્વ પુસ્તક દિવસની શુભકામનાઓ..*
[23/04, 16:33] +91 94260 28121: 🎯

વિશ્વ પુસ્તક દિવસે પુસ્તકો વિશે બે સરસ કાવ્ય....
ગુજરાતી અને હિંદી માં ....
શંકર વૈધના મરાઠી કાવ્યનો અરુણાબા જાડેજા એ કરેલો ગુજરાતી  અનુવાદ ..  અને ગુલઝારનું એક હિન્દી કાવ્ય ...

 કબાટમાંના પુસ્તકો
--------------------------------

*- શંકર વૈદ્ય (મરાઠી)*
*અનુ. અરુણા જાડેજા*

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’

પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’

પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.

ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ -
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !

------------------

किताबें झाँकती हैं
---------------

                  - गुलज़ार

किताबें झाँकती है बंद अलमारी के शीशों से
बड़ी हसरत से तकती है
महीनों अब मुलाक़ातें नही होती
जो शामें उनकी सोहबत में कटा करती थी
अब अक्सर गुज़र जाती है कम्प्यूटर के परदे पर
बड़ी बैचेन रहती है किताबें
उन्हें अब नींद में चलने की आदत हो गई है

जो ग़ज़लें वो सुनाती थी कि जिनके शल कभी गिरते नही थे
जो रिश्तें वो सुनाती थी वो सारे उधड़े-उधड़े है
कोई सफ़्हा पलटता हूँ तो इक सिसकी निकलती है
कई लफ़्ज़ों के मानी गिर पड़े है
बिना पत्तों के सूखे टूँड लगते है वो सब अल्फ़ाज़
जिन पर अब कोई मानी उगते नही है

जबाँ पर ज़ायका आता था सफ़्हे पलटने का
अब उँगली क्लिक करने से बस एक झपकी गुज़रती है
बहोत कुछ तह-ब-तह खुलता चला जाता है परदे पर
क़िताबों से जो ज़ाती राब्ता था वो कट-सा गया है

कभी सीनें पर रखकर लेट जाते थे
कभी गोदी में लेते थे
कभी घुटनों को अपने रहल की सूरत बनाकर
नीम सज़दे में पढ़ा करते थे
छूते थे जंबीं से

वो सारा इल्म तो मिलता रहेगा आइन्दा भी
मगर वो जो उन क़िताबों में मिला करते थे
सूखे फूल और महके हुए रूक्के
क़िताबें माँगने, गिरने, उठाने के बहाने जो रिश्ते बनते थे
अब उनका क्या होगा...!!

-----------------

સરસ મજાનો ફુરસદનો  સમય મળ્યો છે એ સમય માં દિવસમાંથી માત્ર અડધો કલાક પણ ફાળવીને પુસ્તકો વાંચવામાં ફાળવીએ / વાંચનની ટેવ પાડીએ તો મને લાગે છે એમાં કશુંય નુકશાન તો નથી જ નથી ...

વિશ્વ પુસ્તક દિવસની સહુને શુભકામના ...
[23/04, 19:31] +91 98240 91101: વિશ્વ પુસ્તક દિવસની શુભેચ્છાઓ..

વેદોનો વિશ્વાસ છે ગીતા..
ઋષિઓ કેરી આશ છે ગીતા...

રમતા રમતા જીવન જીવું..
એ કાવ્યનો પ્રાસ છે ગીતા...

નાચે માથે લઇને ઇમરસન..
સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા...

જન્મદિવસ જેનો માણીએ..
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા...

ખેતર છે આ જીવન મારું..
ને વાવણીનો ચાસ છે ગીતા..

જીવ જગત ને જગદીશ તણી..
ઓળખ આપતો પાસ છે ગીતા...

છે જવાબ "જગત"ના પ્રશ્નોના ..
કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા...jn
[24/04, 14:58] +91 72288 56400: *પુસ્તક* પુસ્તક દિન નિમિત્તે
નથી કરતો અહીં કોઈ વાત નાત જાતની,
હાથમાં છે એક પુસ્તક.

લખી રાખી છે ઘણી બધી વાત નાત ની,
હાથમાં છે એક પુસ્તક.

વિચારો વાગોળશું મળશું નિરાંતે કોક દિ
હાથમાં છે એક પુસ્તક.

ટોળે વળ્યાં આંખું તાણી,શાંત રહ્યુ ચંચળ ચિત,
હાથમાં છે  એક પુસ્તક.

જ્ઞાતિ જાતિ ન તપાસે અજવાસ દે સઘળે,
હાથમાં છે એક પુસ્તક.

યોગેશ વ્યાસ,(વલસાડ)
૨૩.૦૪.૨૦૨૦
શુભમધ્યાહ્ન

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...