દીપ V/S કોરોના...

1.

*"ચાહે કોઇ દાર્શનિક બને, સાધુ બને અથવા મૌલાના બને, લોકોને એ જો અંધારાનો ડર બતાવતા હોય, તો એટલું નક્કી કે તે એમની કંપનીની ટોર્ચ વેચવા નીકળ્યા છે."*


*-હરિશંકર પરસાઈ, 'ટોર્ચ બેચનેવાલા' વાર્તામાં.*

2.

મિત્રો ગયા રવિવારે થાળી, ઘંટડી વગાડવા નુ કહ્યું હતું અને અમુક લોકોએ વરઘોડા ની જેમ જુલુસ કાઢ્યું હતું...

આ વખતે દીવો સળગાવવા નુ કહ્યું છે...  *પાછા ભેગા થઈ ને હોળી ના પ્રગટાવતા....*


3.

3 એપ્રિલ 2020

મિત્રો,
થોડીક ધીરજ રાખો. 🙏
બીજેપી ની આઈટી સેલના મેસેજ તમારા સુધી પહોંચતા જ હશે.
જેમ કે,
૧) 9 તારીખે ગ્રહોની આદર્શ સ્થિતિ.
૨) 9 તારીખે 9 વાગે સેંકડો વર્ષોમાં યોજાતો નક્ષત્રનો યોગ.
૩) 9 તારીખ 9 વાગે લાઈટ બંધ રાખવાના વૈજ્ઞાનિક કારણો.
૪) દીવો સળગાવવાથી કોરોના મારવાના વૈજ્ઞાનિક સાબીતીઓ
૫) મોદીજીનો માસ્ટરસ્ટ્રોક
૬) અન્ય દેશો આપણને ફોલો કરે છે તેવા મેસેજ
૭) ધાર્મિક ગ્રંથોમાંથી વાઈરસ સામે "દિવા ઉપચાર"
૮) દિવાના પ્રકાશના અભૂતપૂર્વ ફાયદાઓ (આ શોધાઈને ટૂંક સમયમાં તમારી રજૂ કરવામાં આવશે.)
૯) નાસાના વૈજ્ઞાનિકોનું ભારતના દિવાઓને સમર્થન

જેવા ફેક મેસેજ,
૨૨ માર્ચના દિવસે થાળી વગાડવા ફેલાવ્યા હતા એવાં જ ફેક મેસેજ આ ૯ એપ્રિલની રાતે દિવા સળગાવવા માટે પણ ફેલાવવામાં આવશે. બસ! તમે ૨૨ માર્ચની જેમ તમારી જાહિલિયતનું વધારેમાં વધારે પ્રદર્શન કરી બેજવાબદાર સરકારને શાસન કરવામાં મદદ કરજો. 🙏

પણ મહેરબાની કરોને,
તમે ગરીબ, આદિવાસીની ભૂખ અને સડેલા અનાજ બાબતે કાંઈ ના પૂછતાં. કોરોના મહામારી વચ્ચે 90 ટન મેડિકલ ઈકવિપમેન્ટ વિદેશ મોકલી દીધા એના વિશે કાંઈ ના પૂછતાં. રોજ કોરોનાના ઓછા ટેસ્ટ કેમ થઈ રહ્યા છે? એના વિશે ન પૂછતાં. 😠

કૌશિક શરૂઆત

4.

મિત્રો ગયા રવિવારે થાળી, ઘંટડી વગાડવા નુ કહ્યું હતું અને અમુક લોકોએ વરઘોડા ની જેમ જુલુસ કાઢ્યું હતું...

આ વખતે દીવો સળગાવવા નુ કહ્યું છે...  *પાછા ભેગા થઈ ને હોળી ના પ્રગટાવતા....*

5.





[04/04, 15:41] A4 Mahesh Reena: લાઈટબંધ કરીએ તો અંધારું થઈ જાય, ને અંધારું થાય તો કોરોના ને ના દેખાય, અને ના દેખાય તો તે રસ્તો ભૂલી જાય ને પાકિસ્તાન તરફ વળી જાય..#માસ્ટર_સ્ટ્રોક
😁😁😂😂
[04/04, 15:41] A4 Mahesh Reena: પહેલાં ઘંટડી 🔔વગાડી 
હવે દીવા કરવાના🪔
.
.
.
લાગે છે આવતા રવિવારે પ્રસાદ આપસે...
[04/04, 15:41] A4 Mahesh Reena: મિત્રો...
અવાજ ની ગતી કરતા પ્રકાશ ની ગતી વધારે હોય છે..
આ નિયમ ને આધારે થાળીઓના અવાજથી બચી ગયેલા વાયરસ હવે દિવાના પ્રકાશથી મૃત્યુ પામશે.
- ન્યુટન નો ભાઇ યુટર્ન 
😂😂😂
[04/04, 15:41] A4 Mahesh Reena: 5 बजे ताली
9 बजे मोमबत्ती

लगता है अगली बार 11 बजे मुजरा ही होगा।
और आवाज़ होगी नाच कोरोना नाच। 🤣🤣🤣

અજ્ઞાનનો પણ નશો હોય છે !

કોરોના વાયરસ સામે સામૂહિક ઇચ્છાશક્તિ પ્રગટાવવા; વડાપ્રધાને 5 એપ્રિલ, 2020ના રોજ રાત્રે 9:00 વાગ્યે 9 મિનિટ સુધી ઇલેક્ટ્રિક લાઈટ બંધ કરીને દીવા/મીણબત્તી દ્વારા પ્રકાશપુંજ ફેલાવવા લોકોને અપીલ કરી છે ! કેટલાંક જ્યોતિષીઓ અને મોટિવેશનલ સ્પીકર્સ ગેલમાં આવી ગયા છે. ભારતમાં બહુમતી લોકો એવું માને છે કે ગણેશની મૂર્તિ દૂધ પીવે છે ! ઢબૂડીમાતા પરચો આપે છે ! ગણેશજીના માથા ઉપર મદનિયાનું માથું ફિટ થઈ શકે છે ! મંદિરે જાવ તો સ્વર્ગ મળે ! મીણબત્તી/દીવા કરો તો કોરોના વાયરસ પાછો ચીન જતો રહે ! આ પ્રકારની માનસિકતા હોય ત્યાં વડાપ્રધાને જે નુસખો બતાવ્યો છે; તેનો પ્રતિસાદ જબરજસ્ત મળે જ !

પરંતુ આ બધું આપણી બંધારણીય ફરજ વિરુદ્ધનું છે. વૈજ્ઞાનિક મિજાજ કેળવવો અને તેનો પ્રસાર કરવો તે આપણી ફરજ છે. શું આવા નુસખા આપણને બંધારણીય ફરજથી વિમુખ કરે છે? અખબારોમાં મોટા હેડિંગમાં સમાચાર પ્રસિદ્ધ થયા છે : ‘રાત્રે નવ વાગ્યે દીવા પ્રગટાવવાથી રાહુની અસર ઓછી થશે !’ જ્યોતિષશાસ્ત્રી જય મદાન કહે છે : ‘વડાપ્રધાનની અપીલ પાછળ ખૂબ જ મોટું રહસ્ય છુપાયેલું છે. નવ મિનિટ સુધી દીવા પ્રગટાવવા પાછળનો હેતુ મંગળને મજબૂત કરવાનો છે. મંગળને મજબૂત કરવાથી વિલપાવર વધે છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે. લોકોમાં હિંમત અને શક્તિ વધે છે. કોઈપણ વિપરિત પરિસ્થિતિ સામે લડવાની માનસિકતા કેળવાય છે. રાહુ નવમાં સ્થાને છે અને નવમું સ્થાન બ્રહ્માંડમાં એક્ટિવ થશે; તેનાથી લોકોમાં ભય ઓછો થશે. અનોખી એનર્જી ઉત્પન્ન થશે. આ એનર્જી દ્વારા હાલમાં ફેલાયેલ કોરોનાની નકારાત્મક અસરને ઓછી કરવામાં મદદ મળશે. લોકોમાંથી ભય દૂર થશે; લોકોની ફાઈટિંગ સ્પિરિટમાં વધારો થશે; દૈવીશક્તિની મદદ મળશે અને માનવજાતને મદદ થશે ! દીવાથી ચંદ્રને તાકાત મળશે. ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી તે વધારે બળવત્તર થશે. કાળસર્પયોગની સ્થિતિ છે; તેનો અંત આવશે. ચંદ્ર પ્રવૃત થતાં લોકોને માનસિક શાંતિ મળશે; વિરોધ અને વિદ્રોહનું વાતાવરણ શાંત થશે !’

શું કહેવું આ જ્યોતિષીને? દેશમાં આર્થિકમંદી/બેરોજગારી/અશિક્ષા/અજ્ઞાન દૂર કરવા કેટલા વાગ્યે, કેટલાં દીવા કરવા પડે? 

સ્વામિ અગ્નિવેશ વૈજ્ઞાનિક મિજાજની વાત કરે ત્યારે જાહેરમાં તેમના ભગવાં કપડાં ખેંચીને તેમને ગડદાપાટુનો માર મારવામાં આવે છે; આવી ધટના રોકવા કેટલાં દીવા કરવા પડે; એ તો કહો !

 જે સમાજમાં અજ્ઞાન વધુ હોય ત્યાં વિરોધ અને વિદ્રોહનું વાતાવરણ કાયમ શાંત જ રહે ! કદાચ આ હેતુથી આ નુસખો અમલમાં મૂક્યો હશે. ખરેખર; અજ્ઞાનનો પણ નશો હોય છે !


લોકડાઉન શરીરનું કરવાનુ છે મગજનું નહીં.

માસ હિપ્નોટીઝમના આ પ્રયોગમાં જાદુગર કોલસાને ગુલાબ જાંબુ કહી ખવડાવી દે એમ મોદીજી પણ " દવા ને બદલે દીવા " પકડાવી દેવામાં સફળ રહ્યા. કેટલાક પરમ ભક્તોતો હવે ધાબે ચઢી દૂરબીનથી કરોના કઈ દીશામાં ભાગી રહ્યો છે તે જોવામાં ઉત્તસુક હશે. જાદુગરનો ખેલ જોનારા તો જાણતા હોય છે કે આ હાથ ચાલાકી છે. જાદુગરો જેમ યુવતીના બે ટુકડા કરે અને બે ટુકડા થયેલી યુવતી ખેલ પુરો થતાં જ દર્શકોની સામે જ ચાલીને ઘરે જતી હોય છે પણ આ રાજકીય જાદુગરીની અસરમાંથી બહાર આવતાં સમય લાગે છે. વળી જેવા ભક્તો બહાર આવવામાં જ હોય ત્યાં બીજો ખેલ એમના મગજ પર કબજો કરી લે છે. 

હવે દીવા બુઝાઈ ગયા હોય તો દીમાગની બત્તી ચાલુ કરી વિચારજો કે ક્યાંક નરેન્દ્રભાઈએ કીધું એટલે કરવાનુ જ એ વિવશતા તમને જનતામાંથી જમ્બુરીયામાં ફેરવાઈતો નથી રહીને ? જમ્બુરીયા થાલી પીટેગા ? જી માલીક પીટુંગા" 
જમ્બુરીયા દીયા જલાયેગા ? જી માલીક જલાઉગા. અપને દીમાગ કો ચલાયેગા? નહીં માલીક કભી નહીં ચલાઉગા ...જેવા મદારીને જમ્બુરીયા ખેલનો હીસ્સો આપ બની રહ્યો છો. દીવા પ્રગટાવવામાં કોઈ ખામી નથી એનાથી આખે અંધારા લાવી દીવ્યાંગ બનાવી દેતી રાજનીતિ સામે વાંધો છે અને હોવો જોઈએ.

લોકોની હતાશા દૂર કરવાની જવાબદારી લોકો ઉપર જ નાખી ભુવા ભરાડી અને તાંત્રિકો જેવા ટોટકા કરવાનું દેશના પ્રધાનમંત્રીને શોભે નહીં અને મોદીજી દાણા નાખે એટલે ધુણવાનુ શરૂ કરી દેતાં લોકો માટે પણ તે શરમજનક છે. વિશ્વ આખું કોરોના માટે રસી શોધવામાં લાગી છે, વૈજ્ઞાનિક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે આપણે થાળીઓ અને કોડીયાઓમાં અટવાઈ રહ્યા છીએ. એકસો પાંત્રીસ કરોડ લોકોની એકતા દર્શાવવાના નામે કરોનાને હરાવવા જે દીપોત્સવ ઉજવાયો એ શું બૌધિક કે તાર્કિક ઉપાય છે ? 
શું એકતા પુરવાર કરવાથી કરોના ગભરાઈ ને ભાગી જાય ખરો ? 
લોકોની હતાશા દૂર કરવાની કે આત્મવિશ્વાસ જગાડવાની સંવૈધાનિક ફરજોમાં અસફળ સરકાર મહામારીને અવસરમાં ફેરવવા મનોરંજક કાર્યક્રમો આપે તે દુઃખદ છે.

સમયાનુંસાર ટી.વી.ના માધ્યમથી આકાશવાણી કરતા વડાપ્રધાને જો સરકારની કરોના સામેની તૈયારીઓ વિશે હૈયાધારણ આપી હોત તો મનોજ તિવારી અને નરેન્દ્રભાઈ મોદીમાં આપણે ફરક અનુભવી શક્યા હોત. પ્રજા એકજુટ છે માટે જ લોક ડાઉન મહદઅંશે સફળ છે હવે એકસંપ થઈ જવાબદારી સરકારે નીભાવવાની છે. લોકોએ તમે કહ્યું એટલે થાળી ને તાળી વગાડી, તમે કહ્યું તો દીવા કર્યા હવે લોકોને એ ભરોસો તો આપો કે તમે શું કરી રહ્યા છો ? બધું જનતાએ જ કરવાનુ હોય તો મોદીજી તમે પણ રીન્કીયા કે પાપા જેવા ટીકટોક વીડીયો બનાવી મજા કરો. મોદીજી ભુલી જાય છે કે તેઓ વડાપ્રધાન છે આધ્યાત્મિક ગુરૂ નહીં. આશારામ અને શ્રી શ્રી જેવાઓની સોબતમાં તેઓ પણ ક્યારેક ધર્મગુરુની જેમ વર્તે છે. એઈમ્સથી લઈને તમામ જગ્યાએથી માસ્ક, સેનેટરાઈઝર, વેન્ટિલેટર અને સ્ટાફની સુરક્ષાના અભાવની ફરિયાદ આવી રહી છે ત્યારે મોદીજી કહેવું જોઈએ કે તેમની સરકાર આ તમામ ક્ષેત્રે શું કરી રહી છે. ચિંતા ના કરશો સરકાર તમામ તૈયારીઓ પુર્ણ કરી રહી છે એનો વાસ્તવિક ચિતાર આપવો જોઈએ. તબીબો પર થતા હુમલા સામે આંખ લાલ કરવી જોઈએ. ભગવાને આંખ માત્ર બિચારી અને નબળી જનતા સામે જ લાલ કરવા નથી આપી. લોકોનો આત્મવિશ્વાસ ત્યારે જાગે જ્યારે તેઓ સરકારથી આશ્વસ્ત થઈ ભયમુક્ત બને. દીવાઓ ગણીને પોતાના અંધ સમર્થકોની ગણતરી માંડવા જતાં કરોનાના કેસોની ગણતરી દીવસે ને દીવસે વધી રહી છે તે તરફ ધ્યાન આપવું જોઇએ. આ કોઈ ઈવેન્ટ નથી જેની ઉજવણી કરવી પડે. આફત છે તેનું મેનેજમેન્ટ કરવું પડે.

દુખની વાત એ છે કે માસ હીસ્ટેરીયાની આ સ્થિતિ એ સમજદાર લોકોને લધુમતીમાં મુકી દીધા છે. બૌધિકો મુર્ખ ઠરી રહ્યા છે અને મુર્ખાઓની સર્વવ્યાપી મુર્ખાઈ સરકાર માટે નિષ્ફળતા છુપાવવાનું હાથવગુ હથીયાર બની ગયું છે. ખરેખર તો ભક્તો પણ હવે ચિંતામાં છે કે ક્યાંક મોદીજી ત્રીજો ટાસ્ક સામુહીક ગૌમુત્ર પીવાનો ના આપી દે. મોદીજી કહે એટલે ગાયના પછવાડે ખોબા ધરીને ઉભુ તો રહેવુ જ પડશે એ ભયથી ભક્તોને ચિંતા પેઠી છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 51 A (H) વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં બાધારૂપ અંધશ્રદ્ધાપૂર્ણ પ્રવૃત્તિનો છેદ ઉડાડે છે ત્યારે પ્રધાનમંત્રીજી તરફથી જ આવા વૈજ્ઞાનિક આધારવિહીન કાર્યક્રમો હાસ્યાસ્પદ છે. જો દેશની પુર્વગામી સરકારોએ શીતળા, પ્લેગ, પોલીયો, હડકવા જેવી સમસ્યાઓનો ઉપાય થાળી અને કરતાલમાં કે ધ્વનિમાં શોધવા કર્યો હોત કે દીવાના પ્રકાશમાં શોધ્યો હોત તો આજે સ્થિતિ શું હોત ? પોલીયોની બે બુંદની તબીબી ઝુંબેશે દેશને અપંગતાના શ્રાપથી મુક્ત કર્યો છે ત્યારે દેશને દીમાગી અપંગતા તરફ લઈ જતા પ્રયોગો ચિંતાજનક છે.

નવ ને નવ મીનીટે કરોનાનું નખ્ખોદ ના જ વળ્યું હોય તેવું સમજાય તો બુધ્ધીનું દેવાળું ફુકતા બચાવી લેજો. બાકી કરોનાની બીમારીથી તો ઘરમાં રહી ને બચી શકશો દીમાગી બીમારીથી નહીં. લોક ડાઉન શરીરનું કરવાનુ છે મગજનું નહીં....



Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...