થીંકિંગ નોખું, સ્ટાઈલ નોખી,
નોખાં બંને ના ટેસ્ટ,
મારો વાલમ નોર્થ, હું સાઉથ,
એ ઇસ્ટ હું વેસ્ટ.

અલગ અલગ ફિલ્ડ ના માસ્ટર બંને,
ક્યારેક એકબીજા ના હરીફ,
હું શૉપિંગ ની બ્રાન્ડ એમ્બેસેડર,
એ એન્ટી શૉપિંગ સ્ક્વોડનો ચીફ.!

વાલમ ઘરનો પ્રાઈમ મિનિસ્ટર,
હું વિરોધ પક્ષની નેતા,
બાળકો બિચારા ભારતની
પ્રજા બનીને રહેતા.

મારા કામનું કાંઇ યાદ રાખવામાં
એનો રેકોર્ડ છે ઝીરો,
હું  ' શાકુંતલમ' ની નાયિકા,
ને એ ' ગજની' નો હીરો.

અલગ અલગ ફ્લેવર્સ છે પણ
કોમ્બિનેશન છે ગ્રેટ,
એકબીજાના પૂરક બંને,
જાણે જલેબી ગાંઠિયા ની પ્લેટ.

ગૂગલ માં પણ શોધી નહીં જડે,
જોડી અમારી છે બેસ્ટ,
ભલે ને વાલમ મારો
નોર્થ હું સાઉથ,
એ ઇસ્ટ, હું વેસ્ટ.
...
Dedicated to
all lovly couples...
🍀👫

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...