Dear મારી પિયર ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

એમ ન સમજશો કે લાલાને બસ હવે લીલાલહેર થઇ ગઇ છે!
અરે હવે જ તો ખરી ભાંજગડ શરુ થઇ છે!!!!
સવાર સાંજના ખાણી –પીણીની ચિંતા ઉભી થઇ ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

Dear મારી જતાં જતાં એક ટાણાનો પ્રબંધ કરતી ગઈ છે!
હા એટલી દયા તો એ કહ્યા વિના જ કરતી ગઈ છે!
સાથે સાથે ATMમાંથી Money ઉપાડતી ગઈ છે!
કાર્ડ સાથે લેતી ગઈ છે ને મને ખિસ્સા ખર્ચીના Money આપતી ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

બારી – બારણા બધું બરાબર બંધ કરીને જજો !
ઉપર નીચે સ્ટોપર મારજો, ઘરની બહાર નીકળતા પહેલા લાઈટ –પંખા બંધ કરજો !
ઘર ચોખ્ખું રાખજો, ……હાથને થોડી તસ્દી આપી કચરો વાળી લેજો !
ઘરનું જ કામ છે!!!, પારકાનું નહી એ વાત યાદ રાખજો !
તમારા જેવા જ વ્હાલા મારા ગુલાબ, મોગરો તુલસીના છોડને પાણી પીવડાવતા રહેજો !
અને હા પાણી એક જ ટાઈમ આવે છે ભૂલ્યા વગર ભરી લેજો
વોટ્સએપ અને ફેસબુકમાં ખોવાઈ ન જતા
આઈ પી એલ જોવામાં એટલા ઘેલા ન થતા કે બધું વિસરાઈ જાય
ભાઈ’સાબ તમારું તો ભલું પુછુ …કશું જ ન કહેવાય!
કપડા સુકાઈ જાય તો તાર પરથી ઉતારી ગડી વાળી મૂકી દેજો
મારી યાદમાં ઉજાગરો ન કરતા થોડા વહેલા સુઈ જજો!
ઓહો જગત આખાનો પાઠ ભણાવતી ગઈ છે!
બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

થોડા જ બહુ વધારે નહી હો!! પણ ટીપ ટોપ થઇ ને ફરજો!
લઘરવઘર ફરતા નહી
આ બાઈ વરનું કશું ધ્યાન રાખતી જ નથી એવું કોઈને કહેવાનું રાખશો નહી
ઘરમાં ટોળા ટપ્પી કરતા નહી!
ખોટી ખોટી ડંફાસ મારનારાઓની સભા ભરતા નહી!
તારું જ ઘર છે એમ કહી બધું લુટાવતા નહી!
બહુ ઉદાર બનતા નહી!
….ટકોર એવી Dear કરતી ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!
પાછા આવવામાં એક બે –દિવસ આમ તેમ થાય પણ ખરા.!!!! હાં !!! કહી દઉં છું!!
પછી ફોન કરી કરીને ક્યારે આવે છે? ક્યારે આવે છે?
એવું પૂછી પૂછી ને મગજનું દહી કરતાં નહી !!
હાથ વાંર વાંર ઊંચા કરી Dear મારી bye ! bye !કરતી ગઈ છે!!
પિયર જવાના ઉત્સાહમાં ફ્લાઈંગ કિસ આપવાનું વિસરી ગઈ છે!
ઈચ્છા તો એવી હતી કે છેલ્લે પેલી પ્રિય વારિયર જેવી આંખ એક વાર તો મારશે જ
એ બાબતે પણ મને એ થોડી નિરાશ કરતી ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

જે મળે એ ખાઈ થોડા દિવસ ચલાવી લેજો ! નખરા કરતા નહી !
કાચી પાકી જેવી આવડે એવી ખીચડી પકાવી પચાવી લેજો!
મિત્ર બહુ આગ્રહ કરે તો !, આનાકાની કરતાં નહી!!,ખાઈ લેજો!
પાસ્તા, ચાઇનીઝ ને મોંગોલિયન ફૂડથી દસ ફૂટ દૂર રહેજો!
લારી પરની પાણી પૂરી મારા સિવાય એકલા ખાતા નહી
અને ખાધી છે તો પેટમાં દુ:ખશે એવા ટોણા મારતી ગઈ છે

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

મારા ફોન નંબરનું Balance recharge કરાવતાં રહેજો
ફોન તમારી જેમ Silent Mode મુકતા નહી!
મારી જેમ એને પણ બોલવા દેજો!!
ને હાં Missed Callનો ઉત્તર તુરંત આપજો!આદેશ એવો એ તો આપતી ગઈ છે!!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...