આંબેડકર - આદરણીય આપ્તજન...🙏🙏🙏
1.
2.
3.
*ऐसे थे बाबा साहेब*
*बाबासाहब अपने अन्तिम दिनों में अकेले रोते हुऐ पाये गये।*
*बाबासाहेब अम्बेडकर को जब पिछड़ा वर्ग आरक्षण देने के लिये बना काका कालेलकर कमीशन 1953 में मिलने के लिऐ गया, तब कमीशन का सवाल था कि, आपने सारी जिन्दगी पिछड़े वर्ग के उत्थान के लिऐ लगा दी। आपकी राय में उनके लिऐ क्या किया जाना चाहिए? बाबासाहब ने जवाब दिया कि, अगर पिछड़े वर्ग का उत्थान करना है तो इनके अन्दर बड़े लोग पैदा करो।काका कालेलकर यह बात समझ नहीं पाये। उन्होंने फिर सवाल किया " बड़े लोगों से आपका क्या तात्पर्य है?"*
*बाबासाहब ने जवाब दिया कि, अगर किसी समाज में 10 डॉक्टर, 20 वकील और 30 इंजीनियर पैदा हो जाऐं, तो उस समाज की तरफ कोई आँख उठाकर भी देख नहीं सकता।*
*"इस वाकये के ठीक 3 वर्ष बाद 18 मार्च 1956 में आगरा के रामलीला मैदान में बोलते हुऐ बाबा साहेब ने कहा "मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया। मैं समझता था कि ये लोग पढ़ लिखकर अपने समाज का नेतृत्व करेंगे, मगर मैं देख रहा हूँ कि, मेरे आस-पास बाबुओं की भीड़ खड़ी हो रही है, जो अपना ही पेट पालने में लगी है।"यही नहीं, बाबासाहब अपने अन्तिम दिनों में अकेले रोते हुऐ पाये गये। जब वे सोने की कोशिश करते थे, तो उन्हें नीँद नहीं आती थी।अत्यधिक परेशान रहते थे। परेशान होकर उनके स्टेनो एवं सचिव नानकचंद रत्तु ने बाबासाहब से सवाल पूँछा कि, आप इतना परेशान क्यों रहते हैं?*
*उनका जवाब था, "नानकचंद, ये जो तुम दिल्ली देख रहो हो, इस अकेली दिल्ली मेँ 10,000 कर्मचारी, अधिकारी यह केवल पिछड़ी एवं अनुसूचित जाति के हैं, जो कुछ साल पहले शून्य थे। संविधान में मिले अधिकारों के कारण ही यह सब सरकारी नौकरी में है इसके लिये मैंने कितना संघर्ष किया है शब्दों में बयान करना मेरे लिए संभव नहीं है।*
*मैँने अपनी जिन्दगी का सब कुछ दांव पर लगा दिया, अपने लोगों में पढ़े लिखे लोग पैदा करने के लिए। क्योँकि, मैं समझता था कि, मैं अकेल पढ़कर इतना काम कर सकता हूँ,तो अगर हमारे हजारों लोग पढ़ लिख जायेंगे, तो इस समाज में कितना बड़ा परिवर्तन आयेगा। मगर नानकचंद, मैं जब पूरे देश की तरफ एवं अपने समाज की तरफ निगाह डालता हूँ, तो मुझे कोई ऐसा नौजवान नजर नहीं आता है, जो मेरे कारवाँ (संघर्ष के मार्ग)को आगे ले जा सके। नानकचंद, मेरा शरीर मेरा साथ नहीं दे रहा हैं। जब मैं मेरे मिशन के बारे में सोचता हूँ, तो मेरा सीना दर्द से फटने लगता है।"जिस महापुरूष ने अपनी पूरी जिन्दगी, अपना परिवार,चार बच्चे आन्दोलन की भेँट चढ़ा दिये,जिसने पूरी जिन्दगी यह विश्वास किया कि, पढ़ा लिखा वर्ग ही अपने शोषित वंचित भाईयों को आजाद करवा सकता हैँ,उनको बराबरी का हक व अधिकार दिलवा सकता है लेकिन आज नौकरी करने वालों में ज्यादातर लोगों का ध्यान समाज के शोषित,वंचित लोगों से हट गया है जिनको अपने लोगों को आजाद करवाने का मकसद अपना मकसद बनाना चाहिए था।*
*मेरे मूलनिवासी भाइयों अब तो जागो*
*मिशन से दूर मत भागो*
4.
*6 ડિસેમ્બર કેમ ભુલાય ?*
ડૉ બાબાસાહેબ આંબેડકરનાં અંતિમ દિવસો...
સન ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ
ડૉ.બાબાસાહેબ આંબેડકર ૨૬,અલીપોર રોડ દિલ્હી ખાતેના નિવાસ સ્થાને રહેતા હતા. તેમણે અહીજ 5 ડિસેમ્બર 1956ની મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા.
18 માર્ચ 1956 આગરામાં પોતાના સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે રડતી આંખે કહ્યું હતું કે મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે, મારી સાથે ગદ્દારી કરી છે, મને એમ કે મારા સમાજના લોકો ભણી-ગણી સરકારી નોકરીઓ કરશે અને પોતાની આવકનો અમુક હિસ્સો સમાજના ઉત્થાન માટે તથા સમાજના છેવાડાના માણસને આગળ લાવામાં વાપરશે, પણ અફસોસ તેઓ તો માત્ર પોતાના પેટ ભરવામાં વ્યસ્ત છે...
બહુજનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા:-૧૪/૪/૧૮૯૧ થી મુત્યુ તા:-૬/૧૨/૧૯૫૬ ની વચ્ચે ૬૫ વર્ષનાં આયખામાં ક્ષણે-ક્ષણ સઘર્ષ કરનાર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન ડૉ.બાબાસાહેબનાં જીવનના છેલ્લા દિવસોની કલ્પના કરતાજ આંખમાંથી આંસુ નીકળી જાય છે.
તા:-૧૪/૧૦/૧૯૫૬ નાં રોજ અંદાજે 8 લાખ બહુજનો સાથે બૌદ્ધ ધમ્મમાં દીક્ષા લીધા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧ માસ ૨૨ દિવસ જ જીવેલા. આ 52 દિવસના ગાળામાં તેમનું શરીર સાથ નહોતું આપતું છતાં પણ તેઓ લોકોને બૌદ્ધ ધમ્મની દિક્ષા અપાવવામાં વ્યસ્ત રહેતા હતા.
તા:-૩/૧૨/૧૯૫૬ નાં રોજ તેમના લખેલા છેલ્લા ગ્રંથ "બુધ્ધ અને તેમનો ધમ્મ"નું છેલ્લું પ્રકરણ પૂરું કરી ટાઈપમાં આપ્યું અને રાજય સભાના સભ્ય તરીકે રાજય સભામાં તા:-૪/૧૨/૧૯૫૬ નાં રોજ છેલ્લી હાજરી આપેલી.
6 ડિસેમ્બરે સવારે તેમના સેવક રત્તૂએ સાહેબને જગાડવા ખુબજ પ્રયત્ન કરેલ પણ સાહેબ ક્યાંથી ઉઠે. આખા સમાજની જવાબદારી પોતાના ખભે લઇ 24 કલ્લાક માંથી 20-20 કલ્લાક કામ કરનાર માણસને થાક લાગે કે નહિ ?
તા:-૬/૧૨/૫૬ નાં રોજ બહુજનોના મસીહા તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઇ ગયા.
ખાસ પ્લેન મારફતે સવિતા આંબેડકર અને રતું બાબાસાહેબના પાર્થિવ દેહને દિલ્લીથી લઇ મુબઈ રવાના થયા. લાખો લોકો મુંબઇ એરપોર્ટ પર બાબાસાહેબના પાર્થિવ દેહની રાહ જોઈને બેઠેલા. બીજા દિવસે ૭/૧૨/૧૯૫૬ ના રોજ નીકળેલી સ્મશાન યાત્રામાં અંદાજે 20 લાખથી પણ વધારે લોકો જોડાયેલ, બાબાસાહેબના ચહેરાના છેલ્લા દર્શન કરવા આખા દેશ માંથી લોકો મુંબઇ આવેલા. જેને જે સાધન મળ્યું, કોઈ બસમાં તો કોઈ ટ્રેનમાં બધા વાહનો ખીચો-ખીચ. મુંબઈના રોડ રસ્તામાં માનવ મહેરામણ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અને ભીડ, પણ એ ભીડની વચ્ચે એક સન્નાટો હતો, બાબાસાહેબના ના હોવાનો.
બીજી બાજુ જે લોકો પોત-પોતાના ઘરે હતા એ લોકો પણ વ્યથિત અને દુઃખી હતા, બધા અંદરો-અંદર પોતાના આંશુને રોકવાનો પ્રયત્ન કરતા હતા, બાબાસાહેબ હવે નથી રહ્યા એ સમાચાર સાંભળીને ઘણા લોકોના ઘરના ચૂલા ઓલવાઈ ગયા.
કેમ કે એ બધાને ખબર હતી કે જેમણે અમને પશુમાંથી માણસ બનાવ્યા એ બાબાસાહેબ આ ધરતી ઉપર ફરી પેદા થશે કે કેમ ?
7 ડિસેમ્બરે બાબાસાહેબની અંતિમયાત્રા આખા મુંબઈમાં ફરી હતી, અને એ અંતિમ યાત્રામાં શરૂઆતથી અંત સુધી એવી કોઈ આંખ નહિ હોય કે આંખમાં આંશુ ના હોય, દાદરનો અરબી સમુદ્ર પણ જાણે પોતાનો કિનારો છોડીને બહાર આવવા માંગતો હતો સાહેબના છેલ્લા દર્શન કરવા.
કેમ કે સાહેબ હવે નથી રહ્યા...
બૌદ્ધ વિધિ પ્રમાણે સાંજે જયારે અંતિમ ક્રિયા અને દાહ સંસ્કાર જયારે પુરા થયા ત્યારે લાખો લોકો બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા, અહીંજ 10 લાખથી પણ વધારે લોકો બાબાસાહેબના પાર્થિવ દેહને સાક્ષી માની બૌદ્ધ બનેલા.
સુરજ અને ચાંદ રહે કે નાં રહે પણ બાબાસાહેબની ક્રાંતી અને તેમનું નામ ચોક્કસ રહેશે.
હું આજે પણ નવરાશની પળોમાં દાદરમાં બાબાસાહેબની સમાધી પાસે બેસીને અરબી સમુદ્રના ઉછળતા મોજાને જોઈ સાહેબનો આભાર માનવાનું નથી ચુકતો, કે જેમના થકી હું અને મારો સમાજ ઉજળો છે.
સાહેબ તમે નથી પણ ભારતીય સંવિધાનમાં તમે અમારા માટે કાયમ જીવતા છો અને રહેશો. સાહેબ તમે અમર છો અને અમર રહેશો.
*હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે બાબાસાહેબે તો આપણને ઘણું બધું આપ્યું, સામે આપણે બાબાસાહેબને શું આપ્યું ?*
રાકેશ પ્રિયદર્શી લિખિત પુસ્તક
"વિશ્વરત્ન બાબાસાહેબ"માંથી સાભાર...
5.
આજે બાબા સાહેબનો એક કિસ્સો મુકું છું... વાંચજો ગૌરવ અનુભવાશે.
1952મા જમીનની નોંધણી થતી હતી ત્યારે બાબા સાહેબે ગામડા માંથી SC લોકોને જમીન માટે નાસિક જઈ ને કલેકટરને રજુઆત કરવા તૈયાર કર્યા.
200 લોકો તૈયાર થયા નાસિક કલેકટરની ઓફિસ જવાનું સાંભળીને અડધા તો ત્યાંથી જ પાછા વળી ગયા.
નાસિક આવતા જ બીજા લોકો બાબા સાહેબનો સાથ છોડી છટકી ગયા.
ઓફિસમા પ્રવેશતા બાબા સાહેબની સાથે માત્ર 5 ભાઈઓ રહ્યા.
આ પાંચને લઈને બાબા સાહેબ કલેકટર ઓફિસમા ગયા.
કલેકટરની સામેની ખુરસીમા બાબા સાહેબ બેઠા અને પાછું વળી જોયું તો સાથે આવેલા 5 ભાઈઓ નીચે જમીન ઊપર બેસી ગયા હતા.
બાબા સાહેબે કહ્યું અરે ભાઈઓ હવે તમે આઝાદ દેશના નાગરિક છો, તમને સમાનતા તો મેં બંધારણમાં લખીને આપી દીધી છે. ઉભા થાવ અને અહીં ખુરસી મા બેસો. આપણે કોઈ ના થી નીચા નથી અને કોઈ આપણા થી ઊંચું નથી.
પણ એતો ૫ માંથી કોઈ ખુરસીમા બેસવા તૈયાર ના થયા.
ત્યારે કલેકટરે બાબા સાહેબને કહ્યું... ડૉ.ભીમરામ તમને વિશ્વ આખું ઓળખે છે.. તમારું જ્ઞાન આખી દુનિયામાં ઊંચું છે. હૈદરાબાદનો નિઝામ તમને 700 કરોડ આપી તમને વજીર બનાવવા મથે છે. આટલી બધી ખ્યાતિ તો મી. ગાંધીની પણ નથી..
તો હવે શુ જોઈએ છે? તમારે તો આમ દોડાદોડ કરવા કરતા આરામ કરવાની જરૂર છે, કેમકે તબિયત એમ પણ તમારી સારી નથી.
ત્યારે બાબા સાહેબે કહ્યું આ જે તમને જોઈ ને ખુરસી ઊપર બેસવાની હિંમત નથી કરતા ને જમીન ઊપર બેસી ગયા છે, એમના છોકરાઓને મારે તમારી આ ખુરસીમાં બેસાડવાના છે..
કલેકટર સમસમી ગયો... આ લોકોના છોકરા અને મારી ખુરસી મા ?
હજુ કપડાં પહેરવાનું પણ ભાન નથી આમને....
અને 1963 મા નાસિક ના એક સુનિલ જાદવ નામના કલેકટરની ડાયરીના પાનાંમા લખેલ મળ્યું કે...⬇️
એ પાંચ લોકો જે બાબા સાહેબ સાથે કલેકટર ઓફિસ મા ગયા હતા એમાં એક મારા પિતા પણ હતા.
અને હું બાબા સાહેબના શબ્દો મુજબ એજ કલેકટર ની ખુરસી મા આજે બેઠો છુ એ ઋણ કાયમ રહેશે.
અને મેં બાબા સાહેબના એ શબ્દો સાચા પાડ્યા તેનું મને ખૂબ ગૌરવ છે.
Comments
Post a Comment