હિન્દુ માયથોલોજી - માન્યતાઓ અને રિવાજો...

ગાડીમાં લીંબુ અને મરચુ બાંધવાથી સુરક્ષા મળતી તો ભારતમાં દુર્ઘટનાનો મૃત્યુદર શુન્ય થઇ જાય.


પુજા કરવાથી વ્યાપાર, ઉદ્યોગ ધંધામાં બરકત આવે તો બધા ઉદ્યોગપતિ હોય.


મોટા મોટા બાવાઓની પાસે જવાથી આપણા દુખોનું નિવારણ થઇ જતુ હોય તો બધા બાવાઓના ભકતો સુખી હોય.


કુંડળી મળી જવાથી પતિ-પત્નિના મન મળી જતા હોય તો બધા એરેન્જ મેરેજ યશસ્વી થયા હોત.


યજ્ઞ કરવાથી કોઇ ટીમ જીતી જતી હોય તો ભારત વિશ્વમાં કોઇ રમત હારી ન શકે.


જે દિવસે અને જે સમયે આપણો જનમ થયો તે દિવસ અને સમય આપણા માટે સારો જ છે. 

જન્મ લઇએ ત્યારે કોઇ દિવસ મુહુર્ત નથી જોવામાં આવતુ અને મરવા માટે પણ કોઇ મુહુર્ત નથી જોવામાં આવતુ તો પછી શુભ-મુહુર્તની પાછળ કેમ ભાગો છો.


શુભ મુહુર્તમાં જન્મેલ બાળક હંમેશા વૈજ્ઞાનિક, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ઉદ્યોગપતિ જ હોય શકે? જો તમારૂ મન નિર્મળ હશે અને પ્રયાસ કરવાની ક્ષમતા હશે તો તમે યશસ્વી થવા માટે કોઇ સમય કે મેહુર્ત રોકી નહીં શકે. 

એટલા માટે આજ અને અત્યારથી શુભ મુહુર્તમાં પડયા  વગર વૈજ્ઞાનિક વિચાર અપનાવો અને બીજાનો સમય બર્બાદ કર્યા વિના યશસ્વી બનો. 


૩૩ કરોડ દેવી દેવતા ઘરમાં રાખવા છતાં પણ ભરોસો તાળા પર કેમ કરવામાં આવે છે એવુ કેમ? આજ કાલ દેવી દેવતાઓના મંદિર પણ વિજ્ઞાનના ભરોસે છે નહીં તો આ ટીવી કેમેરાની શી જરૂર હોય છે. 


ખોટુ લાગ્યુ હોય તો બે રોટલી વધારે ખાજો પણ સાચુ માનતા શીખો સમજતા શીખો.

2.


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...