લોકવાયકા/કહેવતોની સમજૂતી...
1.
*💵💱 ૪ પૈસા.. 🛃💱*
*છોકરો કાંઈક કમાશે તો 4 પૈસા ઘર મા આવશે.*
અથવા
*4 પૈસા કમાવા માટે માણસ રાત દિવસ કામ કરે છે*
તો સવાલ છે કે આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં..❓❓
🙏🏻 *તો 4 પૈસા ની કહેવત ને નિકુંજ મહેતા એ વડીલો પાસે થી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..*
👉🏻 પહેલો પૈસો *કૂવા* માં નાંખવા નો.
👉🏻બીજા પૈસા થી *પાછળ નું દેવું* (કરજ) ઉતારવા નું.
👉🏻ત્રીજા પૈસા થી *આગળ નું દેવું* ચૂકવવા નું.
👉🏻ચોથો પૈસો *આગળ માટે જમા* કરવા નો....
👍🏻 *હજુ વાત ની ગુઢતા વાળી વિગતે સમજીએ.*
✅ *1. એક પૈસો કૂવા માં નાંખવાનો.*
એટલે કે પોતાના સંતાન પરિવાર નો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા ની વાત છે.
✅ *2. બીજા પૈસા થી પાછળ નું દેવું (કરજ) ઉતારવાનું.*
પોતાના માતા પિતા ની સેવા માટે તેમણે આપણું જતન કર્યું પાલન પોષણ કરી મોટા કર્યા તો તે કરજ ઉતારવા માટે.
✅ *3. ત્રીજા પૈસા થી આગળ નું દેવું ચૂકવવાનું.*
પોતાના સંતાન ને ભણાવી ગણાવી ને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. (એટલે કે ભવિષ્યનું દેવું)
✅ *4. ચોથા(ચાર) પૈસા આગળ માટે જમા કરવાનું.*
એટલે કે શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થ, અસહાયની સેવા અર્થે
👌🏻 *તો આ છે 4 પૈસાની વાત.*
Comments
Post a Comment