વ્યક્તિ વિશેષ...
1.
ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતવિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ.
મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું.
તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીના સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् આ વિષય ઉપર સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરના માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું.
કુરેશી સલમા દ્વારા સંશોધિત પૌરાણિક શિક્ષણના તથ્યોને ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધારે ઉપકાર સાબિત થશે. વર્તમાન સમયમાં અને આવનાર પેઢીને આપણા મહર્ષિઓ દ્વારા સંશોધિત અને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો કેવી રીતે ઉપકારક સાબિત થઈ શકે તેવું શ્રેષ્ઠ કાર્ય કુરેશી સલમાએ કર્યું છે. આ કાર્ય દ્વારા સાચા અર્થમાં કેળવણી અને ઘડતર તરફ એક દિશા નિર્દેશ મળી રહેશે તેમાં શંકાને સ્થાન નથી.
આ સંશોધન ગુજરાતના જ નહીં પણ આજે સૌથી મોટી એ ભ્રમણા ઉભી થઈ ગઈ છે કે સંસ્કૃત ફક્ત બ્રાહ્મણોની જ ભાષા છે. આ ભ્રમણા રાષ્ટ્ર વિરોધી તત્ત્વો દ્વારા ઊભું કરવામાં આવેલું એક સમજી વિચારેલું યોજના પૂર્વકનું ષડયંત્ર છે. સંસ્કૃત કોઈ ધર્મ, સંપ્રદાય કે કોઈ વિશેષ વર્ગની ભાષા નથી. સંસ્કૃત પ્રાચીન સમયમાં સૌની હતી અને આજે પણ સંસ્કૃત ભાષા સૌની છે એ મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃત માધ્યમમાં Ph.D. કરીને સાબિત કરી બતાવ્યું છે. આજના યુવાનો ફરીથી સંસ્કૃત તરફ આકર્ષિત થાય તે માટે કુરેશી સલમા જેવા વિદ્યાર્થીઓએ એ પણ સાબિત કરી બતાવ્યું છે કે આજે પણ સંસ્કૃતની ઉપયોગીતા એટલી જ છે જે યુગો પહેલા હતી.
2.
Comments
Post a Comment