વ્યથા પુરુષની...Pain of a man...आदमीका दर्द ।

 


1.

#HappyMensDay....

Women's day पर मिलती हजारों लाखों कमेंट्स 

पर

Mens day...पे ही दिखता सन्नाटा...

Everywhere.....# SoNotFair


मर्द ,पुरुष ,आदमी...

कोई भी नाम या संबंध से पुकारो ।

पापा, काका, मामा, भाई, नाना, ससुर, दियर, जेठ...

होना आसान नही !

ये पद पर होना भी आसान नहीं  !


उसे उम्रका हिसाब नहीं...

उसे कामका हिसाब नहीं...

उसे पैसेका हिसाब नहीं...

उसे समयका हिसाब नहीं...


नहीं उसे अपनी चिंता 

खोया रहता परिवार के सुख चेनके लिए ।

लोग कहते है मगर... हर नज़र उनकी गंदी नहीं ।

हर जिक्र उनका ताना नही ।

उसका अपना कोई अफसाना नहीं  ।


प्यार का कोई दिखावा नहीं 

ओर हर गुस्सा उनका

खतरनाक नहीं ।

 

न रोने को कंधा ,

न बांटनेको कोई, 

न खोने को कुछ, 

न सुकून को गोद,

माँ की ठपकी,

पापाकी थप्पड़े

बीवीका प्यार ???

दुनिया के सब विशेषण की बक्षिसे...

बडे होते संतानों की धृणा...

"पापा को कुछ नहीं आता " का शरपाव ।

सह कर्मचारीका जलना,

प्रेमिका का आँचल मिल जाये तो अच्छा मगर...


उनका भी दिल है यारो...

कोई तो संभालो यारो ...


डोले-सोले में मापे न मर्द को,

दिल बड़ा उनका भी देखो,

सबके लिए...

उनको गलत न ठहराओ...

उनको गलत न ठहराओ...


2.

૬૦ થી ૬૫ વર્ષ પછીની (રિટાયર્ડ થયા પછીની)  જીંદગી ની વાસ્તવિકતા , 


 પત્નિની પતિને સુધારવાની જીદ ચરમસીમાએ હોય છે.


તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા.


આ કોઈ એકલાનો પ્રશ્ન નથી, સમગ્ર પુરુષ જાતને લાગુ પડે છે.


સવાર પડે ને...


ઉઠો મારે ચાદર ખંખેરવી છે, વહેલા ઉઠવાનું રાખો.


બ્રશ કરતી વખતે સિંન્કનો નળ ધીમો રાખો, નીચે ટાઈલ્સ પર છાંટા ઉડે છે.


ટોયલેટમાંથી નીકળીને પગ લુછણીંયા પર પગ લુંછો. તમે આખા ઘરમાં રામદેવ પીરના ઘોડા જેવા પગલાં પાડો ને સાફ મારે કરવા પડે.


પોતું કરેલું છે, ગેલેરીમાં ના જતા વરસાદના છાંટા પડેલા છે, પાછા પગ ભીના લઈને રૂમમાં આવસો.


દાઢી કરીને બ્રસ ધોઈને ડબ્બામાં મુકો. 


નાહવા જાવ એટલે ચડ્ડીબંડ્ડી ડોલમાં નાખજો.


નીકળીને રુમાલ બહાર તાર પર સુકવો. 


માથામાં નાંખવાના તેલની બોટલ બંધ કરીને મુકતાં કીડીઓ ચટકે છે. 


હજાર વાર કહ્યું આ ભુરો મોટો કાંસકો નહી લેવાનો એ ગુંચ કાઢવા માટે છે. 


ધરે હો ત્યારે આ જાડી ટીશર્ટ ના પહેરતા હોય તો.


આ ચાની મલાઈ રકાબીની ધારે ન ચોંટાડતા હોય તો.


ફોન પર વાત કરતાં કરતાં ગેલેરીમાં શું કામ જતા રહો છો, ગામને સંભળાવવાનું છે.


મોબાઈલ જ મંતરવાનો હોય તો ટીવી શું કામ ચાલુ કરો છો.


છેલ્લી વાર કહું છું, ચલો જમવા,

 પંખો બંન્ધ કરીને આવજો. 


તોડેલી રોટલી પતે પછી જ બીજી તોડતા હોવતો. 


જો ફરી પાછું, કેટલી વાર કહ્યું, લેંઘાએ હાથના લુંછો.


કાગળીયું  ડસ્ટબીનમાં નાંખો, હાચું કહીયે તો મિસ્ટર બીન જેવું મો કેમ થઈ જાય છે. 


જમ્યા પછી તરત આડા ના પડો. 


સીંગ ચણાના ફોતરા તરત કચરાપેટી માં નાખો, આખા ઘરમાં ઉડે છે.


દીવાલે ટેકો દઈ ન બેસો તેલના અને ડાઈના ડાઘ પડે છે. 


સવારે તો પેપર દોઢ કલાક વાંચેલું, હવે એ ઓનલાઈન થોડું છે તે બદલાઈ જાય. 


પેપર વાળીને ટીપોઈ પર મુકતા હોતો.


હજી તો અડધો જ દિવસ પત્યો છે, અને આટલાં બધાં સુચનો!


આ સતત રણકતો રેડીયો એટલે જીવન સંગીત! 


🙏તમામ વડીલ દંપતી ને સમર્પિત 🙏


*અવશ્ય વાંચજો, બહુ જ સમજવા જેવું છે.*         

3.

 

       

*પુરુષ: સાત રંગોનું મેઘધનુષ*


*લેખિકા: એશા દાદાવાલા*


*એક સ્ત્રી માટે પુરૂષ શું હોઇ શકે?*


*તમારા નામની પાછળ લખાતું દીવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘરખર્ચની રકમ? તમારાં સંતાનોનો પિતા? સમય કરતાં વહેલા ભરાઇ જતા લોનના હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્શ્યોરન્સ, મેડિક્લેઇમનાં પ્રીમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ?* 


*પુરૂષ શું છે?*


*પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત?* 


*પુરૂષ એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલાબંધ રંગ ઠાલવતો રહે છે.*


*પુરૂષના આ સાત રંગ છે: સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ.*


*પુરૂષ એ સલામતી છે. અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી, પણ જેના સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીના ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી, પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જિંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર કે ઓફિસ સ્ત્રીના નામે કરી દેતી વખતે એને ક્યારે પણ એવો વિચાર આવતો નથી કે એ દગો દઇને જતી રહેશે તો? એ સલામત થવામાં નહીં, પણ સલામતી આપવામાં માનતો હોય છે.*


*પુરૂષનો બીજો રંગ છે સ્વીકાર. સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એના કરતાં પણ પુરૂષો માટે કોઇ પણ વાત કે પરિસ્થિતિનો સ્વીકાર વધારે સહેલો હોય છે. પત્ની પતિની નાની-નાની વાતને ગાઇ-વગાડીને મોટી કરી શકે છે, પણ પત્નીની નહીં ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા દેતો નથી. કશું પણ બદલી નાખવાના વિચારોને અમલમાં મૂકવા કરતાં એને સ્વીકારી લેવાનો રસ્તો એને હંમેશાં સહેલો લાગે છે.* 


*પુરૂષનો ત્રીજો રંગ છે સહકાર. આ એનો સૌથી મોટો ગુણ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે પીછેહઠ કરી લેતી હોય છે. પુરૂષ આવું કરતો નથી. બીજા પુરૂષને મદદ કરવાની વાત આવે ત્યારે એ પાછળ હટી જતો નથી. એ સહકારમાં માને છે.*


*પુરૂષનો ચોથો રંગ છે સંવેદના. એની પાસે પણ ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે એ રડીને, એને વ્યક્ત કરતો નથી. દીવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓ આખી જિંદગી એની છાતી સાથે વીંટળાયેલી રહે છે અને કોઇની પણ જાણ બહાર પુરૂષ એને લીલીછમ રાખવાના પ્રયત્નો કરતો રહે છે.*


*પુરૂષનો પાચંમો રંગ છે સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રી સૌથી વધારે સમર્પિત હોય છે. આ વાત સાચી છે, પણ એનો અર્થ એવો નથી કે પુરૂષો સમર્પિત હોતા નથી. સ્ત્રીનાં કમિટમેન્ટ કરતાં પુરૂષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘાટ્ટું હોય છે. ‘આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે’ એવું સ્ત્રી અનેકવાર કહેતી હોય છે. પુરૂષ આવું બોલતો નથી. એ વિના બોલે જવાબદારીઓ નિભાવતો રહે છે.* 


*પુરૂષનો સૌથી મહત્ત્વનો રંગ છે સંવાદ અને સંગાથ. સડી ગયેલા સંબંધમાં શ્રદ્ધા રાખીને એ છેલ્લે સુધી સંગાથ જાળવી રાખે છે. સ્ત્રી અબોલા લઇ શકે છે, પણ પુરૂષ માટે અબોલા સહેલા નથી હોતા. એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્ર્વાસ જેટલો જરૂરી થઇ જતો હોય છે.*


*‘જેન્ટલમેન કિસે કહેતે હૈ’...* *આયુષમાન ખુરાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. દુનિયાભરમાં સેંકડો સ્ત્રીઓએ મી-ટૂ કહ્યું. સંબંધમાંથી ફાયદો લઇ લીધા બાદ પોતાનો ઉપયોગ થયો છે એવું ગાઇ-વગાડીને ચીસો પાડનારી સ્ત્રીઓ સામે એક પણ પુરૂષે પોતે જાણ્યે-અજાણ્યે સીડી બન્યાની ફરિયાદ ન કરી, કારણ કે પોતે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટા ભાગના પુરૂષોમાં હોય છે. પોતે કરેલાં સમાધાનોને ગાઇ-વગાડીને કહેવાનું એમને માફક આવતું નથી.* 


*પુરૂષ ખુલ્લે આમ રડી શકતો નથી. ‘શયનેષુ રંભા, ભોજનેષુ માતા’ જેવો કોઇ શ્ર્લોક એના માટે બન્યો નથી એટલું જ, બાકી એ પણ એના હિસ્સાનો રોલ નિભાવતા હાંફી જતો હોય છે, તમારી જેમ જ. એણે ઘરમાં વાસણ માંજવાનાં હોતા નથી. રસોઇ બનાવવાની હોતી નથી. એણે ઓફિસે જવાનું હોય છે. ઢગલાબંધ વાવાઝોડાં સામે અડીખમ ઊભા રહેવાનું હોય છે. ઓફિસમાં રમાતા રાજકારણની સુનામીઓ વચ્ચેથી ભીના થયા વિના પસાર થવાનું હોય છે. એને પિરિયડ્સ આવતા નથી. કમર કે પગના દુખાવાની ફરિયાદ એ વારેવારે કરતો નથી. દોસ્તો સાથેની એની વાતમાં કેન્દ્રસ્થાને પત્ની, સાસુ, સસરા કે સાળો હોતા નથી.*


*એની પણ પોતાની ઇચ્છાઓ હોય છે. એની આંખો પણ સપનાંઓ જુએ છે. આ બધું હું શું કામ વેંઢારું એવો સવાલ એને પણ થતો હોય છે,પણ એ ચૂપ રહે છે. સપનાંઓ શૉપિંગ મૉલમાં વેચાતાં મળતાં નથી કે ઇચ્છાઓની કોઇ દુકાનો હોતી નથી, એવું એ જાણતો હોવા છતાં ગજવામાં તમારાં સપનાંઓ અને ઇચ્છાઓનું લાંબું લિસ્ટ લઇને આખો દિવસ ફરતો રહે છે.*


*ઇશ્ર્વરે એનું સર્જન કર્યું ત્યારે દુનિયાભરની હિંમત એની અંદર ઠાંસી-ઠાંસીને ભરી દીધી છે એવું નથી. અંધારાનો ડર એને પણ લાગતો જ હોય છે અને તોય તમારો હાથ પકડીને એ હિંમતથી કહી શકે છે કે ડરતી નહીં. સંજોગોથી એ પણ ડરી જતો હોય છે. મુશ્કેલીઓ સામે એને પણ ફફડાટ થતો હોય છે અને તોય નિર્ણયો લેવાની જવાબદારીમાંથી મુક્ત થયા વિના તંગ દોરડા પર સતત ચાલતો રહે છે. એ ગજબ છે.*


*પોતાની છાતીમાં મેઘધનુષ લઇને ફરતા પુરૂષને સમજવાનું તો અઘરું જ છે, પણ એના રંગોનો સ્વીકાર પણ મુશ્કેલ છે. મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઇએ.*

*આ એક જ વાતને સમજવાની જરૂર છે.*

4.

સુપ્રભાત સાથે" દેવાંગી ભટ્ટ " લેખિકા ની રચના


😍--------------  મારી દ્રષ્ટિએ પુરુષ ------------😍


“મેર મુઆ પાણો થઇ ભટકાણો તું, ને મોટું ઢીમણું થયુ’સ મારા માથે

કોને દઉં ગાળ્યું ને કોને ઘચકાવું, મેં તો વાળ્યું નખ્ખોદ મારા હાથે”


આ પંક્તિઓ મારા એક કાવ્યની છે. રખે માનતા કે આ કાવ્યમાં નાયિકા પુરુષ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી રહી છે. આ પ્રેમકાવ્ય છે, પણ એનો ભાવ ફટાણા પ્રકારનો છે.


ક્યારેક થાય છે આપણા વડવાઓએ ઘડેલા રીવાજો કેવા અદ્ભુત હતા. લગ્ન વખતે ગવાતા ફટાણામાં વ્હાલ અને ગાળનું મિશ્રણ રહેતું. અને એ મિશ્રભાવ જ સ્ત્રી-પુરુષના સ્નેહસંબંધનો સ્થાયીભાવ છે. બંગાળી ભાષામાં ‘રાગ’ શબ્દના બે અર્થ થાય છે ... ગુસ્સો અને પેશન . આ સંસારના બે ચાલકબળ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે પણ ‘રાગ’ શાશ્વત ભાવ છે(એના બન્ને અર્થ સહિત). તો આટલું કહ્યા પછી હવે હું મેલ જેન્ડર વિષેના મારા કેટલાક તારણો અહીં મુકીશ .... 


• વાસ્તવમાં જો વિશ્વના પુરુષોની વિચારપ્રક્રિયા કે માનસિકતાનો ગહન અભ્યાસ કરવામાં આવે તો એમાં સૌથી અગત્યના બે શબ્દો છે “મુકને પૂળો”. એમને બહુ મૂળભૂત બાબતો સિવાયની કોઈ વાતમાં ઝાઝી લપ કરવી ગમતી નથી . અતિ અનિવાર્ય ન હોય ત્યાં સુધી એ કોઈ વિષય પર બહુ ભાવનાત્મક કે ચિંતનાત્મક બની જતા નથી. “ખાવું, પીવું , સુવું અને મોજમાં રહેવું” એ આદિકાળથી એમનો મૂળ મંત્ર છે. ઉત્ક્રાંતિ સાથે પુરુષને વધુ સક્રિય અને સભ્ય બનાવવાના મરણીયા પ્રયત્ન થયા છે પણ છતાં .... દરેક પુરુષની અંદર જે સર્વોપરી ભાવ જીવે છે એ છે “ મુકને પૂળો”. ક્યારેક તો મને લાગે છે કે સ્ત્રીઓ ન હોત તો હજી આજેય પુરુષો પથ્થરયુગની ગુફાઓમાં પાંદડા પહેરીને આરામ કરતા હોત. “બળ્યું કોણ સભ્યતાઓ વિકસાવવાની ઝંઝટમાં પડે ... મુકને પૂળો”.


• બીજો એક અભૂતપૂર્વ ગુણ જે પુરુષપ્રજાતિમાં જોવા મળે છે એ છે સ્થિતપ્રજ્ઞતા. કદાચ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો વિષે કહ્યું છે એ આ વિશ્વના પુરુષોએ જ આત્મસાત કર્યું છે. જેમકે ઘરમાં ભયાનક અવ્યવસ્થા હોય, કોઈ પ્રસંગ હોય, મહેમાન આવવાના હોય, વાસણોની ધમાધમ થતી હોય...પણ ભાઈશ્રી આવા બાહ્ય દેકારાથી વિચલિત થયા વિના પોતાના આંતરતેજમાં સ્થિર થઈને સોફા પર પથરાઈને છાપું વાંચી શકે છે. એમનું આંતરતેજ એટલું અભૂતપૂર્વ હોય છે કે એમને આસપાસ થતા શુલ્લક અવાજો, રમખાણો, પોતાની નીચે દબાયેલા ઇસ્ત્રીના કપડા કશું જ સ્પર્શી શકતું નથી. ઇનફેક્ટ પત્ની વાત કરતી હોય ત્યારે એની સામે જોતા-જોતા “હમમ” કહેવું અને છતાં એકપણ શબ્દ ન સાંભળવો એ તો મહાયોગની અવસ્થા છે. આવા મહાયોગીઓ ફક્ત પુરુષોમાં જ સંભવી શકે છે. સ્ત્રી તો સાત જન્મ સુધી પીપળાના ઝાડ નીચે એક પગે ઉભી રહે તોય આવી સ્થિતપ્રજ્ઞતા કેળવી શકતી નથી. 


• એક અતિગંભીર મુદ્દો કે જેના વિષે વિજ્ઞાને પુરતું ધ્યાન નથી આપ્યું એ છે પુરુષોની રંગ ઓળખવાની અણઆવડત . જો તમે કોઈ સ્ત્રીને રંગ પૂછશો તો એ કહેશે “ શ્યામગુલાબી, ગાજરીયો, સિન્દુરીયો, ઘેરો રાતો, મરુન, ફૂલગુલાબી, પીચ, મજેન્ટા”. પણ એ તમામ રંગ પુરુષ માટે ફક્ત એક જ છે ‘લાલ’. હદ છે ને? ઈશ્વરે આટલી રંગબેરંગી સૃષ્ટિ બનાવી છે.. નીલરંગી સમુદ્રો અને ખુલતા પીળા સુર્યમુખી છે, કેસુડાંની ભભક કેસરી આભા છે અને ચમકતા મેઘધનુષ છે ... પણ હાય રે પુરુષ, એના માટે તો “લાલ પીળો ને વાદળી મુખ્ય રંગ કહેવાય”. આ દુનિયાની અડધી વસ્તી મેલ જેન્ડરની બનેલી છે, અને આટલો વિશાળ સમુદાય રંગઅંધતાથી પીડાતો હોય તો એની વેક્સીન શોધાવી જોઈએ. કેમ નહીં શોધાઈ હોય? Because 86% scientists of the world are men, so they must have thought “મુકને પૂળો”. 


• સ્ત્રીઓને માટે પુરુષોની જે લાક્ષણીકતા સૌથી અકળાવનારી છે એ છે એમનો ભૂલવાનો ભવ્ય વિશેષાધિકાર. નાં... નાં .. ભૂલી જવું એ કઈ જેવીતીવી વાત નથી, એના માટે સાત જન્મના પુણ્ય જોઈએ. કોઈકની આવેલી કંકોત્રી ભૂલી જવી, બીજાના જન્મદિવસ ભૂલી જવા, બિલ ભરવાનું ભૂલી જવું , પાંચ વસ્તુ લાવવાની કહી હોય એમાંથી ચાર ભૂલી જવી એ કેવી મોટી સિદ્ધિ છે. વળી વાત કઈ ખાલી વસ્તુઓ ભૂલવાની નથી. જીવનની આખીને આખી ઘટનાઓ, વાર્તાલાપો, સગા-સંબંધીના નામ બધું જ તેઓશ્રી ભૂલી જઈ શકે છે. મારે તો ક્યારેક એવું પણ બન્યું છે કે ઝગડો ચાલતો હોય, હું કોઈક જૂની વાત પર મેણું મારું અને મારા એ મને પૂછે કે “એવું ક્યારે થયેલું?”. મારે કજીયો મુકીને યાદ કરાવવા બેસવું ? વાહ રે આ અજ્ઞાનનો આશીર્વાદ ... બળ્યું સ્ત્રીઓને ઝગડામાંય શાંતિ નહીં લેવા દે આ લોકો.


તો વિશ્વના મહિલા સમુદાયની આ સાર્વત્રિક દાઝને વાચા આપવા જ પંક્તિઓ લખાયેલી કે  ... 


  “માહ્ય્લે ધગે સે મારે ચૂલો ને દાઝ મને એવી ચડે’સ મારા રોયા 

મોગરાની ડાળખી શા કુણા અમે , હાવ થોરિયાની માથે જઈ મોહ્યા”


anyway ... આ તો થઇ સંબંધોમાંથી રમૂજ શોધી કાઢવાની વાત .. પણ જીવનરથના બીજા ચક્ર સમો પુરુષ ન હોય તો આ વિશ્વમાં ગમતીલા રંગ ન રહે. દીકરીને આંગળી પકડીને બાળમંદિર મુકવા જતો પિતા, કોલેજના તોફાની મિત્રો, લગ્નના ફેરામાં ભીની આંખે જવ-તલ હોમતો ભાઈ, સપ્તપદીથી અંતિમ અગ્નિ સુધી સાથ આપનાર સાથી, માંદગીમાં ઓશિયાળી આંખે બિછાને બેસી રહેતો નાનકડો દીકરો ....આ બધી પુરુષની જ રંગછાયાઓ છે ને? 

 

 કદાચ સાહિત્ય અને કલામાં જેટલું સ્થાન સ્ત્રીને મળ્યું છે એટલું પુરુષને નથી મળ્યું. એની કથની અમુક અંશે અગેય રહી છે. ભલે આપણે કહીએ કે પુરુષપ્રધાન સમાજ છે પણ વાસ્તવમાં આખું સંસારચક્ર સ્ત્રીની આસપાસ જ ફરતું હોય છે. સર્જન અને સંવર્ધનના હક પ્રકૃતિએ સ્ત્રીને આપ્યા છે, પરિવર્તનો અને પરંપરાઓમાં પણ સ્ત્રી કેન્દ્રસ્થાને છે , વળી એને અભિવ્યક્તિ સહજ સાધ્ય છે .... આને લીધે પુરુષ જાણે સૃષ્ટિમાં સ્પેક્ટેટર હોય એમ પશ્ચાદભૂમાં જીવે છે. એનું ભાવવિશ્વ સહજ વહન જાણતું નથી. 


તમે બે જેન્ટ્સને શેરબજાર વિષે, રાજકારણ વિષે, શિક્ષણ વિષે વાત કરતા જોયા હશે ... પણ પોતાને દીકરી વળાવતી વખતે કેટલું દુખ થયું એની ચર્ચા કરતા ભાગ્યે જ જોયા હશે. They talk incidents, not emotions. એમની અનુભૂતિઓ છે પણ અભિવ્યક્તિ સુગમ નથી, એમને સામાજિક સેતુ બાંધતા આવડતું નથી. કદાચ આથી જ પાછલી ઉંમરમાં વિધવા થયેલી સ્ત્રી સંતાનો સાથે અનુકુલન સાધીને શાંતિથી જીવી શકે છે પણ એકલા પુરુષ માટે પત્ની વિના પાછલી અવસ્થા દુભર બની જાય છે. 


સરેરાશ પુરુષની સામાજિક અણઆવડત, એની અણઘડ શબ્દસૂઝ અને અલગારી સ્વભાવ જોઇને ક્યારેક તો મને લાગે છે  તે સાધુ થવા જન્મ્યા હોય અને સંસાર માં આવી ગયા હોય 


ખેર અંતે તો બે કિનારાના જોર પર જીવનદી વહે છે, અને બન્નેનું માહાત્મ્ય સરખું જ છે.  


તો આવા કાચા-પાકા, કેરીના ચીરીયા પર મીઠું ભભરાવ્યુ હોય એવા, બરફના ગોળા પર ચમકતા રંગો જેવા, આકાશમાં ઉડતી અને ઝોલા ખાતી પતંગ જેવા ઓપોઝીટ જેન્ડરને વ્હાલેરી સલામ. ઈશ્વર એમનો રાજ-સુહાગ સૃષ્ટિના અંત સુધી અખંડ રાખે નહિતર ઘરમાં બલ્બ બદલવા, ગરોળી કાઢવા, વાહન શીખવવા, દિવાળીમાં બાવા-જાળા પાડવા.. આપણે કરીશું શું?? 

🙏🙏🙏


••• 5 •••



Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...