કોરોના થકી લોકડાઉનથી લાધેલાં સત્યો...
1.
*લૉકડાઉનથી લાધેલાં સત્યો :*
*> જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે તેવી ખબર આજે પડી.....!*
*> પીઝા, બર્ગર જેવા બહારના ખોરાક અને ઠંડાં પીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે તેવી ખબર આજે પડી.....!*
*> હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે તેવી ખબર આજે પડી.....!*
*> હવે મોંઘીદાટ ટિકિટ ખરીદીને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ના જઈએ અને પરિવાર સાથે ઘરે બેસીને ઘરના નાસ્તા સાથે પિક્ચર માણી શકાય છે તેવી ખબર આજે પડી.....!*
*> ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત અને પરિવાર સાથે પણ ઉત્તમ સમય વિતાવી શકાય છે તેવી ખબર આજે પડી.....!*
*> જેન્યુઇન લાઇફ ખરેખર કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે તેવી ખબર આજે પડી.....!*
*> ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી જ શકાય છે તેવી ખબર આજે પડી.....!*
*> ફાલતું એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ઓછા પૈસામાં પણ સારી રીતે સરળતાથી દિવસો પસાર થઈ શકે છે તેવી ખબર આજે પડી.....!*
*> વોર્ડરોબ / શુઝ રેક / ડ્રેસીંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે તેવી ખબર આજે પડી.....!*
*> ઘરને અને પરિવારના સભ્યોને આટલી આત્મીયતાથી ફીલ કરી શકાય છે તેવી ખબર આજે પડી.....!*
*> સવારે શીડયુલ મુજબ જ જાગવાની કે રાતે સમયસર સુઈ જ જવું જરૂરી નથી તેવી ખબર આજે પડી.....!*
*> આ જ લાઇફ સ્ટાઇલ રહી તો ઓછું કમાઈએ તો પણ ઘર-રસોડું ચાલી શકે અને માનસિક શાંતિ મળી શકે તેવી ખબર આજે પડી.....!*
*> અંતિમ સત્ય:*
*મરણ પછી સ્મશાનયાત્રામાં WhatsApp / Facebookના હજારો સગાં-મિત્રોમાંથી ફક્ત પાંચ જ સંબંધો કામમાં આવશે તેવા સનાતન સત્યની ખબર આજે પડી.....!*
🙏🏻🙏🏻
2.
*બધું જ લોકડાઉન નથી!*
*સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!*
*ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!*
*પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!*
*પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!*
*પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!*
*વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!*
*સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!*
*કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!*
*સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!*
*પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!*
*ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!*
*જોયું!!!*
*આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!*
*જે છે તે જાણીએ , માણીએ ને વખાણીએ*
*માત્ર મન ને હૃદય લોકડાઉન ન થવા દઈએ*
*વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ*
3.
હવે દરેક વર્ષે માર્ચ ના ત્રીજા રવિવાર ને જનતા કરફ્યુ તરીકે ઘોષિત કરવો જોઈએ તેના થી ઘણા ફાયદા થશે
1.લુટ, હત્યા,એક્સિડન્ટ ના બનાવો ઓછા થશે
2.પેટ્રોલ ડીઝલ જેવા પુનઅપ્રાપ્ય ઈંધણો નો બચાવ થશે
3.પ્રદુષણ ની માત્રા માં નોંધપાત્ર ઘટાડો આવશે
4.ગામ અને શહેરો સ્વચ્છ રહેશે
5.પરિવાર વાદ ની ભાવના નો વિકાસ થશે
6.પ્રકૃતિ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થશે
7.પક્ષીઓ ને હરવા ફરવા માટે આઝાદી મળશે
8.માણસ માનસિક શાંતિ નો અનુભવ કરશે
9.નવા નવા વિચારો નું સિંચન થશે જેનાથી સમાજ પ્રગતિ કરશે
માનવ સભ્યતા એ આ પ્રકૃતિ નું નિકંદન કાઢ્યું છે એ વાત આજે સમજાઈ ગઈ.માણસો એ આ દુનિયા ને જીવવા લાયક રાખી નથી એ વાત આજે દરેક માણસ ને સમજ માં આવશે.
માટે આજ ના આ દિવસે સાંજે થાળી વગાડીયે ત્યારે સાથે સાથે સંકલ્પ કરીયે કે આ પૈસા અને વૈભવ પાછળ ની આંધળી દોટ નો ત્યાગ કરી ને એવું કોઈ કામ નહીં કરીએ કે પરમ કૃપાળુ પરમાત્માએ બનાવેલી આ સુંદર દુનિયા ને નર્ક મા ધકેલી દે કારણ કે આ પ્રકૃતિ માત્ર માણસ ની નહીં પરંતુ લાખો કરોડો અસંખ્ય અબોલ જીવ જંતુ તેમજ પશુ પક્ષીઓ ની પણ છે.
ભગવાન ને પ્રાર્થના કે માણસો ને સમજણ આપે આને આ કટોકટી ની સ્થિતિ માંથી વિશ્વ ને ઝડપી બહારુ કાઢે.
4.
Covid-19 શું શીખવાડ્યું ?
● જીવન માં સ્વછતા લાવતા શીખવાડ્યું.
● ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું.
● બહાર નું નહિ ખાવાં નુ શીખવાડ્યું.
● વધારે કઠોળ ખાતા શીખવાડ્યું.
● પોતાની ફરમાઈશ વગર નું ગરમ અને ટાઇમસર જમતાં શીખવાડ્યું.
● બાળકો ને બહાર નું જંકફુડ નહીં ખાવાં નુ શીખવાડ્યું.
● મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું.
● મૃત્યુ પાછળ ગુરુ- પારાયણ નહીં કરવાનું શીખવાડ્યું.
● મૃત્યુ પાછળ લાડવા નહીં કરવાનું શીખવાડ્યું.
● Birthday, congratulations, Get well soon and sympathy જેવી દરેક લાગણી social media, Mobil થી આપતા શીખવાડ્યું.
● પાન-મસાલા ઘરે બનાવતાં શીખવાડ્યું.
● છોકરાઓ ને ઘરે ટયુશન કરાવતા શીખવાડ્યું.
● ઈસ્ત્રી વગર ના કપડાં પહેરતા શીખવાડ્યું.
● રોજ ઘરે સેવીંગ કરતા શીખવાડ્યું.
● ઘરે દિકરા ના વાળ કાપતા શીખવાડ્યું.
● શારીરિક કસરત અને યોગ કરતાં શીખવાડ્યું.
● શરીર ને માનસિક, શારીરિક આરામ આપતા શીખવાડ્યું.
● રસોડા માં પત્ની ને મદદ કરતા શીખવાડ્યું.
● ભગવાન ની પૂજા-પાઠ દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું.
● પોલીસ, ડૉક્ટર નું સમમાન કરતાં શીખવાડ્યું.
● આપણા જીવ ની કિંમત શીખવાડી.
● માણસને માણસાઈ શિખવાડી.
આટલું જીવન માં દરરોજ કરીએ તો એક સુખી થવાનો અવસર છે.
Covid-19 શાપ નથી એક બોધ પાઠ છે.
5.
◆ ચંદ્ર પર જવાની વાત કરતો માણસ આજે ચોકમાં જતાં કે ઓળખીતાઓ ને મળતા પણ ડરે છે. ( અમૂક રખડે છે તેઓ માનસિક બિમાર છે)
◆ લોકોને 24 કલાક ઘરમાં કેવી રીતે રહેવાય તેની ખબર પડી.
◆ સાધુ, સંતો, મૌલવી, પાદરી, બાબાઓ, વિગેરે તમામ આપણાં જેવા સામાન્ય માણસ છે, ચમત્કારિક કે વિશેષ નથી. એમની કોઈ જરૂર નથી તેની ખબર પડી.
◆ પતિ પત્નીને ઘર કામની ખબર પડી.
◆ વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી.
◆ વડીલોની ઘરમાં શું હાલત છે તેની ખબર પડી.
◆ સંસ્થાઓ અને કંપનીઓને તેના કર્મચારી / કારીગર ની કિંમત શું છે ..? તેની ખબર પડી.
◆ વિદેશમાં વસતા લોકોને ભારત (વતન) શું છે..? તેની ખબર પડી.
◆ ભારતના શહેરમાં વસતા લોકોને ગામડું શું છે..? તેની ખબર પડી.
◆ ધમધમતા શહેરને લોકો શું છે, શાંતિ શું છે ? એની કિંમતની ખબર પડી.
◆ જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે ..? તેની ખબર પડી.
◆ ધર્મ કરતા શિક્ષણ, આરોગ્ય, દવાખાનાની જરુરીયાત અને કિંમત શું છે ? તેની ખબર પડી.
◆ જીવન માટે પર્યાવરણ અને પ્રકૃતિ કેટલી જરૂરી છે ? તેની ખબર પડી.
◆ પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેની ખબર પડી.
◆ લોકોને પોતાના સ્વાસ્થ્યની કિંમત શું છે તેની ખબર પડી.
◆ *અને છેલ્લે Last but Not Least દાન ક્યાં આપવું અને કોને આપવું !! એની ખબર પડી*
6. 13.4.21
*GOOD ARTICLE FROM DR.NIMIT OZA*
👌🏻👌🏻👇🏻
એવું લાગે છે કે સમય હવે બે વિભાગોમાં વહેંચાઈ જશે.
‘પ્રી-કોરોના’ યુગ
અને ‘પોસ્ટ-કોરોના’ યુગ.
ચિંતા, ડર, અનિશ્ચિતતા અને તકલીફોની પેલે પાર એક સુંદર વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે.
કોરોના એક રીમાઈન્ડર છે, આપણી આદતોને સુધારવાનું.
આપણા અભિગમને બદલવાનું.
કશુંક પામવા માટે મુઠ્ઠીઓ વાળીને શરૂ કરેલી દોડને બ્રેક મારવાનું.
કોરોનાએ એક સ્પીડ-બ્રેકરનું કામ કર્યું છે.
આ સમય ધીમા પડવાનો છે.
એ સમજવાનો છે કે વસ્તુઓ કરતા જીવતા મનુષ્યો વધારે મહત્વના છે.
આ સમય ‘હ્યુગા’નો છે.
‘હ્યુગા’નો સ્પેલિંગ છે HYGGE.
આ ડેનિશ સંસ્કૃતિનો શબ્દ છે અને ડેનમાર્કમાં આ શબ્દનું ખૂબ જ મહત્વ છે.
‘હ્યુગા’નો અર્થ થાય છે ‘હૂંફાળી ક્ષણો’.
ડેનમાર્કના પર્યટન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે હ્યુગા એટલે ‘ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિનો આનંદ લેવો અને એક હૂંફાળું વાતાવરણ સર્જવું.’
ઘરના બધા સભ્યો રાતે જમતી વખતે ઘરની બધી લાઈટ્સ બંધ કરીને મીણબત્તીના અજવાળામાં કેન્ડલ લાઈટ ડીનર કરે, તો એ હ્યુગા છે.
ગમતા લોકો સાથે મળીને કોઈ એક મૂવી જુએ, તો એ હ્યુગા છે.
હ્યુગા એટલે હેપીનેસ.
ડેનિશ સંસ્કૃતિ એવું દ્રઢપણે માને છે કે એક હદથી વધારે આવક આપણું સુખ કે આપણી ક્વોલીટી ઓફ લાઈફ વધારી નથી શક્તી.
આપણા જીવનની મીનીમમ જરૂરીયાતો પૂર્ણ થયા પછી, આ ‘હૂંફાળી ક્ષણો’ જ આપણો ‘હેપીનેસ ઇન્ડેક્સ’ નક્કી કરતી હોય છે.
હ્યુગા એટલે એવી સુખદ ક્ષણો કે એવા અનુભવો, જે આપણને આજીવન યાદ રહેવાના છે.
મમ્મીના ખોળામાં માથું મૂકીને વિતાવેલો સમય, પત્ની સાથે હિંચકા પર બેસીને પીધેલી ચા, આપણા વાળમાં દીકરીના હાથે તેલ નંખાવવું, પપ્પા સાથે કોઈ જોક શેર કરીને ખડખડાટ હસવું, રસોડામાં પરાણે ઘૂસ મારીને કોઈ ‘હોરિબલ’ વાનગી બનાવવી,
ઘરના સભ્યોનું સાથે મળીને ‘હાઉસી’ રમવું...
આ બધી ક્ષણો હ્યુગા છે.
બધાના ફોન બીજા કોઈ રૂમમાં સાયલન્ટ મોડ પર મૂકીને એકબીજા સાથે વિતાવેલી દરેક ક્ષણ હ્યુગા છે.
યાદગાર ક્ષણોની રેસિપી બહુ સરળ છે.
‘ફ્રિઝ’માંથી કાઢેલી કંટાળાજનક અને થીજી ગયેલી જિંદગીને, ગમતા લોકોની હૂંફ પર ધીમા તાપે ઉકાળીને, એમાં સ્વાદ-અનુસાર દરેકનો થોડો થોડો સમય ઉમેરીને, આ મિશ્રણને નવરાશની પળોમાં પ્રેમથી હલાવવું.
થોડી જ વારમાં કાચી રહી ગયેલી જિંદગીમાંથી એક સ્વાદિષ્ટ વાનગી બની ગયાની સુવાસ આખા ઘરમાં અને જીવનમાં ફેલાય જશે.
મજબૂરી કહો કે શીખ, આદેશ કહો કે શિસ્ત પણ હકીકત એ છે કે ઘરે રહીને યાદગાર ક્ષણો બનાવવાનો આવો ચાન્સ આપણને હજારો વર્ષોમાં એકવાર મળતો હોય છે.
આવું ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું અને કદાચ થશે પણ નહીં.
પરંતુ આપણે વૃદ્ધ થશું, ત્યારે આપણા પૌત્ર અને પૌત્રીઓને આપણે ‘કોરોના-સંસ્કાર’ની વાર્તાઓ કહેતા હશું.
કોરોના એક તાકીદ છે કે કદાચ આપણે ખોટી દિશામાં દોડી રહ્યા છીએ.
જે પામવાની દોડમાં, ઘર છોડીને રોજ સવારે આપણે નીકળી પડીએ છીએ, હકીકતમાં એ પામવા જેવું બધું ‘ઘરમાં’ જ છે.
અત્યાર સુધી જેમને માટે કમાયા છીએ, હવે એમને કમાવાનો સમય છે.
આ વિશ્વમાં ઘરથી વધારે હૂંફાળું અને રમણીય બીજું કશું જ ન હોય શકે, અને આ પ્રતીતિનો શ્રેય કોરોનાને જાય છે.
*-ડૉ. નિમિત્ત ઓઝા*
🍁 *AS PER GEETA*
*HAPPINESS IS INSIDE YOU.DONT SEARCH OUT SIDE*
*REMAIN HAPPY AND MAKE ALL HAPPY IN ALL SITUATION*
🍁🍁🍁🍁🍁
7.
श्री_कृष्ण_का_लॉकडाउन
🌹
महाभारत का अति सुन्दर सत्य वृतांत जो आज की परिस्थिति में जीवनदायनी संदेश से परिपूर्ण है
🌹👇🌹
एक कथा के अनुसार कुरुक्षेत्र के युद्धक्षेत्र को विशाल सेनाओं के आवागमन की सुविधा के लिए तैयार किया जा रहा था।
🌹
वहां हाथियों का इस्तेमाल पेड़ों को उखाड़ने और जमीन साफ करने के लिए किया जारहा था ऐसे ही एक पेड़ पर एक गौरैया अपने चार बच्चों के साथ रहती थी।
🌹
जब उस पेड़ को उखाड़ा जा रहा था ,तो उसका घोंसला जमीन पर गिर गया, लेकिन चमत्कारी रूप से उसकी संताने अनहोनी से बच गई। लेकिन वो अभी बहुत छोटे होने के कारण उड़ने में असमर्थ थे।
🌹
कमजोर और भयभीत गौरैया मदद के लिए इधर-उधर देखती रही। तभी उसने श्री कृष्ण को अर्जुन के साथ वहां आते देखा। वे युद्ध के मैदान की जांच करने और युद्ध की शुरुआत से पहले जीतने की रणनीति तैयार करने के लिए वहां आए थे।
🌷
उसने श्री कृष्ण के रथ तक पहुँचने के लिए अपने छोटे पंख फड़फड़ाए और किसी प्रकार श्री कृष्ण के पास पहुंची।
🌹
"हे श्री कृष्ण, कृपया मेरे बच्चों को बचायें क्योंकि लड़ाई शुरू होने पर कल उन्हें कुचल दिया जायेगा”
🌷
सर्व व्यापी भगवन बोले
"मैं तुम्हारी बात सुन रहा हूं, लेकिन मैं प्रकृति के नियम में हस्तक्षेप नहीं कर सकता”।
🌹
गौरैया ने कहा "हे भगवान ! मैं जानती हूँ कि आप मेरे उद्धारकर्ता हैं, मैं अपने बच्चों के भाग्य को आपके हाथों में सौंपती हूं। अब यह आपके ऊपर है कि आप उन्हें मारते हैं या उन्हें बचाते हैं"।
🌷
"काल चक्र पर किसी का बस नहीं है," श्री कृष्ण ने एक साधारण व्यक्ति की तरह उससे बात की जिसका आशय था कि वहां ऐसा कुछ भी नहीं था जिसके बारे में वो कुछ भी कर सकते थे।
🌹
गौरैया ने विश्वास और श्रद्धा के साथ कहा "प्रभु, आप कैसे और क्या करते हैं, वो मै नहीं जान सकती,"। "आप स्वयं काल के नियंता हैं, यह मुझे पता है। मैं सारी स्थिति एवं परिस्थति एवं स्वयं को परिवार सहित आपको समर्पित करती हूं”।
🌷
भगवन बोले "अपने घोंसले में तीन सप्ताह के लिए भोजन का संग्रह करो”
🌹
गौरैया और श्री कृष्ण के सवांद से अनभिज्ञ, अर्जुन गौरैया को दूर भगाने की कोशिश करते है । गौरैया ने अपने पंखों को कुछ मिनटों के लिए फुलाया और फिर अपने घोंसले में वापस चली गई।
🌷
दो दिन बाद, शंख के उदघोष से युद्ध शुरू होने की घोषणा की गई।
🌹
श्री कृष्ण ने अर्जुन से कहा की अपने धनुष और बाण मुझे दो। अर्जुन चौंका क्योंकि श्री कृष्ण ने युद्ध में कोई भी हथियार नहीं उठाने की शपथ ली थी। इसके अतिरिक्त, अर्जुन का मानना था कि वह ही सबसे अच्छा धनुर्धर है।
🌷
"मुझे आज्ञा दें, भगवान,"अर्जुन ने दृढ़ विश्वास के साथ कहा, मेरे तीरों के लिए कुछ भी अभेद्य नहीं है.
🌹
चुपचाप अर्जुन से धनुष लेकर श्री कृष्ण ने एक हाथी को निशाना बनाया। लेकिन, हाथी को मार के नीचे गिराने के बजाय, तीर हाथी के गले की घंटी में जा टकराया और एक चिंगारी सी उड़ी और घंटी नीचे गिर गई ।
🌷
अर्जुन ये देख कर अपनी हंसी नहीं रोक पाया कि श्री कृष्ण एक आसान सा निशान चूक गए।
"क्या मैं प्रयास करूं ?" उसने स्वयं को प्रस्तुत किया।
🌹
उसकी प्रतिक्रिया को नजरअंदाज करते हुए, श्री कृष्ण ने उन्हें धनुष वापस दिया और कहा कि कोई और कार्रवाई आवश्यक नहीं है।
🌷
“लेकिन केशव तुमने हाथी को क्यों तीर मारा ? अर्जुन ने पूछा।।
"क्योंकि इस हाथी ने उस गौरैया के आश्रय उसके घोंसले को जो कि एक पेड़ पर था उसको गिरा दिया था”।
🌹
"कौन सी गौरैया ?" अर्जुन ने पूछा। "इसके अतिरिक्त, हाथी तो अभी स्वस्थ और जीवित है। केवल घंटी ही टूट कर गिरी है!"
🌷
अर्जुन के सवालों को निरस्त करते हुए, श्री कृष्ण ने उसे शंख फूंकने का निर्देश दिया.
🌷
युद्ध शुरू हुआ, अगले अठारह दिनों में कई जानें चली गईं। अंत में पांडवों की जीत हुई। एक बार फिर, श्री कृष्ण अर्जुन को अपने साथ सुदूर क्षेत्र में भ्रमण करने के लिए ले गए। कई शव अभी भी वहाँ पड़े थे ,जो उनके अंतिम संस्कार का प्रतीक्षा कर रहे थे। जंग का मैदान गंभीर अंगों और सिर, बेजान सीढ़ियों और हाथियों से अटा पड़ा था।
🌹
श्री कृष्ण एक निश्चित स्थान पर रुके और एक घंटी जो कि हाथी पर बाँधी जाती थी उसे देख कर विचार करने लगे.
"अर्जुन," उन्होंने कहा, "क्या आप मेरे लिए यह घंटी उठाएंगे और इसे एक तरफ रख देंगे ?"
🌹
निर्देश बिलकुल सरल था परन्तु अर्जुन के समझ में नहीं आया। आख़िरकार, विशाल मैदान में जहाँ बहुत सी अन्य चीज़ों को साफ़ करने की ज़रूरत थी, श्री कृष्ण उस धातु के एक टुकड़े घंटी को रास्ते से हटाने के लिए क्यों कहेंगे ?
उसने प्रश्नवाचक दृष्टि से उनकी ओर देखा।
🌷
"हाँ, यह घंटी," कृष्ण ने दोहराया। "यह वही घंटी है जो हाथी की गर्दन पर पड़ी थी जिस पर मैंने तीर मारा था”।
🌹
अर्जुन बिना किसी और सवाल के भारी घंटी उठाने के लिए नीचे झुका। जैसे ही उन्होंने इसे उठाया, , उसकी हमेशा के लिए जैसे दुनिया बदल गई..... एक, दो, तीन, चार और पांच। चार युवा पक्षियों और उसके बाद एक गौरैया उस घंटी के नीचे से निकले । बाहर निकल के माँ और छोटे पक्षी श्री कृष्ण के इर्द-गिर्द मंडराने लगे एवं बड़े आनंद से उनकी परिक्रमा करने लगे। अठारह दिन पहले काटी गई एक घंटी ने पूरे परिवार की रक्षा की थी।
🌹
"मुझे क्षमा करें हे श्री कृष्ण, अर्जुन ने कहा,"आपको मानव शरीर में देखकर और सामान्य मनुष्यों की तरह व्यवहार करते हुए, मैं भूल गया था कि आप वास्तव में कौन हैं”
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
तो प्रिय दोस्तों 🤝👏🤝
आइये हम भी तब तक इस घोंसले रूपी " घर "मे परिवार के साथ, संयम के साथ, अन्न - जल ग्रहण करते हुए , प्रभु के प्रति आस्था रखते हुए विश्राम करें। जब तक की ये " घंटी " रूपी पाबंदियां हमारे लिए उठाई न जाएं ।
🌹🤝🌷🤝🌹🤝🌷🌹
8.
હાલની કોરોના મહામારીના સમયમાં ઘણાની નોકરી ચાલી ગઈ છે
અથવા
આવકમાં ઘટાડો થયો છે
એવા સમયે ખર્ચાઓને કાબુમાં રાખીને
બચત વધારવી ખુબ જ જરૂરી બની ગયું છે
શું આપ બચત વધારવા માંગો છો ?
નીચેના પ્રયોગો કરવાથી બચતમાં વધારો શક્ય છે
1) બ્રાન્ડનો પ્રેમ છોડવો પડશે
2) ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે
3) શોપિંગ મોલમાં જતા પહેલા શું ખરીદવું છે તેનું લિસ્ટ બનાવવું પડશે
4) ટેલિફોન બિલ ઉપર કંટ્રોલ કરવો પડશે
5) વ્યાજનો ખર્ચો ઘટાડવા માટે મોંઘી લોનોની જવાબદારીમાં ઘટાડાઓ કરવો પડશે
6) મોંઘી ઇન્સુરંસ પોલિસીઓ વિશે વિચારવું પડશે
(ઝીલ ઇન્વેસ્ટમેન્ટ રોકાણકાર જાગૃતિ અભિયાન અંતર્ગત)
9.
(બાનો હ્રદયભાવ )
ઘરમાં બધાં અકળાયા હતા
લોકડાઉનના સમાચાર સાંભળીને :
આવું તે કાંઇ હોતું હશે ?
માણસ ઘરમાં ને ઘરમાં શું કરે ?
બાને તો ચોવીસ કલાક ઓછા પડતા, ઘરમાં !
એમને યાદ આવ્યા પુત્રવધૂના શબ્દો :
આ વખતે બે રજાનો મેળ પડે તો
કબાટ સરખું કરવું છે.
પુત્ર પણ રાહ જોતો હતો એવા જ કોઇ યોગની
બૂકશેલ્ફ ગોઠવવા.
ટ્યુશનથી કંટાળેલી પૌત્રીની ઇચ્છા હતી
પડ્યા પડ્યા ટીવી જોવાની.
ને પૌત્રને તો કૈં જ નહીં કરવાની !
ઇશ્વરે જાણી લીધી હશે એમની ઇચ્છા
તે કહી દીધું : तथास्तु ।
જાહેર થયું લોકડાઉન અને
પડી ગઇ રજા..
આજે કેટલા વખતે ધ્યાન ગયું
આસપાસ ચહેકતા પંખીઓના અવાજ પર
બારીમાંથી દેખાતાં વૃક્ષ પર મ્હેકતા ફૂલો પર
અરે, ત્યારે ખબર પડી કે
આ સીઝનમાં જેને જોવા
લોંગડ્રાઇવ પર જઇએ છે
એવું જ એક વૃક્ષ તો છે અહીં પડોશમાં.
કેમ આમ થયું હશે ?
પછી યાદ આવી
બારી ઢાંકતા પરદાની બે બે જોડ.
બૂકશેલ્ફ પરથી મળે છે
નહીં વાંચેલી ચોપડી ..
આ ક્યારે લીધેલી ?
સાદ નથી આવતું, પણ
આ વખતે સમય છે ,
વાંચીશ રોકીંગ ચેરમાં ઝૂલતાં
જોકે વળી વિચાર આવ્યો કે
છેલ્લે ક્યારે બેઠા હતા એમાં આરામથી ?
લાવ્યા ત્યારે , કદાચ.
પછી તો એય ભૂલી ગઇ , ઝૂલવાનું.
સાચે જ,
રોકીંગ ભૂલી ગયેલી ચેર જેવાં જ છીએ આપણે સહુ !
આપણને સમય મળ્યો છે
ઘરમાં રહેવાનો, ઘરનાં સાથે રહેવાનો.
મનગમતું કરવાનો.
વોટ્સએપ ફેમિલીગ્રુપ પર જ વાત કરનારાને
અઘરું તો પડે આમ સામસામે વાત કરવાનું ,
નજર માંડીને એકમેકને જોવાનું ,
મ્હોરા વગરનાં ચ્હેરા કપરાં છે જીરવવાનું.
લાંબો ચાલ્યો છે લોકડાઉન
આરંભમાં જે ગમ્યું એનો હવે કંટાળો આવે છે.
પંખીના ટહુકા
ટ્રાફિકના અવાજની જગ્યા નથી લઇ શકતા.
ઝાડને ફૂલ ખીલે ને પાંદડા ખરે
એમાં શું જોવાનું ?
ડ્રેસરમાં હેંગર પર લટકતાં કપડાંય કંટાળ્યા છે.
હપ્તા ભરી ભરીને ,રસપૂર્વક બનાવેલા
ઘરનાં ઘરમાં હવે ગમતું નથી.
આ લોકડાઉન પૂરો થાય તો સારું !
સહુ નારાજ છે,
આખા ઘરમાં એક બા જ રાજી છે
ભર્યું ભર્યું ઘર જોઇને.
આમ તો
રોજ સવારનાં મૂંગા મૂંગા ,
કોઇને આડા ન આવી જવાય એની બીકે
સતત ઠાકોરજી સામે બેસી રહેતાં બા ,
સહુ જાય પછી જ બ્હાર નીકળતાં બા
હમણાં ખૂશ છે.
બા સ્વીટ ગાય છે એવું પૌત્રીએ કહ્યું છે.
બાનું સ્ટોરી ટેલીંગ પૌત્રને ગમે છે.
બાની સુખડી હવે પુત્રવધૂનેય ભાવે છે.
પુત્રનેય વતનમાં વીતેલું બાળપણ
યાદ આવે છે.
ઘરનાં સહુ માટે લોકડાઉન થયું છે
બા માટે લોકડાઉન ખૂલ્યું છે.
ઠાકોરજી સાંભળે તો આખા ઘરનું સાંભળે ને !
- તુષાર શુક્લ
...10...
Comments
Post a Comment