બી પોઝીટીવ ટુ બી નેગેટીવ...
*કોરોના બધાને થશે એ કદી પણ ન વિચારો !*
*અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે...*
*ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તને ફાંસી દ્વારા મોત ની સજા આપી દેવાની છે !,ફાંસી માં તો તું તડપી તડપી ને મરીશ,આમઈ તારે મરવાનું તો છેજ,પણ આપડા દેશ નાં વિજ્ઞાનિકો તારા પર એક પ્રયોગ કરવા માંગે છે,જેમાં તને એકદમ ઝેરીલો કોબ્રા સાપ થી મારીશું !...જે તને માત્ર એકજ ડંખ મારશે ને તું તરત જ મરી જઇસ ને તડપવું નહીં પડે ને તારી મોત દેશ માટે ઉપયોગી બની જસે ! ને તને એક શહીદ નો દરજ્જો આપવામાં આવશે ને તારું નામ ઇતિહાસ માં રહી જશે તો તે કેદી તૈયાર થઇ ગયો*
*કૈંદી સામે એક મોટો વિષધર સાંપ લાવવામાં આવ્યો અને કેદીની આંખો પર પટ્ટી બાંધીને ખુરશી પર બાંધી દેવામાં આવ્યો.*
*તેને સાંપથી ન ડસાવતાં,એક સેફ્ટી પિન ચુબવવામાં આવી.*
*આશ્ચર્ય કે કેદીનું 2 સેકંડમાં મોત થઈ ગયું.*
*પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં કેદીના શરીરમાં,*
*"વ્હેનમ સદુશ્યમ" વિષ મળ્યું.*
*આ વિષ ક્યાંથી આવ્યું જેનાંથી કેદીનું મૃત્યુ થયું ?*
*આ વિષ કેદીના શરીરમાં માનનસિક ધક્કાના કારણથી તેને જ ઉત્પન્ન કર્યું હતું.*
*તાત્પર્ય એ છે કે આપણી માનસિક સ્થિતિના અનુસાર Positive અથવા Negative*
*એનર્જી ઉત્પન્ન થાય છે*
*તદઅનુસાર જ આપણાં શરીરમાં "HORMONES" પેદા થાય છે.*
*90% બીમારીનું મુળ કારણ...,*
*નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું છે.*
*આજ મનુષ્ય ખોટા વિચારોનો "ભસ્માસુર" બનીને પોતાનો વિનાશ કરી રહ્યો છે.*
*મારાં મતાનુસાર કોરોનાને મનથી લગાવો, 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો પણ ઠીક થઈ ગયા છે.*
*આંકડા પર જાવ, અડધાથી વધારે લોકો વ્યવસ્થિત છે.*
*મૃત્યુ પામવા વાળા કેવળ કોરોનાના કારણે નહીં પણ તેમને અન્ય બીમારીઓ પણ હતી, જેનો તેઓ મુકાબલો ન કરી શક્યા.*
*એ યાદ રાખો ! કોરોનાના કારણથી કોઈ ઘર પર નથી મર્યા. બધાનું મૃત્યુ હોસ્પીટલમાં જ થયું, 10 લાખ કોરોના દર્દી માં થી મોત 30000 લોકોનું થયું છે. મતલબ 3% બાકી બધા ઠીક થઈ રહ્યાં છે, મોતનું કારણ હોસ્પીટલનું વાતાવરણ એવં મનનો ભય !*
*પોતાના વિચારો સકારાત્મક રાખો અને આનંદથી રહો.*
*કોરોનાથી જોડાયેલી બધી સાવધાનીઓનો ખ્યાલ રાખો, સારું તાજુ ભોજન ખાવ, વ્યાયામ કરો, સમય પર સૂવો અને *
*વિચાર કરો કે કેવા પ્રકારે આપણે બધાએ આવેલી જીવલેણ મહામારીથી મુકાબલો કરવો છે અને આ સંકટમાંથી મુક્તિ મળશે જ.*
••• 2 •••
પ્રિય મિત્રો,
જ્યારે પણ તમે તમારાં આડોશ પડોશમાં અથવા તમારાં કાર્યસ્થળની નજીક, COVID 19 થી કોઈ વ્યક્તિને ચેપ લાગે છે, તેને ક્વોરેન્ટાઇન / આઇસોલેશન સેન્ટર કે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યારે મહેરબાની કરીને તેમના નામે કે જાણે કોઈ ગુનો કર્યો હોય એમ વાતો કરી જે તે વ્યક્તિને શરમમાં ના મુકો..!
*એના બદલે.....*
● તમારાં ઘર, બાલ્કની અથવા તમારી બારી માંથી, અને શક્ય હોય તો બહાર નિકળી તેમનાથી દુર ઉભા રહી અને એમને હિંમત આપો, બોલ્યાં વગર માત્ર અંગૂઠાથી 👍🏻વિશ્વાસ અપાવો...
● તેમને સારા નસીબ અને ઝડપી પુનઃ સારા થવાની પ્રાપ્તિની શુભેચ્છાઓ આપો...
● તેમનો આદર કરો...
● તેમના માટે પ્રાર્થના કરો...
● અનુભવો કે તેઓ સારા માણસ છે, ગુનેગાર નથી...
● શક્ય હોય તો એક બે દિવસે ફોન દ્વારા તેમની અને તેમનાં પરિવારજનો ની ખબર અંતર પુછો...
● અન્ય લોકોમાં ગભરાટ અને અપમાનનો ભય ના ફેલાવો...
● યાદ રાખો કે તેઓ ફક્ત અસ્વસ્થ છે, ગુનેગાર નથી, આજે તેઓ 'કોરોના' થી પિડીત થયાં છે, *કાલે આપણો પણ નંબર આવી શકે છે...*
● તેઓ સાજા થઈ જશે પણ લોકોએ કેવું વર્તન કર્યું તેની યાદશક્તિ તેમનાં મનમાં કાયમ રહેશે!_
આપણે બધાં સાથે મળીને આ લડતમાં છીએ !!
*પ્રેમ ફેલાવીએ અને આત્મવિશ્વાસ વધારીએ....*🙏
••• 3 •••
હાલમાં ઘણાં એવા લોકો હશે, જે બહારથી તો બરોબર દેખાતા હશે, પણ અંદરથી ઘણાં તૂટેલ હશે, કારણકે ઘણા દિવસ થી રોજગાર બંધ છે, અને જે લોકો ક્યારે કોઈ પાસે થી માગેલ નહીં હોય તેવા લોકો ને જરૂર મદદ કરશો, કારણ કે એમનો ઝમીર જીવતો હોય છે એમણે ઘણી શરમ આવે છે તો............
*૧. તમારા પાડોશી ના ઘરની પરિસ્થિતિ તાપસ કરો.*
*૨. દોસ્ત ની ઘરની તપાસ કરો.*
*૩. અને એમને બની શકે તો ઘરનો રાસન આપો.*
*૪. અથવા રૂપિયા રોકડા આપો.*
*૫. ઉધાર આપું છું પછી આપી દેજો કહી દેવાનું.*
*૬. પૂછતી વખતે તેના મોઢા સામે ના જોવું.*
*૭. એ દોસ્ત ને ફોન અથવા એકલાં હો ત્યારે પૂછવું.*
*૮. અને દાન લાયક હોય તો, તેને દાન ના રૂપિયા આપવા તેને કહેવાની જરૂર નથી કે આ દાન ના રૂપિયા છે.*
*૯. સગા સંબંદીઓ ને પૂછો કે કોઈ ચીજ વસ્તુઓ ની જરૂર ખરી !*
*૧૦. અને તમે ના આપી શકતા હો તો બીજા ને કહો.*
*૧૧. ચાર જણના પરિવાર ને રૂપિયા 2500 માં જીવન જરૂરી સમાન પૂરી પાડી શકાય છે.*
*૧૨. ખાસ વાત આ મેસેજ આગળ જરૂર મોકલજો જેનાથી તમે નહીં તો બીજા વાંચનાર જ કોઈ ની મદદ કરે અને આ મેસેજ નો જવાબ તમને અને મને મળશે.*
*૧૩. જરૂર નથી કે ૮૦૦૦ નો મોબાઈલ હશે તો તે વ્યક્તિ ઘરમાં પણ બરાબર હશે !*
*૧૪.મિત્રો, કોઈની મજબૂરીનો લાભ ન લેતાં, પણ યથાશક્તિ મદદ કરજો, કુદરત જરૂરથી તમારી કદર કરશે.*🙏🙏🙏
••• 4•••
*ભગવાન કરી દેને પાછું આવું*
ગલીએ ગલીએ મંડપ બઁધાય
શેરીઓમાં પંગત જમાય
હોસ્પિટલો થાય ખાલીખમ
ને હોટેલો ના હોલ ઉભરાય
સ્કૂલ ના ખંડ ધમધમે
ગ્રાઉન્ડ ઉપર વિદ્યાર્થી દેખાય
દવા ને ઇન્જેક્શન ના બદલે
થિયેટર માં લાઈનો દેખાય
માસ્ક થાય ભૂતકાળ ની વાત
હસતા ચેહરા આર્કષક દેખાય
રસ્તે દૌડતી એમ્બ્યુલન્સ ના બદલે
મેળા માં દૌડતી પબ્લિક દેખાય
ડોક્ટરો લે હાશ નો શ્વાસ
ને દુકાનદારો નવરા ના દેખાય
આવે પેપરમાં મેળાની વાતો
શ્રદ્ધાંજલિ નું પાનું ગૂમ થાય
તહેવારો ઉજવાય રંગેચંગે
દુનિયા પાછી ખુબસુરત થાય
થાય માનવજાત ને હાશકારો
ફેર ધબકે શહેર ગામ
કહે કવિ રાવ પ્રભુ કર કૃપા
નાપાક કોરોના ગૂમ થાય !!!
🙃🦚🌹🌼💓🌼🌹🦚🙃
••• 5 •••
ગુજરાતની વસતિ ૬ કરોડ. રોજના કેસ સરકારી ચોપડે પાંચ-છ હજાર. માની લઈએ કે આંકડા સરકાર છુપાવે છે અને આ આંક દસ ગણો વધુ છે તો પણ થયા રોજના પચાસ-સાઈઠ હજાર કેસ! હવે છ કરોડ વસતિ સાપેક્ષે સરખાવો તો આ કેસ 0.1% પણ ન થયા. કોરોનાની બંને લહેરોના મળીને ગુજરાત પૂરતા કેસ આશરે સાડા ત્રણ લાખ આસપાસ છે. ચલો માનો આ સંખ્યા પણ ડબલ છે તોય કુલ વસતિના ફક્ત 1% લોકો સંક્રમિત થયા કહેવાય..જે કાંઈ જ ના કહેવાય..માટે બહુ કેસ આવે છે..હવે શું થશે.. એવાં વિચારો ના કરો..કેસ વધે છે તો લોકો સાજા ય થાય છે..એ પણ ઘરે રહીને જ..માટે ચિંતા છોડો..હળવા બનો..મોજ મા રહો હસતા રહો અને બીજા ને ખુશી આપે તેવુ વાતાવરણ બનાવો,શક્ય હોય ત્યા એક બીજા ને મદદરૂપ થાવ
👉ૠતુ ફરે અટલે શરદી ઊધરસ તાવ આવે તે સામાન્ય છે શરીર માટે તે અપડેટ છે.
👉પૃથ્વી પર કોઇ એવુ વ્યકતી ના હોય જે સામાન્ય બીમાર ન પડ્યુ હોય.
👉પણ મન ની બીમારી અલગ છે.તે બીમાર રહે તો તરત શરીર બીમાર થાય.
👉કોઈ પણ વાત ને સતત વીચારવા થી મન ના કારણે શરીર બીમાર થઇ શકે છે વીચારો ની ઉર્જા શરીર અને મન ને ગતી આપે છે.
👉શરીર માટે ભોજન સમ્યક લેવા થી શરીર સ્વસ્થ રહે છે, મન ને પણ સમ્યક ભોજન આપવુ.
👉ક્રોધ ,લોભ , મોહ ,ભય થી મનને દૂર રાખો...*
👉આપણુ મનુષ્ય શરીર બે ચાર વર્ષમાં નથી બનેલ, કરોડો વર્ષો ના અપડેટ પછી બનેલુ છે.
👉આપણા શરીર મા 70 % પાણી છે, પાણી શરીર માટે અમૃત છે.
👉દવા ની શોધ તો 100 વર્ષ પહેલા થઈ, એક એક શરીર નો કોસ દરેક વાયરસ ને ઓળખે છે..
👉શરીર ને શાંતી થી આરામ આપો, પોઝિટિવ વિચારો બાકી નુ બધુ કામ શરીર ઓટોમેટીક કરે છે..
👉આપણું શરીર આખા બ્રહ્માંડ નુ અદ્દભૂત મશીન છે, મન સ્વયં માં સ્થિર રાખો અને આરામ કરો..
👉જે જીવન મળેલ છે તે આનંદ થી માણો....
👉પૃથ્વી ઉપર આપણે બધા એક યાત્રી છીએ.
👉કાયમી વીઝા કોઈ ને મળ્યા નથી, એક યાત્રી તરીકે જીવન જીવી નીકળી જવાનું નક્કી જ છે.
માટે મોજ મા રહો હસતા રહો.
••• 6 •••
ચક્રવર્તી રાજા અશોકે જ્યારે ચારેય તરફ પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું ત્યારે એણે જીતેલા પ્રદેશોમાં એકમાત્ર કલિંગ એવું રાજ્ય હતું કે જે અજેય હતું. રાઈના દાણા જેવડો પ્રદેશ પણ કોઈ રાજવીને મચક આપતો નહીં. ખરા અર્થમાં ચક્રવર્તી બનવાના પ્રલોભને સમ્રાટ અશોકે કલિંગ ઉપર ચઢાઈ કરવાનો નિર્ણય કર્યો. આ તરફ સમ્રાટ અશોક યુદ્ધ કરવા આવે છે એ સમાચાર સાંભળીને કલિંગની પ્રજાએ બાંયો ચઢાવી. પોતાનાથી બનતું બધું જ કરી છૂટવાનો એમણે નિર્ણય કર્યો.
પોતાના પ્રદેશની સરહદ ઉપર તેઓ સમ્રાટ અશોકની સેનાનો ખુલ્લી છાતીએ સત્કાર કરવા સજ્જ થયા. એવામાં દૂર આકાશમાં ધૂળનું તોફાન ઉઠ્યું. સમ્રાટ અશોકના લશ્કરે જાણે આકાશને ધૂળથી રંગી દીધું. લશ્કર નજીક આવ્યું અને અગાઉ ક્યારેય ન થયું હોય એવું યુદ્ધ થયું. કલિંગના લોકો એવું લડ્યા કે સમ્રાટ અશોકની સેનાને મહાત આપી દીધી. જે રાજાની સેનાને કોઈ નહોતું હરાવી શક્યું એને કલિંગ જેવા નાનકડા રાજ્યની પ્રજાએ પોતના જુસ્સા વડે હરાવ્યું! ઉત્સવનો આ અવસર હતો. સહુ કોઈ જીતના ઉન્માદમાં ઝૂમી ઉઠ્યા. પણ આ શું? દૂર ક્ષિતિજે ફરી ધૂળની ડમરી ઉડી. કલિંગના એક સૈનિકની દ્રષ્ટિ એ તરફ પડી અને એણે તમામ લોકોને ફરી યુદ્ધ લડવા સતર્ક કર્યા! એકાએક એ લોકોને ખ્યાલ આવ્યો કે સમ્રાટ અશોક તો એની સેના સાથે આવ્યો જ નહોતો, ખરું યુદ્ધ તો હવે લડાવાનું હતું. ખરી સેના તો હવે આવી રહી હતી. પરંતુ હવે એમની પાસે પહેલા જેવો જુસ્સો નહોતો, યુદ્ધ જીતવાનો ઉન્માદ એમના લડી મરવાના જુસ્સાને ઓગાળી ગયો. તેમ છતાં યુદ્ધ તો થયું, પરંતુ ચંડ અશોકે કત્લેઆમ ગુજારી! અગાઉ ક્યારેય ન દિઠેલી તારાજી સર્જાઈ અને સમ્રાટ અશોકે કલિંગ પોતાની કુનેહથી જીતી લીધું! આજે આ વાર્તા અહીં કેમ લખી જાણો છો?
તમારા વિતેલા વર્ષને યાદ કરો! કોરોનાની જ્યારે પહેલી સેના આવી હતી ત્યારે આપણે વોશ બેઝિન સામે ૨૦ સેકન્ડ હાથ ધોતા હતા, માસ્ક વ્યવસ્થિત પહેરતા હતા અને કોરોનાને નાથવા કંઈપણ કરી છૂટવાનો જુસ્સો આપણી અંદર થનગનતો હતો. જેનું પરિણામ એ આવ્યું કે આપણે કોરોનાને ઘણો ખરો હંફાવી દીધો. જીતના ઉન્માદમાં આપણે એવો જલસો કરી બેઠા કે ૨૦ સેકન્ડ હાથ ધોવાનું ભૂલી ગયા, સામાજિક મેળાવડા કરી બેઠા અને માસ્ક નાકની નીચે પહેરવા માંડ્યા! પણ સમ્રાટ કોરોના એની ખરી સેના લઈને આવવાનો તો બાકી હતો! પોતાના કુનેહથી એ એવો તે ત્રાટક્યો કે આપણને ફરી એણે ઘૂંટણિયે કરી દીધા! કોણે શું કર્યું એ વિચારવાનો હવે સમય નથી, જે થયું એને બદલી નથી શકવાના પરંતુ ફરીથી પેલો કોરોના સામે લડી મરવાનો જુસ્સો તો ફરી જગાવી જ શકીએ ને? ૨૦ સેકન્ડ વોશ બેઝિનની સામે હાથ ધોતા ધોતા "ઓમ ભુર્ભુવ: સ્વ:" તો બોલી જ શકીએ ને? માસ્ક વ્યવસ્થિત તો પહેરી જ શકીએ ને? સોશ્યલ ડિસ્ટન્સ તો પાળી જ શકીએ ને? દિવસમાં બે કે ત્રણ વખત નાસ કે ઉકાળા તો લઈ જ શકીએ ને?
કહેવાય છે કે કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને એણે સન્યાસ લઈ "બુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ કર્યું!"કોરોના આવું કરશે કે નહીં એની કોઈ ગેરન્ટી નથી, પણ હા! જો લડવાનો જુસ્સો કાયમ ટકાવી શક્યા ને તો આપણી હાલત કલિંગની પ્રજા જેવી નહીં જ થાય એની ગેરન્ટી છે!
યુદ્ધ ત્યાં સુધી સમાપ્ત નથી કહેવાતું જ્યાં સુધી સામેની સેનાનો છેલ્લો સૈનિક કાં તો બંદી બને અથવા તો મૃત્યુ પામે! લડતા રહીએ અને બસ જીતતા રહીએ!
••• 7 •••
*પ્રિય મિત્રો,*
*જ્યારે પણ તમે તમારાં આડોશ પડોશમાં અથવા તમારાં કાર્યસ્થળની નજીક, COVID 19 થી કોઈ વ્યક્તિને ચેપ લાગે છે, તેને ક્વોરેન્ટાઇન / આઇસોલેશન સેન્ટર કે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યારે મહેરબાની કરીને તેમના નામે કે જાણે કોઈ ગુનો કર્યો હોય એમ વાતો કરી જે તે વ્યક્તિને શરમમાં ના મુકો..!*
*એના બદલે.....*
*● તમારાં ઘર, બાલ્કની અથવા તમારી બારી માંથી, અને શક્ય હોય તો બહાર નિકળી તેમનાથી દુર ઉભા રહી અને એમને હિંમત આપો, બોલ્યાં વગર માત્ર અંગૂઠાથી 👍🏻વિશ્વાસ અપાવો...*
*● તેમને સારા નસીબ અને ઝડપી પુનઃ સારા થવાની પ્રાપ્તિની શુભેચ્છાઓ આપો...*
*● તેમનો આદર કરો...*
*● તેમના માટે પ્રાર્થના કરો...*
*● અનુભવો કે તેઓ સારા માણસ છે, ગુનેગાર નથી...*
*● શક્ય હોય તો એક બે દિવસે ફોન દ્વારા તેમની અને તેમનાં પરિવારજનો ની ખબર અંતર પુછો...*
*● અન્ય લોકોમાં ગભરાટ અને અપમાનનો ભય ના ફેલાવો...*
*● યાદ રાખો કે તેઓ ફક્ત અસ્વસ્થ છે, ગુનેગાર નથી, આજે તેઓ 'કોરોના' થી પિડીત થયાં છે, કાલે આપણો પણ નંબર આવી શકે છે...*
*●તેઓ સાજા થઈ જશે પણ લોકોએ કેવું વર્તન કર્યું તેની યાદશક્તિ તેમનાં મનમાં કાયમ રહેશે!_*
*આપણે બધાં સાથે મળીને આ લડતમાં છીએ !!*
*પ્રેમ ફેલાવીએ અને આત્મવિશ્વાસ વધારીએ....*🙏
🙏🌹🙏
••• 8 •••
ચલો આજથી અને અત્યાર થી જ એક be positive અભિયાન ની શરૂવાત કરીએ. કોરોના ના કેસ વધ્યાં, ભયાનક પરિસ્થિતિ છે , ઈન્જેકશન નથી મળતા , સ્મશાન માં બોડી સળગાવવામાં લાઈન પડી છે, ડોક્ટરો લૂંટે છે આવા બીજા અઢળક નેગેટિવ સમાચારો થી દુર રહો , અને જે આવા મેસેજ મૂકે એને પર્સનલ આ મેસેજ મુકો અને કહો નેગેટિવ મેસેજ પાસ કરવા નહીં delete કરવા.. સાવચેત રહો, એનર્જી ફૂડ ખાવ અને આનંદ માં રહો, હું આ મેસેજ 5 કુટુંબ ને જરૂર મોકલીશ. તમે પણ આ be positive અભિયાન માં જોડાવ અને 5 કુટુંબ ને અવશ્ય મોકલો... કારણકે હવે કોરોના માત્ર શરીર નો રોગ નથી રહ્યો, પણ ધીરે ધીરે માનસિક રોગ બનતો જાય છે.. તો ચાલો શરૂવાત કરીએ....🙏🏻🙏🏻🙏🏻
••• 9 •••
કદાચ દરેક વ્યક્તિના જીવનમાં વર્તમાન સમય કપરો છે. મારા સ્વજનોમાં પણ ઘણાં પોઝીટીવ છે.
આવાં સમયમાં જો કોઈ વ્યક્તિ જે કોરોનાગ્રસ્ત હોય, અને એકલાં પોતાની રૂમમાં સમય કાઢતાં હોય, અને માનસિક રીતે ડીપ્રેશન જેવી સ્થિતિ લાગતી હોય, અને સારી વાતો કે વાર્તાઓ થકી થોડી હળવી પળો પસાર કરવાં ઇચ્છતાં હોય તો મને (+91)9979978343 પર વોટ્સએપ પર સમય લખીને કહેજો. હું તમે કહેલાં સમયે ફોન કરીશ.
જ્યારે આસપાસ આટલું બધું બનતું હોય ત્યારે માનસિક રીતે ડીપ્રેશન કુદરતી છે. અત્યારે મનમાં થયું કે હું કોઈ અજાણ્યાંના જીવનમાં અને ચહેરાં પર બે ક્ષણ માટે અજવાળું પાથરી શકું તો મને લાગશે કે કુદરતે મને આપેલી શબ્દોની ભેંટ સાર્થક.
હું વધુ નહીં તો દસ-વીસ મિનીટ વાત કરીશ. જેટલાં લોકો સાથે વાત કરી શકું એટલાં લોકો સાથે કરીશ. મેડીકલને લગતી વાત કે સલાહ માટેનું મારું જ્ઞાન ઓછું છે, પરંતુ નાનકડી મીઠી વાર્તાઓ કહી શકું, અથવા તમે ખાલી થવા માંગતા હો તો સતત સાંભળી શકું, અથવા ખબરઅંતર પૂછીને મનોમન આપને માટે પ્રાર્થના કરી શકું.😊
- જયંતીભાઈ આઈ.પરમાર "નિર્દોષી"
(આજે આ શુભ ઉદ્દેશની શરૂઆત કરી છે. હું આ મિશનમાં જોડાઉ છું. આપ પણ જો ઈચ્છો તો જોડાશો. તો આપનો નમ્બર લખજો)
••• 10 •••
ભરૂચ હાંસોટ થી
પ્રિન્સિપાલ વિ કે પટેલ દ્વારા મોકલાયેલ ડોક્ટર નિમિત્ત ઓઝા નો લેખ
🌹પોઝીટીવ થીંકીંગ🦚
🔴એ રાત હું ક્યારેય નહીં ભૂલી શકું. હાઈ ગ્રેડ ફિવર, સુપાઈન પોઝીશનમાં ડ્રોપ થતું ઓક્સિજન સેચ્યુરેશન અને મગજમાં કોઈએ બોમ્બ ફોડ્યો હોય એવો હેડેક. હું લગભગ આખી રાત જાગેલો. It was like a ‘dark night of the soul’. એ રાતે મને ઈરફાન ખાનના એ શબ્દો યાદ આવ્યા, જે તેમણે પોતાના કેન્સરના નિદાન પછી એક પત્રમાં લખેલા.
આ પૃથ્વી પર આપણી ઔકાત કોઈ અજાણ્યા સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે આમ થી તેમ ફંગોળાઈ રહેલા એક બોટલના બુચ જેટલી છે. આપણને આજીવન એવો ભ્રમ રહ્યા કરે છે કે આપણે આ મોજાને કાબુમાં કરી લેશું પણ હકીકતમાં આપણી ગતિ, નિયતિના પ્રવાહો નક્કી કરે છે.
વેક્સીનના બંને ડોઝ લીધા હોવાથી કોવીડના આટલા Severe symptoms મેં expect નહોતા કર્યા. પણ માર્ગારેટ મિશેલનું એક અદભૂત ક્વોટ છે એમ ‘આપણે જે ઈચ્છીએ છીએ, એ બધું આપણને આપવા માટે જિંદગી બંધાયેલી નથી.’
ફુલ્લી ઈમ્યુનાઈઝ્ડ લોકોમાં કોવીડ ભાગ્યે જ મૃત્યુમાં પરિણમે છે એ જાણતા હોવા છતાં પણ એ કાળી અંધારી રાતે એક સવાલ મનમાં વારંવાર થયા કર્યો, ‘શું મારું સ્ટેશન આવી ગયું છે ?’
પણ મારી અંદર રહેલી રેશનલ સાઈડ આ વાત સ્વીકારવા તૈયાર નહોતી. તેણે આ પૃથ્વી પર બાકી રહેલા મારા પર્પઝ ગણાવવાનું શરૂ કરી દીધું. ‘હજી તો દીકરી સાથે કેટલા બધા કિસ્સા શેર કરવાના બાકી છે, પત્ની સાથે વૃદ્ધ થવાનું બાકી છે, મમ્મી-પપ્પાની સેવા કરવાની બાકી છે, નવી હોસ્પિટલને હજી એક જ વર્ષ થયું છે – એને ગ્રો નહીં કરવી પડે ?, કેટલીય સર્જરીઝ પેન્ડીંગ છે, સપ્ટેમ્બરમાં એક નોવેલ આવે છે, એની પહેલા મૃત્યુનું પુસ્તક. No, No, No. It cannot be my last book. છેલ્લું પુસ્તક તો આત્મકથા હોવી જોઈએ, જે લખવાને હજી ઘણી વાર છે.’
મારામાં રહેલી ડરપોક અને કોન્શિયસ સાઈડ વચ્ચેનો આ સંઘર્ષ સવાર સુધી ચાલ્યો. પણ સવાર પડતા સુધીમાં એક વાતની ક્લેરિટી આવી ગઈ કે જે કાંઈ પણ થાય, આપણી જિંદગી બોનસ જ છે. ચાર કરોડ શુક્રાણુઓમાંથી આપણી પસંદગી કરવા માટે, આપણે ક્યાં બ્રમ્હાંડને કોઈ અરજીઓ કરેલી ? અને તેમ છતાં આટલું સુંદર જીવન આપવા માટે આપણે ક્યારેય એનો આભાર નથી માન્યો. આપણને મળેલી જિંદગી માટે આપણે છેલ્લે ક્યારે કૃતજ્ઞતા બતાવેલી ? એની નજરોમાં કદાચ નાલાયક કે Undeserving હશું તો પણ સાવ અનાયાસે જ મોકલી દીધા, આ સુંદર વિશ્વને અનુભવવા માટે. લોકોને પ્રેમ કરવા માટે. કંઈક યોગદાન આપવા માટે. તો એને હક છે યાર ગમે ત્યારે આ પ્રિવિલેજ વિથડ્રો કરી લેવાનો !
બીજે દિવસ સવારથી મને દરેક સૂક્ષ્મ ઘટનામાં જિંદગી દેખાવા લાગી. પંખીઓનું સમૂહગાન, ઠંડી હવાનો સ્પર્શ, એકબીજાને અડી રહેલા બે પાંદડાઓ વચ્ચે ચાલતો રોમાન્સ, રસ્તા પર સાયકલ ફેરવતા બાળકોના અવાજો, પોતાનું ટૂકું અસ્તિત્વ ઉજવીને ખરી પડેલા ફૂલો અને ચારેય તરફ પથરાયેલા ઈશ્વરીય સંકેતો.
જેમ જેમ મારી તબિયત સુધરતી ગઈ, મને ખ્યાલ આવતો ગયો કે શરીર કરતા આપણું મન વધારે બીમાર હોય છે. આપણા દરેકનું ! એ આપણને સતત ડરાવતું રહે છે, ધમકાવતું રહે છે, જોખમ બતાવતું રહે છે. એ સ્મશાન સુધી પહોંચી જાય છે. આપણી પ્રાર્થના સભામાં લોકો આપણા વિશે શું કહેશે ? એવું વિચારવા લાગે છે. વિશ્વ આધ્યાત્મિક ગુરુ Eckhart Tolle જેને ‘ઈગોઈક સેલ્ફ’ કહે છે, એ મન એટલું બધું ખતરનાક છે કે એ આપણને ઓલમોસ્ટ કન્વીન્સ કરી દે છે કે આપણું મૃત્યુ આવી ચુક્યું છે અને આ બીમારીમાંથી આપણે હવે ક્યારેય ઉભા નહીં થઈ શકીએ.
પણ બીલીવ મી, એ મનનું નહીં સાંભળતા ! એ ડરપોક મનની એકપણ વાત સાચી ન માનતા. Just do one thing, focus on your breathing. આંખો બંધ કરીને આપણામાંથી અવરજવર થતી હવાને ઓબ્ઝર્વ કરજો. હ્રદયના ધબકારા ફિલ કરવાની ટ્રાય કરજો. These are the signs of life. આપણે જિંદગીમાંથી નહીં, જિંદગી આપણામાંથી પસાર થઈ રહી છે. અને એ આ ક્ષણનું સૌથી મોટું સત્ય છે કે આપણે જીવિત છે.
સમાચાર, સોશિયલ મીડિયા, આંકડાકીય માયાજાળ, મૃતદેહની લાંબી કતારો કે આ જગતમાં ચાલી રહેલી યાતના પર ફોકસ કરવાને બદલે આપણી અંદર રહેલા જીવ પર ફોકસ કરજો. ચાલી રહેલા શ્વાસ સિવાય બાકીનું બધું જ અત્યારે ડરામણું છે.
ઊંડો શ્વાસ લઈને પહોળી થતી છાતીમાં હવાનો ભરાવો મહેસુસ કરો, હ્રદય પર હાથ મૂકીને એનો થડકારો અનુભવો. We are alive damn it, we are alive!
તમે ઓક્સીજન પર હોવ કે Bi-PAP પર, ઘરે હોવ કે આઈ.સી.યુમાં, માઈલ્ડ ઈલનેસ હોય કે ગંભીર લક્ષણો, એક વાત પ્લીઝ યાદ રાખજો ‘It is not over till it is over’. મૃત્યુ આવે એ પહેલા જિંદગી સંકેલી લેવી, એ આ અવતાર સાથે કરેલો સૌથી મોટો અન્યાય છે.
Just hold on man, just hold on! Don’t lose hope. છેલ્લો વળ ખૂલે નહીં ત્યાં સુધી દોરડુ પકડી રાખજો. વી નેવર નો, આપણને ક્યારે બેનિફિટ ઓફ ડાઉટ મળી જાય ! યમરાજ દ્વારા થતી ભરતી બહુ રેન્ડમ અને અનિયમિત હોય છે. ડરી ગયેલા લોકો અને નિરાશાવાદીઓને, એ પહેલા તક આપે છે.
વિક્ટર ફ્રેન્કલ જેવો માણસ જો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં રોજ ઢળી રહેલી અસંખ્ય લાશો વચ્ચે પોતાને અડીખમ રાખી શકે, સતત ત્રણ વર્ષ સુધી ચાલેલી બર્બરતા અને અત્યાચાર સર્વાઈવ કરી શકે, તો અફકોર્સ આપણે પણ કોવીડ સર્વાઈવ કરી શકીએ.
છેલ્લી વાત, વેક્સીનના બંને ડોઝ લઈ લેવા અનિવાર્ય છે. આટલું બધું થયું હોવા છતાં પણ ફક્ત છ દિવસમાં રીકવર થઈ ગયો. જો વેક્સીન ન લીધી હોત, તો કદાચ આ પોસ્ટ મૂકવાનો ચાન્સ જ ન મળ્યો હોત.
-ડૉ. નિમિત્ત ઓઝા🔴
••• 11 •••
આધ્યાત્મિકતા તરફ વળ્યાં હોય તે સમજી શકશે.
કોવીડ વાયરસ ની સ્પંદન ક્ષમતા (ગુઢ અસર કરવાની ક્ષમતા)5.5 હર્ટસ ની છે અને 25.5 હર્ટસ ઉપર તો તે નાશ પામે છે.
માનવી કે જેની સ્પંદન ક્ષમતા ઉંચી સપાટીએ છે તેના માટે ચેપ એક સામાન્ય બળતરા જેવું થઈ દૂર થઈ જાય છે. તો ચાલો જાણીએ કે નીચી સ્પંદન ક્ષમતા માટે શું જવાબદાર છે!
ભય, શંકા, તણાવ, ચિંતા, ઈર્ષ્યા, ગુસ્સો, ધિક્કાર, લોભ, ડર, વ્યગ્રતા , આવેશ, પીડા કે મિથ્યાડંબર વિગેરે હોય શકે છે.
તેથી જ આપણે સ્પંદન ક્ષમતા ઉંચી લઈ જવી જેથી આપણી પ્રતિરક્ષા ક્ષમતા નીચી સ્પંદન ક્ષમતા ને લીધે નબળી ના પડે.
પૃથ્વી ની આવર્તન ગતિ આજે 27.4 હર્ટઝ છે પરંતુ કેટલીક જગ્યાએ આ ગતિ નીચલી સપાટીએ હોય છે જેમકે, હોસ્પિટલ, મદદ કેન્દ્ર, જેલ, ભૂગર્ભ કે ગુપ્ત સ્થળ. (20 હર્ટઝ કે તેથી પણ નીચે )
*મનુષ્ય માટે નીચા સ્પંદન હોય ત્યારે વાઇરસ સંક્રમણ ભયજનક રીતે અસર કરે છે.*
દુ:ખ 0.1 થી 2.0 htz
ભય 0.2 થી 2.2 htz
ઉદાસી 0.9 થી 6.8 htz
અરુચિકર અવાજ 0.6 થી 2.2 htz, અભિમાન 0.8 htz, મહત્તા
1.9 htz
*જ્યારે ઉંચી સ્પંદન ક્ષમતા *વાળા વર્તન માં ઉદારતા 95 htz, કૃતજ્ઞતા 150 htz, *પ્રેમ, કરૂણા અને ઉદારતા 150 htz *થી વધુ જ્યારે બિનશરતી અને *સાર્વત્રિક(સંપૂર્ણ વિશ્વ માટે) પ્રેમ 205 htz કે વધુ. *તો ચાલો ઉંચી સ્પંદન ક્ષમતા કેળવીએ.*
*શું કરવું જોઇએ?*
*પ્રેમ, સ્મિત, આશીષ, *આભાર ની ભાવના, રમવું, *ચિત્રકામ, સંગીત, ગાયન,યોગ,તાઈ- ચી, ધ્યાન, *સુર્યના પ્રકાશમાં ચાલવું, વ્યાયામ, કુદરત ને માણવી વગેરે.*
*પૃથ્વી જે *આપણને ખોરાક પૂરો પાડે છે. બીજ, ધાન, અનાજ, કઠોળ, ફળો, શાકભાજી, *પીવાનું પાણી આપણાં સ્પંદન વધારે છે*
*પ્રાર્થનાથી માણસ નાં સ્પંદનો *120 થી 350 સુધી વધે છે*
*તો આવો આપણે સૌ *ગાઈએ, હસીએ, પ્રેમ કરીએ, ધ્યાન કરીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માનીએ અને *સાચા અર્થમાં જીવીએ*
••• 12 •••
*સૌને નમ્ર વિનંતી છે કે, સતત એકબીજાના સંપર્કમાં રહો. કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના પોતાની મુશ્કેલીઓ અને જરૂરિયાત એકબીજાને કહો અને બનતી મદદ કરો.*
*આ સમય પણ નીકળી જશે, દવા કરતા પણ હાલના સંજોગોમાં એકબીજાની હૂંફ અને હિમ્મતની જરૂર છે.*
*કોઈપણ સંજોગોમાં મનોબળ નબળું પડવા ન દયો અને એકબીજાની હિમ્મત વધારો, આપણે બધા એક પરિવાર છીએ. એકબીજાથી વાતચીત કરો, મન હળવું રાખો. આપણે બધા આ પરીક્ષામાં એકબીજાની સાથે રહીએ.*
*જો આટલુ કરીશું તો કુદરતના આ કોપમાંથી જરૂર પસાર થઇ શકીશું*
*Love You Zindgi*
••• 13 •••
આ કોરોના પાન્ડેમિકમાં કોરોના અંગે સાવચેતી ન રાખનાર ને *કોવિડીયટ(covidiot)* કહેવાય છે.
કોવિડીયટની લાઈફ સાયકલ
*બિમાર પડતાં પહેલા*: વેકસીન લે નહી.આ બધું આંતરરાષ્ટ્રીય કંપનીઓનું કારસ્તાન છે.કોવીડ-બોવીડ જેવું કંઈ છે જ નહી.તમ-તમારે જલ્સા કરોને.હું થોડો માસ્ક પહેરું!😷
*તાવનો પહેલો દિવસ*
સામાન્ય તાવ છે,આ ગરમીની ૠતુમાં આવો તાવ તો ઘણાને આવે. એમ થોડો કંઈ કોરોના થાય.
*તાવનો બીજો દિવસ*
એવું જરુરી નથી કે દરેક તાવ કોરોના જ હોય.મેડીકલ સ્ટોરમાંથી જાતે પેરાસીટામોલ લઈને લાવ ટ્રાય કરી લઈએ. ✍️
*તાવનો ત્રીજો દિવસ*
આર.ટી.પી.સી.આર. ટેસ્ટની શું જરુર છે?સીધો એચ.આર.સી.ટી.સ્કેન જ કરાવી લઈએ,બધી ખબર પડી જશે.
*તાવનો ચોથો દિવસ*
હજુયે સાલો તાવ તો આવે જ છે.બ્લડ ટેસ્ટ કરાવી લઈએ. એમાં ડૉક્ટરને શું બતાવવાનું હોય! એ પણ ટેસ્ટ કરાવવાનું જ કહેશે.નાહકની ફી આપવીને!( કોરોનામાં ઘણીવાર ટાઈફોઈડનો ટેસ્ટ ફૉલ્સ પોઝીટીવ આવે)
*તાવનો પાંચમો દિવસ*
જો હું નહોતો કહેતો,એ ટાઈફોઈડ જ છે.થોડા દિવસ એન્ટીબાયોટીક લઈશું એટલે સારું થઈ જશે.
*તાવનો છઠ્ઠો દિવસ*
હજુ તો 24 કલાક જ થયા છે.એન્ટીબાયોટીકની અસર થતાં ટાઈમ તો લાગેને!
*તાવનો સાતમો દિવસ*
હજુ કંઈ ફર્ક લાગતો નથી.લાવને આપણા ડૉક્ટર મિત્રને ફોન કરી લઉં..એ ક્યારે કામ લાગશે?! લો એ સ્ટુપીડ તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનું કહે છે! એમાં તો રિપોર્ટ આવતાયે સમય લાગશે.😞
*તાવનો આઠમો દિવસ*
સાલું..શ્વાસ લેવામાંયે થોડી તકલીફ લાગે છે.હોસ્પિટલે દોડવું પડશે..કોવિડ રિપોર્ટ પણ નથી🤔
*તાવનો દસમો દિવસ*
ઑકસીજન 95થી નીચે ! સવારથી ટ્રાય કરીએ છીએ.ક્યાંય હોસ્પિટલમાં બેડ નથી બોલો! કેવી સરકાર છે?!ખરેટાણે કોઈ સગલુંયે કામ લાગતું નથી!
*તાવનો અગિયારમો દિવસ*
ઑકસીજન 90% થી નીચે...હાશ..બેડ તો મળી.પણ હોસ્પિટલનું તંત્ર સાવ રેઢિયાળ હો.સારવારથી કંઈ ફેર જ નથી પડતો, બોલો.કેવા ડૉક્ટરો છે?!વેન્ટિલેટર પર લીધા પછી પણ કંઈ સુધારો ન થાય એવું હોય! સરકારી સાધનોમાં જબરું કૌભાંડ જ ચાલે છે.
*તાવનો બારમો દિવસ*
હે ભગવાન!...આપણે ખુબ દોડયા પણ સારવાર સરખી થઈ જ નહીં.રેમડેસીવીર આપવું જોઈતું હતું પણ એ પણ ન આપ્યું હોય, સ્ટાફે કયાંક બારે વહેંચી નાખ્યું હશે.બધાં ચોરના..બાકી કોરોના તો શું કેન્સરમાંયે એમનો વાળ વાંકો નહોતો થયો..
વ્હાલા નાગરિકો મોટાભાગે દરેક લોકો આ ઉપર વર્ણન કરેલી માનસિકતાનો શિકાર બનતા હોય છે.કોરોનાના નિદાન અને સારવાર શરુ કરવામાં આપણે મહત્વનો સમય ગુમાવી દઈએ છીએ.
દોસ્તો તમામે વેકસીન લેવી જરૂરી છે
માસ્ક પહેરવુ જરુરી છે
*આ સમય દરમિયાન કોઈપણ તાવ ને - જ્યાં સુધી તમારા ડૉક્ટર નિદાન કરી અન્ય તાવ છે એમ ન કહે ત્યાંસુધી - કોરોના જ ગણવો અને જાતે કુટુંબના અન્ય સભ્યોથી આઈસોલેટ થઈ જવું. જાતે ટેસ્ટ કે દવાઓ ન કરવી.તમારા ફેમિલી ફિજીશ્યનને કન્સલ્ટ કરી વહેલાસર નિદાન અને સારવાર શરુ કરવી.અફવાઓ અને ઉંટવૈદાથી બચવું.*
સૌના આરોગ્ય માટેની શુભકામના...🙏✌💐
••• 14 •••
*MUST READ*
*એકવાર અકબરે બીરબલને એક બકરો આપ્યો અને કહ્યું ‘આ બકરા માટેનો ઘાસ-ચારો શાહી ગમાણમાંથી આવશે અને મારા સિપાહીઓ તું એ પુરે-પુરો બકરાને ખવડાવે તેનું ધ્યાન રાખશે. એક મહિનાના આ નિત્યક્રમ પછી ભર્યા દરબારે આ બકરાનું વજન થશે અને જો એનું વજન વધશે તો તને એક વર્ષની સખત જેલ થશે! અને હા, આ વખતે બકરાની સામે સિંહ-વાઘ એવું બાંધવાની(મૂળ વાર્તા મુજબ) ચાલાકી કરવાની નથી’
બિરબલની મનોમન ઈર્ષ્યા કરતા દરબારીઓએ તો અકબરની આ વાત વધાવી લીધી, શાહી ઘાસચારો ખાઈને બકરાનું વજન ના વધે તેવું થોડું બનશે, આ વખતે તો બીરબલને કારાવાસ નક્કી છે. એક વૃદ્ધ કારભારીએ સંદેહ વ્યક્ત કર્યો ‘જહાંપનાહ ગુસ્તાખી માફ, બીરબલ બકરાને બીમાર પાડી દે તો?!’ અકબરે તાત્કાલિક પશુચિકીત્સકને રોજ બકરાની તબીબી સંભાળ લેવાનો હુકમ કર્યો.*
*બીજા દિવસથી બીરબલના ઘરે બકરાનું રૂટિન શરુ થઇ ગયું. શાહી ગમાણમાંથી પુષ્કળ તાજો પોષ્ટીક ચારો આવે અને બકરો આખો દિવસ ખાધા કરે. આટલું ઓછું હોય એમ રોજ પશુચિકીત્સક આવીને બકરાની તપાસ કરી જાય અને બકરાની ઈમ્યૂનિટી વધે એ માટેના ઔષધો ખવડાવતો જાય! સ્વાભાવિક રીતે જ બકરો તાજોમાજો થવા લાગ્યો અને બે-પાંચ દિવસમાં જ એનું વજન વધવા માંડ્યું.
બીરબલને ફિકર પેઠી કે આ રીતે જ જો બકરો અલમસ્ત થતો જશે તો પોતાનું જેલ જવું નક્કી છે. ઘણું વિચાર્યા બાદ એના ફળદ્રુપ ભેજામાં એક યુક્તિ આવી અને તેણે એ અમલમાં મૂકી. મહિના પછી ભર્યા દરબારમાં બકરાનું વજન કરવામાં આવ્યું.*
*સૌના આશ્ચર્ય વચ્ચે બકરાનું વજન વધવાનું તો દૂર ઉપરથી ઘટ્યું! દરબારીઓમાં ગણગણાટ શરુ થયો કે નક્કી આમાં બીરબલની કોઈ ચાલ છે, બધાએ અકબરને આ કેવી રીતે શક્ય બન્યું તેનો ખુલાસો કરવાનો હુકમ કરવાની વિનંતી કરી. અકબરની આંખોમાં પણ સંદેહ હતો, તે પામીને બીરબલે કહ્યું ‘જહાંપનાહ, આમાં મારી કોઈ ચાલાકી નથી. હું અને મારી પત્ની, રોજ રાત્રે બકરો સાંભળે એ રીતે, ગુસપુસ કરતા હતા કે બાદશાહ બકરાની આટલી ખાતિરદારી એટલા માટે કરે છે કે મહિનો પૂરો થાય પછી એને વધેરવામાં આવે ત્યાં સુધીમાં એ અલમસ્ત થઇ ગયો હોય! બકરાના મનમાં ફડક પેઠી અને ખાધેલું વળવાને બદલે ચિંતામાં શરીર ગળવા માંડ્યું!*
*મોરલ ઓફ ધ સ્ટોરી’*
*તમારી આજુ-બાજુનું વાતાવરણ-પોષણ ગમે તેટલું સારું હોય, તમારી ફિઝિકલ ઇમ્યુનીટી ગમે તેટલી મજબૂત હોય પરંતુ જો તમારું મન ચિંતાગ્રસ્ત હોય, ભયમાં હોય કે તણાવમાં હોય તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. તમારું પોષણ, ઇમ્યુનીટી બુસ્ટર્સ અને ફિઝિકલ ઇમ્યુનીટી બધું કોરાણે રહી જાય છે. જેવી બકરાને આવનારા ભવિષ્યની ફડક પેઠી કે એ અંદરથી ગળવા માંડ્યો, ઉત્તમ પોષણ-રોગપ્રતિકારક ઔષધો છતાં! દેખીતી રીતે નિરોગી પરંતુ અંદરથી અસ્વસ્થ! તમારી આજુબાજુમાં પણ આવા ઘણા કિસ્સાઓ મળશે, બધા રિપોર્ટ નોર્મલ અને છતાં બીમાર!!*
*ચિંતા, ભય, તણાવ, અસલામતી વગેરે રોજિંદા જીવનનો ભાગ છે અને તેના વગરનું જીવન એક ભ્રમણાથી વિશેષ કઈં ના હોઈ શકે. (એ વાત અલગ છે કે બધા આ વાત સહજતાથી સ્વીકારતા નથી.) તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી સિવાય બીજું કશું કામ નથી લાગતું. સતત ચિંતાઓ, તણાવ, અજંપો વગેરે તમારા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે કે મગજમાં ન્યુરો-કેમિકલ્સના લેવલમાં ગરબડ પેદા કરી દે ત્યારે બચાવમાં આ સાયકોલોજીકલ ઇમ્યુનીટી જ મદદમાં આવતી હોય છે.*
*માનસિક પાચનશક્તિ – મેન્ટલ ડાયજેશન એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત! જો તમારી આ પાચનશક્તિ સારી હોય તો તમારું મન કોઈપણ બાબતનો સ્વીકાર સહજતાથી કરી શકે છે અને તમને ખબર જ હશે કે મનને મજબૂત બનાવતી કોઈપણ પ્રક્રિયાની શરૂઆત સ્વીકાર – એક્સેપ્ટન્સથી જ શરુ થતી હોય છે. આ સ્વીકૃતિ જ તમને ‘બાઉન્સ બેક’ થવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે. ઘણી વ્યક્તિઓ તો જીવનમાં આવેલી હકીકતો પચાવી જ નથી શકતી. સરવાળે, સતત દુઃખમાં રહે અથવા ફરિયાદ કરતા રહે અને આ સંજોગોમાં તેમની ઇમ્યુનીટી પર નકારાત્મક અસર પડતી હોય છે, જેને કારણે તેમના આરોગ્ય સામે ખતરો મંડાતો હોય છે.*
*મુશ્કેલીઓ જીવનમાં બદલાવ લાવતી હોય છે, હાલમાં આ બદલાવને આપણે ન્યુ-નોર્મલ એવું રૂપકડું નામ આપ્યું છે. જેટલી સહજતાથી કોઈ બદલાવને સ્વીકારીને તમે નવું અનુકૂલન સાધી લો છો તેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત થતી જાય છે અને એથી ઉલટું, જેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત તેટલી વધુ સરળતાથી તમે ન્યુ-નોર્મલને એડજસ્ટ થઇ જાવ છો !*
••• 15 •••
*એક રાજાએ બે કેદીઓને મોતની સજા સંભળાવી.*
*એમાંથી એક કેદી જાણતો હતો કે,*
*રાજાને તેના ઘોડા માટે ખુબ જ પ્રેમ / લગાવ છે.*
*એણે રાજાને કહ્યું કે,*
*"જો તેની સજા માફ કરવામાં આવે તો તે એક વર્ષમાં તેના ઘોડાને ઉડતાં શીખવાડી દેશે.....!"*
*આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો કે, તે દુનિયાના ઉડતો હોય તેવા એક માત્ર ઘોડા પર સવારી કરી શકશે.....!*
*બીજા કેદીએ તેના આ મિત્ર સામે અવિશ્વાસની નજરે જોયું અને કહ્યું:*
*"તું તો જાણે જ છે કે કોઈપણ ઘોડો ક્યારેય ઉડી શકે નહીં.*
*તેં આવી રીતે પાગલપન જેવી વાત વિચારી જ કેવી રીતે.....?*
*તું આ રીતે તો તારા મોતને એક વર્ષ માટે ટાળી શકે છે.....!"*
*પહેલા કેદીએ કહ્યું કે,*
*"એવી વાત નથી.*
*પરંતુ,*
*હકીકતમાં આમ કરીને મેં મારી જાતને સ્વતંત્ર કરવાના ચાર મોકા આપ્યા છે.....!*
*(1)*
*શક્ય છે કે રાજા એક વર્ષમાં મૃત્યુ પામી શકે છે.....!*
*(2)*
*શક્ય છે કે એક વર્ષમાં હું મરી શકું છું.....!*
*(3)*
*શક્ય છે કે એક વર્ષમાં ઘોડો મૃત્યુ પામી શકે છે.....!*
*અને*
*(4)*
*શક્ય છે કે હું એક વર્ષમાં ઘોડાને ઉડવાનું શીખવાડી શકું.....!"*
*વાર્તાની શીખ:-*
*ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આશા છોડવી જોઈએ નહીં.*
*હવે કોરોના મહામારી સંલગ્ન:*
*કોરોનાના પોઝીટીવ કેસ ઘટવાની શરૂઆત થઈ ચુકી છે.*
*રીકવરી દર વધી રહ્યો છે.*
*હોસ્પિટલ અને બેડની સંખ્યા વધી રહી છે. લશ્કરે પણ મોરચો સંભાળી લીધો છે.*
*ઓક્સિજન ઉત્પાદન વધી રહ્યું છે. વિદેશથી ઓક્સિજન સહાય આવી રહી છે. ઓક્સિજન સપ્લાય વધી રહ્યો છે.*
*દવાઓ અને ઈન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિદેશથી પણ સહાય આવી રહી છે.*
*વેક્સિનેશન પ્રમાણ વધી રહ્યું છે, વેક્સિન ઉત્પાદન વધી રહ્યું છે, વિદેશથી વેક્સિન આવી રહી છે.*
*ટ્રાન્સપોર્ટ વાહનો, રેલવે ગુડ્સ ટ્રેન, વિમાન, જહાજ રાત-દિવસ દોડી રહ્યાં છે.*
*એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ અને યોગ એમ દરેક ચિકિત્સાના વોરિયર્સ પુરી શક્તિ સાથે કામ કરી રહ્યા છે.*
*ધૈર્ય રાખીએ.....*
*આપણે જીતી રહ્યા છીએ.....!*
*આત્મ વિશ્વાસ જાળવી રાખીએ.....*
*આપણે જીતી રહ્યા છીએ.....!*
*આપણે સકારાત્મક / હકારાત્મક રહેવાનું છે.....*
*આપણે જીતી રહ્યા છીએ.....!*
*બધી જ તરફથી બધુ સારૂ જ થઈ રહ્યું છે અને સારૂ જ થવાનું છે.....!*
*ચાલો,*
*આત્મ વિશ્વાસ અને હકારાત્મક અભિગમ સાથે.....*
*ઘરમાં પરિવાર સાથે રહીએ.....*
*સુરક્ષિત રહીએ.....!*
••• 16 •••
*આજની પૉઝિટિવ સ્ટોરી :*
*શિર્ષક : " જીવન સંગીત "* 🎼🎹🎻
*એક પત્નીને*
રિપોર્ટમાં પૉઝિટિવ આવ્યો તો એનો પતિ એને ઘરે પાછો લાવ્યો.
પછી તેમની
*પત્ની રડતાં રડતાં બોલી કે :*
તમે મારી સાથે ના રહેશો. મારો પૉઝિટિવ તમને પણ આવી જશે ને કદાચ તમે પણ મૃત્યુ પામી શકો છો .. 😢
આ સાંભળતાંની સાથે,
*પતિ એ પત્નીનો હાથ પકડીને કીધું :*
અરે ! ગાંડી તારી સાથે જીવી લીધું તો હવે મરવામાં શેનો ડર ..?
*પત્ની કે :* મતલબ ..!
*તો પતિ કે :* તારી સાથે જીદગી જીવતાં જેટલો આનંદ મને નઈ આવ્યો એટલો આનંદ મને તારી સાથે મારતાં આવશે. અને જો આમ સાથે રહવાથી માણસ મરી જાય તો તારા વગરની જીંદગી કરતાં તો તારી સાથેની મોત મને વધારે વ્હાલી લાગશે. આ સાંભળી પત્ની રડી પડી ને ભેટી પડી સાથે 15 દિવસ ઓતપ્રોત થઈને રહ્યા પછી સાથે રિપોર્ટ કરવા ગયા તો બન્ને નૅગેટીવ આવ્યા ..
*વાત રિપોર્ટની નઈ*
*પણ અહિં વાત ..*
*અતૂટ વિશ્વાસ અને*
*અગાધ પ્રેમની છે..!!* 🌱🌷🌾
*વાત તો એ છે કે —*
લોકો બીમારીને કારણે
'માણસાઈ' પણ ભૂલી ગયાં છે ...
પણ,
*લોકો એ નથી જાણતાં કે —*
બીમારી તો આજ છે ને કાલ નથી પણ સબંધ તો જિંદગીભર રહેશે ..
*માટે પ્લીઝ !*
અગર કોઈને પણ ઘરમાં પૉઝિટિવ આવે તો, સાથ આપજો આ એજ સમય છે જ્યાં એ લોકોને તમારી હૂંફ અને સંવેદનાની જરૂર છે *____*
••• 17 •••
નવરા પડો તો આ પણ કરી શકાય....
તમે લોકડાઉન થી કંટાળી ગયા છો???
તમારે લોન્ગ ડ્રાઈવ પર જવું છે???
જો......હા...............
તો આવો, મારી સાથે કાર ડ્રાઈવ માં અને સાંભળો, તમને ગમતાં ગીતો......
આવો......અને તમારે જે શહેર માં ડ્રાઈવ પર જવું હોય તે શહેર સિલેક્ટ કરો....
અને.....આ માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.........
musicaldrive.herokuapp.com
તમને એવું ફિલ થશે કે તમે ગાડી ની આગળની સીટ ઉપર બેઠા છો, અને આઈ કોન ઉપર ક્લિક કરો અને રસ્તા જુઓ......
પરંતુ ઘરમાં રહો......અને સુરક્ષિત રહો...
👏🏻👌🏻🚕 🚘 🤳 🧏👍🏻👍🏻
Comments
Post a Comment