Morning Musing...

 1. Morning Musings...*

*નીચે જે તસવીર છે, તેમાં ચાર અગત્યના બોધપાઠ છે.


1. ક્રોધ આત્મઘાતી હોય છે. એ એક ખતરનાક આવેગ છે. એ સૌથી વધુ અને સૌથી પહેલાં ખુદને જ નુકસાન કરે છે. "તમને ક્રોધ માટે સજા નહીં મળે, તમને ક્રોધ જ સજા કરશે," એવું બુદ્ધે કહ્યું હતું.

2. દરેક તકો ઝડપી લેવાની ન હોય. અમુક તકો ઘાતક હોય છે. એમાં ફસાઈ જવાય. ઘણીવાર આપણી લાલચ આપણને એવા અંધ કરી દે કે છટકું પણ અવસર નજર આવે.

3. ઘણીવાર કોઈ જ પ્રતિક્રિયા ન આપવી એ શ્રેષ્ઠ પ્રતિક્રિયા હોય છે. દરેક લડાઈ લડવાની ન હોય. ઉશ્કેરણીની હસીને ઉપેક્ષા કરવી એ સુપરપાવર છે.

4. દરેક વ્યક્તિની એક મર્યાદા હોય જ છે. એ મર્યાદાને સમજવી હોંશિયારી છે.

22

2. Morning Musings...*


જીવવું અને હોવું, એ બંનેમાં તફાવત છે. મોટાભાગના લોકો 'હોય' છે. 'જીવતા' તો અમુક જ હોય છે.
*

જીવવું એટલે આસપાસમાંથી ખુશી અને હાસ્ય મેળવવું તે. હોવું એટલે આખો દિવસ વેંઢારવો તે.
જીવવું એટલે ઉત્સાહ અને ઉદેશ્યથી રહેવું તે. હોવું એટલે કંટાળેલા રહેવું તે.
જીવવું એટલે કામમાં મિનિંગ હોવો તે. હોવું એટલે નિરુદેશ્ય સમય પસાર કરવો તે.
*જીવવું એટલે લોકોમાં સંલગ્ન થવું તે. હોવું એટલે ખુદને જ પંપાળતા રહેવું તે.*
જીવવું એટલે તમામ અનુભવો માટે ખુલ્લા હોવું તે. હોવું એટલે જાતને કવચમાં બાંધી રાખવી તે.
*જીવવું એટલે દરેક શ્વાસને યાદગાર બનાવવો તે. હોવું એટલે શ્વાસ ટકાવી માટે જે કરવું પડે તે.*
*જીવવું એટલે મૃત્યુ પહેલાં જીવી લેવું તે. હોવું એટલે મૃત્યુ પછી ફરી જન્મવું તે.*
તમારા હિસાબે જીવવું અને હોવું એટલે શું ?

3. Morning Musings...*


જેનામાં દરેક બાબત પર અભિપ્રાય આપવાની વૃત્તિ હોય, તેનો વિશ્વાસ ના કરવો.
* એ વિવેકબુદ્ધિના સંયમથી નહીં, લાગણીના જોશથી વાત કરશે. એ તમારી દરેક વાતમાં છિદ્ર શોધીને તમને બેવકૂફ સાબિત કરવાની કોશિશ કરશે. એનામાં કુતુહલ કે શીખવાની વૃત્તિ ના હોય (એ એટલું જ 'શીખે,' જેની ઓલરેડી ખબર છે). એ દરેક બાબતને પોતાના ચશ્મામાંથી જ જુવે, અને બીજાનો દ્રષ્ટિકોણ ના તો સમજી શકે કે ના તો સ્વીકારી શકે. એમને ઓબ્જેક્ટિવ રિયાલિટી શું કહેવાય, તે ખબર જ ના હોય. એ સબ્જેક્ટિવ વિચારોમાં જ હોય. *એમના માટે દરેક બાબત બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય, અને ગ્રે જેવું કશું ના હોય.*

4. Morning Musings...*

સફળ લોકોની 15 આદતો (બહુ સાધારણ છે, પણ જાત સાથે સરખામણી કરશો, તો ખ્યાલ આવશે કે આટલું બધું થોડું થાય! 😊)
1. જાત પ્રત્યે સભાન હોય
2. નિયમિત વાંચે
3. સમસ્યાઓનાં સમાધાન શોધે
4. લાંબા ગાળાનું વિચારે
5. સમયનો સદુપયોગ કરે
6. કામમાં અત્યંત ફળદ્રુપ હોય
7. નિયમિત વ્યાયામ કરે
8. ધીરજપૂર્વક સાંભળે
9. કુતૂહલ બહુ હોય, સવાલો પૂછે
10. અવસરો શોધતા રહે
11. કામમાં પ્રાથમિકતા નક્કી કરતાં આવડે
12. સકારાત્મક અને ઉત્સાહી લોકો વચ્ચે રહે
13. વાતમાં અને કામમાં ગહન રસ લે
14. ના ખુશીથી છલકાઇ જાય, ના દુઃખમાં રડે
15. વહેલા સુવે, વહેલા ઉઠે

5.Morning Musings...*

આપણી મુસીબત એ નથી કે આપણે હોંશિયાર નથી. આપણી મુસીબત એ છે કે આપણે પરિપક્વ નથી. હોશિયાર હોઈએ તો આપણે પ્રગતિ કરીએ તે વાત સાચી, પણ તેના માટે આપણે બુદ્ધિનો ઉચિત દિશામાં ઉપયોગ કરવો પડે. દિશાહીન હોંશિયારી પ્રગતિની ગેરંટી નથી. દેશમાં બહુ બધા હોંશિયાર લોકો છે, પણ એ આચાર અને વિચારમાં વહેંતિયા છે. હોંશિયારી જન્મજાત હોય છે, પરિપક્વતા કેળવવી પડે.

આપણે જો પરિપક્વ હોઈએ તો આપોઆપ હોંશિયારીપૂર્વક વર્તન કરીશું, અને કઈ સ્થિતિમાં કેવા નિર્ણય કરવા તેની આપણમાં ઉચિત ક્ષમતા હશે. પરિપક્વતા નહીં હોય, અને આપણે માત્ર હોંશિયાર હોઈશું, તો એવો વ્યવહાર કરીશું જે ખુદને સંતોષ આપશે પણ બીજાઓને હાનિ પહોંચાડશે અથવા બીજાઓને સંતોષવા જતાં ખુદને નુકશાન કરશે. આપણે જો પરિપક્વ હોઈએ, તો આપણને એ ખબર હોય કે નિશ્ચિત સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી.
જો માત્ર હોંશિયાર હોઈએ, તો શાહમૃગ બનીને આંખો બંધ કરવાનો રસ્તો શોધી લઈએ. કોવિડનું સંકટ જે રીતે આવ્યું છે તેના પરથી આપણે હોશિયાર હતા કે પરિપકવ તેની સમજણ તો પડી જવી જોઈએ.

*🌞Good Morning🌞*


Morning Musings...*



કોઈ વ્યક્તિમાં કેવું આત્મસન્માન છે, તેનો માપદંડ તેની સફળતાઓની વાતોમાં નથી હોતો, બલ્કે તેનો પુરાવો તે તેની નિષ્ફળતાઓ વિશે કેવું મહેસુસ કરે છે, તેમાં છે. જ્યારે બધું સારું હોય, ત્યારે ખુદના માટે સારું લાગવું તો આસાન છે, પણ આપણી અસલી કસોટી ત્યારે થાય, જ્યારે ત્રુટીઓ અને બેવકૂફીઓની વાર્તા કરવાની આવે. જે મુસીબતોમાંથી અર્થ અને અવસર શોધે છે, તે કિંમતી લોકો છે, બાકી જેને ખુદની અસલિયત પર ઢાંકપીછોડૉ કરવો છે, તે શોભાના ગાંઠિયાથી વિશેષ કશું નથી.

*🌞Good Morning🌞


6

4

4.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...