કોરોના ટ્રેજેડી...

 1.

भारत के नागरिक कितनें मासूम हैं..

#जो लॉक डाउन की खबर सुनते ही गुटके की कीमत ₹5 से ₹7 कर देते हैं..🙄

#जो डॉक्टरों द्वारा विटामिन सी  अधिक लेने की कहने पर 50 रुपये प्रति किलो का नींबू 150 रुपये प्रति किलो बेचने लगते हैं..🙄

#जो 40-50 रुपए का बिकने वाला नारियल पानी ₹100 का बेचने लगते हैं..🙄

#जो मरीजों के लिए ऑक्सीजन की कमी सुनते हैं, तो ऑक्सीजन की कालाबाजारी शुरू कर देते हैं..🙄

#जो दम तोड़ते मरीजों की दुर्दशा देखते हैं तो रेमडेसिविर इंजेक्शन की कालाबाजारी करनी शुरू कर देते हैं..🙄

#जो अपना ईमान बेच कर इंजेक्शन में पैरासिटामोल मिलाकर बेचने लगते हैं..🙄

#जो डेड बॉडी लाने के नाम पर पानीपत से फरीदाबाद तक के ₹36000 मांगने लगते हैं..🙄😢😢🙏

#जो मरीज को दिल्ली गाजियाबाद मेरठ नोएडा स्थित किसी हॉस्पिटल में पहुंचाने की बात करते हैं तो एंबुलेंस का किराया 10 से 15 हजार किराया मांगने लगते हैं..🙄

क्या वास्तव में देश के नागरिक बहुत मासूम हैं.. या लाशों का मांस नोचने वाले गिद्ध... 

गिद्ध तो मरने के बाद अपना पेट भरने के लिए लाशों को नोचता है पर ये तो अपनी तिजोरियां भरने के लिए जिंदा इंसानों को ही नोच रहे हैं, कहाँ लेकर जाएंगे ऐसी दौलत या फिर किसके लिए ?..😢

इसके बाद भी कोसेंगे किसको, सरकार को, पुलिस को, प्रशासन को।😥

कभी सोचा है ?? एक बार सोचना जरूर..🤔

एक दिन हिसाब सबको देना पड़ेगा, जनता की अदालत में नहीं तो ईश्वर की अदालत में...😢🙏🙏🙏

हिंदुस्तान को आज कोरोना नहीं मार रहा, इंसान ही इंसान को मार रहा है।

😥😥😥😥

2.

તમે રાતોરાત ઉભા પાક વાઢી ને હેલિપેડ બનતાં જોયાં હશે .. કોઈ સરકારી કાર્યક્રમ હોય તો એસ.પી. આઇ.એસ. સહિત ના કાફલા સાથે કેટલીય ગાડીઓ આમ થી તેમ રોડ રસ્તા ઉપર દોડતા જોઈ હશે .. અરે , યાદ છે વાયબ્રન્ટ ગુજરાત , સ્વર્ણિમ ગુજરાત વખતે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેન્સ ના ઢગલા હોય અને બહાર પ્રાઇવેટ ટ્રાવેલ્સ પાસે થી મોંઘા ભાડાપટ્ટે લીધેલી મર્સિડીઝ બી.એમ. જેવી ગાડીઓ જોઈ હશે , રાતોરાત રોડ બની જાય , ગટરો પુરાઈ જાય , ઝુપડપટ્ટી ઓ ની સામે દીવાલો ઊભી કરવા સરકારી  એન્જીનીયરો અને મેયર પોતે રોડ ઉપર ઊભા હોય , અરે .. સરકારી નર્સરી માંથી રોડ ઉપર કુંડા મુકાઈ જતાં હોય છે અને આખે આખ્ખા મોટા ઝાડ શિફ્ટ થઈ જતાં હોય છે .. સરકારી તંત્ર કામે લાગે એટલે એક રાત કે એક બે દિવસ માં બધું ઉભુ થઈ જતું હોય છે , હમણાં સાહેબ આવતાં જ નથી તો તમારી ફાઈલ આગળ નઈ વધે , સહી નઈ થાય કેમકે બધાં વાયબ્રન્ટ માં પડ્યા છે ને .. ! રાતોરાત તમારા રણ ઉત્સવો માટે ઉજ્જડ એવા ખારાઘોડા ના કે ધોરડો જેવા છેડા ના રણ વિસ્તારો માં કે જ્યાં પીવાનું પાણી કે રસ્તા નહોય ત્યાં તમે રાતોરાત એસી વાળા ટેંટ્સ અમુક દિવસો માં ઉભા કરી ને 5000 કે 10,000 પબ્લિક નું બુકિંગ લઈ લેતા જોયું હશે .. તો એ ટેન્ટસ અત્યારે ખુલ્લા મેદાનો માં લગાડી શકાય, હેં સાહેબ ! તમારી બહેનો દીકરીઓ ને ફૂટપાથ ઉપર સૂવું ના પડે .. , જીંગપિંગ વખતે અડધું શહેર બંધ કરી દઈ ને લગભગ આખા શહેર ની પોલીસ ખડે પગે હતી .. ટ્રંપ વખતે ફૂટપાથ ઉપર રાતોરાત ઊભા કરેલા પેલા લાકડા ના સ્ટેજ ઉપર ગાદલાં નાખેલા જોયા હશે .. તો એ અત્યારે પેલા કોરોના પેશન્ટ ને સિવિલ ની બહાર સુવા માટે મળે હેં સાહેબ ??  લગાડી આપો ને , પ્લીઝ ..

આજે તો બધી બસો રેલી માં લોકો ને ગામેગામ થી લઇ જવામાં મુકાઈ છે તો બસ નઈ મળે એવું જોયું હશે તો એ બધી બસો ને અત્યારે ગામડાઓ શહેરો માંથી પેશન્ટો ને લાવવા લઈ જવા મૂકો ને સાહેબ , પેલાં તમારી ચૂંટણીઓ વખતે ફલાણાં રથ ને ઢિકણા રથ ગામેગામ ફેરવતાં , તો અત્યારે એવા રથો માં જરૂરી દવાઓ અને માસ્ક મફત માં ગામેગામ પોહચાડો ને .. ચલો , એ રથો ના પેટ્રોલ ડીઝલ પેટે નજીવી કિંમત લઈ લેજો ને દવાઓ માસ્ક આપજો .. છે શક્ય એવા રથો ગામેગામ ફેરવવા નું , હેં સાહેબ .. ! કેમ ટાટા કે ડી.આર. ડી.ઓ ની રાહ જોવી ?! ગાંધીનગર હેલી પેડ માં ડોમ તૈયાર જ છે , 2 દિવસ માં ખાટલા મૂકી ને દવાઓ તો ચાલુ કરી દ્યો ને તો 108 નું 50 કલાક સુધી નું વેઇટિંગ જ ખતમ થઈ જશે સાહેબ  , ટાટા ઓકિસજન ની વ્યવસ્થા કરશે ત્યારે ઓકસીજન પણ મળી જશે .. પણ, અત્યારે લોકો માત્ર વેન્ટિલેટર વગર ના બેડ માટે રસ્તે રઝળતાં તો બંધ થઈ જશે .. માત્ર ખાટલા મૂકવા માટે ટાટા ની રાહ કેમ ! કેમકે ડી.આર. ડી. ઓ. એ બનાવેલા ધન્વંતરિ માં પણ 900 બેડ વચ્ચે વેઢે ગણાય એટલા જ વેન્ટિલેર ઓકિસજન સાથે ના બેડ છે .. બાકી ના તો એમ જ છે ને સાહેબ , તો ગાંધીનગર હેલિપેડ માં માત્ર બેડ ની જ વ્યવસ્થા ઊભી કરવા માં વાર કેટલી ?! ચલો , વાયબ્રન્ટ કોરોના નો ઉત્સવ મનાવી એ .. એ જ મહાત્મા મંદિર ના બે મોટા હોલ  માં ખાટલા મૂકતાં કેટલી વાર .. ?? એ તો પાછા એસી વાળા પણ છે ને સાહેબ ! તો આ ગરમી માં કોરોના ના દર્દીઓ માટે ખાલી બપોરે બપોરે થોડીક વાર ચાલુ કરજો ને  સાહેબ,પ્લીઝ ! .. લગાડી દ્યો એ જ  સો - સો બસ્સો - બસ્સો ઇનોવા ગાડીઓ ને ઓકિસજન ભરવા માટે ની ટ્રીપો ઉપર , જેથી તમારી ગુજરાતી ની જનતા ને ઓકિસજન ના બાટલાં ભરાવવા રઝળવું ના પડે , સાહેબ .. 


ચલો ને સાહેબ , 

#કોરોણોત્સવ કે #વાયબ્રન્ટ #કોરોના #સમિટ ઉજવીએ .........

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...