વિચારવા યોગ્ય પોષ્ટ...

••• 1 •••

તમારુ આસ્તિક હોવું કે અનિશ્વરવાદી તમારી ચોઈસની વાત છે. પરંતુ ધર્માંધ મુરખો હોસ્પિટલોની સંખ્યા સામે ગાંડા જેવી દલીલો લઈને આવે છે કે ઘરમાં દસ જણા હોય તો દસ સંડાસ બનાવીએ? એવા ડોબાશંકરોને કહેવાનું કે દસ જણાં સામે દસ નહિ બેત્રણ તો બનાવો. જેથી કોઈ બે જણાંને સાથે પ્રેશર આવે તો હળવા થઈ જવાય.😃 


આખા ભારતની ૧૩૮ કરોડની વસ્તી છે એમાં મંદિરો ૨૦ લાખ, એક્ટિવ મસ્જિદો ૩ લાખ અને ડાયસિસ ૧૭૪ એમાં ૧૩૨ લેટિન કેથોલિક, ૩૧ સાયરો મલબાર અને ૧૧ મલંકારા સિરિયન કેથોલિક ડાયસિસ છે. એની સામે હોસ્પિટલો છે ૨૦૧૯ના આંક મુજબ ફક્ત ૬૯ હજાર એમાં પબ્લિક પ્રાયવેટ બધી આવી જાય. 


હવે ભારતમાં રજીસ્ટર્ડ ડોક્ટર્સ ૨૦૧૮ના આંક મુજબ છે ૧૦ લાખ એમાં ૪૧ હજાર તો ૨૦૧૮માં રજીસ્ટર્ડ થયેલા. સૌથી વધારે ડોક્ટર્સ રજીસ્ટર્ડ થતા હોય તો મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી. તો ૧૦ લાખ ડોક્ટર્સની સામે સાધુઓ છે ૨૦૧૦ના આંક મુજબ ૪૦/૫૦ લાખ. 


આપણને મંદિરોનો વિરોધ નથી પણ હવે અતિશય અતિશય થઈ ગયા છે. તમારે હજુય મંદિરો જોઈએ છે કે હોસ્પિટલ્સ? તમારે તમને સંકટની ઘડીએ બચાવે એવા ડોક્ટર્સ જોઈએ છે કે મફતના રોટલા તોડતા સાધુઓ? ચોઈસ તમારી છે. તમારી ચોઈસ પ્રમાણે લોકશાહીમાં સરકારો તમને આપશે. પછી બુમો ના પાડતા કે હોસ્પિટલ્સ નથી, વેન્ટિલેટરવાળા કે વગરના બેડ નથી, શ્વાસ લેવા ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, સ્મશાનમાં જગ્યા નથી. સરકાર ચૂંટણીમાં મસ્ત છે, ચૂંટણીમાં જ મસ્ત રહે કારણ એ પણ તમારી ચોઈસ છે. સરકારને ખબર છે તમારે ચૂંટણીઓની મસ્તી જોઈએ છે, રેલીઓની મસ્તી જોઈએ છે, કુંભ અને ક્રિકેટની મસ્તી જોઈએ છે. તમે જે માંગશો એજ મળશે.

••• 2 •••

તમારુ આસ્તિક હોવું કે અનિશ્વરવાદી તમારી ચોઈસની વાત છે. પરંતુ ધર્માંધ મુરખો હોસ્પિટલોની સંખ્યા સામે ગાંડા જેવી દલીલો લઈને આવે છે કે ઘરમાં દસ જણા હોય તો દસ સંડાસ બનાવીએ? એવા ડોબાશંકરોને કહેવાનું કે દસ જણાં સામે દસ નહિ બેત્રણ તો બનાવો. જેથી કોઈ બે જણાંને સાથે પ્રેશર આવે તો હળવા થઈ જવાય.😃 


આખા ભારતની ૧૩૮ કરોડની વસ્તી છે એમાં મંદિરો ૨૦ લાખ, એક્ટિવ મસ્જિદો ૩ લાખ અને ડાયસિસ ૧૭૪ એમાં ૧૩૨ લેટિન કેથોલિક, ૩૧ સાયરો મલબાર અને ૧૧ મલંકારા સિરિયન કેથોલિક ડાયસિસ છે. એની સામે હોસ્પિટલો છે ૨૦૧૯ના આંક મુજબ ફક્ત ૬૯ હજાર એમાં પબ્લિક પ્રાયવેટ બધી આવી જાય. 


હવે ભારતમાં રજીસ્ટર્ડ ડોક્ટર્સ ૨૦૧૮ના આંક મુજબ છે ૧૦ લાખ એમાં ૪૧ હજાર તો ૨૦૧૮માં રજીસ્ટર્ડ થયેલા. સૌથી વધારે ડોક્ટર્સ રજીસ્ટર્ડ થતા હોય તો મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી. તો ૧૦ લાખ ડોક્ટર્સની સામે સાધુઓ છે ૨૦૧૦ના આંક મુજબ ૪૦/૫૦ લાખ. 


આપણને મંદિરોનો વિરોધ નથી પણ હવે અતિશય અતિશય થઈ ગયા છે. તમારે હજુય મંદિરો જોઈએ છે કે હોસ્પિટલ્સ? તમારે તમને સંકટની ઘડીએ બચાવે એવા ડોક્ટર્સ જોઈએ છે કે મફતના રોટલા તોડતા સાધુઓ? ચોઈસ તમારી છે. તમારી ચોઈસ પ્રમાણે લોકશાહીમાં સરકારો તમને આપશે. પછી બુમો ના પાડતા કે હોસ્પિટલ્સ નથી, વેન્ટિલેટરવાળા કે વગરના બેડ નથી, શ્વાસ લેવા ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, સ્મશાનમાં જગ્યા નથી. સરકાર ચૂંટણીમાં મસ્ત છે, ચૂંટણીમાં જ મસ્ત રહે કારણ એ પણ તમારી ચોઈસ છે. સરકારને ખબર છે તમારે ચૂંટણીઓની મસ્તી જોઈએ છે, રેલીઓની મસ્તી જોઈએ છે, કુંભ અને ક્રિકેટની મસ્તી જોઈએ છે. તમે જે માંગશો એજ મળશે.

••• 3 •••

‘પોલિસી પેરાલિસિસ’ : સ્મશાનોમાં લાશો ન સમાય એટલા મોત કેમ?


‘ક્વિન્ટ’નો એક વીડિયો આંખ ખોલનારો છે. કોરોનાની બીજી લહેરે આખા દેશને ભરડામાં લીધો છે. લોકો ફૂટપાથ ઉપર પોતાના પરિજનોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. સ્મશાનોમાં લાશો માટે જગ્યા નથી. લોકો મરી રહ્યા છે; કેમકે હોસ્પિટલમાં બેડ નથી; દવાઓ નથી; ઈન્જેક્શન નથી;ઓક્સિજન નથી; વેન્ટિલેટર નથી; ડોક્ટર નથી ! લોકો મરી રહ્યા છે કેમકે વેક્સિન ઉત્પાદનમાં આપણે મોડા જાગ્યા ! દુર્ભાગ્યે, માત્ર વાઈરસની સ્થિતિના કારણે આમ બન્યું નથી; પરંતુ ‘પોલિસી પેરાલિસિસ’ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. ભવિષ્યની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને કોઈ પગલું લેવામાં અસમર્થ; કોઈ પગલું ભરવાનો ઈન્કાર કે મોડેથી પગલું ભરવું ! આને કહેવાય પોલિસી પેરાલિસિસ ! 22 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં, 2 લાખ મોત, 20 લાખ એક્ટિવ કેસ; રોજ 3 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સૌ પ્રથમ વેક્સિનની વાત કરીએ. સરકારનું સૂત્ર હતું કે ‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં’ એટલે કે સરકારને એ ખબર હતી કે વેક્સિન જરુરી છે. પરંતુ વેક્સિનની ઉત્પાદન વધારવા માટે સરકારે કોઈ મદદ કરી? નહીં, બિલકુલ નહીં. UK/USA જેવા દેશોએ વેક્સિન કંપનીઓને એડવાન્સ ફંડિંગ આપવામાં આવ્યું. ભારતની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોઈ સરકારી મદદ આપવામાં ન આવી. વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટે પોતે 2000 કરોડ રુપિયાનું રોકાણ કર્યું; બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી પણ 2200 કરોડ રુપિયા મળ્યા ! કેન્દ્ર સરકાર માટે શરમજનક બાબત એ હતી કે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને મદદ કરી પણ આપણી સરકાર સૂતી રહી ! ભારત બાયોટેકે પોતાની રીતે ફંડ એકત્ર કર્યું. ઓગષ્ટ 2020 સુધીમાં USA સરકારે ફાઈઝર/જોન્સન એન્ડ જોન્સન અને બીજી વેક્સિન કંપનીઓને 44,700 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. સરકારનું કામ આ છે; તે આગળનું  વિચારે છે. આપણે આટલા મહિના સુધી કેમ કંઈ પગલાં ન લીધા? આપણે વેક્સિન નિર્માતાઓને 4500 કરોડ રુપિયા એડવાન્સ આપવા માટે 19 એપ્રિલ 2021 સુધી શામાટે રાહ જોઈ? જવાબ છે પોલિસી પેરાલિસિસ !


ભારતની વર્તમાન વેક્સિન ઉત્પાદન ક્ષમતા 7-10 કરોડ છે.આપણી માસિક જરુરિયાત 15-20 કરોડની છે. એટલે કે વેક્સિનની જરુરિયાત વધુ રહેશે, તે સરકારને ખબર હતી. પરંતુ આ ઘટ નિવારવા બીજા વેક્સિન ઉત્પાદકો પાસે વેક્સિન બૂક કરાવેલ છે? જવાબ છે ના. ઓગષ્ટ 2020 સુધીમાં, USA સરકારે ચાર અલગ-અલગ ફાર્મા કંપનીઓ પાસે 40 કરોડ વેક્સિન ડોઝ બૂક કરાવી દીધા હતા ! યુરોપિયન યુનિયને નવેમ્બર 2020 સુધીમાં 80 કરોડ વેક્સિન ડોઝ બૂક કરાવી દીધા હતા ! ભારતે વેક્સિનનો પ્રથમ ઓર્ડર જાન્યુઆરી 2021 માં આપ્યો ! તે પણ માત્ર 1 કરોડ 60 લાખ ડોઝનો ઓર્ડર હતો. 130 કરોડ લોકો માટે આ સાવ નાનો ઓર્ડર હતો; અને તે પણ મોડે મોડે ! કેમ? જવાબ છે પોલિસી પેરાલિસિસ ! કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતાની સંખ્યા અને મોત રેકોર્ડ બ્રેક વધી રહ્યા છે ત્યારે આપણે વિદેશી વેક્સિન ખરીદવા નિર્ણય કર્યો છે; પરંતુ એ કંપનીઓ પાસે અગાઉથી બૂક થયેલ ઓર્ડર છે; તેથી તે ભારતને તાત્કાલિક વેક્સિન સપ્લાઈ કરી શકશે? શક્ય નથી. વિદેશથી વેક્સિન મળશે ત્યાં સુધીમાં અનેકના જીવ જતા રહેશે ! કોરોના વાયરસના કારણે ઓછા પણ ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ વધુ મરી રહ્યા છે. ઓક્ટોબર 2020 માં સરકારે દેશની 150 જિલ્લા હોસ્પિટલમાં 162 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ માટે ટેન્ડર જાહેર કર્યું. કિંમત હતી માત્ર 201 કરોડ રુપિયા; જે  PM કેયર્સ ફંડમાંથી મળી પણ ગયા. પરંતુ છ મહિના બાદ, એપ્રિલ 2021 સુધીમાં આ 162 માંથી માત્ર 33 યુનિટ ઈન્સ્ટોલ થઈ શક્યા છે ! ઉત્તરપ્રદેશમાં 14 યુનિટ ઈન્સ્ટોલ કરવાના હતા પણ એક પણ થઈ શકેલ નથી ! શું આ 150 જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નથી? શું લોકો તેના કારણે મરી રહ્યા નથી? હા, ઓક્સિજનની અછતના કારણે જ લોકો મરી રહ્યા છે. કેમ? જવાબ છે પોલિસી પેરાલિસિસ !


શું આપે ‘B.1.167’ અંગે સાંભળ્યું છે? આ કોરોના વાયરસનું ઈન્ડિયન ઓરિજિન ડબ્બલ મ્યૂટેન્ડ રુપ કે સ્ટ્રેન છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની બીજી લહેર માટે મોટેભાગે  ‘B.1.167’ જવાબદાર છે. આ વાઈરસનો ખ્યાલ 5 ઓક્ટોબર 2020 ના રોજ આવી ગયો હતો. સરકારે એ દિવસથી એલર્ટ થઈ જવાની જરુર હતી. આપણે ઓક્ટોબર/નવેમ્બર/ ડીસેમ્બરમાં એને સમજવા માટે અને એના ઈલાજ માટે કંઈ ન કર્યું. જાન્યુઆરીમાં ‘જીનોમ સિકવેન્સિંગની ગતિ વધારવા માટે’ 10 લેબોરેટરીનું એક નેટવર્ક ‘કોવિડ જીનોમિક્સ કન્સોર્ટિયમ’ની સ્થાપના કરી; તે માટે 115 કરોડનું બજેટ ફાળવ્યું. પરંતુ એપ્રિલ 2021 સુધીમાં આ લેબોરેટરીથી કંઈ હાંસલ થયું નહીં. કેમકે કેન્દ્ર સરકારે ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીને 115 કરોડ આપ્યા નહીં. એમને કહેવામાં આવ્યું કે ખુદ પૈસા એકઠા કરો. ડીપાર્ટમેન્ટે 31 માર્ચ 2021 સુધી માત્ર 80 કરોડ રુપિયા એકઠા કર્યા. ઘાતક સ્ટ્રેનની જાણ થયા પછી, છ મહિના જતા રહ્યા. દરમિયાન કોરોનાની બીજી લહેર કાબૂ બહાર જતી રહી હતી. લાખો કેસ, હજારો જિંદગીઓને બચાવવામાં આપણે નાકામ રહ્યા. કેમ? પોલિસી પેરાલિસિસ ! કુંભમેળાને મંજૂરી કેમ આપવામાં આવી? શું સરકારને એ ખબર નહતી કે 35 લાખ લોકો એકત્ર થાય ત્યાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાવવું શક્ય નથી? સરકારને ખબર હતી. પણ આસ્થા અને ગૌરવની સામે સ્વાસ્થ્ય કઈ ચીજ છે ! વિધાનસભાની ચૂંટણીઓમાં મોટી રેલીઓની મંજૂરી કેમ આપવામાં આવી? નુકશાન થવાનું હતું તે થઈ ગયું. ગયા વર્ષે  આયોજનહીન લોકડાઉન કર્યું અને શ્રમિકોને હજારો કિલોમીટર ચાલવા મજબૂર કરી દીધા હતા. છતાં સરકારે વારંવાર પોતાની પીઠ થાબડી હતી ! હવે વધારે મૂંઝવણમાં રહેવું પડશે કેમકે વડાપ્રધાને 20 એપ્રિલ 2021 ના રોજ કહ્યું કે ‘લોકડાઉનને અંતિમ વિકલ્પ બનાવવામાં આવે !’ એટલે લોકડાઉન થશે કે નહીં? અર્ધ લોકડાઉન થશે? બીજી લહેરને રોકવા સરકારની પોલિસી શું છે? આપણે જાણતા નથી. પ્રવાસી શ્રમિકો ઘર તરફ જઈ રહ્યા છે. ફરીથી અર્થવ્યવસ્થાને ફટકો પડશે. હજારો લોકોના મોત થશે. સવાલ એ છે કે સ્મશાનોમાં લાશો ન સમાય એટલા મોત કેમ? જવાબ છે પોલિસી પેરાલિસિસ !

••• 4 •••


પ્રકૃતિ ની સાથે ખીલવાડ કરતા માણસ ને જોયો છે...

       એ માણસ ને આજે ઓક્સિજન માટે ભટકતા જોયો છે..

       સૂકા લાકડા નથી કંઈ કામના એવું કેતા માણસ ને આજે લીલા લાકડે બળતા જોયો છે...

         કોઈ ના બાપથી નથી બીતો એવું બોલતા માણસ ને આજે ઘર બહાર નીકળતા પણ બીતા જોયો છે...

        રસ્તા સુમસામ ને સ્મશાને ટ્રાફિક જામ જોયો છે...

        ઘર માં ચાર પાંચ ગાડી વાળા ને એમ્બ્યુલન્સ ની રાહ જોતા જોયો છે....

       જન્મ ની વધામણી ના પૈસા લેતા માણસ ને જોયો છે પણ અંતિમ વિધી માટે પણ પૈસા લેતા માણસ ને પહેલી વાર જોયો છે...  

       દર મહિને બોડી ચેક અપ કરાવતા માણસ ને આજે શેરી માં રિપોર્ટ કરાવતા જોયો છે...

        પૈસા પાછળ દોડતા માણસ ને ..પૈસા હોવા છતાં પણ   હોસ્પિટલ ની બહાર બાટલા ચડાવતા જોયો છે...

       ખાંડ ની ગુણી પર બેસી ને માણસ ને મોળી ચા પીતા જોયો છે...

       માણસ ને માણસાઈ ભૂલતા ઘણી વાર જોયો છે...              


લોકો ગોડ, ઇશ્વર, અલ્લાહ,

કરતા રહે છે. જો હોય તો એને પણ *ઈશ્વરપણું* ભૂલતા અનુભવ્યો  છે. એ પણ માણસો ની જેમ જ અપેક્ષાઓ રાખે છે, વર્તે પછી ઇશ્વર કેવી રીતે... ?

••• 5 •••

આજે સવારે ચાલતો

હતો ત્યાં કોઈકે બોલાવ્યો. 

જોયું તો પીપળો. 

હું ઝડપથી ચાલતો

પીપળા પાસે ગયો, 

વંદન કર્યા. 

ખબરઅંતર પૂછ્યા. 

કહે મને તો કંઈ થયું નથી, 

પણ તમે બધા ઓક્સિજન માટે

વલખાં મારો છો તે 

મારાથી જોયું જતું નથી. 

પીપળાના કંઠમાં ભીનાશ હતી. 

મેં કહ્યું.. અમે હવા બગાડી, આરોગ્ય બગાડ્યું, શરીર વારંવાર ખોટવાઈ જાય તેવા ધંધા કર્યા, હવે વાત પ્રાણવાયુએ પહોંચી છે... વાંક તો અમારો જ છે ને? 

પીપળો બોલ્યો: આવી સમજણ છે એ બહુ મોટી વાત છે. મને અફસોસ એ વાતનો છે કે હું 24 કલાક ઓક્સિજન બનાવું છું તો પણ આવા કપરા સમયમાં માણસજાતને મદદ કરી શકતો નથી... 

મેં કહ્યું મન નાનું ના કરો, તમે તો સદીઓથી અમને પ્રાણવાયુ આપી જ રહ્યા છો.. અમને કોઈ ટીપ્સ આપો.. 

પીપળો વિચારમાં પડ્યો. થોડું ફરફર્યો. બોલ્યો... માણસ જાત કોઈની ટીપ્સ લે એ વાતમાં માલ નથી. 

મેં કહ્યું હવે એવું નથી દેવ.. હવે અમારી સાન ઠેકાણે આવી છે.. કંઈક અમને મદદ કરે તેવું કહો.. 

પીપળો બોલ્યો:

બસ, માપમાં રહો... વિકાસ કે પ્રગતિની પાછળ ચાલો, દોડો નહીં.. પૈસા, સુખ- સગવડ, સાધનો, ઉપકરણો, પ્રતિષ્ઠા બધામાં માપ રાખો.. 

હવે માનવ જાતનો જીવન મંત્ર

હોવો જોઈએ... માપસર. 

મેં બે હાથ જોડીને પીપળાને વંદન

કર્યા. 

ત્યાં તો મારા શરીરમાં જબરદસ્ત ફેરફાર થયો... નાક શ્વાસ લેતાં થાકવા લાગ્યું. મને એકદમ સારું લાગવા માંડ્યું. દોડતો દોડતો ઘરે ગયો. ઓક્સિમીટરથી ઓક્સિજન માપ્યો... 110.

100થી પણ ઉપર. 

ત્યાં મોબાઇલ ફોનની રિંગ વાગી. 

ફોન ઉપાડ્યો.  સંભળાયું.. પીપળો બોલું છું.. મેં જ મોકલ્યો હતો ઓક્સિજન. 

કહી દેજે આખી માનવજાતને કે અમારામાં છે ક્ષમતા ઓક્સિજન પૂરો પાડવાની.. અમારી સાથે તાલમેલ રાખશો તો

બાટલામાંથી નહીં પાંદડામાંથી પ્રાણવાયુ મળશે.. 

હું વિચારમાં પડી ગયો....


🍀🌱🌾🥀🌾🌱

••• 6 •••

આઈઆઈટી કરી, યુએસમાં પીએચડી-પંદર વર્ષ નોકરી કરી, આયોજનપૂર્વક અમુક આર્થિક સદ્ધરતા કેળવી લઈ ભારતમાં સ્થાયી થયેલા, અંતરિયાળ વિસ્તારના બાળકોને ગણિત વિજ્ઞાન શિખવતા યુગલ સાથે વાત થતી હતી. બહેને કહ્યું, "આપણે ત્યાં ટ્રાફિકનો નિયમ તોડીએ તો કૉન્ટેબલ ખીજાય, છોકરો ડ્રાઈવ કરતો હોય તો ગાળોય બોલે, સ્ત્રી હોય તો 'આવડતું નથી ને નીકળી પડ્યા છો' એમ કહે. પણ પછી જવા દે. યુએસમાં અમલદાર 'સર/મૅડમ વીલ યુ પ્લિઝ…' વગર વાત ના કરે, પણ જવા ના દે. તમે નિયમ તોડ્યો, દંડ ભરો, સીધી વાત."

ગામમાં ચૂંટણી સભાઓમાં જતી બાળક તરીકે. એક ઘટના તાદૃશ્ય છે- પછીથી (કોંગ્રેસ કાળમાં) મુખ્યમંત્રી થયેલ વ્યકિતએ પ્રવચનમાં કહ્યું, "ફલાણાભાઈ, આમ તો પીટીસી બારમા પછી કરવાનું શિક્ષણશાસ્ત્રીઓ કહે છે, પણ નહીં કરીએ જાવ. તમારા બેય છોકરા પીટીસી થઈ જાય પછી કરીશું." મારું માથું ભમી ગયેલું. સમાજનું કલ્યાણ થાય તેવા નિયમને વ્યક્તિગત મુદ્દે ઠેલવાનો અને પાછું તેનું ગૌરવ લેવાનું? આઠમામાં હતી હું ત્યારે. વિષય તરીકે નાગરિક શાસ્ત્ર તે જ વર્ષે અભ્યાસક્રમમાં આવેલું. બોર્ડમાં ચોરી માટે ખ્યાત મારા ગામના સામુહિક સાંસ્કૃતિક વંટોળમાં મેંય સગાં વ્હાલાંને ચોરી કરાવી હતી. પણ મારા પોતા પર આવ્યું ત્યારે સમજાયેલું, "ના કરાય. ભણતરમાં ચોરી ના કરાય." મેં દસમું ગામમાં નહોંતું કર્યું.

કર્મચારી તરીકે જોડાઈ ત્યારથી મને સિસ્ટમ સમજાતી નથી.નોકરીએ હાજર થઈ ત્યારે મારા પગે ફૅક્ચર હતું. ડૉક્ટરે કહ્યું હતું કે બેઠકને સમાંતર પગ રાખવો. અધિકારી મુલાકાતે આવ્યા. વર્ગના દરવાજે ઘડીક રોકાઈ ઑફિસમાં ગયા. હું તો ઓળખું નહીં એટલે આમ ડોકાઈને જતી રહેતી વ્યક્તિને ખાસ તવજજો ના આપી. મને ઑફિસમાં તેડાવવામાં આવી ત્યારે જાણ્યું કે તેઓ સાહેબ છે. પ્રાથમિક પરિચય થયો ત્યાં સુધી હું ઊભી રહી. પણ, મારા સ્વાસ્થ્ય અંગે સભાન હોવાથી, 'મને ફૅક્ચર છે, બેસું ખુરશીમાં?' એમ રજા લઈ બેસી. મારા આચાર્ય થથરતા જીવે સાહેબની બાજુમાં ઉભેલાં. તેમનું થથરવું મને સમજાતું નહોતું. ...સાહેબના ગયા પછી આચાર્યે કહ્યું, "ખરા છો તમે તો, સાહેબથી બીતાય નથી?"

તે સમયે હું એટલી બાઘી હતી(ચપટી સુધારો થયો છે) કે મેં એમ પુછ્યું, "એટલે સાહેબથી બીવાનું એવો કોઈ નિયમ છે?" આચાર્યને જોઈને મને સાચે જ એમ લાગેલું કે તેવો નિયમ હોઈ શકે અને નિયમ તોડાય નહીં.

આદર અને કરપ્શન વચ્ચે ભેદ છે, આટલો જ. સાહેબ આવે ત્યારે માનપૂર્વક ઊભા થવું, આપણા કામનો હિસાબ આપવો, ના આવડતું હોય તો સલાહ લેવી- તેમને માલિક બનાવ્યા વગર(બોલ્ડમાં).

વિજ્ઞાનમાં (સાદી ભાષામાં) કામ/Workની વ્યાખ્યા આમ છે: સ્થિતિમાં (state of the…) બદલાવ. મેં એક દડાને ધક્કો માર્યો અને તે ના ખસ્યો તો તે કામ થયું ના કહેવાય. ભાષાકીય રીતે કહેવાય 'Not done'. એમ કહેવામાં 'work' શબ્દ પણ ખપમાં નથી લેવાતો. મારે એવા એવા કામ કરવાના થાય છે, જેને કામ જ ના કહેવાય. જ્ઞાની મિત્રોનું મગજ અને જીવ ખાઈને મેં સમજવા પ્રયત્ન કર્યા છે કે અમુક પત્રકનો end હેતું શું? જવાબ : 'બસ, system/ પરંપરા / નિયમ છે.' પણ હું મૂઈ માસ્તર છું અને સભાન જીવ છું- સિસ્ટમમાં ન બંધાવું, મારા વિદ્યાર્થીને તે પ્રત્યે સભાન કરવો તે મારી નૈતિક ફરજ છે. પણ, Alas…. સિસ્ટમમાં રહીને ખુબ કામ કર્યા છે બૉટમ ટુ ટૉપ- અને એવા અધિકારી મળ્યા છે જે 'Get things done and that too qualitatively, with human touch', પણ, પ્રશ્ન એ છે કે તે વ્યવસ્થાનું નિહિત ચલણ કેમ નથી, અપવાદ કેમ છે?

રસોઈ કરવાની હોય, ધંધો કરવાનો હોય કે વર્ગ લેવાનો હોય, કામ કરનાર પાસે તેની બ્લુ પ્રિન્ટ હોય. ના હોય તે બૈરું ફૂવડ કહેવાય, ધંધો ના ચાલે, માસ્તર ફેઈલ જાય. પણ, ભારતનું વહીવટીતંત્ર એમ જ ચાલે છે.

અને Quality? કઈ બલાની વાત કરો છો? 

સિલીકોન વૅલી - અમેરિકાની અને ભારતની- દુનિયાભરની સિસ્ટ્મ્સ માટે સૉફ્ટવેર બનાવે છે અને તેમાં ભારતીયો નોંધપાત્ર છે. આવી સિસ્ટમ્સની પ્રાથમિક જરૂરિયાત તરીકે હોય 'કસ્ટમર ફ્રેન્ડલીનસ'. આપણી દેશી કોઈ પણ સાઈટ કે ઍપ લઈ લો. ઍવરેજ કસ્ટમર જાણે ચંબલનો ડાકુ હોય એમ તેની વ્યવસ્થા હોય. મને થાય, "આ લોકો પેલા પ્રોગ્રામર નવયુવાનને એમ કહેતા હશે, પ્રોજેક્ટ પ્રપોઝલ વખતે- 'make it least customer friendly, સૌંદર્ય બોધ બને તેટલો નકારાત્મક?' આપણા નવા કન્ટ્રકસન જુઓ, જગ્યા ઉપરાંતના રિસોર્સિસનો ઉપયોગ જાણે કુરુપતા નિર્માણ માટે કરાયો હોય. ઉદાસિનતા એક તબક્કો છે અધ્યાત્મનો, પણ આ તે માટેનો રસ્તો તો નથી!

વિકસીત- ફર્સ્ટ વર્લ્ડ દેશોમાંય વ્યવસ્થા ના તો દૂધે ધોયેલી છે, ના હૉલિવુડની ફિલ્મો જેવી છે. પણ, આમ નાગરિક દંડાતો, પીલાતો, પીસાતો નથી. અને એમ થાય તો ન્યાય માંગી શકાય છે અને મળે પણ છે. 

આરોગ્ય સેતુ ઍપનો શો ઉપયોગ કર્યો?

વૅક્સિનેશનના રજિસ્ટ્રેશનના ડેટા કેટલા પ્રકારના ઍનેલિસીસ માટે વાપર્યા? 

આ બે હોવા છતાં કેમ સેકન્ડ વેવ પારખવામાં મોડું થયું? ગત વર્ષથી કોવિડ માટે ચોક્કસ-અલગ માળખું કેમ નથી?

શા માટે સત્તાધારી પક્ષના હોદ્દેદારો સેવા માટે નીકળે, શા માટે સરકારી માણસોની ચૅનલ ના હોય?

કેમ આપણે આત્મનિર્ભર નથી? ઍટ લિસ્ટ, આપણા આધ્યાત્મની શાખે?

કેમ આપણી બાબુશાહી આટલી જડસુ છે?

કેમ નીચેનો કર્મચારી આત્મસૂઝથી નિર્ણય લેતાં થથરે છે?

શું હજીય અંગ્રેજોનું રાજ ચાલે છે?

આપણે ચૂંટ્યા, ચલાવ્યા કેમ આવા લોકોને?


ટૂંકમાં કહું તો...

અત્યારે જે થઈ રહ્યું છે- એ આપણું સામુહિક પાપ છે.

😫😥🙄🙏

••• 7 •••

••• 8 •••

તમે રાતોરાત ઉભા પાક વાઢી ને હેલિપેડ બનતાં જોયાં હશે .. કોઈ સરકારી કાર્યક્રમ હોય તો એસ.પી. આઇ.એસ. સહિત ના કાફલા સાથે કેટલીય ગાડીઓ આમ થી તેમ રોડ રસ્તા ઉપર દોડતા જોઈ હશે .. અરે , યાદ છે વાયબ્રન્ટ ગુજરાત , સ્વર્ણિમ ગુજરાત વખતે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેન્સ ના ઢગલા હોય અને બહાર પ્રાઇવેટ ટ્રાવેલ્સ પાસે થી મોંઘા ભાડાપટ્ટે લીધેલી મર્સિડીઝ બી.એમ. જેવી ગાડીઓ જોઈ હશે , રાતોરાત રોડ બની જાય , ગટરો પુરાઈ જાય , ઝુપડપટ્ટી ઓ ની સામે દીવાલો ઊભી કરવા સરકારી  એન્જીનીયરો અને મેયર પોતે રોડ ઉપર ઊભા હોય , અરે .. સરકારી નર્સરી માંથી રોડ ઉપર કુંડા મુકાઈ જતાં હોય છે અને આખે આખ્ખા મોટા ઝાડ શિફ્ટ થઈ જતાં હોય છે .. સરકારી તંત્ર કામે લાગે એટલે એક રાત કે એક બે દિવસ માં બધું ઉભુ થઈ જતું હોય છે , હમણાં સાહેબ આવતાં જ નથી તો તમારી ફાઈલ આગળ નઈ વધે , સહી નઈ થાય કેમકે બધાં વાયબ્રન્ટ માં પડ્યા છે ને .. ! રાતોરાત તમારા રણ ઉત્સવો માટે ઉજ્જડ એવા ખારાઘોડા ના કે ધોરડો જેવા છેડા ના રણ વિસ્તારો માં કે જ્યાં પીવાનું પાણી કે રસ્તા નહોય ત્યાં તમે રાતોરાત એસી વાળા ટેંટ્સ અમુક દિવસો માં ઉભા કરી ને 5000 કે 10,000 પબ્લિક નું બુકિંગ લઈ લેતા જોયું હશે .. તો એ ટેન્ટસ અત્યારે ખુલ્લા મેદાનો માં લગાડી શકાય, હેં સાહેબ ! તમારી બહેનો દીકરીઓ ને ફૂટપાથ ઉપર સૂવું ના પડે .. , જીંગપિંગ વખતે અડધું શહેર બંધ કરી દઈ ને લગભગ આખા શહેર ની પોલીસ ખડે પગે હતી .. ટ્રંપ વખતે ફૂટપાથ ઉપર રાતોરાત ઊભા કરેલા પેલા લાકડા ના સ્ટેજ ઉપર ગાદલાં નાખેલા જોયા હશે .. તો એ અત્યારે પેલા કોરોના પેશન્ટ ને સિવિલ ની બહાર સુવા માટે મળે હેં સાહેબ ??  લગાડી આપો ને , પ્લીઝ ..

આજે તો બધી બસો રેલી માં લોકો ને ગામેગામ થી લઇ જવામાં મુકાઈ છે તો બસ નઈ મળે એવું જોયું હશે તો એ બધી બસો ને અત્યારે ગામડાઓ શહેરો માંથી પેશન્ટો ને લાવવા લઈ જવા મૂકો ને સાહેબ , પેલાં તમારી ચૂંટણીઓ વખતે ફલાણાં રથ ને ઢિકણા રથ ગામેગામ ફેરવતાં , તો અત્યારે એવા રથો માં જરૂરી દવાઓ અને માસ્ક મફત માં ગામેગામ પોહચાડો ને .. ચલો , એ રથો ના પેટ્રોલ ડીઝલ પેટે નજીવી કિંમત લઈ લેજો ને દવાઓ માસ્ક આપજો .. છે શક્ય એવા રથો ગામેગામ ફેરવવા નું , હેં સાહેબ .. ! કેમ ટાટા કે ડી.આર. ડી.ઓ ની રાહ જોવી ?! ગાંધીનગર હેલી પેડ માં ડોમ તૈયાર જ છે , 2 દિવસ માં ખાટલા મૂકી ને દવાઓ તો ચાલુ કરી દ્યો ને તો 108 નું 50 કલાક સુધી નું વેઇટિંગ જ ખતમ થઈ જશે સાહેબ  , ટાટા ઓકિસજન ની વ્યવસ્થા કરશે ત્યારે ઓકસીજન પણ મળી જશે .. પણ, અત્યારે લોકો માત્ર વેન્ટિલેટર વગર ના બેડ માટે રસ્તે રઝળતાં તો બંધ થઈ જશે .. માત્ર ખાટલા મૂકવા માટે ટાટા ની રાહ કેમ ! કેમકે ડી.આર. ડી. ઓ. એ બનાવેલા ધન્વંતરિ માં પણ 900 બેડ વચ્ચે વેઢે ગણાય એટલા જ વેન્ટિલેર ઓકિસજન સાથે ના બેડ છે .. બાકી ના તો એમ જ છે ને સાહેબ , તો ગાંધીનગર હેલિપેડ માં માત્ર બેડ ની જ વ્યવસ્થા ઊભી કરવા માં વાર કેટલી ?! ચલો , વાયબ્રન્ટ કોરોના નો ઉત્સવ મનાવી એ .. એ જ મહાત્મા મંદિર ના બે મોટા હોલ  માં ખાટલા મૂકતાં કેટલી વાર .. ?? એ તો પાછા એસી વાળા પણ છે ને સાહેબ ! તો આ ગરમી માં કોરોના ના દર્દીઓ માટે ખાલી બપોરે બપોરે થોડીક વાર ચાલુ કરજો ને  સાહેબ,પ્લીઝ ! .. લગાડી દ્યો એ જ  સો - સો બસ્સો - બસ્સો ઇનોવા ગાડીઓ ને ઓકિસજન ભરવા માટે ની ટ્રીપો ઉપર , જેથી તમારી ગુજરાતી ની જનતા ને ઓકિસજન ના બટલાં ભરાવવા રઝળવું ના પડે , સાહેબ .. 


ચલો ને સાહેબ , 

 #કોરોણોત્સવ કે #વાયબ્રન્ટ #કોરોના #સમિટ ઉજવીએ ......

😫😢😥🤔🤯😫😢😥🤔🤯

••• 9 •••

કોરોના સમયે બે મહત્વની વાત

1. 

કોરોનાના જંતુ કેવી રીતે ફેલાય છે એ વિશે અલગ અલગ વાત આવતી રહે છે. મારી રીતે સમજાવવાની કોશિશ કરું છું. 

ધારો કે એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે. એ વ્યક્તિ બે આશરે અઠવાડિયા સુધી એના ઉચ્છવાસમાં જંતુઓ છોડે છે. આ જંતુઓ હવામાં બેત્રણ કલાક સસ્પેંડેડ રહી શકે છે. એક વ્યક્તિ એક ઉચ્છવાસમાં 500 મિલિ હવા છોડે, મિનિટમાં 6 લીટર. એક કલાકમાં 360 લીટર. ત્રણ કલાકમાં એક હજાર લીટર. 

એક દસ બાય દસના રૂમમાં અંદાજે 28,000 લીટર હવા હોય.

એક સંક્રમિત વ્યક્તિ નાના બંધ રૂમમાં 24 કલાક રહે, તો આખા રૂમની લગભગ તમામ 28000 લીટર હવા 24 કલાકમાં કોરોનાગ્રસ્ત થઈ જાય.     

હવે કલ્પના કરો કે તમે સ્વસ્થ છો પણ વેન્ટીલેશન વગરની બંધ ઓફિસમાં દિવસમાં અમુક સંક્રમિત વ્યક્તિઓને મળો છો એ રૂમની હવા કેવી થાય? આવામાં કોઈ પણ માસ્ક લાંબો સમય પ્રોટેક્શન ન આપી શકે. માસ્ક્ની ઉપરથી અને નીચેથી જંતુવાળી હવા નાકમાં જાય જ. 

એક ફ્લાઈટમાં દોઢસો માણસ હોય અને આઠ કલાક મુસાફરી કરે. દોઢસોમાંથી ચારેક સંક્રમિત હોય તો આઠ કલાકમાં આખી ફ્લાઈટના તમામ લોકોના શ્વાસમાં કોરોનાના જંતુ અચૂક જાય. શરૂઆતમાં આ રીતે જ કોરોના ફેલાયો. 

સાર શું છે?

બારીઓ ખુલ્લી રાખો. રૂમની, બસની, ટ્રેનની, કારની..તો સંક્રમણની શક્યતા ઘટશે.  

ખુલ્લી હવા અને તડકો જરૂરી છે. પ્રાણરક્ષક છે. ખુલ્લી હવા અને તડકો ગણતરીના કલાકોમાં ઉચ્છવાસમાં ફેંકાયેલા કોરોનાના જંતુનો નાશ કરે. 

દર્દીના રૂમના બહારની તરફના બારી બારણા ખુલ્લા રાખો અને રૂમને સેનેટાઈઝ કરતા રહો.

ઘરની બંધિયાર રૂમમાં નવી હવા આવી શકે એમ ન હોય તો એને સેનેટાઈઝ કરો. ફ્યુમિગેટ પણ કરી શકો.  

આઈસોલેશન સેંટરો ખુલ્યા એ સારી વાત છે પણ આઈસોલેશન 500 બેડનું ન હોય. આઈસોલેશન અને 500 એ વિરોધાભાસી શબ્દ છે. આવા મોટા આઈસોલેશન સેંટર તો ખરેખર કોરોનાના જંતુઓની જુદી જુદી સ્ટ્રેઇનનું સ્નેહમિલન બની જાય. આવી જગ્યાએ દર્દીઓ જંતુઓની સ્ટ્રેઈનની અદલાબદલી કરી શકે. લોજિકલી પોતાનો અને બીજાનો વાઈરસ લોડ વધારી શકે. 

તેથી, જરૂર ન હોય તો હોસ્પીટલમાં દાખલ ન થાવ. હોસ્પીટલમાં દર્દીઓના જંતુઓની આપલે થશે. દરેક દર્દીના જંતુઓની વીરુલન્સ (ઘાતકતા) અલગ અલગ હોય છે. નબળા શરીરવાળા દર્દીના જંતુઓ વધુ ઘાતક થઈ જાય.   

શક્ય હોય, સુવિધા હોય તો તો આઈસોલેશન એક એક દર્દીનું અલગ કરો. 

જે સંક્રમિત મિત્રોની તબિયત સારી હોય, તેઓ ભીડ વગરની જગ્યાએ (ખેતર વગેરે) નીકળી શકે એમણે છ ફૂટનું અંતર સચવાઈ રહે એમ હોય તો ખુલ્લામાં અચૂક જવું. ખુલ્લી હવા સૂર્યપ્રકાશ વાઈરસને વિખેરી ખતમ કરશે. દર્દીને છ ફૂટનું અંતર રાખી ખુલ્લામાં મળવાથી નહીવત જોખમ રહે છે. લાંબો સમય એક સાથે બંધ રૂમમાં રહેવાથી જોખમ વધી જાય. 

તમે ગાર્ડન કે ખેતર જેવી ખુલ્લી જગ્યાએ દૂર દૂર રહેલા લોકોને મળો તો જોખમ ઓછું છે. બેંક્વેટ વગેરેમાં જોખમ વધારે છે. માણસોને અનિવાર્ય પણે મળવાનું થાય તો ખુલ્લામાં મળો.

કોઈ પણ ઓફિસ કે અન્ય અનિવાર્ય પ્રવૃત્તિ જો ખુલ્લામાં ચલાવી શકાય તો સંક્રમણનું જોખમ ઘટી જશે. એમાંય ભીડ તો ન જ કરાય. 

કોઈ પણ પ્રવૃત્તિ ઓનલાઈન કરો.     

જે ઘરમાં વૃદ્ધો હોય, એ ઘરના યુવાનો સાવધાની વગર બેફામ રખડે તો ઘરે રહેલા વૃદ્ધો માટે પ્રાણઘાતક નીવડશે. વડીલોના હિત માટે યુવાનો બેદરકાર બનવાનું છોડે. અત્યાર પૂરતું મિત્રોને મળવાનું વિડિયો કોંફરંસથી રાખો. બહાર જવું જ પડે તો આવ્યા પછી સેનેટાઈઝર, સાબુ, સ્નાનનો પૂરતો પ્રયોગ કરો.   

2.    

બીજી વાત નાનકડી પણ બહુ મહત્વની છે

કોરોના વેક્સીન લીધેલ વ્યક્તિ માટે બહુ ખતરનાક નથી. અમુક અપવાદને બાદ કરતાં સ્વસ્થ અને ફીટ વ્યક્તિ માટે બહુ ખતરનાક નથી. એમને ઈંફેકશન નાક ગળા અને શ્વાસનળી સુધી સિમિત રહે છે. 

જેમને ડાયાબીટીસ છે, હાઈ બ્લડ પ્રેસર છે, સ્થૂળતા છે, કોલેસ્ટેરોલ વધુ છે કે અન્ય કોઈ રીતે શરીર સમાધાનની અવસ્થામાં છે એવા લોકો માટે આ બીમારી વધુ જીવલેણ છે. એમને લોઅર રેસ્પીરેટરી ટ્રેક્ટ એટલે કે ફેફસાંની અંદરના ભાગ સુધી ઈંફેક્શન પહોંચે છે. 

હવે મહત્વની વાત એ થઈ જાય કે જે મિત્રોને હજુ કોરોના થયો નથી પણ એમને ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેસર કે હાઈ કોલેસ્ટેરોલ છે એ મિત્રો સાવધ છે ખરા? સુગર પ્રેસર કે કોલેસ્ટેરોલને નોર્મલ છે કે કેમ એ ચકાસ્યું? જો એ વધારે હોય તો નિયંત્રણમાં લાવ્યા? માત્ર આટલી સજાગતા કોરોનાની જીવલેણ તાકાતને અડધી કરી શકે. 

ઈંફેક્શન થયા પછી આ બધુ કંટ્રોલ નહીં થઈ શકે. એને આજે જ કંટ્રોલ કરો.. એ વિનંતિ.. સહુને શુભેચ્છા..

••• 10 •••

ભોગવે તેની ભુલ : 

કુદરતના નિયમો આપણે સમજી શકતા નથી અને એટલે અનેક કર્મોના બંધનોમાં પડીએ છીએ.

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે.

બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . 

એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય . અત્યંત નીચ પ્રકારના કર્મો કર્યા હશે અને પછી એ ધોવા માટે ગમે તેટલા સદકર્મો કરો અને રાજી થાવ કે હવે ચિંતા નહીં . ના આવું નથી તમારાં સદકર્મો નું ફળ તમને ચોક્કસ મળશે પણ ખરાબ કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે

આ વાત અત્યારે એટલે કરું છું કે વર્તમાન આપણે સૌ અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોરોના એ ચારે બાજુ કાળો કેર વર્તવ્યો છે. વાવાઝોડા આવી રહ્યા છે. 

જાણે અજાણે આપણે કરેલા કર્મોની જ સજા કુદરત આપણને આપી રહી છે. 

કેટલાક દેખીતા ઉદાહરણો : 

મલ્ટીપ્લેક્સ થિયેટરમાં તેનાં માલિકોએ નફાની હદ કરી દીધી હતી 20 રૂપિયાની પાણીની બોટલ 50 માં , 100 ગ્રામ ધાણી- પોપકોર્નના નામે 400 માં (બજારમાં આટલા રૂપિયામાં એક  મણ મકાઈ મળે છે.) એ લોકો વેચતા હતા હાલ કુદરતનો ન્યાય જુઓ. કરોડોના થિયેટર ધુળ ખાઈ રહ્યાં છે.

પાર્ટીપ્લોટ વાળા મૉ માંગ્યા રૂપિયા લેતાં હતા. નકકી થયાં પછી 10×10 નું એક વધારાનું કાપડ બાંધે તો ફરાસખાના વાળા તોતિંગ બિલ આપી દેતાં. હાલ ઈશ્વરનો ન્યાય જુઓ આ લોકો પાસે કોર્પોરેશન નો ટેક્સ ભરવાના પણ પૈસા નથી.

કેટરીંગ વાળા, નફો વધારવા તેમને જેટલી લુચ્ચાઈ આવડતી હતી તે બધી વાપરી નાખતાં . પનીર ની સબ્જીમાં ડુબકી મારો ત્યારે બે ચાર પનીરના ટુકડા દેખાય ,પનીર પણ મિલાવટ વાળું, અને ગ્રેવીની તો વાત જ છોડો. હાલ આ લોકોને પોતાના ઘરમાં શાક બનાવવાના સાંસા છે

મોટા મોટા મોલમાં એક શર્ટ 3000 નું ,એક પેન્ટ 4500નું , બાળકોના કપડાંમાં તો જાણે સોનાના દોરાની સિલાઈ કરી હોય તેવા ભાવ. હાલ આ લોકોની દશા ખુબ દયનિય છે વર્ષોથી લોકોને લૂંટયા તે વ્યાજ સહીત ભોગવી રહ્યા છે.

ટ્રાવેલ્સ વાળા કોઈને ગાંઠતા નહોતા , હાલ તેમની ગાડીઓના હપ્તા નથી ભરાતા. વેચવી છે પણ કોઈ ગાડી લેનાર નથી.

પ્રવાસ આયોજકો ,રીતસર ઉઘાડી લુંટ ચલાવતા હતા અત્યારે ઓફીસનું ભાડું ભરવાના ફાંફા છે.

બિલ્ડરો ,જેને કેટલો નફો રાખવો તે કહેનાર જ કોઈ નહતું. આજે એમને ત્યાં પણ ચકલાં ઊડે છે.

સોના ના શોરૂમો આવતાંય લુટે ને જતાંય  લુંટે ,આજે શટર ઊંચું નથી કરી શકતા

વીડિયો શુટિંગ વાળા , મીઠાઈની મોટી મોટી દુકાનો વાળા,  બજારના ગિધ્ધ જેવાં વેપારીઓ , શાકભાજીના દલાલો , જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર લુંટ મચી હતી.

કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિ ને મજબૂરીવશ કોર્ટ-કચેરીમાં જવાનું થતું તો વકીલો જાણે ગિદ્ધ હોય તેમ તેની ઉપર તૂટી પડતા અને તેના હાડ-માંશ ચૂસવામાં કોઈ કમી નહોતા રાખતા તે વકીલોને આજે ચા અને મસાલા ની પડીકીના ફાંફા પડી રહ્યા છે.

પણ સમય આવે કુદરત સૌનો ન્યાય કરે છે. હજુ જે નથી સુધર્યા તેમનો પણ આજે નહીં તો કાલે નંબર આવવાનો જ છે. 

ભગવાનની લાઠીનો અવાજ નથી હોતો. કર્મ કોઈને છોડતું નથી. કોઈકે એકનો એક દીકરો ગુમાવી દીધો, કોઈકે માં કે બાપ ગુમાવી દીધા, કોઈનું આખું કુટુંબ હોમાય ગયું, કેટલાક કરોડો અબજોની સંપત્તિ વાપરવા ના રહ્યાં

હજુ ઊંડે ઊંડે પણ જો થોડી માનવતા બચી હોય તો પાછા પડી જાવ. કર્મોની ગતિ ન્યારી છે ...

આ પોસ્ટ જેને જેને લાગુ પડે એમણે સુધરવા માટે હજી સમય છે  એટલે ઉપર વાળા નો ડર રાખવો ..બીજી વાર ચાન્સ નહી મળે ...

••• 11 •••






Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...