"દાંડીકૂચ" એક ઐતિહાસિક ઈ-પુસ્તક...

          આપણી આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ અસહકારનાં આંદોલન છેડીને અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવી દીધી હતી. ‘દાંડીકૂચ’ તેનું એક ઉચ્ચતમ બિંદુ હતું. આખા જગતે તેની નોંધ લીધી હતી..
૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થયેલી અસહકારની આ મહાન યાત્રા ૨૫ દિવસે નવસારી પાસેના દાંડીના દરિયા કિનારે પહોંચી હતી. તે કિનારા પરથી એક ચપટી મીઠું ઉપાડીને બાપુએ એ બ્રિટીશ સામ્રાજ્યને ના-કર માટે પડકાર્યું હતું જેના પરથી કદી સૂર્ય અસ્ત થતો નહોતો. બાપુ સાથે જોડાયેલાં એ ૮૧ કૂચ યાત્રીઓને પણ સ્મૃતિ વંદન. અમારા દક્ષિણ ગુજરાતના ગામેગામ વડીલો આ યાત્રાના સંભારણાં વાગોળે છે, જયારે મહાત્મા તેમની શેરીઓમાં ઘૂમ્યા હતા. ગુજરાત સરકારે એ દાંડી યાત્રા માર્ગને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે અને હમણાં જ એને ફોર-લેન કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે.
આજે એ યાત્રાને ૯૦ વર્ષ થયાં છે. તેની યાદ તાજી કરવા માટે, બલ્કે તેને ફરીથી માણી શકાય એટલી વિગતો સાથે ગુજરાત રાજ્યના માહિતી વિભાગે *આ અદભુત ઈ-પુસ્તક દાંડીકૂચ* તૈયાર કર્યું છે. તે માટે ગુજરાત સરકાર અને ખાસ તો તેના માહિતી વિભાગને ધન્યવાદ ઘટે છે. તેમાં યાત્રાના એકેએક દિવસની રંગીન - સચિત્ર માહિતી છે.
નવી પેઢીને આ ઐતહાસિક કૂચથી અવગત કરાવવાના આ પ્રયાસને આપણે બિરદાવીએ. વડીલોને વિનંતી કે ઘરના તમામ સભ્યોને સાથે બેસાડીને આ ઈ પુસ્તક બતાવવું જોઈએ. શિક્ષકો અને અન્ય સક્ષમ મિત્રોને વિનંતી કે આ પુસ્તકને નવી પેઢી સામે પ્રેઝન્ટ કરે.

નીચેની ભૂરી લિન્કને અડશો તો આખું પુસ્તક ખુલશે.

https://drive.google.com/file/d/14uCkrIlxVjHakzerFtmYLPFWL5ldMJPy/view?usp=drivesdk

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...