ચાલો છંદ શીખીએ...
“ગઝલ લખવી એટલે ???? !!!!”
સૌથી પહેલા છંદ શીખવાના.
છંદમાં પણ ઘણા પ્રકાર.
પછી રદીફ નક્કી કરવાનો જે તેમાં અને બધા જ શેરમાં બરાબર નભવો જોઈએ. અને લટકતો રદીફ ના લાગવો જોઈએ.
પછી કાફિયા નક્કી કરવાના. અને કાફિયા પણ ચુસ્ત હોય તો બહુ સારું. નહીં તો મુક્ત ચાલે પણ તેમાંય આકારાંત , ઇકારાન્ત, ઉકારાંત, અડધા અક્ષર વાળા, રકાર વાળા એ બધામાં આગળના અક્ષર સાથે વાદી મળવો જોઈએ.
પછી શેર બનાવવાના અને એ શેર જંગલના સિંહ જેવો જ ગજાવે અને બીજાને હલાવે તેવો હોવો જોઈએ. તેમાં પાછા હોય ઉલા મિસરા અને સાની મિસરા.
ઉલામાં દાવો હોય તો સાનીમાં તેનો પુરાવો હોવો જોઈએ... જો ઉલા મિસરામાં રાઝ હોય તો સાની મિસરામાં ખુલાસો હોવો જોઈએ. અને શેર બરાબર સ્પષ્ટ થવા જોઈએ.
બે પંક્તિઓ વચ્ચે અનુસંધાન સ્પષ્ટ થવું જોઈએ.
મત્લા ખૂબ જ સરસ અને અસરદાર બનવો જોઈએ.
છંદ બરાબર હોવા જોઈએ. છંદ દોષ કે કાફિયા દોષ ના હોવો જોઈએ..
for new comers - part -1
*લઘુ ગુરુ માટેના નિયમો*
'ગ' ગઝલનો 'ગ' ...
સામાન્ય નિયમો ...
* ક , કિ, કુ, કૃ, ક્ર, ર્ક - આ લઘુ એટલે 'લ'
* ક , કિ, કુ, કૃ, ક્ર,ર્ક - આ સિવાયના બીજા બધા અક્ષર ગુરુ એટલે 'ગા'
* તીવ્ર અનુસ્વારવાળો અક્ષર ગુરુ અને મંદ અનુસ્વારવાળો અક્ષર લઘુ ગણાય.
મંદિર = ગાગા , સુંવાળી = લગાગા
* બે લઘુ મળીને એક ગુરુ થઇ શકે. ' મન = ગા'
* ત્રણ કે ચાર લઘુ સાથે હોય તો ઉચ્ચાર મુજબ માપ થાય.
જેમ કે , વતન = વ + તન = લગા , અડચણ =અડ + ચણ ગાગા , તરસવું = ત +રસ + વું = લગાગા
* એક અક્ષરનો શબ્દ લઘુ કે ગુરુ ગણી શકાય.
હું, તું , શું , એ , તો , જો , છું = લઘુ અને ગુરુ પણ થઇ શકે.
* 'જ' લઘુ ગણાશે.
* જોડાક્ષરમાં આગળના અક્ષરને થડકો લાગે તો આગળનો લઘુ અક્ષર ગુરુ બને છે.
જેમ કે , સપ્ત = ગાલ , હપ્તો = ગાગા , ગર્વ = ગાલ , અક્ષર = ગાગા , અશ્રુ = ગાગા અથવા ગાલ
* ઘણા શબ્દોમાં જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને લાગતો નથી ત્યાં આગળ લઘુ હોય તો એ અક્ષર લઘુ જ રહે છે . જેમ કે , પડ્યો, રહ્યો , કર્યું , હસ્યો ફર્યો = લગા
* શબ્દનો છેલ્લો અક્ષર ગુરુનો લઘુ થઇ શકે છે. જેમ કે રાણી = ગાગા અને ગાલ
શબ્દનો છેલ્લો અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ હોય તો લઘુનો ગુરુ થઇ શકે છે. જેમ કે , હોવું = ગાલ અને ગાગા , શાંતિ = ગાલ અને ગાગા
દુઃખ અને સુખ ગા જ લેવાય છે
* પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો એનો લોપ થઇ શકે.
* સામાન્ય રીતે બે અલગ અલગ શબ્દના લઘુ મળીને એક ગુરુ ન થઇ શકે. જેમ કે ,' રામ અને = ગાગાગા' ન થાય. ફક્ત 'ગાગા'નાં આવર્તનવાળી બહેરમા જ બે અલગ અલગ શબ્દના બે લઘુ મળીને એક ગુરુ થઇ શકે છે.
🔷1 થી 5 🔷
➖➖➖➖➖➖➖➖➖➖
*૧.રમલ છંદ* = ગાલગાગા ગાલગાગા ગાલગા
રાગ=દિલ કે અર્માં આંસુઓ મે બહે ગયે
દુર્ગુણો ની આજ સૌ હોળી કરો
સદગુણોની વાવણી થોડી કરો
➖➖➖➖➖➖➖➖➖➖
*૨.રમલ છંદ* =ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રાગ = હોંશવાલોકો ખબર ક્યાં બેખુદી ક્યાં ચીજ હૈ
ચાંદ જેવા ચાંદ મા પણ ડાઘ જેવું હોય છે.
જિંદગીમાં સુખ ને દુઃખ દિનરાત જેવું હોય છે.
➖➖➖➖➖➖➖➖
*૩. ૬ ગા* =ગાગા ગાગા ગાગા
રાગ= હોંઠો સે છુલો તુમ
તું પ્રેમ મને કરજે, ના કોઈથી ડરજે
➖➖➖➖➖➖➖➖➖
*૪. ૭ ગા* = ગાગા ગાગા ગાગા ગા
રાગ = ઘર આયા મેરા પરદેશી
મારે તમને મળવું છે, ખોવાયો છું જડવું છે
➖➖➖➖➖➖➖➖➖➖➖
*૫.તોટક છંદ -૮ ગા* = ગાગા ગાગા ગાગા ગાગા
આજ અમારા આંગણ આવો
કારણ નહિ નિષ્કારણ આવો
➖➖➖➖➖➖➖➖
🔶 *6-10* 🔷
➖➖➖➖➖➖➖➖
*૬. મુત્કારીબ છંદ* =લગાગા લગાગા લગાગા લગાગા
રાગ= યે દિલ ઓર ઉનકી નિગાહોકે સાયે
*મને જો તમારી મહોબત મળે તો*
*કરું પ્રેમ સાચો ઇજાજત મળે તો*
➖➖➖➖➖➖➖➖➖
*૭. મુત્કારીબ છંદ* લગાગા લગાગા લગાગા લગા
રાગ= સુહાના સફર ઔર યે મૌસમ હસી
*મને સાથ આપો પડી જાઉ છું.*
*જે સાચું હશે તે કહી જાઉં છું.*
➖➖➖➖➖➖➖➖
*૮. મુતદારિક છંદ* ગાલગા ગાલગા ગાલગા ગાલગા
રાગ= મેરે રશકે કમર તુને પહેલી નજર
*હે મહાદેવ શંકર ભોલેનાથ છો,*
*વિષ પીને જગતના બન્યા તાત છો*
➖➖➖➖➖➖➖➖➖➖
*૯. લગા ૮*
લગા લગા લગા લગા
લગા લગા લગા લગા
રાગ - ફઝા ભી હૈ જવા જવા
રાગ -શિવ તાંડવ સ્તોત્ર
*તમે મને મળ્યા નહીં,.*
*ને પ્રેમમાં પડ્યા નહીં.*
*હું શોધતો રહી ગયો,*
*છતાં તમે જડ્યાં નહીં*
➖➖➖➖➖➖➖➖➖
૧૦ *હજ ઝ છંદ*
*બંધારણ - લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા*
રાગ - યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈ
કરો સાચું કહો સારુ જીવન સુંદર બનાવી દો
જગત તો લાગશે ન્યારું જીવન સુંદર બનાવી દો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Comments
Post a Comment