ગજબની કોન્ટ્રોવર્સી...🤔

*1.*
*બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા*
*પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી*
      - હિતેશ તરસરિયા

*2.*
*ગરમીએ શેઠજીને દવા લેવડાવી,*
*નોકર તો રોજ લીમડો વાટીને પીતો.*
                       
 – પરીક્ષિત જોશી

*૩.*
*કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.*
*”કાળીના એક્કા જેવા.”*
                  – સંજય ગુંદલાવકર

*4.*
*મારી પાસે ઘર હતું,*
*આજે પૈસા છે...*
                         – નિમેષ પંચાલ

*5.*બપોરનો તડકો*
*જીવનમાં લાગેલી લાય કરતાય,*
*આજ મીઠો લાગ્યો!*
                         – તૃપ્તિ ત્રિવેદી

*6.*
*એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,*
*એ ૧૧ કુંવારીકાને જમાડશે.*
                               - દક્ષા દવે

*7.*
*વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.*
*આંખો જ બોલી છે વાંક કોનો!*
                         - દેવદત ઠાકર.

*8.*
*પત્ની પિયર ગઈ…*
*ટીફીનમાં મનપસંદ મળ્યું.*
                 – દિવ્યેશ સોડવડીયા

*9*
*લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?*

- નિલેશ શ્રીમાળી પાટણ

*10*
*આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,*
*અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...*
                     -હિતેશ તરસરિયા

*11.*
*"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"*
*ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'*
                                   - હિતેશ તરસરિયા

*12.*
*વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.*n
*પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:*
*"મા ના ખોળે !!!"*

સંકલન : જયંતીભાઈ પરમાર 

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...