www.gujaratilexicon.com
ભાષા અને ટેકનોલોજી.
વાર્તા લખવા માટે આપણે ગુજરાતીમાં એક ફકરો લખ્યો અને પછી એને સુધારવા માટે ગુગલ બાબાને શરણે ગયા તો આપણને ગુગલ મદદરૂપ બની શકે ખરું?
ગુજરાતીમાં તો નહિ પણ અંગ્રેજીમાં આ શક્ય છે ખરું. જો અંગ્રેજીમાં લખાયેલો ફકરો તમે “ગ્રામરલી” નામની વેબસાઈટને હવાલે કરો તો એ વેબસાઈટ તમારા લખાણમાં રહેલી જોડણી, વિરામચિહ્નો કે વાક્યરચનાની ભૂલો તમને ભલી પેરે બતાવી દેશે. એટલું જ નહિ, આખો ફકરો કોઇપણ જાતની ભૂલ વિના સુધારીને તમને તૈયાર કરીને આપશે. અલબત, એ માટે આપણે એને સારું એવું મહેનતાણું ચૂકવવાની તૈયારી રાખવી પડે.
બાય ધ વે, ગુજરાતીમાં આપણને આવું તૈયાર ભાણું મળતું નથી પણ ગુજરાતી લેક્સિકન જેવી અફલાતૂન વેબસાઈટ જોડણી અને ખાસ તો શબ્દનો અર્થ જાણવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
આ વેબસાઈટ ઉપર આપણને અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી અર્થો તથા ગુજરાતી શબ્દોનાં સાર્થ જોડણીકોશ અને ભગવદો ગોમંડળ મુજબનાં ગુજરાતી અર્થો ખૂબ જ સરળતાથી અને સહેલાઇથી જોવા મળે છે.
આ માટે આપણે આ વેબસાઈટ ઉપર આપેલા સર્ચ બોક્સમાં જે તે શબ્દ ટાઈપ કરવાનો રહે છે. બીજી જ ક્ષણે આપણને એનો અર્થ મળી જાય છે.
ઉદાહરણ તરીકે નીચે આપેલા સ્ક્રીન શોટમાં “હાથસાળ” શબ્દનો અર્થ શોધવાનો પ્રયત્ન કરી જોયો છે જેનું ત્વરિત પરિણામ શું આવ્યું એ પણ જોઈ શકાય છે.
લખવા માટે આજે જયારે કલમને બદલે કીબોર્ડનો વધારે ઉપયોગ થાય છે ત્યારે આપણે માટે આ વેબસાઈટ ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ બની જાય છે.
આપણી ભાષાને વધારે સરળ અને સમૃદ્ધ બનાવવા માટે સતત એનો ઉપયોગ કરતાં રહેવું જોઈએ.
- www.gujaratilexicon.com
Comments
Post a Comment