સાચું શ્રાદ્ધ...
● વિચાર્યું એકાદ શર્ટ લઈ લઉં તો ઠીક રહેશે પણ ત્યાં તો દિકરાનો જન્મદિવસ યાદ આવતાં જ બાપે પોતાના શર્ટ ખરીદવા ના વિચારનું તેજ ક્ષણે *શ્રાદ્ધ* કર્યું.
● આખો દિવસ દુઃખતી આંખો હવે ઊંઘવા માટે જાણે કે ઢળી પડતી હતી ત્યાં જ લાગ્યું કે દીકરાનું શરીર તાવને લઈને ગરમ છે, માએ તુરતજ પોતાની નિંદ્રા નું *શ્રાદ્ધ* કર્યું.
● રોજ હાથમાં સાવ જર્જરિત થઇ ગયેલી ઓફીસ બેગ લઈ જતા બાપે નવી બેગ ખરીદવાનું સપનું જોયું અને ત્યાં જ દિકરાની કૉલેજનો ખર્ચો યાદ આવતાં જ નવી ઑફિસ બેગના સપનાનું એજ ઘડીએ *શ્રાદ્ધ* કર્યું.
● પીઠમાં ક્યારેક સહન ના થાય એવા દુઃખાવાની ફરિયાદ કરતી માએ વૉશિંગ મશીન નું સપનું જોયું પણ દિકરાની સ્માર્ટ ફોન ખરીદવાની જીદ નજર સામે આવતાં, માએ એજ ક્ષણે વૉશિંગ મશીનના સપનાનું *શ્રાદ્ધ* કર્યું.
● બાપાના બૂટના તળીયા દેખાવા માંડતા નવા બૂટ ખરીદવા માટે બરોબર મન બનાવી જ લીધું હતું ત્યાં તો દિકરાને સ્પોર્ટ્સ શુઝ અપાવવાના આનંદમાં બાપે પોતાના બૂટ ખરીદવાના સપનાનું એક જ ઝાટકે *શ્રાદ્ધ* કર્યું.
હાલ તો બાપ *વૃદ્ધાશ્રમ* માં અને મા *સ્વર્ગવાસી* થઇ ગઇ છે. દિકરાના ભવિષ્ય માટે ના જાણે એમણે કેટ કેટલા *શ્રાદ્ધ* કર્યાં !
કેટલાક વર્ષો પછી દિકરો મા-બાપનું *શ્રાદ્ધ* કરતો હતો.
પોતે પિતાંબર પહેરી, કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પૂંજન અને પાઠ કરી છેલ્લે પિંડ બનાવીને કેળના પાન પર મૂકીને *આ આ* કરીને *કાગડા* ને બોલાવી રહ્યો હતો.
તેવામાં જ ક્યાંક થી ઉડતા ઉડતા બે કાગડા આવીને ખુશી ખુશી એ પિંડને ખાવા લાગ્યા.
*મૃત્યુ પછી પણ દિકરાના આનંદ માટે બન્નેએ પોતાના આત્મસમ્માનનું પણ શ્રાદ્ધ કર્યું.*
*(ધરતી પર રૂપ મા-બાપનું એજ વિધાતાની ઓળખ છે. જીવતાં જાળવી લેજો વ્હાલા.....)*

Comments
Post a Comment