એનિમા
(૫) આ રીતે મોટા આંતરડામાં સવારે ઉઠતા સાથે પ્રથમ વખત અને સાંજે અથવા સુતા પહેલા બીજી વખત એમ બે વાર એનિમા લેવો રોગમુક્તિ માટે ફરજિયાત છે. થોડુંઘણું લેટ્રીન પાસ કર્યા બાદ ટોટી ચડવાનું આસાન બનશે.જો કોઈને ચડાવવામાં તકલીફ પડતી હોય તો તે લુબ્રિકન્ટ જેવા કે તેલ કે વેસેલિન નો સહારો લઈ શકે છે.
(૬) પ્રયોગમાં નિર્દેશ કર્યા મુજબ એનિમા સેવનથી આપની સમષ્યનું ૩૦% સમાધાન માત્ર એનિમના ઉપયોગથી મેળવી શકશો.
(૭) મોટું આંતરડું એટલે ગંદકીનું ઘર જ નથી.ડો.વોકરના 15 વર્ષના સંશોધનો અનુસાર મોટા આંતરડું શરીરનું સ્વીચબોર્ડ છે.તેમાં ૭૧ સ્વીચો આવેલી છે.પ્રત્યેક સ્વીચ શરીરના અલગ અલગ અંગો સાથે જોડાયેલ છે.જેમ આપણા ઘરના સ્વીચબોર્ડ સાથે લાઈટનો બલ્બ,સિલિંગ ફેન,ટીવી.ઇત્યાદિ જોડાયેલ છે.પરંતુ ક્યારેક કોઈ સ્વીચમાં કાર્બન જામી જાય તો તે સ્વીચ અને તેની સાથે જોડાયેલ ઉપકરણ સ્વીચ આપવા છતાં કાર્યાન્વિત બની શકતા નથી. ઇલેટરીસિયન સ્વીચબોર્ડ ખોલી સ્વીચમાં જામેલ કાર્બન હટાવી વાયર છોલી ફરી ફિટ કરી સ્વીચ આપતા જે તે ઉપકરણ ચાલુ થઈ જશે.આ સિદ્ધાંત ડો.વોકરના જણાવ્યા મુજબ મોટા આંતરડા ને સમાન લાગુ પડે છે.શરીરના જે તે અંગેની (કાલ્પનિક) સ્વીચમાં કાર્બન(મળ) જામી( ચોંટી ) જાય તો તે કામ કરતું અટકી ( માંદુ )પડે છે કામ કરતું બંધ થાય અર્થાત જે તે અંગેની શારીરિક સમસ્યા ઉદભવે જે ને આપણે રોગ તરીકે ઓળખીએ અને દવાઓના માધ્યમનો આશરો લઈએ છીએ.ખરેખર તો કાર્બન ( ચોંટેલો મળ જ ) હટાવતા ચાલુ (સારું)થાય છે.
ડો.વોકરે ૭૧ સ્વીચના આંતરડાની સફાઈ માટે (ચોંટેલ મળ હટાવવા માટે) સાદા પાણીના એનિમાનો ઉપયોગ કરવા કહેલ છે.ગૂગલમાં કેપિટલ અક્ષરોમાં ડો.એન.ડબ્લ્યુ.વોકર લખતા તેમની વેબ.ખુલશે અને વિશેષ જાણકારી આપ મેળવી શકો છો."નવી ભોજન પ્રથા પ્રયોગ-માર્ગદર્શિકા"આ અંગે ચિત્ર સહિત દર્શાવેલ છે અને અહીં અલગ ચિત્ર માં સાથે મોકલેલ પણ છે.
(૮) ઉપરની બાબતે થોડું વધુ જાણીએ.આપના શરીરમાં પેન્ક્રીયાસ નામનું એક અંગ આવેલ છે.જેના દ્વારા આવશ્યકતા અનુસાર ઈંશ્યુલીન શરીરને પૂરું પાડવામાં આવે છે.જેનાથી લોહીમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે.ડોક્ટરોના મત અનુસાર પેન્ક્રીયાસ કામકરતું બંધ પડે એટલે ઈંશ્યુલીન મળતું બંધ પડતા લોહીમાં સુગરનું પ્રમાણ પ્રભાવિત બને છે.જેને ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે.હવે આવી વ્યક્તિને નવી ભોજન પ્રથાનો પ્રયોગ કરે છે.ત્યારે જોવા મળેલ છે કે કોઇને પાંચ દિવસમાં તો કોઈને વધુ સમયે વગર દવાએ ડાયાબિટીસ મટેલ છે.અહીંયા ડાયાબિટીસની સ્વીચનો કાર્બન એનિમાના ઉપયોગથી હટતા સાથે અને અપક્વ આહાર સેવનથી આંતરિક સફાઈ થતા ડાયાબિટીસ મટી જતો જોવા મળેલ છે.આવું અન્ય કેસોમાં બનેલ છે.અર્થાત રોગ ગમે તે હોઈ શકે પણ તેની સ્વીચ સાફ કરવાથી સમશ્યા મટી શકે છે.
(૯).એનિમાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી,માટે લેવામાં ગભરાવાની કોઈ જરૂર નથી.
(૧૦) સામાન્ય રીતે જેટલી વાર ખાવ તેટલી વાર જાવ.તે જરૂરી છે.આપણે આંતરડાની શુદ્ધિકરણ પૂરતો એનિમાનો ઉપયોગ કરવાનો છે.કુદરતી હાજત નિયમિત બનતા એનિમા લેવાની આવશ્યકતા રહેતી નથી.
(૧૧) એક એનિમા પોટનો બધા જ ઉપયોગ કરી શકે છે.પરંતુ વ્યક્તિદીઠ કેથેટર અલગ રાખવા અનિવાર્ય છે.
(૧૨) તાવ આવે ત્યારે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો અને જરૂર પડે વધારાનો એનિમા ચાલુ તાવમાં પણ લઈ શકો તો રાહત થશે.
(૧૩) પાઈલ્સ,ફિશર,મસા,ભગંદરજેવી બીમારીમાં એનિમા લેવો હિતાવહ નથી. ગ્રીનજ્યુસ, ફ્રુટ વધારે ખાવા
૧૨) આપને સવારે 5 વાગે ઉપડતી બસમાં બેસીને સળંગ ત્રણ-ચાર કલાકની મુસાફરી કરવાનની છે અને આપને ૬ - ૭ વાગે હાજતે જવાની આદત છે.આથી ઉભી થનાર સમષ્યનું નિવારણ પણ એનીમાથી સંભવ બને છે.આપ જ્યારે અને જે સમયે પેટ સાફ કરવા ઈચ્છો તે સમયે એનિમા લેવાથી આપની આવી મુશ્કેલી આસાન બનશે .
૧૩) આ સાધનાની શરુઆત કરનારે એનિમા પ્રથમ માસ સવાર અને રાત્રે બંને ટાઇમે લેવો,બીજા માસે સવારે આંતરે દિવસે અને રાત્રે રોજ લેવો.ત્રીજા માસે સવાર નો બંધ કરી ફકત રાત્રે રોજ લેવો. ચોથા મહિને અઠવાડિયામાં ૨-૩ વાર અનુકૂળતા એ લેવો.ચોથા માસ પછી એનિમા લેવાની જરૂર રહેતી નથી પરંતુ આપ અઠવાડિયા માં એક વાર લેતા રહેશો તો સફાઈ નિયમિત થતી રહેશે. એનિમા ની કોઈ આદત પડતી નથી એ વાત લોકો ને ખાસ સમજાવવી.
૧૪) એનિમા બાથરૂમમાં ડાબી પડખે સુઈ ને લેવો અતિઉત્તમ છતાં શરીર ની અવસ્થા અને શારીરિક તકલીફ મુજબ બેઠા બેઠા, ઉભા ઊભા , ટોઇલેટ સીટ પર બેસી ને કે બન્ને ઘૂંટણ પર વળી ને લઈ શકાય છે. એનિમા લીધા પછી શક્ય તેટલા સમય પાણી હોલ્ડ કરવું સારું જેથી જૂનો મળ અંદર પલળે અને બહાર નીકળવા માં સરળતા રહે.
૧૫) પાણી હોલ્ડ કર્યા પછી આંતરડા ને ચારે બાજુથી થી કસરત થાય તેવા યોગ આસન કરવા જેવા કે તાડાસન, તિર્યક તાડાસન, કટી ચક્રસન અર્ધ કટી ચક્રસન , ભુજંગાસન, વક્રસન વગેરે...)
સૌજન્ય - નવી ભોજન પ્રથા
Comments
Post a Comment