આત્મ હત્યા અંગે...

 લેખ -1 

*આત્મહત્યા પાછળના કારણ(ણો) - એક સંશોધન!!!*

     મિત્રો, છેલ્લા એક મહિનામાં આપણા ગુજરાતના બે મોટા મહાનગરો એવા અમદાવાદ અને વડોદરામાં બની ગયેલવ આત્માહત્યાના પ્રસંગોએ કઠોર કાળજામાં થીજી ગયેલી લાગણીઓમાં પણ સંવેદનાઓનું ઘોડાપૂર લાવી દીધું છે. તેમાં વડોદરા શહેરના સોની પરિવારની ઘટનાતો ભલભલાને હચમચાવી દે તેટલી કરુણ છે. આત્મહત્યાની આવી દુઃખદ ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી અખબારપત્રોમાં તેમજ અન્ય સમૂહ માધ્યમોના માધ્યમથી વિસ્તાર પામે છે.

      અમદાવાદની આયેશાની આત્મહત્યાનો બનાવ હોય કે પછી વડોદરાના સોની પરિવારની સામુહિક આત્મહત્યાની ગોઝારી ઘટના ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં પ્રવર્તતી અને ખૂબ જ ઊંડા મૂળ ધરાવતી બદીઓની ચાડી ખાય છે. બંને પ્રસંગમાં સામાન્ય કહી શકાય તેમ કારણ ક્યાંક ને ક્યાંક આર્થિક બાબત તો છે પણ આયેશાના કિસ્સામાં તેની આત્મહત્યા પહેલા તેનો વીડીઓ જે પ્રકારે લોકો સમક્ષ રજુ થયો છે  તેનાથી પ્રતીત થાય છે કે ક્યાંક ને ક્યાંક તેના મનમાં તેને માનવ મનખાથી સંપૂર્ણ પણે અણગમો છે. શું તેના વૈવાહિક જીવનને ડામાડોળ કરવા માટે દહેજની માંગણી જ જવાબદાર છે? કે પછી અન્ય કોઈ કારણ હશે!!! આયેશા અંગે અખબારપત્રો અને અન્ય માધ્યમોથી મળતી માહિતી મુજબ આયેશાના લગ્ન કંઈક અંશે પ્રેમ વિવાહ જ હતા અથવા તો પરિચિત અને ઇચ્છીત પાત્ર સાથે તેના લગ્ન હતા. પરસ્પર એકબીજાને પસંદ કરી બંને પાત્રોએ જયારે લગ્નજીવનની શરૂઆત કરી હોય ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ કે અડચણો આવે તો પણ બંને પાત્રોએ એકબીજાને સહારો આપવો તે જ લાગણી વૈવાહિક જીવનને સાર્થક બનાવે પણ આયેશાના કેસમાં ક્યાંક તેની લાગણી એક તરફી જ હતી અથવા તેના લગ્નજીવનને સુખમય રીતે આગળ ધપાવવા તે એકલી જ હવાતીયા મારતી હોય તેવું સ્પષ્ટ થાય છે. વિગતો એવી પણ સામે આવી છે કે આયેશાનો સાસરી પક્ષ આર્થિક સંપન્ન હોવા છતાં તેઓની વારંવાર દહેજની માંગણી કરવી અથવા તો તેના પતિ દ્વારા અને અન્ય ઘરના સભ્યો દ્વારા શારીરિક કે માનસિક  અત્યાચાર કરવો અને તેના પ્રતિકાર સ્વરૂપે આયેશાના પિતા તરફથી કોર્ટ રાહે ન્યાય મેળવવા માટેના પ્રયત્નોથી પરે પોતાના પતિના સંપર્કમાં રહી પોતાના વૈવાહિક જીવનને બચવવાના તેના પ્રામાણિક પ્રયાસો બાદ છેવટે તેનું હારી જવું અને આત્મહત્યા તે જ એક વિકલ્પ છે તે સ્વીકારી જીવનની યાત્રાને કરૂણ અંજામ આપવો કેટલું યોગ્ય? શું આત્મહત્યા એ જ એક માત્ર વિકલ્પ હોઈ શકે? શું આયેશાના પ્રયાસો તેના જીવનને વેર વિખેર થતું અથવા તો વિખેરાઈ ગયેલા માળાને ઠીક કરવા યોગ્ય કે સમર્થ નહિ હોય? આપણે વિચારવું પડશે કારણકે આયેશા જેવી જ  મનોવ્યથા આપણે પણ અનુભવતા હોઈએ છીએ. આયેશા જેવી કે કદાચ તેથી પણ ખરાબ સ્થિતિમાં આપણું જીવન પણ હોઈ શકે પણ આત્મહત્યા તે અંતિમ ઉપાય તો ન જ હોવો જોઈએ.

      વડોદરાના કિસ્સામાં જયારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે ઘરના 6 સભ્યોના સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં 4 સભ્યોના મોત થઇ ચુક્યા છે. પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોની તથા તેમાં પત્ની, પુત્રી, પુત્ર, પુત્રવધુ, અને સૌથી વધુ દયા જન્માવે અને જેના મોતથી કઠણ કાળજું પણ હૈયાફાટ રડે તે એટલું પરિવારનું નાનું ફુલ એટલે નરેંદ્રભાઈની પૌત્રી. આ બધાય પરિજનોનું સામુહિક આપઘાતનું પગલું યોગ્ય કે અયોગ્ય તે નિર્ણય તે પરિવારે જ લીધો. પણ કદાચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજમાં જોવા મળતા જ્યોતિષીઓએ (નિર્દયી લૂંટારાઓ) જ આ હસતા રમતા પરિવારને વેરાન કર્યો છે. વ્યવસાય તરીકે જ્યોતિષશાસ્ત્ર સમાજના લોકોના દુઃખ કે યાતનાઓ હળવા કરવા પૂરક છે કે પછી ઘાતક? લગભગ 35 લાખ રૂપિયા જેવી મસમોટી રકમ માત્ર મકાન સારી કિંમતે વેચવા કે પછી સોદો તૂટતો અટકાવવા સાવ અજગરની જેમ ગળી જાય તેવા લૂંટારાઓને ધરવી દઈને દુઃખોથી દૂર નીકળી જવાનો નિર્ણય એ નિર્ણય લેનાર જવાબદારની મજબૂરી દર્શાવે છે કે મૂર્ખામી? પણ આ બધા જ પાસાઓમાં નાનકડી દીકરી કે જેને આ દુનિયાદારી સાથે કઈ જ લેવા દેવા ન હતું તે પણ ભોગ બની. કેવું કરુણ એ દ્રશ્ય હશે!!! સમાજના બંધુજનો હું, તમે અને આપણે બધા આર્થિક સક્ષમ હોઈએ કે ન હોઈએ અને વળી આર્થિક મદદ કરવી તે જ માત્ર એક સહયોગી કર્તવ્ય નથી પણ ભાવનાત્મક સહારો કે થોડીક સંવેદનાસભર હૂંફ પણ આપણે સરકાવીને ધરીશું તો કદાચ આવા પરિવારને આત્મહત્યાના ભરડામાંથી બચાવવાનો ઉચિત યત્ન લેખાશે. સમાજમાં રખડતા અજગર જેવા વ્યાજખોરોએ તો સાવ માજા જ મૂકી છે. આવા વ્યાજખોરોને જબ્બે કરવાની સુફિયાણી વાતો આપણે બધા જ કરીએ છીએ. પણ આત્મહત્યાનો ભોગ બનનાર વ્યક્તિ(ઓ)ને આવા વ્યાજખોરો પાસે મદદ માટે જવું ન પડે તે માટે તેઓએ સરળ આવક આધીન જીવનશૈલી પણ અપનાવવી પડે. ગરીબી કે કારકસરયુક્ત જીવન અભિશાપ નહિ પરંતુ કપરા સમયમાં પણ સહજતાથી જીવી જવાની જડીબુટ્ટી છે. કરકસરએ એ એવો હમસફર છે જે તમારા જીવનના પ્રત્યેક પડાવ પર તમને આર્થિક સહારો આપી શકે અથવા જીવનનિર્વાહમાં પૂરક બની શકે. સપના જોવા અને સકારાત્મક પ્રયત્નો અને પરિશ્રમ યજ્ઞથી સાકાર કરવા તેમાં કઈ જ ખોટું નથી પણ શેખચલ્લીના સપના જોઈ જે હાથવગું છે તે બધું બરબાદ કરવું તે મુર્ખામીનો કયો પ્રકાર ગણાય? તે આપણે નક્કી કરવાનું છે. એકલ આત્મહત્યા પાછળના સંશોધનો દર્શાવે છે એકલ આત્મહત્યાનું કારણ મોટાભાગના કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિનું અંતરમુખી વ્યક્તિત્વ છે. જીવનમાં મળેલા સંબંધોથી કેટલાક અંતરંગ મિત્રો રાખો અથવા જીવનસાથી, માતા-પિતા, ભાઈ-બહેન, કે અન્ય કોઈ વ્યક્તિ જે આપણને અનુકૂળ હોય અને જેની સાથે આપણે આપણું મન ઠાલવી શકીએ તેવા જીગરીયા હોવા અનિવાર્ય છે. આવા અંતર્મુખી સ્વભાવની વ્યક્તિઓ ક્યારેય પહેલ કરતી નથી તો આપણે જ શરૂઆત કરીએ. માતા-પિતા, ભાઈ-બહેન કે દોસ્ત તરીકે તેની મૂંઝવણો તે આપણને જણાવે તેવો વાર્તાલાપ આપણે જ કરવો જોઈએ અથવા તેનો પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેક સામે વાળી વ્યક્તિનો અણગમો તેની પ્રતિકૂળ પ્રતિક્રિયા કે કેટલાક નિષેધાત્મક પરિણામોથી બેફિકરા થઇ આવા લોકોને ખોલવાનું કામ અને તેને ભરોસાથી ભરેલો ખભો આપવાનું કામ આપણે ચોક્કસ કરવું જોઈએ તો આપણું આ જીવન ક્યાંક સાર્થક થશે અને આયેશાના છેલ્લા નિવેદનમાં સમગ્ર મનુષ્યજાતિ માટે પ્રદર્શિત થતો અણગમો કે અસંતોષ આપણે દૂર કરી શકીશું. 

*લેખ સારો લાગે તો માનવ કલ્યાણ અર્થે આગળ મોકલવા વિનંતી...*

*શુભમ ભવતું...*

*ચેતન પ્રજાપતિ*

સરકારી ઉ. મા. (વિ.પ્ર)શાળા, માંડલ. જી. અમદાવાદ

લેખ - 2

અત્યારની પેઢી માં કેમ આત્મહત્યા ની ઘટનાઓ વધી રહી છે?


કારણ...

આધ્યાત્મિકતા...0%

સંસ્કાર...0%

હિમ્મત...0%

સાહસ...0%

સરળ સાદા વિચાર...0%

પરિશ્રમ...0%

આત્મમંથન...0%

પ્રાચિન રહેણી કરણી...0%

જ્ઞાન...0%

આત્મ વિશ્વાસ...0%

વર્તન વિવેક...0%

શારિરીક રમત...0%

પુજા  પાઠ...0%

શ્રધ્ધા-વિશ્વાસ...0%


*માત્ર*

•Social media

•Google

•You tube

•Tik tok

•WhatsApp

•map

•Facebook

•twitter


ટુંકમાં કહીએ તો...


*પિતા પર વિશ્વાસ ન હોય,*

*Google પર વિશ્વાસ હોય...*


*રસ્તો ભુલી જાય તો માણસને ના પુછે,*

*Map ને પુછે..*.


*5000 facebook friends હોય...પણ.. અડધી રાત્રે દુ:ખમાં ભાગ લેવા પડોશી મિત્ર ના આવે...*


 *ગુરુને કંઈ પણ ન પુછે,*

*Youtubeમાં સર્ચ કરે...*


*સાયકલની ચેન ઉતરી ગઈ હોય કે ફયુઝ ઉડે તો પણ..* *નેટ ખોલવું પડે...*


*આ છે અત્યારની પેઢી...*


માત્ર કોઈ ની વ્યકિતગત વાત નથી.


*અત્યારની 85% પેઢીની વાત છે આ...*


બાળકોને અત્યારથી આધ્યાત્મિકતા બાજુ વાળો,

પરિવાર સાથે ધનિષ્ટતા રખાવો.

ગૌ શાળામાં લઈ જાવ,

દેવ દર્શન કરવા સાથે લઈ જાઉ.

ધર્મ ની પરંપરા શીખવાડો તો

તમે નહી હોઉ તો પણ મનથી

તંદુરસ્ત જીવન જીવશે...

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...