મોદી નામે મહાત્મા...🌞

પ્રસ્તુત છે પ્રિન્ટ મીડિયા, સોશ્યલ મીડિયા, ઈન્ટરનેટ અને ટેલીવિઝનમાંથી મળેલી રમુજી પોષ્ટોનો  સંગ્રહ 





 









































क्या भारत एक मूर्ख-प्रधान देश है?

यदि नहीं तो जरा सोचिए ! 

मैं चौकीदार हूँ
क्या यह जनता का मुद्दा है?
मैं चाय वाला हूँ
मैं फकीर हूँ
मैं गरीब हूँ मेरे पास तो कार भी नहीं
मैं कामदार आदमी हूँ
वो मुझे काम नहीं करने देते
वो मोदी को हराना चाहते हैं
स से सपा रा रालोद ब से बसपा : यानी सराब
उनका गठबंधन मिलावटी है
नेहरू ने अगर ऐसा किया होता, नेहरू ने अगर ऐसा ना किया होता...
कांग्रेस की विधवा माँ...
कांग्रेस खत्म हो गई तो गरीबी भी खत्म
मेरे विरोधी रो रहे हैं
यह मोदी है, बारी-बारी सब का हिसाब लेगा

क्या इनमें से एक भी जनता का मुद्दा है?

न रोजगार की बात
न काले धन की बात
न फसलों के दाम की बात
न अच्छी शिक्षा की बात
न अच्छे स्कूल कॉलेज यूनिवर्सिटी अस्पतालों की बात

जरा समझिए आम जनता के मुद्दों से हटाकर आपको किन बातों में उलझाने की सोची-समझी साज़िश हो रही है?
अरस्तू  कहते हैं : 
अगर ज्ञानियों की संख्या कम मूर्खों की संख्या ज्यादा होगी तो मूर्ख लोग ज्ञानी पर शासन करने लगेंगे !
मानें या न मानें, लेकिन भारत है तो मूर्खों का, महामूर्खों का ही देश। आपको यह बात भले ही अटपटी लगे लेकिन अकाट्य तथ्य तो यही साबित करते हैं कि भारत बाक़ायदा एक मूर्ख-प्रधान देश है !
(1) भारत यदि मूर्खों का देश न होता तो 130 करोड़ लोगों वाले इस देश में कैसे एक आदमी लाखों का सूट-बूट पहनकर कहता है कि मैं ग़रीब हूँ और जनता उसे ग़रीब मान भी लेती है?
(2) भारत यदि मूर्खों का देश न होता तो CBI, ED, IT, NIA जैसी एजेंसियाँ और SC, EC, CAG जैसी संवैधानिक संस्थाएँ जिस एक आदमी की कठपुतली हैं, आदमी कहता है कि मुझे सताया जा रहा है और लोग मान भी लेते हैं !
(3) भारत यदि मूर्खों का देश न होता तो जिसके पास संसद में भारी बहुमत हो, जिसकी पार्टी 22 राज्यों में सत्ता में हो, वह कहता है कि विपक्ष उसे संसद में काम नहीं करने दे रहा और लोग मान भी लेते हैं !
(4) भारत यदि मूर्खों का देश न होता तो जो भ्रष्टाचार में जेल काट चुके लोगों को टिकट देकर भी कहता है कि मैं भ्रष्टाचार के ख़िलाफ़ लड़ रहा हूँ, लोग उसे भी  सही मान लेते हैं !
(5)  भारत यदि मूर्खों का देश न होता तो जिसके शासन में सबसे ज़्यादा भारतीय सैनिक शहीद हुए वह कहता है कि दुश्मन उससे काँप रहा है और लोग मान भी लेते हैं !
(6)  भारत यदि मूर्खों का देश न होता तो जिसके राज में सबसे ज़्यादा किसानों ने आत्महत्या की हो फिर भी वह कहता फिरे कि उसने किसानों को ख़ुशहाल बनाया है और लोग मान भी लेते हैं !
(7) भारत यदि मूर्खों का देश न होता तो जिसके राज में बलात्कार की वारदातें रोज़ाना नये कीर्तिमान बन रही हों, फिर भी वो कहता है कि उसका ‘बेटी बचाओ’ अभियान सफल है और हम मान भी लेते हैं !
(8) भारत यदि मूर्खों का देश न होता तो सुखमय भविष्य का सपना दिखाकर सत्ता में आने वाला हमें भूतकाल में घुमाकर कहे कि वो हमारा उद्धार कर रहा है और हम मान भी लेते हैं कि हम ख़ुशहाल हो रहे हैं !
(9)  कालाबाजारी को खत्म करने का दावा करके नोटबंदी करने वाला छोटी-बड़ी लाखों भारतीय कंपनियां बंद करा कर ढाई करोड़ भारतीयों को बेरोजगार करके कहता है कि नोटबंदी सफल रही और लोग मान भी लेते हैं !
(10) देश का प्रधानमंत्री कोरोना वायरस जैसी आपदा में सरकार की तरफ से की गई व्यवस्था के बारे में जानकारी देने की बजाय लोगों से ताली और थाली बजाने की अपील करता है और लोग अपनी छतों, बालकनी और गलियों में जुलूस लेकर निकल जाते हैं !
(11)  भारत मूर्खो का देश है, जहाँ सरकार लोगों के पीने के पानी पर नहीं, बल्कि ढोंगी और पाखंडियों के शाही स्नान पर करोड़ों का खर्च करती है !

मूर्खों को धर्म, जाति, गोत्र, खाप, आस्था, फर्जी राष्ट्रवाद, जाति आधारित नफरत जैसे तोहफ़े हमेशा से बेहद पसन्द आते रहे हैं। शिक्षा, रोजगार, स्वास्थ्य-सेवा आदि जैसी बुनियादी ज़रूरत मूर्खों को नहीं दिखाई देती।



















26.4.21

પહેલા કહ્યું કે કોરોના ભારતમા નહીં આવે
📍અમે કહ્યું ઠીક છે...

પછી કોરોના ગરમીથી મરી જશે
📍અમે કહ્યું ઠીક છે...

પછી જણાવ્યા મુજબ એક મીટરનું સામાજિક અંતર રાખો
📍અમે કહ્યું ઠીક છે...

તમે કહ્યુ વાયરસ 12 કલાકમા મરી જાય છે, એટલે 14 કલાક લોક ડાઉન નુ પાલન કરો..
📍અમે કહ્યુ ઠીક છે...

પછી લોકડાઉન 1.2.3.
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કર્ફ્યુ લાદયો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહુ સાંકળ તોડી નાખો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહ્યું મહાભારત 18 દિવસમાં જીત્યું, અમે 21 દિવસમાં જીતીશું
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહ્યુ ઉત્સાહ માટે તાળીઓ પાડો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી દેશની એકતા માટે દીવો અને મીણબત્તી પ્રગટાવો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહુ થાળી વગાડો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહ્યુ સરકારી તીજોરી ખાલી છે દાન આપો
📍અમે કહ્યુ ઠીક છે...

જ્યારે કંઇ થયું નહીં, ત્યારે તમે હાથ અધ્ધર કરી દીધા, કહ્યું કે આત્મનિર્ભર બનો
📍અમે કહ્યુ ઠીક છે...

કમાણી બંધ છે, ખર્ચ વધારે છે, મોટા પેકેજો જાહેર થયા છે, જનતાને કંઇ પ્રાપ્ત થયું નથી
📍અમે કહ્યુ ઠીક છે...

પછી આજદિન સુધી ગાયબ
📍અમે કહ્યુ ઠીક છે...

પેટ્રોલ અને ડીઝલ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ ના ભાવ વધાયાઁ
📍અમે કહ્યુ ઠીક છે...

હવે તમે કહો કે અમે વિરોધ ક્યાં કર્યો ?

કાંઇ પૂછવામાં આવે તો દેશદ્રોહી જાહેર કરો છો...

શુ કરો છો? પુછીયે તો - 70 વર્ષના રોદણા રડો છો

હકીકતમાં, લોકશાહી દેશમાં આપણે અત્યારે મુકતપણે જીવવાનો અધિકાર ગુમાવી દીધો છે .... !!!

લી. ભારત દેશનો બિચારો નાગરિક
































































































































































































































































*હાશ, આખરે મોદીજી રોયા, મારા રોયાઓ હવે જીવને ટાઢક વળી ?*

વ્યંગ-  ✒ *રાજેશ ઠાકર*✒

લોકોય અધીરા છે, ધરપત જ નથી. અઢાર કલાક ની વ્યસ્તતા હોય,  હજારો કામ હોય, ફુરસદ તો મળવી જોઈએ ને !  લ્યો નવરા પડ્યા એવા મોદી સાહેબ   રોયા ને ! મને તો ખાત્રીજ હતી કે રડશે. એક કહેવત છે કે પ્રાણ અને પ્રક્રુતિ સાથે જ જાય .પણ શી ખબર છેલ્લા બે મહીનામાં તો લોકોની વરસોની આસ્થા ડગી ગઈ છે .

રડવુ એ  એક કલા છે. એમાંય નિશ્ચિત દીવસે કે સમયે નિર્ધારિત આંસુ સારવા એતો ઉત્તમ કલાકારી કહેવાય.  રડવાનુ કારણ કરતાં રડવા માટેનુ ટાઈમીંગ ખુબ જરૂરી છે . એક એક મોત પર થોડા રડવાનુ હોય ? એટલો ટાઈમ મોદી સાહેબ પાસે હોય ખરો ?  લાખ બે લાખ લાશો ચિતાએ સળગી ગયા પછી ધુમાડો ટાઢો પડે ત્યારે ભાવનાઓ ને અગ્નિ આપવો પડે . ગંગામાં વહેતી અડધી બળેલી લાશો ની બદબુ બધે ફેલાય એ પછી સાગમટે જ આંસુનો છંટકાવ કરવાનો હોય. લોકો સમજતા જ નથી કે રડવાનુ પણ એક વિજ્ઞાન છે જે મોદી સાહેબને હસ્તગત છે.

ગુજરાતીઓ મરતા હતા ત્યારે કેમ ના રોયા ને વારાણસી માં મરેલાઓ પર કેમ રડ્યા ? હવે આવા વાહીયાત સવાલો કરનારા ને શું કહેવુ ? ઉ.પ્રદેશ સાહેબને ઓળખી ગયો પણ ગુજ્જુભાઈઓ હજુય ત્યાં ના ત્યાંજ.  મોદી સાહેબ રડવા માટે પ્રાથમિકતા મત ને આપે કે મોત ને ? આટલુ સાદુ ગણિત ના સમજાય એમા મોદીજી નો કોઈ વાંક ખરો ! ગુજરાતીઓ તો જીવશે- મરશે પણ ભાજપની મતપેટી ભરશે જ એનો ભરોસો મોદીજી ને હોય પણ વારાણસી એ તો સ્થાનિક ચુટણીમાં જ સુપડા સાફ કરી પરચો બતાવી દીધો . હવે બોલો મોદી સાહેબ  મત પર રોવે કે મોત પર ?

રડવુ એ મોદીનો માસ્ટર સ્ટ્રોક છે. વિદેશમા નોટબંધી પરનુ અટ્ટહાસ્ય ગોવામાં અરૂણ્ય રૂદનમાં ફેરવાઈ જાય . અમેરિકા ની ધરતી પર ' મા' પર સારેલા આંસુ સીધાજ ભારતમાં મોરારીબાપુ ની વ્યાસપીઠ પર ડાઉનલોડ થાય . મોદી સાહેબના આંસુ આંખથી નીકળે એ પહેલાં તો ન્યુઝ ચેનલો ના સ્ક્રીન પલડી જાય.  છે ને ગજ્જબ નુ રૂદાલી નેટવર્ક.

લોકો ત્રાહી ત્રાહી હતા, દવા અને સારવાર ના અભાવે મરતા હતા ત્યારે નહી ને હવે કેમ ? દેશ વિરોધીઓ આવા સવાલ કરી અસંવેદનશીલતા દાખવી રહ્યા છે . અરે ભાઈ, રોયા એ જ પુરતુ નથી ? શુ અમેરીકા, બ્રાઝીલ, ઈટાલી ,સ્પેન કોઈના પ્રમુખો રડ્યા ? અરે ઠાકરે, કેજરીવાલ ને છોડો ખુદ યોગીજી કે રૂપાણી ની આંખનો ખુણો પણ પલડ્યો. બધા વતી રડવાની જવાબદારી કંઈ એકલા મોદીની થોડી હોય ! તે છતાંય સમય મળે , રડાય એટલુ રડી લે છે . થોડુ થોડુ બધા રડ્યા હોત તો ખાલી મીસકોલીયા સભ્યોના આંસુથી જ સરકારી નિષ્ફળતા ધોવાઈ જાત. વળી ભક્તોનો આંસુ પ્રવાહ તો સુનામી બની વિરોધીઓ ને તાણી જતો. ખેર, સવાલ કરતાં પહેલા રડી બતાવો, ફરિયાદો જ નહી આંસુ સારી બતાઓ. 

આખો માર્ચ અને એપ્રિલ મમતા બેનર્જી એ મોદી સાહેબને પ.બંગાળમાં રોકી રાખ્યા. મોદી દી..દી..ઓ..દી..દી..કરે કે લોકોના મોત પર આંસુ સારે ? કોરોના માં લોકો મરતા હતા એના કરતા વધુ મહત્વનુ પ.બંગાળના હીદુઓ ની રક્ષા અને જય શ્રીરામ ના હથીયાર ની ધાર તેજ કરવાનુ હતુ . એ વાત જુદી છે કે બાવા ના બેઉ બગડ્યા. વળી પ.બંગાળ માં ભુંડી હાર પછી મોદીજી કોપભવનમા બેઠા બેઠા ઘણુય રડ્યા હશે. નવા આંસુ ભેગા કરતા પંદરેક દીવસ તો લાગે ને !

લ્યો  મોદીજી રોયા, હવે મારા રોયાઓ જીવને ટાઢક વળી ને ! 

✒ *રાજેશ ઠાકર* ✒
Rajthaker207@gmail.com
*************************************************

*ભવૈયો....*

ભવાઈમાં કુલ એકવીસ કલાકાર હોવા જોઈએ...
પાંચ ગાતા, પાંચ વગાડતા, પાંચ પુરુષ, પાંચ કાંચળિયા અને એક નાયક.. કાંચળિયા એટલે સ્ત્રીપાત્રો કરનાર... 
વિસનગરની આજુબાજુ નાયકોની મંડળી..
આજથી સાઈઠ પાંસઠ પહેલાની વાત છે... નાયક અને એની મંડળીની ગામે ગામ ખેલ કરવાની તૈયારી ચાલે. પણ એક કાંચળિયાને કુતરૂં કરડયું.. હડકવા ઉપડયો.. એટલે તાત્કાલિક કાંચળિયાની શોધ ચાલી...
 વડનગરનો એક લબરમુછિયો.. ઘર છોડીને, ઘર ઘર ભટકતો હતો.. ગાતા ભવૈયાને એની દયા આવી.. એને નાયક આગળ રજુ કર્યો... 
નાયકે એને ઉપરથી નીચે જોયુ. પછી પેલા ભવૈયાને પુછયુઃ
'આ ભવાઈ કરી શકશે?' 
 ભવૈયો કાઈ બોલે એ પહેલા તો પેલો લબરમુછિયો બોલી ઉઠ્યોઃ
 'ભવાઈ માટે જ મારો જન્મ થયો છે..' 
નાયકઃ 'ગીતો ગાઈ શકીશ..?' 
લબરમુછિયો : 'હા  સુર સાથે' 
નાયક: 'વગાડી શકીશ...?' 
લબરમુછિયો: 'બધ્ધુજ.. એક વાર હાથમા આવવું જોઈએ.' 
નાયક: 'વેશ બદલી શકીશ? ભજવી શકીશ?' 
લબરમુછિયો: 'એમા તો મારી માસ્ટરી છે...' 
નાયક:‌ 'ઘણા વેશમા તારે નકલી દાઢી મુંછ લગાવી પડશે..'
લબરમુછિયો: 'જરૂર પડશે તો અસલી વધારી દઈશ.' 
નાયક: 'ભીડ ભેગી કરતા આવડે છે?'
લવરમૂછિયો: 'એમા તો મારી માસ્ટરી છે..' 
'સારુ તું જા જરૂર પડે તને બોલાવીશું...' 
કહીને નાયકે પેલા ગાતા ભવૈયાને કહ્યુ..
'મને તો આ ફેકું અને જુઠઠો લાગે છે..' 
''હા, એમા પણ એની માસ્ટરી છે..' પેલા ગાતા ભવૈયાએ કહયું
નાયકે કહયુઃ 'ભાઈ કોઇ બીજો શોધો. આતો મને હટાવીને ખુદ નાયક બની જાય એવો છે.' 
      
આ વાતને સાઈઠ પાંસઠ વરસના વાણા વાયા પેલો નાયક ઘરડો થઈ ગયો છે...
પોતાના દિકરા ઘરે ટીવી ઉપર ભાષણ સાંભળતાં જ નાયકની બુઢ્ઢી આંખો ચોંકી ઊઠી... 
તે મનોમન બોલી ઉઠયાઃ
 "અલ્યા આ તો દિલ્હી પહોંચી ગયો.... વાહ મારા ભવૈયા વાહ"
          
  ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

4.8.23
લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે !

વડાપ્રધાન ચિંતનશીલ હોવા જોઈએ,  વિવેકબુદ્ધિ વાળા હોવા જોઈએ. દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વિપક્ષનો આદર કરનારા હોવા જોઈએ. નાગરિકોને પ્રેરણા મળે તેવું તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ ! નાગરિકોને વડાપ્રધાન પ્રત્યે ભક્તિ નહીં પણ ગૌરવ થાય તેવા હોવા જોઈએ !

દુ:ખની વાત એ છે કે આપણા વડાપ્રધાન ગામના સરપંચ પણ ન બોલે તેવું બોલે છે ! લોકોને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચૂપ રહે છે, અને પોતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે જ મોં ખોલે છે ! જેમકે : [1] હું ચોકીદાર છું ! [2] હું ચા વેચતો હતો ! [3] હું તો ફકીર છું, ઝોળો લઈ ચાલ્યો જઈશ ! [4] મેં 35 વર્ષ ભિક્ષા માંગીને ખાધું છે ! [5] મારી માતા વાસણ ઉટકતી હતી ! [6] હું ગરીબ છું, મારી પાસે કાર પણ નથી ! [7] હું કામદાર છું ! [8] તેઓ મને ગાળો આપે છે ![9] વિપક્ષો મને કામ કરવા દેતા નથી ! [10] વિપક્ષોનું ગઠબંધન બનાવટી છે ! [11] નેહરુએ આમ કર્યુ અને તેમ કર્યું ! [12] બધી ખરાબી કોંગ્રેસની છે ! 

સરપંચ કદાય આવું બોલે તો માફ કરી શકાય; પરંતુ વડાપ્રધાન આવું બોલી શકે નહીં ! વડાપ્રધાને મહત્વના મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ ! જેમકે : [1] રોજગાર. [2] મોંઘવારી. [3] સારું અને મફત શિક્ષણ. [4] સારી અને મફત આરોગ્ય સેવા. [5] કાયદાનું શાસન. બંધારણીય મૂલ્યો. [6] નાગરિકોની સુરક્ષા. મહિલા, બાળકો, વંચિતો, દલિતો, લઘુમતીની સુરક્ષા. દેશની સરહદોની સુરક્ષા. [7] કૃષિ ઉપજના ભાવ. [8] ભ્રષ્ટાચાર, કાળું નાણું. [9] સારી અર્થ વ્યવસ્થા. [10] રુપિયાની મજબૂતી. [11] સ્વરોજગાર/ લધુઉદ્યોગ.

વડાપ્રધાન લોકોની સમસ્યા જોવાને બદલે પોતાની સમસ્યાઓના જ રોંદણાં રોવે છે ! લોકોનું ધ્યાન ભટકાવવા મંદિરોમાં જઈને આરતી ઊતારે છે ! આશારામ જેવા ધર્મના પાખંડીઓને પંપાળે છે ! કોર્પોરેટ કથાકારો/ ફિલ્મ કલાકારો અને ડાયરાના કલાકારો પાસે વાહવાહી કરાવે છે ! દરબારી મીડિયા/ IT Cell મારફતે જૂઠાણાં / અર્ધસત્ય ફેલાવે છે ! વિપક્ષને ખલનાયક અને ના-લાયક ચિતરે છે ! લોકોને ગેરમાર્ગે દોરવા જ 18-18 કલાક કામ કરે છે ! 

વડાપ્રધાનની કળા જૂઓ; 10 લાખનો સૂટ પહેરે છતાં પોતાને ફકીર તરીકે, ગરીબ તરીકે સ્થાપિત કરી શકે છે ! CBI, ED, IT, NIA જેવી એજન્સીઓ તથા SC, EC, CAG જેવી બંધારણીય સંસ્થાઓ વડાપ્રધાનની કઠપૂતળી બની ગઈ છે; વડાપ્રધાન પાસે સંસદમાં બહુમતી છે, તેમની 18થી વધુ રાજ્યોમાં સરકારો છે, છતાં વડાપ્રધાન કહે છે કે ‘વિપક્ષો મને કામ કામ કરવા દેતા નથી !’ લોકો માની પણ જાય છે ! વડાપ્રધાન પોતાના પક્ષમાં ભૂતકાળમાં CBIએ કરોડોના કૌભાંડમાં જેમની પર રેઈડ પાડેલ હોય તેવા જેલનિવાસી ક્રિમિનલોનું સ્વાગત કરે છે. ભ્રષ્ટ નેતાને મુખ્યમંત્રી બનાવે છે, ઉપમુખ્યમંત્રી બનાવે છે ! છતાં લોકોની ધારણા બની ગઈ છે કે વડાપ્રધાન ભ્રષ્ટાચારને બિલકુલ ખતમ કરી દેશે ! સરહદ પર સૈનિકો શહીદ થતાં રહે છે; ચીને લદાખમાં આપણા 64માંથી 27 પેટ્રોલિંગ થાણાં પચાવી પાડ્યા છે; ત્યાં આપણું લશ્કર જઈ શકતું નથી; ચીને અરુણાચલ પ્રદેશના શહેરોના નામ બદલી નાખ્યાં છે; આપણી સરહદમાં ચીને ગામડાં ઊભા કર્યા છે; છતાં લોકો કહે છે કે પાકિસ્તાન અને ચીન વડાપ્રધાનથી થરથર કાંપી રહ્યા છે ! 9 વરસના શાસન દરમિયાન કાશ્મિરી પંડિતોનું પુવર્વસન ન કર્યું છતાં દરબારી મીડિયા વડાપ્રધાનને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે ! કિસાનો આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરે છે, છતાં કિસાનોની ડબલ આવક થઈ ગઈ છે; એ ભ્રમ લોકોના ગળે ઊતરાવી દીધો છે ! રાંધણ ગેસ સિલિન્ડરના રુપિયા 400 માંથી રુપિયા 1100 થયા, છતાં ઉજ્જવલા યોજનાની સફળતા ગીતો ગવડાવે છે ! મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ થાય છે, દલિત કન્યાઓ પર ગેંગરેપ થાય છે; છતાં વડાપ્રધાન ‘બેટી બચાઓ’ અભિયાનની સફળતાના ઢોલ પીટે છે ! ‘નોટબંધીનું સારુ પરિણામ ન આવે તો લોકો કહે ત્યાં ચાર રસ્તાએ ઊભો રહીશ અને લોકો જે સજા કરે તે ભોગવીશ !’ તેમ કહેનાર વડાપ્રધાન તો નોટબંધીનું નામ જ લેતા નથી ! છતાં લોકો ભૂલી ગયા ! કોરોના સેકન્ડ વેવમાં લાખો લોકોના મોત ઓક્સિઝનના અભાવે થયાં છતાં સંસદમાં વડાપ્રધાને કહ્યું કે ‘એક પણ મોત ઓક્સિઝનના અભાવને કારણે થયું નથી !’ છતાં પીડિત પરિવારો આ જૂઠને પચાવી ગયા ! કોણ જાણે લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે કે રોજગાર/ શિક્ષણ/ આરોગ્ય/ સલામતી જેવા બુનિયાદી મુદ્દાઓ કરતાં ધર્મ/ જાતિ/ ગોત્ર/ આસ્થા/ નકલી રાષ્ટ્રવાદ/ નકલી ભક્તિ/ નફરત/ ધૃણાના મુદ્દાઓ લોકોને બેહદ ગમે છે ! ધર્મનો નશો એવો છે કે તેમાં અસત્ય સત્ય અને સત્ય અસત્ય દેખાય છે ! તેમાં અવગુણ ગુણ અને ગુણ અવગુણ દેખાય છે !rs



Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...