! 16 કરોડનું ઈન્જેકશન...!!!

 ★ 16 કરોડના ઈન્જેકશન માટે મારા મનમાં ઉઠેલા પ્રશ્નો:

   ~◆~~●~~◆~~●~~◆~~●~~◆~~●~~◆~


◆ કોઈ ઈન્જેકશન આટલું મોંઘું હોઈ શકે ખરી ?


◆ દુનિયામાં સૌથી મોંઘી ખાદ્ય વસ્તુ કઈ છે ? એવો કયો કન્ટેન્ટ એ ઈન્જેકશનમાં છે જેની કિંમત 16 કરોડ સુધી પહોંચી છે ?


◆ સ્વાસ્થની જવાબદારી તો સરકારની છે. આમાં સૌથી વધારે કસૂરવાર સરકાર છે. આપણા દેશમાં એ રોગની સારવાર કેમ નથી થતી ?


◆ સરકારે કોરોનાની મહામારી સામે લડવા અમેરિકાને હાઇડ્રોકસી ક્લોરોકવિન (HCQ) ઘણો મોટો જથ્થો મોકલ્યો હતો. તો અમેરિકા એક ઈન્જેકશન ફ્રીમાં કે સસ્તામાં ન આપી શકે ?


◆ વધુમાં ભારતે કોરોનાની રસીનો મોટો જથ્થો આસપાસના 7 દેશોમાં મફત મોકલેલ છે તો શું ભારતના કહેવાથી WHO એક ગરીબ કુટુંબના બાળક માટે રસીની વ્યવસ્થા ન કરાવે ? 


◆ જો બાળક નું ફેમિલી ગરીબ છે તો યુનેસ્કો કે યુનિસેફ વાળા પણ ડોનેટ કરશે અથવા અન્ય ઘણા એવા દેશો છે જે બાળકના જીવ માટે ઈન્જેકશનની મફત વ્યવસ્થા કરાવી શકે છે.


◆ અરે, બાળકોના સ્વાસ્થ્ય માટેની કોઈ ઈન્ટરનેશનલ સંસ્થા પણ આ ખર્ચો ઉપાડી શકે છે. કોઈ ખર્ચ ઉપાડે કે ન ઉપાડે પરંતુ જો એ દવા ભારતમાં નથી મળતી તો સરકારે જ ગમે તે રીતે તેની વ્યવસ્થા કરી આપવી જોઈએ.


◆ સરકાર, ધૈર્યરાજને તેની ફેમિલી સાથે અમેરિકા કેમ નથી મોકલતી ? ત્યાં તેની સારવાર પણ સારી થશે અને ખર્ચ પણ નહીં આવે. જો સરકાર ઈચ્છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદની માંગણી કરે તો ઘણા દેશો મદદ માટે આવશે.


◆ ભારત દેશનું સંવિધાન સમાનતા ના આધારે ઘડવામાં આવ્યું છે. તો આ એક જ બાળકના ફન્ડીંગ માટે સરકાર, મીડિયા અને લોકોએ આટલો પ્રચાર કેમ કર્યો છે ? આ બાળક માટે મને ચોક્કસ સહાનુભૂતિ છે તેને બચાવવો જ જોઈએ. પરંતુ મારા દેશના બીજા બાળકો અને અન્ય ગરીબ મજૂરોનું શું ? 


◆ લોકડાઉન વખતે એક બાળકને સ્યુટકેસ પર સુવડાવીને લઈ જતી મહિલા જોઈ હતી. તથા એક કિસ્સામાં તો પ્રેગ્નન્ટ મહિલાની રસ્તામાં જ ડૉક્ટર વગર ડિલિવરી થઈ હતી અને થોડી જ વારમાં તે બાળકને લઈ ચાલવા લાગી હતી. ત્યારે તમારી લાગણી ક્યાં ગઈ હતી ?


◆ જો એટલી બધી દયા આવતી હોય તો કોઈપણ સરકારી દવાખાનાની મુલાકાત લઈ જુઓ. કેવી કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે તેનો અંદાજો આવશે. અમદાવાદ સિવિલમાં હું ફરેલો છું અને લોકોની તકલીફો જોઈ છે. તામિલનાડુ, બિહાર, ઓડીસ્સા ક્યાં ક્યાં થી લોકો પોતાની સારવાર અર્થે આવે છે.


◆ આ 16 કરોડ રૂપિયાથી બીજા કેટલા બીમાર લોકોને નવું જીવન આપી શકાય ? 16 કરોડમાં કેટલા પરિવારો ને મદદ મળી શકે ? ધૈર્યરાજ પ્રત્યે મને કોઈ વ્યક્તિગત અણબન નથી. હું તો એ બાળકને ઓળખતો પણ નથી. અને તે બાળકને સરકાર બચાવે એવી જ કામના કરું છું. પરંતુ તેનો જીવ બચાવવા કામધંધા વગરની જનતા પાસેથી ઈમોશનલ બ્લેકમેલિંગ કરી ફંડ કેમ લેવામાં આવી રહ્યું છે ? અન્ય દેશોમાં સરકાર પોતાની જવાબદારીથી આ ખર્ચ ઉઠાવતી હોય છે.


◆ બાળકની બીમારીની જાહેરાત, ટી.વી.માં અને સોશિયલ મીડિયા પર ધૂમ કરવામાં આવી છે. દરેકે દરેક ચાર રસ્તે ધૈર્યરાજ માટે ફંડ ઉઘરાવતા જોવા મળે છે. 2 દિવસ પહેલાની વાત કરું તો એક સરકારી બસને સાંજના 8 વાગ્યે ઉભી રાખી ફંડ લેવા આવ્યા હતા. એવી રીતે દાન માંગતા હતા જાણે તેમને દાન લેવાનો અધિકાર છે. હમણાં મેચ રમાઈ ત્યારે ક્રિકેટ સ્ટેડિયમના બધા જ ગેટ ઉપર પણ એ લોકો દાન લેવા માટે ઉભેલા જોવા મળ્યા હતા.


◆ અનુસૂચિત જાતિ/જનજાતિ ની કેટલીય મહિલાઓને રેપ અને મર્ડર કરી ફેંકી દેવામાં આવે છે અને તેમના પરિવાર પાસે ન્યાય માટે પણ રૂપિયા નથી હોતા ત્યારે તમે દાન માટે આગળ આવો છો ? એ સિવાય જમીન પચાવી પાડવી જેવી કેટલીય ઘટનાઓ બને છે. 


◆ બાળક ધૈર્યરાજ રજપૂત સમાજનો છે. રાજપૂત સમાજ જોડે અઢળક રૂપિયો છે. પદ્માવતી ફિલ્મની રિલીઝ રોકી અને ફિલ્મનું નામ પદ્મવત કરનાર કરણીસેના ઈચ્છે તો સરકારે આ બાળકની સારવાર મફત કરી જ આપવી પડે. દેશના માત્ર 10% લોકો (ઉદ્યોગકારો) પાસે દેશની કુલ સંપત્તિની 90% જેટલી સંપત્તિ છે. સરકાર એમની જ છે તો જો તેઓ ઈચ્છે તો કોઈ ઉદ્યોગપતિ/ફિલ્મસ્ટાર/ક્રિકેટર પણ દાન કરી દેય કે કરણીસેનાના ઈશારે પણ જોઈએ એટલું દાન આવી જાય.


◆ દુનિયામાં સૌથી મોંઘી ખાદ્ય વસ્તુ કદાચ કેસર (સફ્રોન) છે. એક સીરીંજ કેસરની કિંમત 1 લાખથી પણ ઓછી હશે. તો આ એવો કયો કન્ટેન્ટ એ ઈન્જેકશનમાં છે જેની કિંમત 16 કરોડ સુધી પહોંચી છે ? કે પછી જનતાને લૂંટવા માટેનો કોઈ કીમિયો છે ? 


◆ શું એવું ન બની શકે કે, સરકારે બાળકની સારવાર માટેનું ઈન્જેકશન અમેરિકા પાસેથી મેળવી લીધું હોય પરંતુ અત્યારે જનતા પાસેથી ગમે તેમ કરી, ઈમોશનલ બ્લેકમેલિંગ ના આધારે પૈસા કઢાવતી હોય ? આમ પણ માસ્ક વગરના ગરીબ લોકો પાસેથી 1000-1000 રૂ. દંડ વસૂલીને 100 કરોડ થી પણ વધારે ઉઘરાવ્યાં ના સમાચાર બધા જ સમાચારપત્રોમાં આવ્યા હતા.


તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન ઉઠ્યો હોય તો અહીં કોમેન્ટમાં જણાવશો. આભાર.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...