વાણિયો અને લક્ષ્મી
એક વાણિયા થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. વાણિયો બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે. લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું. થોડાક દિવસો પછી, વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો. વાણિયા ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો. આ બાજુ ઘરે, વાણિયા ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી...