અનુપમ ખેર

SSC માં ભણતા એક વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યુ.

માતા-પિતાએ તેને કહ્યુ, "ચાલ બેટા, આજે આપણે શહેરની સારામાં સારી હોટેલમાં જમવા જવાનુ છે."

છોકરાને સુખદ આશ્ચર્ય થયુ, કારણ કે માતા-પિતા સામાન્ય પરિસ્થિતિના હતા અને આવી ક્યારેય તેને ઓફર આવી ન હતી.

માતા-પિતા અને છોકરો, એમ ત્રણેય તૈયાર થઇ હોટેલમાં જમવા ગયા. છોકરાને ભાવતી વાનગી ઓર્ડર કરી ત્રણેય જમ્યા... જમવાનુ પત્યા પછી

પિતાએ હળવેક થી દિકરાને માથે હાથ ફેરવી કહ્યુ, "બેટા, તને ખબર છે, તું SSC માં નાપાસ થયો છે?

દિકરાના પગ નિચેથી જમીન ખસી ગઇ પણ

પિતાએ તેને સંભાળતા ક્હ્યુ, "કઇ વાંધો નહિ, આ કોઇ તારી જિંદગીની કસોટી ન હતી. એટલુ યાદ રાખજે. ભણવાનુ પાસ કરવાથી તુ કદાચ સફળ થઇશ, પણ જિંદગીમા આવનારા ઉતાર ચઢાવને હિમ્મત અને ધીરજથી પાસ કરવાથી તુ સુખી અને મહાન બનીશ...

આ વિદ્યાર્થી એટલે આજનો મોટા ગજાનો કલાકાર અનુપમ ખેર. આ પ્રસંગે તેની જિંદગી બદલી નાખી નેએ નિષ્ફળતા ને પણ ઉજવતા શિખ્યા. ઓછા ટકા આવવાથી સંતાનને ખાવા કરડવા દોડતા વાલીઓ જરા ચેતજો. સંતાનને કાયમ માટે ગુમાવવાનો વારો ન આવે...

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...