Carl Marks Birthday 5 May

*5_મી મેનો આજનો દિવસ કાર્લ માર્ક્સની 200મી જન્મજયંતી છે*

નોકરી માત્ર આઠ કલાકની અને શનિ-રવિની રજા કાર્લ માર્ક્સના કારણે મળે છે

માર્ક્સ ઇચ્છતા હતા કે બાળકો શાળાએ જાય, મજૂરીએ નહીં.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (2016)ના આંકડાં પ્રમાણે આજે પણ વિશ્વના દર 10માંથી એક બાળક મજૂરીએ જાય છે.

એમ જ હોવું જોઈએ એમ આપણે કહીશું, બરાબર? પરંતુ 1848માં કાર્લ માર્ક્સ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો લખી રહ્યા હતા ત્યારે બાળમજૂરી ચલણમાં હતી.

આમ છતાં મોટા ભાગના બાળકો આજે ફેક્ટરીના બદલે શાળાએ જતા થયા છે, તેનું શ્રેય માર્ક્સને જાય છે.

'ધ ગ્રેટ ઇકનોમિસ્ટ્સઃ હાઉ ધેઅર આઇડિયાઝ કેન હેલ્પ અસ ટુડે' એ નામનું પુસ્તક લખનારા લિન્ડા યુએ કહે છેઃ "માર્ક્સ અને એન્ગલ્સે 1848માં કમ્યૂનિસ્ટ મેનિફેસ્ટોમાં દસ મુસદ્દા આપ્યા,
તેમાં એક હતો બધા જ બાળકો માટે સરકારી શાળામાં શિક્ષણ અને કારખાનાઓમાંથી બાળમજૂરીની નાબૂદી."


બાળકો માટે આ અધિકાર માંગનારા માર્ક્સ અને એન્ગલ્સ પ્રથમ નહોતા, પરંતુ "માર્ક્સવાદે તે વખતે ઊઠેલી સામુહિક માગમાં પોતાનો સૂર પૂરાવ્યો હતો.

19મી સદીના પાછલા ભાગમાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત મનાવા લાગ્યું હતું અને કારખાનાઓમાં કિશોરની ભરતીની મનાઈ થઈ હતી," એમ લિન્ડા કહે છે.

 તમારી પાસે મોકળાશનો સમય હોવો જોઈએ - ને કેવી રીતે ઉપયોગ કરવો તેની છૂટ હોવી જોઈએ એમ માર્ક્સ માનતા હતા.

"માર્ક્સનું કહેવું એમ હતું કે આપણે જે કામ કરતા હોઈએ તેના આધારે જીવનનું મૂલ્ય ના થવું જોઈએ.

માર્ક્સનું કહેવું એમ હતું કે આપણે જે કામ કરતા હોઈએ તેના આધારે જીવનનું મૂલ્ય ના થવું જોઈએ.


શું તમને અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસે કલાક કામ કરવાનું ગમે ખરું? લંચ બ્રેક મળે છે તેના વિશે શું માનો છો?
સમયસર નિવૃત્તિ મળે અને પેન્શનનો લાભ મળે એમ તમે ઇચ્છો છો ખરા?

ઉપરના સવાલોનો જવાબ હા આપવાનો થાય તો તે માટે તમારે માર્ક્સનો આભાર માનવો રહ્યો.

લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સના પ્રોફેસર માઇક સેવેજ કહે છે, "તમને કલાકો સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવે ત્યારે તમારો સમય તમારો રહેતો નથી.

તમારી જિંદગીનો દોર તમારા હાથમાંથી જતો રહે છે."
માર્ક્સે લખ્યું હતું કે કઈ રીતે મૂડીવાદી સમાજમાં ટકી જવા માટે મોટા ભાગના લોકોએ તેમની પાસે રહેલું એક માત્ર સ્રોત - એટલે કે શ્રમ - નાણાંના બદલામાં વેચવો પડે છે.

માર્ક્સના જણાવ્યા પ્રમાણે મોટા ભાગે આ સોદામાં સમાનતા નહોતી અને તેના કારણે શોષણ થતું હતું. વ્યક્તિને એવું લાગતું કે તે મૂળભૂત માનવીય બાબતોથી કપાઈ ગયો છે.
માર્ક્સ પોતાના સાથી કામદારોને વધારે વળતર મળે તેમ ઈચ્છતા હતા. તેઓ સ્વતંત્ર, સર્જનાત્મક અને ખાસ તો પોતાના સમયના માલિક બને તેમ તેઓ ઈચ્છતા હતા.

"માર્ક્સનું કહેવું એમ હતું કે આપણે જે કામ કરતાં હોઈએ તેના આધારે જીવનનું મૂલ્ય ના થવું જોઈએ. એવું જીવન હોવું જોઈએ, જેમાં ઘણા અંશે સ્વતંત્રતા હોય,
જેમાં આપણે નક્કી કરી શકીએ કે હું કેવી રીતે જીવવા માગું છું.

આજે આવી સ્થિતિ આદર્શ બની છે, જેને સૌ કોઈ ઝંખ્યા કરે છે," એમ સેવેજ કહે છે.
"માર્ક્સની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, જેમાં તેમણે કહ્યું છે કે, 'આપણે સવારે શિકાર કરીએ, બપોરે માછલી પકડીએ, સાંજે ઢોર ચરાવીએ અને ભોજન લીધા બાદ ટીકા કરીએ'.
માર્ક્સ આઝાદી અને મુક્તિ માટે તથા માણસ એકલવાયો ના થઈ જાય તેની સામે લડવામાં મક્કમ રીતે માનતા હતા," એમ સેવેજ ઉમેરે છે.

તમને જોબ સૅટિસ્ફૅક્શન (કાર્યસંતોષ) મળે એમ માર્ક્સ ઇચ્છતા હતા.
માર્ક્સે નોંધ્યું હતું કે કામમાં ઝડપ, ઉત્પાદનમાં વધારો અને નફા ખાતર મૂડીવાદે દરેક કામને બહુ સિમિત (સ્પેશ્યલાઇઝ્ડ) કરી નાખ્યું છે.

માર્ક્સે નોંધ્યું હતું કે કામમાં ઝડપ, ઉત્પાદનમાં વધારો અને નફા ખાતર મૂડીવાદે દરેક કામને બહુ સિમિત (સ્પેશ્યલાઇઝ્ડ) કરી નાખ્યું છે.
'પોતે ઊભા કરેલા માળખામાં વ્યક્તિ પોતાને જોઈ શકે', તો વ્યક્તિ માટે તે કાર્ય આનંદનો સ્રોત બની શકે છે.


કામ એવું હોવું જોઈએ કે આપણને સર્જનાત્મકતા દાખવવાની તક મળે અને આપણામાં રહેલી સારપને આપણે દેખાડી શકીએઃ આ સારપ માનવતા, આપણી બુદ્ધિમતા કે આપણી કુશળતા ગમે તે હોઈ શકે છે.
પણ તમારું કામ અણગમતું હોય, તમારી લાગણીને દુભાવનારું હોય, તો તમે નિરાશ અને હતાશ થઈ જશો. એકલા પડી ગયા હોવાની લાગણી પણ અનુભવશો.

સિલિકોન વેલીના આજના કોઈ ફીલ-ગુડ ગુરુની આ પ્રેરણાત્મક વાતો નથી, પણ 19મી સદીના માર્ક્સના દિલમાંથી ઊઠેલી આ વાતો છે.

માર્ક્સે 1844માં લખેલા પુસ્તકો 'ઇકૉનૉમિક' અને 'ફિલોસોફિક મૅન્યુસ્ક્રિપ્ટ' બંનેમાં તેઓ એક એવા ઉમદા વિચારક દેખાઈ આવે છે, જેમણે જોબ સેટિફેક્શનને સુખી જીવનનું અનિવાર્ય અંગ ગણ્યું છે.


તેઓ સમજાવે છે કે આપણે કામમાં એટલો બધો સમય વિતાવીએ છીએ, કે તેમાંથી આપણને થોડો આનંદ મળે તે જરૂરી છે.

તમારા સર્જનમાં સૌંદર્ય હોવું જોઈએ અને તમારા ઉત્પાદન માટે તમને ગૌરવ થવું જોઈએ - તો જ તમને કામમાંથી સંતોષ મળશે અને જીવન સુખી થશે એમ તેઓ માનતા હતા.

માર્ક્સે નોંધ્યું હતું કે કામમાં ઝડપ, ઉત્પાદનમાં વધારો અને નફા ખાતર મૂડીવાદે દરેક કામને બહુ સિમિત (સ્પેશ્યલાઇઝ્ડ) કરી નાખ્યું છે.


તેના કારણે તમે વર્ષો સુધી, રોજેરોજ, દિવસમાં એક હજાર વાર, બસ એક સ્ક્રૂને આંટા ચડાવતા જ રહો છો..!

કાર્લ માર્કસને 200મી પૂણ્યતિથીએ હ્રદયાંજલી...!

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...