પ્રભુની આજ્ઞા

નાનો પરીવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ
એક વાર પ્રભુ ની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો.
એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ
સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક
ઉડાવવાનું નક્કી કર્યું.
તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની
સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી
સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી. પણ તેણે
પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું
જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું
છે ત્યારે જવાબ આપવો કે એ શેતાને મોકલાવ્યું છે.
સેક્રેટરી એ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે
સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી ખરીદી અને પેલી
ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી
બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ.
આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ
બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.
સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ
સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે અકળાઈને
સામેથી જ પૂછી નાખ્યું ," શું તમને એ જાણવાની ઇચ્છા
નથી કે આ બધું કોણે મોકલાવ્યું?"
ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો,"ના. જેણે મોકલાવ્યું
હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી
એ જે કોઈ પણ હોય કારણ જ્યારે મારો પ્રભુ હૂકમ કરે
ત્યારે શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...