૧૯૯૦ પહેલાં જન્મેલાં.....

આ વાંચવા જેવું છે. સંતોષ થશે. કુદરતે આપણને જે સમયમાં (૧૯૪૦-૧૯૯૦) જન્મ આપ્યો તે તેમની કેટલી મહેરબાની છે આપણા ઉપર....*

> આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી.

> શાળાએથી આવ્યા પછી દિ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટી વી જોવા બેઠા નથી.

> આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ પણ NET Friend સાથે નહિ.

> જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધુ નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા.

> મિત્રો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી.

> ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત રોજ જમી જતા તો પણ ક્યારેય Obey-city ની તકલીફ  થઈ નથી.

> ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ.

> આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા.

> આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ.

> આપણા પાસે cellphones, DVDs, Play stations, XBoxes, video games, Personal computers, internet, chat ન હતા પરંતુ તેનાથી પણ વધુ સાચા મિત્રો હતા.

> આપણા મિત્રોના ઘેર ગમ્મે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા ફોન કરીને પૂછવું નથી પડ્યું.

> સંબંધીઓ ખૂબ નજીક હતા તેથી આપણા દિલ ખુશ હતા. તેથી ક્યારેય Life Insurance ની જરૂર નથી પડી.
         
> તે સમયમાં આપણે black & white ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગબેરંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ.

*Message ના છેલ્લા બોલ*

> આપણે વિશિષ્ટ અને એકબીજાને સમજતી પેઢી હતા, કારણ કે આ છેલ્લી પેઢી હતી કે *જે માતા-પિતાનું સાંભળતા હતા* અને સોથી પહેલી પેઢી છીએ કે જેમણે દીકરા દીકરીનું સાંભળવું પડે છે અને Please અને Sorry વારે વારે કહેવું પડે છે.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...