ઈમાનદારી...

ઈમાનદારી કોના પક્ષે....!
આમ તો હું  રોજ ટ્રેન માં અમદાવાદ અપ–ડાઉન કરું એટલેસાંજે આણંદ ઉતરું અને પછીઆણંદ- ખંભાત ડેમુ દ્વારા પેટલાદ જાઉં,ગુજરાત ક્વીન અને આણંદ–ખંભાત ડેમુ વચ્ચે પોણો કલાક મળે એટલે હું આણંદમાં ચાલવા માટે નીકળું, આ મારો નિત્યક્રમ,એથી મને સારી એવી કસરત પણ મળે
આણંદ રેલ્વે સ્ટેશન અને જુના દાદર વચ્ચે કેટલીક નોન–વેજની લારીઓ,દુકાનોઅને નાની-નાની  હોટેલ આવેલ છે જ્યાંથી હું અમુક અમુક સમય ના અંતરે નોન–વેજ આઈટમ અમારા માટે લઈ જતો હોવું છું ત્યાં નૂરે મોહમ્મદી અમદાવાદી ફ્રાય સેન્ટર આવેલ છે જે નાની અને મધ્ય ક્ક્ષાની કહી શકાય તેવી હોટેલ છે  ત્યાં વડીલ કાકા છે જેમનું નામ જિમારતઅલી છે  જે પરપ્રાંતીય છે જેઓ તેનું મેનેજમેન્ટ કરે છે તેના માલિક અન્ય કોઈ છે  અને ચાચા તંદુરી ચિકન બનાવવા માં માહિર છે એટલે હું અવારનવાર ત્યાં જાઉં આમ અમારે એ રીતે ઓળખાણ છે,અને જાઉં એટલે  ત્યાં થોડો સમય ગાળું ત્યારે અમે જુદી-જુદી બાબતોની ચર્ચા પણ કરીએ,જો કોઈ સમયે જવામાં અઠવાડિયું લંબાય તો પૂછે પણ ખરા સાહબ ઇતને દિન કહા ગયે થે ? અને હું મારા કાર્યવિસ્તાર માં ગયો હોઉં અને તેના વિશે વાત કરું તો એ એક ધ્યાન થઈ ને સાંભળે અને રસપૂર્વક પ્રશ્નો પણ કરે,
થોડા વર્ષ પહેલા ઘટના ઘટી એ  દિવસ ની વાત છે હું અને ચાચા વાત કરતા હતા અને એ અમારી આઈટમ બનાવતા હતા ત્યારે એ હોટલમાં આર્થિક રીતે વધુ સંપન્નલાગતા અને જેમનો ઠાઠ ભારે નેમોજમસ્તીમાં હતાતેવા નબીરા જેવા લગતા યુવાનો જમવાનું પૂરું કરી અને બીલ ની રકમ વિશે પૂછવા લાગ્યાચાચાએ હોટલ માં કામ કરતા છોકરાઓ ને પૂછીને તેઓ શું શું જમ્યા અને બીલની પૂરે પૂરી ચકાસણી કરી  બીલની રકમ જણાવી,બીલ ની રકમ  છોકરાઓની સંખ્યા પ્રમાણે બિલકુલ વ્યાજબી હતી,પરંતુ આ છોકરાઓ ચાચાની સાથે  જાણી જોઇને ઝગડ્યા કે તેમણે (ચાચા)એ ખોટું બીલ બનાવ્યું છે, એમ કહી એ બીલ ની રકમ નહી આપીએ તેમ કહેવા લાગ્યા  ચાચા એ તેમણે જમેલી બધી વાનગીઓ ગણાવીને ભાવ સાથે સમજાવ્યું પણ તેઓ માન્યાજ નહી અને જીદે ચડ્યા કે એ રકમ તો નહી જ આપીયે,મેં પણ ચાચા ની વાત માં તથ્ય હોઈ એ યુવાનો ને સમજાવા ની કોશિશ કરી પણ ન માન્યા,ચાચા અને એમાં કામકરતા છોકરાઓને લાગ્યું કે આ લોકો વાત ને બીજી તરફ લઈ જવાની કોશીશ કરે છે એટલે એ લોકો એ જે રકમ આપી તે લઈને વાત માંડવાળ કરી,એ નબીરા યુવાનો જોરથી હસતાં હસતાં જાણે જંગ જીતી ગયા હોય એમ ત્યાંથી તેમની મોટરસાયકલો  લઈ ને જતા જતા કહેતા ગયાકે  જોયું ને પૈસા તો ન જ આપ્યા ને ..? આ બાબત ત્યાં ઉભેલા બધાને ખટકી, ચાચાએ મારી સામે જોઈ ને કહ્યું કી કઈ-કઈ બાર એસે લોગ એસા કરતે હે..! તેમની વાત માં ભરપુર નીરાશા હતી..ક્યા કરે ...એમ કહી એ એમનું મન કામ માં પરોવવા લાગ્યા.
થોડા દિવસ પહેલા એજ હોટેલ માં એવીજ બીજી ધટનાધટી હું અને ચાચા વાતો કરતા હતા અને હું મારી ચિકન તૈયાર કરે એ રાહ જોતો હતો  ત્યારે એક શ્રમજીવી ભાઈ(જે તેમના દેખાવઅને પહેરવેશ પરથીજ જણાઈ આવતું હતું ) એ હોટલ માંથી જમીને નિકળ્યા અને કેટલું બીલ થયું એમ પૂછ્યું ચાચા એ એજ પ્રમાણે છોકરાઓ ને પૂછી તેમની બીલ ની રકમ જણાવી એ પ્રમાણે શ્રમજીવીએ પૈસા ચૂકવી તેમની જુની સાયકલ લઈ ને ગયા,ચાચા એમના કામમાં પરોવાઈ ગયા અને મારી સાથે વાતો પણ કરતા રહ્યા થોડી વાર પછી એ શ્રમજીવી ભાઈ પાછા આવ્યા અને ચાચા ને પૂછવા લાગ્યા કે તમે મને બરોબર બીલ કહ્યું હતું ? ચાચા મારી  હાજરી માં મુંઝવણ માં મુકાયા અને ફરી મનોમન ગણતરી કરી કહ્યું કે ના બરોબર બીલ કહ્યું છે ચાચા એ વધુ ચકાસણી માટે ફરી છોકરા ઓ ને બીલ ની રકમ વિશે પૂછી નક્કી કરી કહ્યું કે બરોબર છે ત્યારે શ્રમજીવી એ કહ્યું કે મેં જે રોટલી મંગાવેલી તેની ગણતરી કરવાની બાકી રહી ગઈ હોય તેમ લાગે છે અને ચાચા અને છોકરાઓ સાથે એ ભાઈ(શ્રમજીવી) એ હિસાબ કર્યો અને તેમને (ચાચાને) ખ્યાલઆવ્યો કે રોટલીના પૈસા ગણવાનાજ રહી ગયા છે એમ બાકીના નીકળતાવધારા ના પૈસા એમણે (શ્રમજીવી) ચાચા ને ચૂકવી આપ્યા  એ ભાઈ(શ્રમજીવી) મારી સામે જોઈ ને બોલીયા એવા ખોટા પૈસા મારા થી ન લેવાય, મેં રસ્તા માં જતા-જતા હિસાબ કર્યો અને મને લાગ્યું કે તમે પૈસા ઓછા લીધા છે એટલે હુંઆપવા માટે પાછો આવ્યો ત્યારે એ ભાઈ ના મોં પર એક અજીબસી ચમક દેખાતી હતી  ચાચા અને છોકરાઓ અચંબા થી એ ભાઈ સામે જોઈજ રહ્યા, અને પછીએ ભાઈ ભારેસંતોષ થી સાયકલ લઈ ને ત્યાંથી ગયા તેને અમે સૌ  સારા ભાવ થી જતા જોઈ જ રહ્યા ચાચા એ મારી સામે જોઈ ને કહ્યું એસે ભી લોગ અભી ભી હે સા’બ જી..! ત્યારે એમના મોં પર મિશ્ર લાગણી ઉપસી આવી અને તે શાંતથઈ ગયા............હું વિચાર માં પડ્યો અને મને અગાઉ નો કિસ્સો યાદ આવ્યો કે ક્યાં પેલા યુવાનીયાઓકે સક્ષમ હોવા છતાં, અને યોગ્ય બીલ હોવા છતાં પૈસા ન આપવા ની દાનત ધરાવવી અને ક્યાં આ શ્રમજીવી ? કે બીલ ની ખોટી ગણતરી નો ખ્યાલ આવતા જપાછા આવી ને પૈસા ચૂકવી આપવા, આ બે  બનાવો માં  ઈમાનદાર કોને ગણીશું? ચોક્કસ શ્રમજીવી ને જ ને..! પરંતુ હાલ આપણે બધા જે વાતાવરણ માં જીવીરહ્યા છે તેમાં આવા લોકો (શ્રમજીવી જેવા)લોકો ની કદર થવી જોઈએ તેના કરતા તેઓ ઘૃણા ને પાત્ર વધુ બને છે અને જે લોકો ઘૃણા ને પાત્ર છે તેવા લોકો ને આપણે માન-મોભો આપીયે છીએ, જેથી સમાજ માં નૈતિકતા કરતા અનૈતિકતા નું પ્રમાણ વધ્યું, મુલ્યનિષ્ઠ લોકો નિરાશાઅનુભવે છે, લોકો ને ઓળખવા માટેના આપણા માપદંડતેમની આર્થિકસદ્ધરતા,એમની પાસે કેટલા ભૌતિકસાધનો છે ? ટુવ્હીલર અને ફોર વ્હીલર ની સંખ્યા, ભપકાદારકપડાં,સોના-ચાંદી ના ઘરેણા,મોટું અને ભવ્ય મકાન,વગેર બની ગયા છે એટલે આ બધુંખોટી રીતે આવ્યું હોય અને  અંદરથી માણસ ખોખલો(અનૈંતિક) હોય તો આપણને એ મંજુર છે અને એમને વધુ સારા માની આપણે એવા લોકો ને વધુ માન-પાનઆપીએ છીએ આમઆડકતરી રીતે એવા લોકો ને પ્રોત્સાહિતજ કરીએ છીએ,પણ અંદરથી મુલ્યો ની બાબત માં સમૃદ્ધ હોય પણ બાહ્યબાબતો ન હોય તેવા લોકોનેઆપણે માણસપણ ગણતા નથી, એટલે આપણે સૌ એ વિચારવાનું છે કે હું ખરેખર કઈ બાબતોઅને મુલ્યો ધરાવનાર ને  ટેકો આપું છું?? પરંતુ જ્યારે મુલ્ય માં માનનાર  લોકો ને આપણે સૌ માન-મોભો અને મહત્વ આપીશું તેમના પડખે મક્કમતા થી ઉભા રહીશું ત્યારે પરિસ્થિતિ જરૂર સારા દિવસો માટે ની બની જશે સાચા માનવ મુલ્યો નું મહત્વ વધશે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...