સાત જોક્સ...
સાત જોક્સ, જે બનાવી દેશે તમારી જિંદગીને મસ્તમાં મસ્ત
ગુરુ દત્તાત્રેય જેવી ‘શિષ્યવૃત્તિ’ કેળવીએ તો સડેલામાં સડેલી જોકમાંથી
પણ જિંદગીને મસ્તમાં મસ્ત બનાવવાના પાઠ શીખી શકાય. કઈ રીતે? આ રીતે...
જોકનંબર-1
દિનેશ રસ્તા પર જઈ રહ્યો હતો, પણ જેટલી વાર પાછળથી કે સામેથી કોઈ ટ્રક
આવતી જણાય ત્યારે એ જાણે થીજી જતો. ઊભો ઊભો ધ્રૂજવા લાગતો. છેવટે એક જણે
આ વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘બે વર્ષ પહેલાં
મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક
આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે ક્યાંક પેલો ડ્રાઈવર મારી પત્ની
ફરી મને સોંપવા તો નથી આવી રહ્યો ને!’
આ સડેલી જોકમાંથી શીખવા જેવું એ છે કે આટલા મોટા પાયે નહીં તો પણ નાના
પાયે આપણે પણ દિનેશની જેમ અમુક ‘ટ્રકો’થી ડરતાં હોઈએ છીએ. ફોનની ઘંટડી
વાગતાં એવો વિચાર આવે કે ‘અમંગળ સમાચાર તો નહીં હોય ને!’ ડોકમાં જરાક
દુખાવો થાય તો વિચારીએ કે સ્પોન્ડિલાઈટિસ તો નહીં હોય ને, છાતીમાં સહેજ
દુખે ત્યારે ડરીએ કે નક્કી આ હાર્ટ એટેક જ હશે, બગલમાં નાનકડી એવી ગાંઠ
થતાં ફફડીએ કે આ ક્યાંક કેન્સર તો નથી ને! આવી અનેક બાબતો દિનેશને ડરાવતી
ટ્રકો જેવી હોય છે.
બબ્બે વર્ષથી દિનેશ જેટલી ટ્રકથી ડરતો રહ્યો એમાંની એકમાં પણ ડ્રાઈવર
પત્ની પરત કરવા નહોતો આવી રહ્યો, છતાં દિનેશ તો ફફડતો જ રહ્યો ને! તો પછી
હવે ક્યારેક અમુક સંકેતોને કારણે કશુંક અમંગળ બનવાનો ડર લાગે ત્યારે
પહેલા તો શાંતિથી એટલું વિચારી લેવું કે આ ક્યાંક ‘દિનેશને ડરાવતી
ટ્રક’વાળો મામલો તો નથી ને!
જોક નંબર-2
ચમન નદીકાંઠે બેઠો હતો. સામે કાંઠેથી મગને બૂમ પાડી, ‘હું સામા કાંઠે કઈ
રીતે આવી શકું?’ચમન કહે, ‘આવવાની શી જરૂર છે? તું સામા કાંઠે જ છે.’ આ પણ
એકદમ પૂઅર જોક છે, છતાં એક ખાસ એંગલથી જોઈએ તો એમાં ઘણી મહાનતા છુપાયેલી
છે. વાત જાણે એમ છે કે આપણે સૌ ક્યાંક સામા કાંઠે પહોંચવા ઉત્સુક હોઈએ
છીએ. આમ જુઓ તો નદીના બે કાંઠામાં બહુ મોટો ફરક નથી હોતો.
કોઈ પણ કાંઠે બેસો તો સામે નદી વહેતી દેખાવાની છે, પણ માણસ એક નોકરી કરતો
હોય તો એને સામા કાંઠાની નોકરી સારી લાગે. પોતાની થાળીના લાડુ કરતાં સામા
કાંઠે બેઠેલા માણસની થાળીમાં મોટો લાડુ હોવાની લાગણી થયા કરે. બીજાની
પત્ની કે પડોશણનો પતિ વધુ સદ્ગુણી લાગે. આવી લાગણી ક્યારેક સાચી પણ હોય
છે, પરંતુ સવાલ એ છે કે મોટે ભાગે માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી
અસંતુષ્ટ શા માટે રહે છે? મૂળ તો, સુખને આપણે હંમેશાં ભવિષ્ય પર શા માટે
મુલતવી રાખતા હોઈએ છીએ.
જેમ કે, એક વાર મેડિકલ કોલેજમાં એડમશિન મળી જાય તો મજા પડી જાય... દીકરી
પરણી જાય પછી ભાર હળવો થશે... મારો પગાર વધી જાય પછી મને કોઈ ફરિયાદ નહીં
રહે... પણ એવું થતું નથી. વાસ્તવમાં પગાર વધ્યાના થોડા જ સમયમાં મન નવા
પગારથી ટેવાઈને નવો પગારવધારો કે વધારે અમીર જીવનની લાલસામાં ડૂબી જતું
હોય છે. પગાર વધે, પ્રમોશન થાય, નવાં-નવાં સાહસો ખેડીએ...
આ બધી વાતો સામે કોઈ વાંધો ન હોઈ શકે, સવાલ ફક્ત એટલો જ છે કે સુખી
થવાનું કાલ પર શા માટે મુલતવી રાખવું? આજની પરિસ્થિતિ સામે નકરી ફરિયાદો
શા માટે? જ્યારે જુઓ ત્યારે સામા કાંઠે પહોંચવાનો રઘવાટ શા માટે? સૌથી
મહત્વની વાત એ છે કે સામા કાંઠે પહોંચવાના ધખારાને લીધે છેવટે થાય છે
એવું કે આપણે અત્યારે જે કાંઠે નિરાંતે બેઠા છીએ ત્યાંથી દેખાતું સુંદર
દ્રશ્ય નથી માણી શકતા, સરસ મજાની હવા વહી રહી છે તેનો આનંદ લૂંટી નથી
શકતા. આપણને બસ, સામો કાંઠો જ દેખાય છે. આપણને બસ, ત્યાં જ પહોંચવું છે.
આ તે કેવી મૂર્ખામી?
જોક નંબર-3
એક ચિત્રકારની મચ્છરદાનીમાં નાનકડું કાણું પડ્યું. ભાઈને સીવવાનું ફાવે
નહીં. એટલે એણે મચ્છરદાનીમાં જ્યાં કાણું પડેલું એની બરાબર સામેની બાજુએ
એવડું જ બીજું કાણું કાતરથી પાડ્યું. પછી છાપાની ગોળ ભૂંગળી વાળીને એને
એક કાણામાં ઘુસાડીને સામેના કાણામાંથી પસાર કરી, જેથી મચ્છર એક બાજુથી
પ્રવેશીને ભૂંગળીમાંથી પસાર થઈને બીજી બાજુએ બહાર નીકળી જાય. મચ્છર આખી
મચ્છરદાનીમાંથી પસાર થાય, પણ નીચે સૂતેલા ચિત્રકારને અડી ન શકે, એનું
લોહી ન પી શકે.
જરા વિચારો, આવી એક ભૂંગળી મગજમાં પણ હોય તો કેવું સારું પડે! જે વાતો,
દ્રશ્યો, સંવેદનાઓ મચ્છર જેવી લોહી પીનારી, કનડનારી હોય એને મગજમાં ઘૂસવા
જ નહીં દેવાની. એ સીધેસીધી પેલી ભૂંગળીમાંથી પ્રવેશીને, મગજને સ્પશ્ર્યા
વિના, બીજા છેડેથી બહાર. ટ્રિક સારી છે.
એમાં કરવાનું ફક્ત આટલું જ છે: સતત યાદ રાખો કે તમે જે સાંભળો, વિચારો,
અનુભવો છો એમાંથી જે કંઈ મગજમાં પ્રવેશવાને લાયક ન હોય, બીજા શબ્દોમાં
કહીએ તો જે બાબત યાદ રાખવા જેવી ન હોય એ બધી જ, મગજમાંની ભૂંગળીના એક
છેડેથી પ્રવેશીને, બણબણાટ કરતી, બીજા છેડેથી બહાર નીકળી રહી છે એવી
કલ્પના કરો. આવું કરવાથી મગજ ચોખ્ખું, સ્ફૂર્તિલું અને મોકળાશભર્યું બની
રહેશે. ટ્રાય કરી જુઓ. થોડી પ્રેક્ટિસ પછી તમને ખરેખર લાગશે કે આ ભૂંગળી
મગજને ઉકરડો બનવામાંથી બચાવે છે.
જોક નંબર-4
રેલવે ફાટકના સિગ્નલ મેનની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. એક
ઉમેદવારને પૂછવામાં આવ્યું, ‘માની લો કે એક જ પાટા પર તમને બે ટ્રેન
સામસામે આવતી દેખાય તો તમે શું કરો?’
ઉમેદવારે કહ્યું, ‘હું લાલટેન લઈને દોડું.
’‘તમારી પાસે લાલટેન ન હોય તો?
’‘તો લાલ શર્ટ કે પછી બીજું જે કોઈ લાલ કપડું હાથમાં આવે એ લઈને દોડું.’
‘તમારી પાસે લાલ કપડું પણ ન હોય તો?
’‘તો લાલ જેવું, કેસરી રંગનું કપડું લઈને દોડું.
’ ‘પણ ત્યારે રાત હોય તો?
’‘અં... તો હું મારા પાંચ વર્ષના ભત્રીજાને બોલાવું.
’ ‘કેમ? અકસ્માત અટકાવવામાં એ શું કરી લેવાનો?
’ ‘એ કંઈ નહીં કરી શકે પણ એણે ક્યારેય બે ટ્રેન અથડાતી જોઈ નથી. આ બહાને
એને જોવા મળે.’
આપણે સૌ ક્યારેક આવી પરિસ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. સામે સમસ્યા ડાચું
ફાડીને ઊભી હોય, પણ એનો ઉકેલ કોઈ ન હોય. ત્યારે કરવું શું? માની લો કે
ઓફિસનું એક કવર કુરિયરમાં મોકલવાનું છે. કુરિયરની ઓફિસ છ વાગ્યે બંધ થઈ
જાય છે. કવર તમારા હાથમાં છમાં પાંચ મિનિટે આવે છે. તમારી પાસે વાહન નથી.
રિક્ષાવાળાઓની સ્ટ્રાઈક ચાલી રહી છે. બસ સ્ટેન્ડ ચાલતા દસ મિનિટના અંતરે
છે. ટૂંકમાં, તમે કવર સમયસર પહોંચાડી શકો તેવો કોઈ રસ્તો ન દેખાતો હોય તો
તમે શું કરો?
અથવા તો, એક ઉત્સાહી મમ્મી ત્રીજા ધોરણમાં ભણતી એની દીકરીને ગણિતના પેપર
માટે રાત્રે મોડે સુધી જાગીને અને સવારે વહેલા ઊઠીને બરાબર તૈયારી કરાવે
પણ પરીક્ષાના અડધા કલાક પહેલાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડે કે આજે ગણિતનું
નહીં, સમાજશાસ્ત્રનું પેપર છે. આવા સમયે પેલી મમ્મીએ શું કરવું જોઈએ?
આવી ઉકેલ વિનાની લાગતી પરિસ્થિતિઓમાં ‘ભત્રીજાને અકસ્માત દેખાડવાનો લહાવો
લૂંટવો’ એ અભિગમ હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં ખોટો તો નથી જ. કડકડતી
ઠંડીવાળી કોઈ રાત્રે ઘરે પહોંચતાં સામે બળીને ખાક થઈ ગયેલું ઘર નજરે ચડે
ત્યારે ભાંગી પડાય એ માનવસહજ છે, પણ રાખના ઢગલામાંથી આવતા થોડા થોડા
તાપમાં હાથ શેકીને ઠંડી ઉડાડી લે એ માણસને સાચો સ્થિતપ્રજ્ઞ જ નહીં, સૌથી
પ્રજ્ઞાવાન પણ ગણવો પડે. આટલી સ્થિતપ્રજ્ઞતા ન કેળવાય તો પણ, હવે ક્યારેક
લાંબા અંતરની ટ્રેન દસ-પંદર મિનિટ મોડી પડવાને કારણે ચૂકી જાઓ અને
ટેક્સીમાં પણ આગલા સ્ટેશને ટ્રેનને આંબી નહીં શકાય એવી ખાતરી હોય ત્યારે
આજુબાજુના લોકોને સૌથી પહેલો આ સવાલ પૂછવો, ‘બોસ, આટલામાં સારામાં સારી
ચા ક્યાં મળે છે?’
જોક નંબર-5
મુલ્લાનો એક દોસ્ત ગામ છોડીને જઈ રહ્યો હતો. બધાએ એને ભેટમાં કંઈક ને
કંઈક આપ્યું. છેલ્લે એ મુલ્લાને મળવા આવ્યો. એ કહે, ‘દોસ્ત મુલ્લા, તું
મને ભેટમાં વીંટી આપ, જેથી જ્યારે પણ વીંટી જોઈશ ત્યારે હું તમને યાદ
કરીશ કે મુલ્લાએ આ વીંટી આપેલી.
’મુલ્લા કહે, ‘તું મને યાદ જ કરવા માગે છે ને? તો હું તને વીંટી નથી
આપતો, જેથી જેટલી વાર તું આંગળી જોઈશ એટલી વાર તને યાદ આવશે કે મુલ્લાએ
વીંટી ન આપી.’
હવે પછી જ્યારે તમને એવું લાગે કે મારી પાસે કાર નથી, મારી પાસે બંગલો
નથી... ત્યારે એમ વિચારવું કે એ મુલ્લાની વીંટી જેવી ઇશ્વરની બક્ષિસ છે,
જે એણે આપણને આપી ભલે નથી, પણ એ બહાને તેને યાદ કરવાની તક તો આપી જ રહ્યો
છે. સુખી થવાનો આ સરળ રસ્તો છે, આપણી પાસે જે કંઈ છે એને ઉપરવાળાની
પ્રસાદી ગણીએ અને જે કંઈ નથી એને ઉપરવાળાને યાદ કરવા માટેનું ‘રિમાઈન્ડર’
ગણીએ. આવું કરવાથી એકદમ સુખી ન થવાય તો પણ, કમસે કમ દુ:ખ તો ઓછું થશે જ.
જોક નંબર-6
થોડાક દેડકા ફરવા નીકળ્યા. રસ્તામાં આવ્યો મોટો ખાડૉ. બે દેડકા એમાં પડી
ગયા. બંને કૂદીને બહાર આવવા મથ્યા, પણ ખાડો બહુ ઊંડો હતો. બહારના દેડકાઓ
રાડો પાડવા લાગ્યા, ‘આ બહુ ઊંડો ખાડો છે. આમાંથી તમે બહાર નહીં આવી શકો.
બહેતર છે કે તમારા નસીબને સ્વીકારી લો અને શાંતિથી મૃત્યુને ભેટો.’
બેમાંના એક દેડકાને વાત ગળી ઊતરી ગઈ. એણે ખાડામાં લાંબી સોડ તાણી લીધી,
પણ બીજા દેડકાએ કોશિશો ચાલુ જ રાખી.
બહારના દેડકાઓ એને જોરજોરથી કહેતા-સમજાવતા રહ્યા કે તું નાહકનો હેરાન થાય
છે, પણ એમની સમજાવટને ગણકાર્યા વિના બીજો દેડકો કૂદતો રહ્યો અને છેવટે
એણે એક છલાંગ એટલી ઊંચી મારી કે એ ખાડામાંથી બહાર આવી ગયો. બહારના
દેડકાઓએ પૂછ્યું, ‘તેં કૂદવાનું ચાલુ કેમ રાખ્યું? તને અમારી વાત સંભળાઈ
નહીં?’
બચેલા દેડકાએ બહારના દેડકાઓને સમજાવ્યું કે એ પોતે બહેરો છે એટલે એણે કંઈ
સાંભળ્યું નહોતું. ઊલટાનું બહારના દેડકાઓને જોઈને તેણે એવું માની લીધેલું
કે તેઓ એને વધુ ઊંચો કૂદકો મારીને બહાર આવવાની પ્રેરણા આપી રહ્યા હતા.
આ વાર્તામાંથી શીખવા જેવી વાત એ છે કે જિંદગીમાં ક્યારેક કોઈ વાતે આપણે
સાચા રસ્તે છીએ એવું લાગતું હોવા છતાં આસપાસના લોકો જો આપણી જોરશોરથી
ટીકા કરે અને હાર સ્વીકારી લેવા કહે તો સમજવું કે એમની બૂમરાણ વાસ્તવમાં
આપણને વધુ દિલથી, વધુ જોરથી પ્રયત્નો કરવાની પ્રેરણા આપી રહ્યા છે. અને
એક આડવાત: આમ તો બહેરા હોેવું એ શ્રાપ જ છે, પણ ક્યારેક અમુક શ્રાપ
આડકતરા આશીર્વાદ પણ સાબિત થઈ શકે.
જોક નંબર-7
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન
બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો
છો. તમને ક્યારેય જોયા નથી.
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો
છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો.
એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું
સુખ શોધી રહ્યો છું.’
મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ
દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ
હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા
રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ
હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી
ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને
કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’
મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં
તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’
આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ
આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું
મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?
એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી
નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ
પડે?
કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી
એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને
પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ
હાલત થતી હશે?’
આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે
ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી...’ એવું
લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.
જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો તેના પરથી બે મહત્વની
બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ.
(૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી.
ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન
હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી
એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી
રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો,
પુરુષાર્થનો કે જીવન મસ્ત છે.એન્જોય.

Comments
Post a Comment