*"અંતિમ યાત્રા"નો અંત પણ નજીક છે?*

આજકાલ સ્મશાનમાં માંડ
પચીસ-ત્રીસ લોકો આવે છે,
અને એમાં
અડધો અડધ લોકો નનામી
ઉપાડી શકે
એમ નથી હોતા એટલે જે દસ બાર
લોકો હોય છે
એ નનામી ઉપાડે છે.

શબવાહિનીને છેક ઝાંપા સુધી લાવવી પડે છે .

લૌકિક વ્યહવાર બંધ થયા
અને હવે તો
સ્મશાન જવામાં પણ
આળસ ચડે છે..

જયારે ફોન કરે છે
કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે
મધર ગુજરી ગયા છે
અને સવારે
આઠ વાગ્યે કાઢી જવાના છે
ત્યારે ફોન ઉપાડનારો
પૂછે છે,

*બેસણું ક્યારનું રાખ્યું છે*?

સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય
તો પોણા આઠ વાગ્યે થોડાઘણા
લોકો ભેગા થાય છે,
અને જેવા
શબવાહિનીમાં મૃતદેહને મૂકે
અને સ્વજન હાથ જોડે
એટલે
અડધી પબ્લિક ગાયબ,
અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં
મૂક્યા પછી બીજી
અડધી અને છેલ્લે અસ્થિ લેતી
વખતે તો માંડ
પાંચ સાત જણા ઉભા હોય છે..!

સ્મશાનેથી ઘેર આવી અને કોગળા
કરી મોઢું ધોઈ ને પછી
ઘરમાં જુવો તો
પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

કોણ જમાડે એમને?
કોણ આખી રાતના ઉજાગરાવાળાને
અને સ્વજનને
ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?

આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે
નામશેષઃ થતી જાય છે,
કોઈના સ્વજનના
*મૃત્યુની ક્ષણો સાચવવી*
એવી ભાવના

આજે વીસ વીસ વર્ષના સબંધો હોય,
ભલે ને ધંધાકીય સબંધ હોય
તો પણ જનતાને
આભડવા જવું તો દૂર રહ્યું
બેસણામાં
જતા જોર આવે છે.

હા,

બહુ મોટો માણસ હોય અને એની
આંખની ઓળખાણ હોય તો
ફટાફટ દોડી જાય
કેમકે

*ત્યાં હાજરી ગણાવાની છે અને*
*સ્ટેટસ વધવાનું છે..!*

આજે મૃત્યુ અને એના પછીની વિધિ,
એમાં કોણ આવશે,
કેટલા હાજર
રહેશે એનો બહુ મોટો આધાર
મૃતકના સંતાનની
સફળતા ઉપર રહેલો છે.

મૃત્યુ એ ઘણા લોકો માટે
શક્તિ પ્રદર્શન છે,

પણ ઘણા બધા માટે,
ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો
માટે ખરેખર હૂંફ લાગણી
સાથે
જોડાયેલો મામલો છે..!

અને,

માણસને માણસની હૂંફની
જરૂર હોય છે,

મને ઘણા અનુભવ છે,

વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને
ક્યારેક આવા પ્રસંગે
ગયા હોઈએ
ત્યારે ખભે માથું મુકીને મૃતકની
દીકરી કે દીકરો રડી પડે છે..

ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે
ફક્ત બે પાંચ મિનીટની
આંખોથી થતી વાત,

અરે!

ખાલી આપણી હાજરી કલેજાને
ઠંડક આપે અને એ દુઃખની
ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.

RIP કે OM SHANTI ના
સંદેશા ફેસબુક અને
વોટ્સ એપ પર આવે છે
એટલા લોકો બેસણામાં નથી આવતા..!

અને આવ્યા વારા પણ
ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું
આને આમ ન કરવું જોઈએ
એજ ચાલતું હોય.

એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર છે
પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે,

જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે
એ દિવસ પછી સમાજને
તૂટતો  કોઈ નહીં બચાવી શકે..

લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા
હવે નનામી ઊંચકવા પણ
ભાડે માણસો લાવશો.?

તમે પણ વિચારજો ૧૮ વર્ષથી
મોટા દીકરા દીકરીને
લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?

નથી લઇ જઈને ભૂલ તો
નથી કરતાને..?

✍🏼( એક વિચાર )

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...