*લક્ષ્મીના પગલાં ...*

સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો. આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવોજ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી પણ એકદમ કોન્ફિડન્ટ.
૨૨-૨૩ વર્ષ નો હશે.
દુકાણદારનું પેહલા તો ધ્યાન પગ આગળજ જાય. એના પગમાં લેદર ના બુટ હતા એપન એકદમ ચકાચક પોલિશ કરેલા...

*દુકાનદાર* - શુ મદદ કરું આપણી...?

*છોકરો* - મારી માં માટે ચપ્પલ જોઈએ છે સારી અને ટકાઉ આપજો..

*દુકાનદાર* - એ આવ્યા છે ? એમના પગનું માપ..?

છોકરાએ વોલેટ બહેર કાઢી એમાં થી ચાર ઘડી કરેલ એક કાગળ્યો કાઢ્યો. એ કાગળ્યાપર પેન થી બે પગલાં દોરયા હતા.

*દુકાનદાર*- અરે મને પગનો માપ નો નંબર આપત તોય ચાલત...!

એમજ એ છોકરો એકદમ બાંધ ફૂટે એમ બોલવા લાગ્યો *'શેનું માપ આપું સાહેબ* ..?
મારી માં એ આખી જિંદગી મા ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.
કાંટા મા ક્યાયપણ જાતી. વગર ચપ્પલની ઢોર હમાલી અને મહેનત કરી અમને શિખાવ્યું. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામળે જાઉં છું. મા માટે શુ લઈ જાઉં..?  આ પ્રશ્નજ નથી આવતો.મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.

દુકાનદારે સારી અને ટકવાવાળી ચપ્પલ દેખાડી અને કીધું આઠશો રૂ ની છે. છોકરાએ કીધું ચાલશે. એવી તૈયારી એ કારીનેજ આવ્યો હતો.

*દુકાનદાર* - એમજ પૂછું છું કેટલો પગાર છે તને.

*છોકરો* - હમણાં તો બાર હજાર છે રહેવાનું, ખાવાનું પકડીને  સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ

*દુકાનદાર* - અરે તો આ આઠશો રૂ થોડાક વધારે થાશે

છોકરાએ દુકાનદારને અધવચ્ચેજ રોકયું અને બોલ્યો રહેવા દ્યો ચાલશે. દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બાર નીકળ્યો.
મોંઘું શુ એ ચપ્પલ ની કોઈ કિંમત થાય એમજ નોહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર. છોકરાને અવાજ આપ્યો અને થંબવાનું કીધું. દુકાનદારે અજી એક બોક્સ છોકરાના હાથમાં આપ્યો.

અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પેહલી ચપ્પલ ખરાબ થઈ જાય તો બીજી વાપરવાની. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલનું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાનું.

દુકાનદાર અને એ છોકરાના એમ બેવની આંખોમાં પાણી ભરાય ગયા. શુ નામ છે તારા માં નું.? દુકાનદારે પૂછ્યું. *લક્ષ્મી* એટલુંજ બોલ્યો.

દુકાનદાર તરતજ બોલ્યો મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..? પગલાં દોરેલો પહેલો કાગળ જોહીયે છે મને...!

એ છોકરો પહેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. પહેલો ઘડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો. દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાણદારના દીકરીએ જોયો અને પૂછ્યું, બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો સ્વાસ લિધો અને દીકરી ને બોલ્યો *લક્ષ્મી ના પગલાં* છે બેટા. એક સચ્ચા ભક્તે દોરેલા છે. આનાથી બરકત મળે ધંધામાં.

દીકરીએ દુકાનદારે અને બધાયેજ એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

*લવ યુ ઝીંદગી*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...