તીડ ઉડાડવાના આદેશ અંગે...
*જો આ વખતે, તીડ ઉડાડવામાં શિક્ષકો ફાવી જશે તો હવે પછી શિક્ષકોને નીચે મુજબની કામગીરી સોંપવામાં આવશે.*
* મગફ્ળીમાં મુંડા ના આવે તે માટે ફેરોમેન ટ્રેપ લગાવવાની કામગીરી..
* રાત્રે ભુંડ ભગાવવાની કામગીરી..
* રાત્રે રોઝડા તગડવાની કામગીરી..
* જે એરીયામાં દીપડાનો ત્રાસ છે ત્યાં રાત્રે વાહુ કરવાની કામગીરી..
* દિવાળી વેકેશન દરમ્યાન મજુરો ના મળે તો ખેડુતોને મોસમ કરાવવાની કામગીરી..
*ગામમાં હડકાયા કૂતરા પકડવાની કામગીરી..
*જો ઉપરનું કામ કરતા સમય વધે તો...*
* મતદાર યાદી સુધારણાની કામગીરી..
* વસ્તી ગણતરીની કામગીરી..
* રસીકરણ પ્રોગ્રામમાં મદદની કામગીરી..
અને આ બધું કરતા સમય વધે નિશાળે છોકરા ભણાંવવાની કામગીરી કરવાની રહેશે.
*જય જવાન...*
*જય કિસાન..*
*જય શિક્ષક...*
2.
કન્યાપક્ષ:- છોકરો શું કરે છે?
વરપક્ષ:- તીડ ઉડાળવા જાય છે.
કન્યાપક્ષ: ચોખ્ખું કીયો ને કે માસ્તર છે.
3.
જો આ વખતે તીડ ઉડાડવામાં શિક્ષકો ફાવી જશે તો હવે પછી શિક્ષકોને નીચે મુજબની કામગીરી સોંપવામાં આવશે.
* મગફ્ળીમાં મુંડા ના આવે તે માટે ફેરોમેન ટ્રેપ લગાવવાની કામગીરી
* રાત્રે ભુંડ ભગાવવાની કામગીરી
* રાત્રે રોઝડા તગડવાની કામગીરી
* જે એરીયામાં દીપડાનો ત્રાસ છે ત્યાં રાત્રે વાહુ કરવાની કામગીરી
* દિવાળી વેકેશન દરમ્યાન મજુરો ના મળે તો ખેડુતોને મોસમ કરાવવાની કામગીરી
જો ઉપરનું કામ કરતા સમય વધે તો
* મતદાર યાદી સુધારણાની કામગીરી
* વસ્તી ગણતરીની કામગીરી
* રસીકરણ પ્રોગ્રામમાં મદદની કામગીરી
અને આ બધુ કરતા સમય વધે નિશાળે છોકરા ભણાંવવાની કામગીરી કરવાની રહેશે.
જય જવાન... જય કીસાન...જય શિક્ષક...
4.
પ્રવેશોત્સવ , ગુણોત્સવ ની અપાર સફળતા પછી સંવેદનશીલ સરકાર નો નવું ઐતિહાસિક કદમ : હવે ઉજવાશે તીડોત્સવ
5.
તીડ ભગાવવા જનાર માસ્તરોએ નીચે મુજબ રજિસ્ટર બનાવવાનું રેહેસે
(૧) ભગાડવા ગયા ત્યારે સ્થળ પર હાજર તીડ ની સંખ્યા — નર માદા અને બાળકોની સંખ્યા કોલમ વાર બતાવવી
(૨) તીડ ના હુમલાના કારણો ? શું આ તીડ હુમલો પાકિસ્તાન નું કાવતરૂ છે ?
(૩) તમે તીડ ભગાડવા લઈ ગયેલ ઢોલ નો પ્રકાર અને તેના અવાજ ની તીવ્રતા ડેસિબલ માં જણાવવી
(૪) તમારી કાર્યવાહી ના અંતે તમે જિવતા પકડેલ તીડ ની સંખ્યા નર માદા અને બાળકો કોલમ વાર બતાવવી
(૫) સ્થળ પર મરી ગયેલા તીડોની સંખ્યા નર માદા અને બાળકો કોલમ વાર બતાડવા
(૬) ભાગી જવામાં સફળ થયેલ તીડો ની સંખ્યા નર માદા અને બાળકો કલમવાર બતાવવી
તીડ જિવતા ભાગી ગયા એ બદલ તમારી સામે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી શા માટે ન કરવી તેનો ખુલાસો સિલબંધ કવર માં આપવો
(૭) ભવિષ્યમાં આવા તીડ ના હુમલા ના થાય તે માટે તમારા સુચનો
(૮) ઉપરોક્ત તમામ બાબતોની ઓનલાઈન એન્ટ્રી કરવી.
ઉપરની દરેક માહિતી માસ્તરોએ દૈનિક ધોરણે દફતરે કરાવવાની રહેશે અને એના ફોટા વિડીયો લઈ દસ્તાવેજી પુરાવા પણ રજુ કરવા ના રહેશે
આમ કરવા માં ચુક કરનાર માસ્તરો સામે ફરજભંગ અને બેદરકારીની કાર્યવાહી કરવા માં આવશે.
6.
થાળી વગાડશે માસ્તર.
તીડ ભગાડશે માસ્તર..
7.
બે વર્ષ થી વિદ્યાર્થીઓ નો અભ્યાસ બગડે છે.
બે વાર પૂર આવ્યું.
આ વખતે કરા પડયા,માવઠું થયું અને હવે 🦗 જીવાત આવી.
હવે, થર્ટી ફર્સ્ટ પછી ઉતરાયણ.
પછી લગન ની સિઝન.
અને,બીજી વાર્ષિક પરીક્ષા..
8.
શિક્ષક ને હવે દીપડા પકડવા મુકવાના છે..!!
ગલ્લે આવી વાતું હમણાં કરતાં હતાં ...
9.
હેલ્લારોની સફળતા પછી હવે નવું ગુજરાતી મુવી *તીડારો* જેનું *પ્રોમો સોન્ગ* આજે જ રિલીઝ થયું.....
*વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ*
*મારા રૂપાણીના રાજમાં વાગ્યો રે ઢોલ.*
*ભેગું થયું ને ટોળું ભેગું થયું..*
*તીડને ભગાડવા ટોળું ભેગું થયું*
*થાકી ગઈ રે સરકાર થાકી ગઈ,*
*હાંફી ગઈ રે સરકાર હાંફી ગઈ,*
*પેલા તીડના ટોળા થી હાંફી ગઈ.*
10.
ખેતરોમાં રોજ સાચવવા માટે દરેક શાળાને એક એક ધોડો આપવાનું સરકારે નક્કી કરેલ છે દરેકનો વારો આવશે. ધોડાપર બેસવાનો...બેસવા માટે પડાપડી ના કરતા દરેકનો વારો આવશે.
11.
તીડ ભગાવવા જનાર માસ્તરોએ નીચે મુજબ રજિસ્ટર બનાવવાનું રેહેસે
(૧) ભગાડવા ગયા ત્યારે સ્થળ પર હાજર તીડ ની સંખ્યા — નર માદા અને બાળકોની સંખ્યા કોલમ વાર બતાવવી
(૨) તીડ ના હુમલાના કારણો ? શું આ તીડ હુમલો પાકિસ્તાન નું કાવતરૂ છે ?
(૩) તમે તીડ ભગાડવા લઈ ગયેલ ઢોલ નો પ્રકાર અને તેના અવાજ ની તીવ્રતા ડેસિબલ માં જણાવવી
(૪) તમારી કાર્યવાહી ના અંતે તમે જિવતા પકડેલ તીડ ની સંખ્યા નર માદા અને બાળકો કોલમ વાર બતાવવી
(૫) સ્થળ પર મરી ગયેલા તીડોની સંખ્યા નર માદા અને બાળકો કોલમ વાર બતાડવા
(૬) ભાગી જવામાં સફળ થયેલ તીડો ની સંખ્યા નર માદા અને બાળકો કલમવાર બતાવવી
તીડ જિવતા ભાગી ગયા એ બદલ તમારી સામે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી શા માટે ન કરવી તેનો ખુલાસો સિલબંધ કવર માં આપવો
(૭) ભવિષ્યમાં આવા તીડ ના હુમલા ના થાય તે માટે તમારા સુચનો
ઉપરની દરેક માહિતી માસ્તરોએ દૈનિક ધોરણે દફતરે કરાવવાની રહેશે અને એના ફોટા વિડીયો લઈ દસ્તાવેજી પુરાવા પણ રજુ કરવા ના રહેશે
આમ કરવા માં ચુક કરનાર માસ્તરો સામે ફરજભંગ અને બેદરકારીની કાર્યવાહી કરવા માં આવશે...
12.
'93 માં તીડ આક્રમણ વખતે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવેલો, આજ 26 વર્ષ પછી ટેકનોલોજી વધી, છતા શિક્ષકોએ ઢોલ વગાડીને તીડ ઉડાડવાના
#વિકાસ_ઉધાં_પગે_હાલે_છે.
14.
દિલ્હી ની કેજરીવાલ સરકાર સરકારી શાળા ના શિક્ષકો ને ટ્રેનિંગ માટે વિદેશ માં મોકલે અને આપણી રૂપાણી સરકાર શિક્ષકોને તીડ ભગાડવા મોકલે.
15.
*શીખવાનું તીડ પાસેથી છે,*
બસો-પાંચસો તીડ આવ્યા હોત તો કોઈ નોંધ લેત એની?
તીડ સંગઠિત થઈને આવ્યા તો સરકાર ને પણ નોંધ લેવી પડી અને મંત્રી ઓ ને પણ થાળીઓ લઈને ખેડૂતોના ખેતરો સુધી આવવું પડ્યું માટે સંગઠિત રહો એક રહો.
16.
તીડને લીધે થયેલ અસર..શબ્દાર્થ ચમત્કૃતિ .. હાઈકુ..
'તીડાક્રમણ..!'
થ્યો-'લાચાર,આહત'
'જગત-તાત..!'
-શૈલેશ ઓઝા,કડી.
17.
18.
સંકલન અને રજૂઆત :-
જયંતી આઈ.પરમાર " નિર્દોષી"
Comments
Post a Comment