વડીલોને સમર્પિત...

*ભારત માંથી વિદેશમાં ભણવા ગયેલો છોકરો ભણી લીધું*
મોટો ઓફિસર બન્યો
અને માતૃભૂમિ ભારત પાછો આવ્યો.
ઘરે જવાની ઉતાવળ હતી.

*પણ કંપનીના લોકોએ એર-પોર્ટ ઉપર તેને ઘેરી લીધો*
*અને ભવ્ય સત્કાર કર્યો*

ફૂલોથી શણગારેલી ગાડીમાં બેસાડ્યો.
અને ભવ્ય શોભા યાત્રા કાઢી.
અને એક ફાઈવ સ્ટાર હોટેલ સામે શોભા યાત્રા પુરી થઈ..!!

*સાહેબ આજનો દીવસ તમે અહીજ રોકાઈ જાવ*

*સર્વો ના આગ્રહ લીધે સાહેબ શણગારેલી ગાડી માંથી ઉતર્યા....*

*બંને બાજુથી લોકો ફૂલો ઉછાળતા હતા.....*
*શુ કહેવું ને શુ નહી.....*
       
*સાહેબ દરવાજા સુધી આવ્યા*
દરવાજા પાસે એક વૃદ્ધ
(ઉમર લાયક)ડોર-કીપર હંમેશ મુજબ  મહેમાનોને  આવકારવા શિશ (માથું) ઝુકાવીને એક હાથે થી મુજરા કરતો......,

બસ તેવીજ રીતે આજે પણ
નીચે શિશ  ઝુકાવીને મુજરો કર્યો

દરવાજો ખોલ્યો,સાહેબ અંદર આવ્યા......

*અને અચાનક વીજળી ચમકે અને સાહેબ ચમક્યા* .

*અને*
*તેજ ક્ષણે તે પરત ફર્યા*
*દરવાજા પાસે આવ્યા*...
*ડોર-કીપરે પણ ડોકું ઉંચુ કર્યુ...........*,

સાહેબ અને તેની નજરો નજર થઈ..........



*અને........અને.........,*

*બંનેના આંખો માંથી અશ્રુધારા વહેવા લાગ્યા.......જાણે ગંગા અને જમના એક સાથે વહી રહયા હોય તેમ.....,*

સાહેબ રડતા-રડતા
ડોર-કીપરના પગમાં પડી

*અને મુખ-માથી શબ્દ બહાર પડયા.......*

*પપ્પા (બાપુજી).......પપ્પા....,*

*તમે અહી.......????*

*અને ઘણીવાર ગળામાં ગળુ નાખી, ભેટીને રડ્યા..!!*

આજુ બાજુ ઉભેલા સર્વોની પણ  આંખો ભીની થઇ ગઇ..!!

         
*આપણો પુત્ર પરદેશ જઈને સારૂ ભણી-ગણી ને મોટો ઓફિસર થાય કે બિઝનેસમેન બને એના માટે આ પિતા  નોકરી કરતો હતો..*

*ઓવર ટાઈમ કરતો હતો*
 *પોતાનું અડધું પેટ રાખીને રૂપિયા જમા કરીને છોકરા માટે રૂપિયા મોકલતો હતો.*
         
તે રિટાયર્ડ થયો..
રૂપિયા ઓછા પડવા લાગ્યા...
માટે આ હોટેલમાં ડોર-કીપરની
નોકરી કરવા લાગ્યો...!!

દરવાજા ઉપર ભલે કોઈ પણ આવે ... શિશ ઝુકાવી મુજરો કરવાનો

અને દરવાજો ખોલવાનો આ એનો રોજનો નિયમ અને એની નોકરી...!!

       
*અને આજ એજ મુજરો એના પુત્ર માટે હતો*

જીંદગીભર બીજાને મુજરા કરનારા હાથો એ તેણે પુત્રને ઘડાવ્યો...

 *મને કહો આ બંને મા શ્રેષ્ઠ કોણ..???*

*એ સાહેબ કે પેલો ડોર-કીપર*

*પેલો ઓફિસર કે નોકર..?*

*ઇ છોકરો-(પુત્ર)...કે...બાપ*

     
*યશની શિખરો ચઢનારા દરેકોએ ધ્યાન રાખવું જોઈયે કે આપણી માટે યશ ના દરેક પગથીયાનો પથ્થર આ બાપ હોય છે...!!!*


તમારી જીંદગીના અને કેરિયરની ઉભી થયેલી જે ઇમારત ના પાયા એજ પિતા  હોય છે...

 *આ પાયા ક્યારેય દેખાતા નથી, પણ તેના શિવાય આ ઇમારત પણ ઉભી નહી રહી શકતી નથી*

આ પિતા ઘરમાં હંમેશા
વેઠ-બેગારી,ઓલા કુલીની જેમ જીવતો હોય છે.
રાત-દીવસ કષ્ટ કરે
કોઈ ખેતરમાં.
કોઈ  ઓફિસમાં
કોઈ રોજિંદા ઉપર
બસ ધસરડા જ કરતો

*આ બધુ  પિતા કરે ત્યારે...એમના જ ઉપર છોકરાઓ ભણે છે.*
*મોટા થાય છે....અને આગળ વધેછે.....,*

*અને તમે એમનેજ કહો છો કે તમારી કરતા અમે કર્તવ્યનિષ્ઠ છો...શુ કર્યું તમે અમારી માટે....??*

*તમારા બનીયાનમાં કાણા ન પડે માટે પોતાના બનીયાન ના કાણા ભૂલનારો એ પિતા*

*તમારા શરીરના પરસેવાની બદબુદાર વાસ ન આવે માટે પોતે પરસેવાથી ભીંજનારો ઇ પિતા*

*તમને સારા બ્રાન્ડેડ બુટ મળી રહે માટે ફાટેલા ચંપલ    વાપરનારો એ પિતા .*

*પોતાના સ્વપ્નો ...તમારી આંખોમાં જોનારો એ બાપ....!!*
         
*નાનપણ માં બીમાર પડતા ત્યારે પીઠ ઉપર લઈને રાત-અડધી રાત્રે*
*દવાખાનામાં લઈ જનાર ઇ પણ પિતા  જ છે*

તમારૂ શિક્ષણ પૂર્ણ કરનાર ઇ પણ પિતા .....

*જોઈએ ત્યારે રૂપિયા દેનાર ATM મશીન એટલે બાપ*
*જેને-જેને હયાત પિતા છે તેને સર્વ મળી રહે છે.*

બાપ અને બાપાનુ કલેજુ સમજી લેવું જોઇયે..

પિતા  બોલશે...પણ....કોઈને તમારા વિષે ખોટુ બોલવા નહી દે.,
મારશે...શિક્ષા કરશે...પણ તમને બીજા કોઈ થકી મારવા નહી દે..,

*બોલશે,મારશે,ઠપકો આપશે આ બધુ તમારી ભુલ સુધારવા માટેજ....!!!*

*મા એક વાર મમતા ની મારી તમારી ભૂલ માફ કરશે....*
*પણ પિતા  તમારી ભૂલ સુધારવા લગાડશે*

*જે ઘરમા પિતા રહે છે ..તે ઘરની સામે કોઈ બુરી નજર થી જોતું પણ નથી*

*પણ જ્યા પિતાની છાયા નહી હોય એ ઘર ઉપર કોઈ-પણ પત્થર મારતાં હોય છે..*

મારા એક મિત્રના પિતા ગુજરી ગયા...

જ્યા સુધી જીવતા હતા ત્યારે બાપ-દીકરા નું જરાય પટતું ન હતુ

*પણ જ્યારે થોડા દિવસો પછી હું તેને મળ્યો ત્યારે પિતાને યાદ કરીને ખુબજ રડ્યો....*

રાઠોડભાઈ, જ્યારે પિતાજી હતા ત્યારે તેમની ખરી કિંમત સમજાઈ ન હતી...

હુ કાયમ તેમને નામ રાખતો હતો.... ક્યારેય તેમનુ સાંભળ્યુ ન હતુ....
પણ હવે જ્યારે દુનિયાની બજારમાં જાવ છુ..ત્યારે.
*લોકોના ટોન્ટો સાંભળવા મળે છે...અને ખાવ પણ છુ...*

આજે મને એમની કમી મહેસુસ લાગે છે...

આજે મારા પિતા હોત તો મને સારો માર્ગ બતાવત ...!!!

પિતાજી એ કાઈ પણ ન કરે
તો પણ ચાલે ...પણ ઘરના  એક આધાર સ્થંભ હતા...!!!

*મને જ્યારે પણ કોઈ પૂછે*

દુનિયામાં શ્રીમંત (પૈસાદાર)કોણ....???

*જેને માં અને બાપ હોય.(જીવતા)*

*દુનિયામા યશસ્વી કોણ..??
*જેમને મા-બાપની કીંમત સમજાય.....*

દુનિયામા મહાન કોણ...???
*જેમણે મા-બાપના સ્વપ્નો પૂર્ણ કર્યા તે....!!!*

અને

દુનિયામા નાલાયક કોણ.
*જેમણે મા-બાપને વૃદ્ધાશ્રમ માં રાખ્યા...ત્રાસ આપ્યો...,*

*મર્યા પછી મા-બાપની ઠાઠડી ઉપર બધાજ જોર-શોર થી ઢોંગ કરીને રડતા હોય છે*

*સાચા પુત્ર મા-બાપની સેવા કરતા હોય છે...તે કદી ઢોંગ થી રડતા નથી..*

*સર્વો વડીલોને સમર્પિત*

(અમુલ્ય વિચારમાંથી સાભાર)

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...