રૌપ્ય ચંદ્રક મેળવતાં....
"પાવન હ્રદય દુત" કે જે લોકમુખે ટુંકમાં "દૂત" તરીકે ઓળખાય છે. એ ગુજરાતી ક્રિશ્ચ્યન લોકોનું એકમાત્ર ધાર્મિક અને આધ્યાત્મિક ઘડતર કરતું સામયિક છે. દર મહિને પાંચ તારીખે બહાર પડે છે.ગુજરાતનું બીજા નંબરનું 110 વર્ષ જુનું સામયિક છે. એની શરૂઆત વર્ષ 1911માં થઈ હતી. હું એના સ્વયંમ્ સેવક તરીકે 2008થી વિતરણનું કામ સંભાળુ છું. દર મહીને પ્રકાશન સ્થળેથી એને મેળવીને 325 ગ્રાહકોને હાથોહાથ અથવા મારા નીચેના સહાયક સ્વંય સેવકો દ્ધારા એમના ઘરે પહોંચાડું છું. આ કામને હું પૈષિતિક કાર્ય અને સામાજિક સેવા માનું છું.
"દૂત"ના ભૂતપૂર્વ તંત્રીશ્રી ડો. થોમાસ પરમારના ઉમદા નિર્ણયથી આરંભાયેલ પુરસ્કાર યોજના અંતર્ગત 2017થી દર વર્ષે શ્રેષ્ઠ લેખ બદલ લેખકને, શ્રેષ્ઠ કાવ્ય બદલ કવિને અને શ્રેષ્ઠ યોગદાન બદલ સ્વંય સેવકને સ્વર્ગસ્થ ફાધર એસ્પિતાર્થે પુરસ્કાર આપવામાં આવે છે.
હું "દૂત" નો 1980 થી નિયમિત વાચક, વિવેચક, શુભ ચિંતક, વિતરક, કવિ અને લેખક પણ છું.
"દૂત"ના વિતરક તરીકે 2019માં મારા યોગદાન બદલ મને તારીખ 1.12.2019 ના રોજ કોમ્યુનિટી હોલ, ચર્ચ કમ્પાઉન્ડ, ગામડી, આણંદ ખાતે "દૂત"ના વાર્ષિક સંમેલનમાં આ પુરસ્કાર ગુજરાત કેથલિક ધર્મસભાના નવનિયુક્ત પ્રાંત પતિશ્રી ના વરદ્ હસ્તે અર્પવામાં આવ્યો હતો. બુકે, શાલ, પ્રમાણ પત્ર અને રૌપ્ય ચંદ્રકના પ્રતિભાવ આપતી વખતે હું ગળગળો થઈ ગયો હતો. અને બાદમાં એક કવિતા સ્ફૂરી હતી જે સૌ કોઈના આભાર સાથે રજૂ કરુ છું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખાસ આભાર શ્રી રાજુભાઈ ફોટોગ્રાફર, પાધરિયા.
મારે ક્યાં પાડવી હતી કામની બૂમો ?
પણ ક્યાંથી ભરાયો ગળામાં ડૂમો !
એ આંસુ હતાં કે પરસેવાના પાણી ?
કરી લેજો તમે લાગણીનો તરજૂમો.
ન મારૂ હતું..સૌનું સહિયારુ સન્માન.
આવો,ગાઓ,નાચો એકસાથે ઝૂમો.
"દૂત" થકી દેવ દર્શન કરીએ, કરાવીએ.
"દૂત" દેવ સ્વરૂપ છે એના ચરણને ચૂમો.
કામ આપણું વાવવાનું છે તો વાવીએ.
લણનારાને લાભ થશે ને લણશે લૂમે લૂમો.
ઘર ઘરમાં ગાજે એની ગૂંજ ને લોક વાંચે.
ફેલાવવા ખૂણે ખૂણે ગુજરાતના ઘૂમો.

🌹congrets
ReplyDelete