કેન્સર સામે જંગ...

 'મને કેન્સર હોવાંનું નિદાન જાહેર થયું ત્યારે પહેલા તો હું માની જ ના શક્યો. મારા જેવા યુવાનને કેન્સર થઈ જ કઈ રીતે શકે?

હું નાના બાળકની જેમ રડી પડ્યો.મને કેન્સરની બીક નહોતી. પણ મને રોગ શબ્દનો જ અણગમો હતો.મારે લાંબુ જીવવું હતું અને જે કદાચ અશકય હતું.
કેન્સર શબ્દ જ ભયાનક લાગ્યો મને. કારણ કે હું જોતો આવ્યો હતો કે ઘણાં સેલિબ્રિટીઓ અને શિક્ષિત લોકો પોતાના આ રોગને ગુપ્ત રાખતા હતા. મને એની પાછળનું કારણ સમજાતું નહોતું. પણ મેં ઉભા થઈને લડત આપવાનું નક્કી કર્યું.એ પણ દેશની જનતા અને મારા ચાહકોથી કોઈ વિગતો છુપાવ્યા વગર.

કેન્સર કરતા પણ મોટી મારી વેદના એ હતી કે મને પ્રેમમાં તાજો જ દગો મળ્યો હતો. મારે રડવું હોય તો પણ એકાંતમાં કોઈ ન જુએ એ રીતે રડવું પડતું. એક મારી મમ્મી સાચી મજબૂત પંજાબી સ્ત્રી હતી. એ મને પ્રેરણાદાયી વાતો કરતી, મારો પ્રેમભંગ મને યાદ ના આવે એની સતત તકેદારી રાખીને મારા માટે પ્રાર્થના કરતી રહેતી. માતા, દરેક મજબૂત જ હોતી હશે.

કિમોથેરાપી મારા શરીરને ચૂસી રહી હતી.પણ હું સતત મારી જાત સાથે સંવાદ કરતો રહેતો કે હું મજબૂત છું અને આ જંગ જીતીને સ્વસ્થ બનવા માટે લાયક છું.
કેન્સરે મને ઘણી અમૂલ્ય ચીજો શીખવાડી. શરૂઆતમાં હું ભલે નિરાશ થઈ ગઈ હતો પણ ધીમે ધીમે હું સમજતો થયો કે આ કદાચ મારી જિંદગીનો શ્રેષ્ઠ તબક્કો છે. અને આ જ કેન્સર મને જિંદગીભર પ્રેરણા આપતું રહેશે.
કિમો લેતી વખતે હું મારી સાથેના વૃદ્ધ દર્દીઓને જોતો અને વિચારતો કે આ લોકો હિંમત નથી હારતા, તો હું કેમ સાજો ના થઇ શકું?

ડોકટરે મને કહ્યું હતું કે તારા લીવર,કિડની અને હાર્ટને પણ નુકશાન થઈ શકે છે.તારો જીવ જોખમમાં છે જ. પણ તારું સ્પિરિટ જોતા એવું લાગે છે કે ભવિષ્યમાં તું ક્યારેય કેન્સર ના થયું હોય એવો મજબૂત પુરુષ ફરીથી બની શકીશ. અને એ શબ્દો મને વધારે ને વધારે પ્રેરણા આપતા ગયા.

અંતે,હું કેન્સર સામેનો જંગ જીતી ગયો. અને મેં લગ્નજીવનમાં સેટલ થવાનું વિચાર્યું. સલમાન ખાન પછી સેકન્ડ મોસ્ટ એલિજેબલ બેચલર હું હતો એ મને જાણ હતી. છતાં મેં રાહ જોઈ કે સલમાન જેવો રોકસ્ટાર પરણે પછી જ મારે પરણવું જોઈએ.

અચાનક હું પ્રેમમાં પડ્યો.અને પ્રેમની ફીલિંગ જ અનોખી હોય છે. જ્યારે તમને કોઈ માટે જીવવાનું અને કોઈ માટે કંઇક કરી છૂટવાનું મન થાય એ અનુભૂતી ને શબ્દોમાં ના વર્ણવી શકાય.

મને મારી જાત પર ગૌરવ કહેતા ઘમંડ છે.કારણ કે ક્રિકેટ હોય કે કેન્સર હોય કે પ્રેમસંબંધ હોય, મેં મારી જવાબદારીઓ ઈમાનદારીથી નિભાવી છે....

 *--યુવરાજસિંઘ*

(ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય કે કેન્સરની હોસ્પિટલ હોય, સિંહ જેવો ગર્જના કરતો મિજાજ બતાવીને જિંદગી જીતી જનાર આ ખિલાડીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..)

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...