શિક્ષક - વિધ્યાર્થી રમૂજ...

1.
મહેસાણાની એક શાળા મા ઇસ્પેક્સન આવ્યુ...
અને
સાહેબ એક વર્ગ મા ગયા અને
એક છોકરા ને ઉભો કર્યો
અને
છોકરા ને પુછ્યુ
કે
શીવ ધનુષ કોણે તોડ્યુ...??
છોકરો: સાહેબ મે નહી તોડ્યુ...!
(સાહેબ વર્ગ શિક્ષક સામે જોઇને)
સાહેબ:આવુ ભણાવો છો તમે...?
વર્ગ શિક્ષક: સાહેબ, તમે એ છોકરા હોમે જુઓ તો ખરી
એનામાં
પાપડ ભાગવાની તાકાત નથી ને શિવ ધનુષ ચોથી તોડે..?
સાહેબ કંટાળ્યા અને આચાર્ય પાસે ગયા અને ઉપર ની આખી વાત કીધી
સાહેબ: આવુ ભણતર..?
આચાર્ય: શોન્તિ થી વાત કરો
અને
એ છોકરા ને હુ છેલ્લા હાત વરસ થી ઓળખુ છુ...
એ રૂમ ની બાર નહી ગ્યો
અને
શિવ ધનુષ ચો તોડવા જાય !
ઝગડો વધ્યો
અને
ગોમ ના સરપંચ સુધી પોચ્યો
અને
આખી વાત કીધી...
સાહેબ: તમે ગોમના સરપંચ અને તમારા ગોમનુ આવુ ભણતર...?
સરપંચ: એ તો બેહી ને વાત થાય...
સાહેબ: શુ બેહી ને વાત થાય.
આવુ રેઢિયાળ ખાતુ..?
સરપંચ: હુ સાહેબ, તમે  આવડા મોટા અધિકારી થઇને આવડી નોની  વાત માં હુ હોબાળો કરો છો...?
હવે
શિવ ધનુષ તુટ્યુ તો હોક તુટ્યુ
ખર્ચો મુ આલદયે
મુકો  અવ વાત...
સાહેબ હજુય ICU માં છે

*Part -2*
continues....

સાહેબે ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો કે સ્કૂલમાં શીવ ધનુષ કોણે તોડ્યું તેની કોઇને ખબર નથી.
ઈવન હેડમાસ્તર કે ગામના સરપંચ પણ જાણતા નથી...
કમિશનરે સરકારમાં રીપોર્ટ કર્યો કે તુટ્યુ તો તુટ્યું પણ આવા ધનુષ જેવા હથિયારો વગર પરવાનગીએ સ્કૂલમાં રાખવા એ ગંભીર બાબત છે.
શાળાની ગ્રાંટ કેમ ના કાપવી....?
વિભાગમાંથી મંત્રી સુધી વાત ગઇ...
મંત્રીએ રીટાયર્ડ સચિવોની કમીટીની રચના કરી.
રાજ્યની આવી કેટલી સ્કૂલો છે...,
અને ત્યાં શીવ ધનુષની પરિસ્થિતિ શું છે તેની તપાસ કરી ત્રણ મહિનામાં રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી....!

*પાર્ટ-૩*
Continu...

તપાસપંચનો રિપોર્ટ આવ્યા બાદ
એસ.ઓ. ને શોકોઝ નોટિસ મળી..
ચાર્જશીટ પણ મળી..
તેણે રજીસ્ટરો ચેક કરીને જવાબ લખ્યો કે સાહેબ આપણે એ શાળાને તો ધનુષ ફાળવ્યા જ નથી..

Part -4

મામલો મુખ્ય મંત્રી સુધી પહોંચ્યો. મુખ્ય મંત્રી ના કેહવા મુજબ હજુ સુધી શા માટે  બધી શાળાઓ ને શિવ ધનુષ ફાળવવા માં આવ્યાં નથી?
એનો રિપોર્ટ આપી દરેક શાળાને મુખ્ય મંત્રી ગ્રાન્ટ માંથી શિવ ધનુષ ફાળવવા.

Part 5:-
વિષય: શિવધનુષનો શૈક્ષણિક કાર્ય માં ઉપયોગ અંગે એક દિવસીય તાલીમ મેળવવા બાબત.

આગામી સમયમાં મુખ્યમંત્રી ગ્રાન્ટ માં થી શાળા દિઠ એક શિવધનુષ મળવાનું હોઈ તેના વર્ગખંડમાં ઉપયોગ અંગે ની બ્લોક કક્ષાની તાલીમ મા શાળા ના એક શિક્ષકે ફરજીયાત હાજર રહેવું.                                                 સરકાર નો આદેશ....

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...