ભગવાનનો આભાર...

*એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો*
*દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું,*
*અને ખુબ સુખી સંપન્ન હતા સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા,*
*ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવવું પડશે....*
*દાદા કહે જેવી હરિની ઇરછા...*
*ઓપરેશન પતી ગયું ત્રણ દિવસ વિતી ગયાં દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા...*
*એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળું હતા કહયું દાદા કેમ રડો છો,*
*તમને બીલ વધારે લાગતું હોય તો મને લાખ બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો મને દુ:ખ થાય છે...*
*દાદાએ કહ્યું ના ડોક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું ...*
*પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં...*
*ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે...*
*દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,*
*ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?*
*દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો,*
*ડોક્ટરે કહ્યું જે હોય તે તમે મને પ્લીઝ કહો,*
*દાદાએ કહયું તો સાંભળો ડોક્ટર તમે મારૂં ઓપરેશન કર્યુ મારૂં હ્રદય ત્રણ કલાક સાચવયું ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા..*
*હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયોં છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર સાચવ્યું...*
*ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા?*
*એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયોં છું...*
*આ સાંભળતા જ  ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં...*
*તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ...*
*શું નથી આપ્યું આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને...*
*શીખ:* *આપણ ને જે મફત માં મલે છે એની કયારેય કિમંત સમજતા જ નથી જે ઉપર વાળા એ આપયુ છે કયારેય એની કદર કરતાં નથી ને છતાંય છે એના સિવાય માંગવા પાછા એની પાસે દોડી જઇ એ છીએ...*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...