નિવૃત્તિ વિષે...

1.

RETIRED LIFE
------------------------

*_रिटायर्ड आदमी को,_*
*_सब फालतू समझते हैं।_*
*_वे छोटी छोटी बातों में,_*
*_बार बार बमकते हैं।_*
*_बात करो तो,_*
*_अपनी ही हाँकते हैं।_*
*_मैंने ये किया, वो किया,_*
*_यही फांकते हैं!_*

                    *_पत्नी कहती है_* --
                    *_दिन भर कुर्सी तोड़ते हो।_*
                    *_मोबाइल में आंखे फोड़ते हो,_*
                    *_जाओ बाजार से,_*
                    *_कुछ सामान ही ले आओ!_*

*_बहु कहती है --_*
*_मुन्ना रो रहा है,_*
*_उसे घुमाने ले जाओ।_*
*_चाय बनाने में भी,_*
*_वह शर्त लगाती है।_*
*_मुन्ना को घुमा लाऊँ,_*
*_तब चाय पिलाती है!_*

                    *_रिटायर क्या हुआ,_*
                    *_जैसे मेरी सरकार ही गिर गई।_*
                    *_सात जन्मों की साथी पत्नी भी,_*
                    *_रूलिंग पार्टी से मिल गई!_*

*_टीवी देखता हूँ,_*
*_तो बच्चे रिमोट छीन लेते हैं।_*
*_कार्टून चैनल देख कर,_*
*_आस्था लगा देते है!_*
*_हम आस्था लायक हैं_*,
*_ये कैसे जान लेते हैं?_*
*_एक पैर कब्र में गया,_*
*_ये कैसे मान लेते हैं?_*

                   *_लेडीज जिमनास्टिक्स देखता हूँ,_*
                    *_तो लोग मुझे देखते हैं।*_
                    *_जैसे कहते हों, बूढ़े हो गये,_*
                   *_मगर अब भी आँखें सेकते हैं!_*

*_एक दिन नाती पूछ रहा था,_*
*_दादाजी, आज पेपर में,_*
*_कितने एड आये हैं?_*
*_मेरी अनभिज्ञता पर बोला --_*
*_मम्मी तो कहती है,_*
*_आप पेपर चाट जाते हैं।_*
*_इतना भी नहीं मालूम,_*
*_तो सिर क्यों खपाते हैं?_*

                    *_योगा करता हूँ तो कहते हैं_*,
                    *_मरने से ऐसे डरते हैं।_*
                    *_जैसे दुनियाँ में कभी,_*
                    *_किसी के बाप नहीं मरते हैं!_*

*_मैं कहता हूँ अरे भाई,_*
*_अभी रिटायर हुआ हूँ,_*
*_कुछ पेंशन तो खाने दो।_*
*_बेटा कहता है --_*
*_मूलधन तो ले ही लिया,_*
*_अब ब्याज को जाने दो!_*

                       *_सोचता हूँ,_*
                      *_रिटायरमेन्ट के बाद,_*
                      *_ऐसा क्या हो जाता है?_*
                      *_आफिस का बॉस,_*
                      *_घर में जगह नहीं पाता है!_*

*_उसकी सलाह मशविरा,_*
*_निरर्थक हो जाती हैं।_*
*_उसके बोलने पर,_*
*_क्यों घर वाले झल्लाते हैं?_*
*_चाहता हूँ कहूँ,_*
*_घर का मुखिया न रहा,न सही,_*
*_एक सम्मानित सदस्य,_*
*_तो बने रहने दो_*

                      *_न सुनना हो मत सुनो,_*
                      *_मगर बात तो कहने दो।_*
                      *_बोलने की आदत है,_*
                      *_धीेरे धीरे छूटेगी।_*
                      *_स्वयं को सब कुछ,_*
                      *_समझने की धारणा,_*
                      *_धीरे धीरे टूटेगी!_*

*_कुछ समय के बाद मैं भी,_*
*_बालकनी में बैठा चुपचाप,_*
*_सड़क की ओर देखूंगा।_*
*_आती जाती भीड़ में,_*
*_वे कुछ चेहरे खोजूंगा।_*
*_जो मुझे,_*
*_फालतू बैठा देखकर भी,_*
*फालतू न समझें।_*
*_हमेशा टें टें करने वाला,_*
*पालतू न समझें!_*

!!! सेवा निवृत्त आदरणीयों को समर्पित और होने वाले महानुभावों को पूर्व सूचना!!

2.

ચંદ્રકાંત બક્ષીનો આ આર્ટીકલ અવશ્ય વાંચજો... કદાચ નિવૃતીને આ રીતે બક્ષીજ મુલવી શકે!

નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?

(સદાબહાર લેખક - ચંદ્રકાંત બક્ષી)

પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે! આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે! આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી!

સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ આવે છે!

પણ જો હવાઈ જહાજમાં અડધી ટિકિટમાં સફર કરવી હોય, કે ઈન્કમ ટૅક્સમાં રિયાયત લેવી હોય, તો ૬0વર્ષ પૂરાં થવા જોઈએ!

તમને ‘સિનિયર સિટિઝન’ અથવા વયસ્ક નાગરિકની ઉપાધિ મળે છે. ટ્રેનમાં સિનિયર સિટિઝનને માત્ર દ્વિતીય વર્ગમાં જ રિયાયત મળે છે!

પણ બુનિયાદી પ્રશ્ર્ન ઉંમરનો નથી, નિવૃત્તિનો છે. એ ભારતીય વિચારધારા નથી!

મોટો જજ, કે મોટો જનરલ મેનેજર, કે મોટો પુલિસ અફસર, કે મોટો એક્ઝિક્યુટિવ નિવૃત્ત થાય છે, અને ઘણી વાર શા માટે તરત ગુજરી જાય છે? e

‘યેસ સર’ જીવનભર સાંભળ્યું છે, પછી સામાન્ય નાગરિક થઈ શકાતું નથી

જીવનભર ટેબલ પરની બેલ દબાવીને સેવાઓ લીધી છે, પછી પોસ્ટ ઓફિસમાં ટિકિટ કે મની ઓર્ડરની કતારમાં ઊભા રહેવાતું નથી!

મોટા માણસને નાના થતાં આવડતું નથી!

૩૦૦-૩૫૦ ચોરસ ફિટની કૅબિનમાંથી બહાર નીકળીને, જો ફૂટપાથ ઉપર આવીને એક રૂપિયાની મગફળી ખરીદીને ફાકતાં ફાકતાં ચાલી શકો, તો તમારે આ દુનિયામાં કોઈથી ડરવાનું નથી, પણ એ લગભગ અશક્ય છે!

શૉફરે ચલાવેલી મોટરકાર મૂકીને, બસમાં ફૂટબોર્ડ પર દબાઈને અંદર ઘૂસી જવાની શરમ ન હોય, તો તમે દુનિયા જીતી લીધી છે!

નિવૃત્તિ પણ આવું જ સિન્ડોમ છે!

તમે મોટામાંથી નાના બની જાઓ છો, પછી એકલા બનતા જાઓ છો!

એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા, એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે!

પહેલાં લોકો પાસે આવતાં ડરતા હતા, હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે. તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી, દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે. નિવૃત્તિ પૂર્ણત: એકલતાનો પ્રથમ અહસાસ છે!

કઈ ઉંમર હોય છે, નિવૃત્તિની? નક્કી નથી!

પણ જો તમે ૫૬ના છો, તો હવે ૫૪ના થવાના નથી! તમે ૬૩ના છો, તો હવે ૬૧મું વર્ષ બહુ પાછળ ચાલ્યું ગયું છે! હવે ૬૧નો નહીં, ૬૧ની ગતકાલીન કસકનો નહીં, ૬૫ની અનાગતકાલીન ચિંતાનો વિચાર કરો!

રિટાયરના ગર્ભમાં ટાયર (થાકવું) ધબકી રહ્યું છે!

હું એકલો નહીં જમી શકું, હું એકલો નહીં સૂઈ શકું. તમારે જ તમારી પથારી કરવાની છે, તમારે જ તમારો ચાનો કપ અને ચાની તપેલી ધોઈ નાખવાની છે!

શરીર કમજોર પડતું જાય છે, બીજા પર અવલંબન વધતું જાય છે, સમયભાન ઘટી જાય છે!

તમારી પ્રોફેશનલ આઈડેન્ટિટી સિવાય, પ્રતિષ્ઠા કે શાખ સિવાય તમારી પાસે શું હતું? 

હવે ચાબુક તમારા હાથમાં નથી. હવે તમે જે ચાબુક વાપરતા હતા એમાંથી જ લગામ બનાવીને તમને જ દાંતમાં પહેરાવી દીધી છે (જો દાંત રહી ગયા હોય તો!)

હવે તમારી પ્રતિષ્ઠા મહત્ત્વની નથી, તમારી ઉપયોગિતા મહત્ત્વની છે!

કહેવાય છે કે નિવૃત્ત માણસ માટે ઘર પણ મનપસંદ રહેતું નથી!

એક મિત્રે કહ્યું હતું, એક સંસ્કૃત શ્ર્લોક ઉદ્ધૃત કરીને, કે વૃદ્ધ માણસે ઘરમાં અતિથિની જેમ રહેવું...! તો આદર રહે છે, સ્વીકાર થાય છે. માણસ સહજ થઈ જાય છે!

નિવૃત્ત માણસે ગંભીરતાથી પ્રથમ વિચાર કરવો પડે છે, હવે કેટલાં વર્ષોની જિંદગી બાકી રહી? ૧૦ વર્ષ બાકી રહ્યાં? તો એને ૧૫ વર્ષ કરવાં પડશે!

બીજી વાત, બાકીની વધેલી જિંદગી (લેફટ્ઓવર લાઈફ)નું શું કરવું છે? ટી.વી. જોવું છે, પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું છે. જે દુનિયા જોવાની ઈચ્છા હતી, પણ જોેઈ શકાઈ નથી, કારણ કે સમય કે સગવડ ન હતાં, એ દુનિયા જોવી છે!

સિગરેટ, શરાબ, શોખ બધું જ ધીરે ધીરે છોડવું પડશે, નહીં તો પ્રકૃતિ એવો ફટકો મારશે કે આપોઆપ છૂટી જશે!

સંતાનો માટે કેટલા રૂપિયા મૂકી જવા છે, એ દરેક સફળ નિવૃત્તિકારે વિચારવું જ પડે છે. પૈસા સંભાળવા, સાચવવા, સંવૃદ્ધિ કરવી એ એક એક ઉપર ઉત્તર નિર્ભર કરે છે!

ઊછળતી જવાની ને અઢળક પૈસા, એ એક વિનાશક સ્ફોટક ફૉર્મ્યુલા છે! તમારા મૃત્યુ પછી સંતાનોની ગાળો ખાતા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે!

નિવૃત્તિ પછી હિન્દુસ્તાનમાં ડિવૉર્સ થતા નથી, પણ બન્નેમાંથી એકનો દેહાંત થઈ શકે છે!ગુજરાતી કહેવત છે કે ભીંત અને કરો સાથે ન પડે! મોટી દીવાલ ભીંત છે, નાની દીવાલ કરો છે, અને બન્ને એકબીજાને સહારે ઊભા છે. બન્ને સાથે પડવાના નથી, એક પડશે અને બીજાએ એકલા જ ઊભા રહેવાનું છે. લગ્નજીવન પણ આજ છે. પતિ-પત્ની સાથે મરતાં નથી, એક મરી જાય છે, બીજાએ જીવતા રહેવાનું છે અને નિવૃત્તિ પછીનો, પત્ની વિનાનો પુરુષ જીવનની અસહ્યતાને બરાબર અનુભવીને સમજે છે. નિવૃત્તિ પુરુષનું ‘વૈધન્ય’ બની જાય છે!

નિવૃત્તિ જીવનને રિ-સ્ટ્રક્ચર કરવાનું નામ છે. હવે ઈચ્છા પ્રમાણે પ્રાપ્તિ નથી, અને એ નથી માટે ઉત્તેજિત થઈને ઘર્ષણ કરવાનું નથી! ધન હોવા છતાં સેવા મળે જ એ આવશ્યક નથી. બન્ને મુઠ્ઠીઓ ખુલ્લી થતી જાય છે, પણ આ અસહાય અવસ્થા નથી!

મુંબઈના પોલીસ અધ્યક્ષ ગફુરે હમણાં એક ઈન્ટરવ્યુમાં સૂચક વાત કરી હતી: વિદેશોમાં વૃદ્ધો સશક્ત સમર્થ રહી શકે છે, સ્વસ્થ હોય છે, શરીર સરસ રાખી શકે છે, પણ આપણા વૃદ્ધો શા માટે લથડી જાય છે? 

ગફુરનો તર્ક એવો હતો કે વિદેશી વૃદ્ધો પોતે જ પોતાનું કામ કરતાં રહે છે, એટલે એમના શરીરો ચુસ્ત રહે છે! જ્યારે આપણે ત્યાં સંયુક્ત પરિવારોને કારણે અને કૌટુંબિક પરંપરા પ્રમાણે પુત્ર, પુત્રવધૂ, પુત્રી, પૌત્રી, પૌત્ર દાદાજીને કોઈ કામ કરવા દેતા નથી, એટલે દાદાજી એક ‘કાઉચ પોટેટો’ (સોફા પર બેઠેલું બટાટું) બની જાય છે! બધા જ દાદાજીનું કામ કરવા તત્પર હોય છે અને દાદાજીએ કોઈ જ શારીરિક કામ કરવાનું હોતું નથી, માટે એમની તબિયત રુગ્ણ થતી જાય છે!

લેટેસ્ટ કપડાં પહેરવાં, કે એકલા બહારગામ પ્રવાસ કરવો, કે જિંદગીની મજાઓ કરવી, એ આપણા દેશી દાદાજીના કિસ્મતમાં નથી!

પશ્ર્ચિમમાં એકલતા અથવા ન્યુક્લિઅર ફૅમિલી (માત્ર પિતા-માતા-સંતાનોનો પરિવાર)ને લીધે વૃદ્ધોને શરીર સાચવવું જ પડે છે! નિવૃત્તિમાં સરસ સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વનો આધાર છે!

નિવૃત્તિ અને વૃદ્ધત્વ અવિભાજ્ય છે! તમે નિવૃત્તિ સ્વીકારો કે ન સ્વીકારો, નિવૃત્તિ તમારો, તમારા શરીરનો, તમારા સંંબંધોનો, તમારા પરિવેશનો કબજો લઈ લે છે! દિવસમાં ૮, ૧૦, ૧૪ કલાક જે લોકો સાથે કામ કર્યું છે, એ લોકોના નામો પણ યાદ કરવા પડે, એ દિવસો આવી ચૂક્યા છે, અને એ વૃદ્ધત્વનું પ્રથમ ચરણ છે!

હવે ડોરબેલ ઓછી વાગે છે, હવે ટેલિફોન ઓછા આવે છે, હવે જે મળે છે એ પ્રથમ તમારી તબિયત પૂછે છે!

હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી નિવૃત્તિની દિશા કઈ છે: સ્પિરિચ્યુઅલની (અધ્યાત્મિક) કે મટિરિયાલિસ્ટિક ની (ભૌતિકતા)? અને બંન્ને સાચી છે, કારણ કે ચહેરો તમારો છે!

(ઓછામાં ઓછે પાંચ વખત આ લેખ વાંચવો જરૂરી છે ! ).

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...